સફળતા Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફળતા

આજે પાછો એ અપસેટ હતો સવારથી જ. જવાનું બિલકુલ મૂડ ન હતો, એક વાર તો એને થયું કે ઘરમાં બધાને કહી નાખું કે મારે નથી જવું. છતાં મનમાં એક આશા હતી કે નશીબ આગળનું પાંદડું હટી જાય અને આજે સફળતા મળી જાય તો ? પણ સફળતા કઈ રસ્તામા પડેલી થોડી હોય છે કે ચાલતા ચાલતા મળી જાય.
બસ આજ વિચારીને એ છેલ્લા 5 વર્ષથી અલગ અલગ ઓફિસના ચક્કર ખાતો હતો. Ojas website નો એને ઉપયોગ કર્યો હતો એટલો તો site બનાવનારે પણ નહિ કર્યું હોય. આજે ફરીથી એને એક ઓફીસમાં ઈન્ટરવ્યું માટે જવાનો છે. ઈન્ટરવ્યું નો અનુભવ એટલો બધો હતો કે એને પૂર્વ અભ્યાસ કરવાની કોઈ જરૂર જણાઈ નહિ. એની મમ્મીએ પણ એજ કહ્યું કે આજે તો બધું સારું થશે તો 51 રૂપિયા નું પ્રસાદ લેતો આવજે. આવું પ્રથમ વાર નહતું કહ્યું. અનિકેત ને મમ્મી ની વાત થી હસવું આવી ગયો, જ્યાં નોકરી મેળવવા માટે 15 લાખ બોલતા હોય ત્યાં ભગવાન 51 રૂપિયા માં કેમ માને ?. અને આવા કેટલીય વાર 51 રૂપિયા બચી ગયા નું એને સ્મરણ થઇ આવ્યું.
એને યાદ આવી ગયો જ્યારે પહેલી વાર ઈન્ટરવ્યું આપવા ગયો હતો ત્યારે કેટલો ઉત્સાહ હતો. કેટલો કોન્ફીડંસ હતો એનામાં, અને પહેલી વાર ઈન્ટરવ્યું માં જવાનું હોવાથી એની મમ્મી એ દહીં સાકર ખવડાવ્યું હતું. મોટા ભાઈએ એમની બાઈક આપી હતી. અને એના પપ્પાએ કેટલાક રૂપિયા હાથમાં આપી અનેક સલાહ સૂચનો કર્યા હતા. પરંતુ ધીરે ધીરે આ બધું બંધ થઇ ગયું.
B.COM થર્ડ યરમાં ફર્સ્ટ ક્લાસ મેળવનાર અનિકેત ઘરમાં સૌથી નાનો હોવાથી અત્યાર સુધી એને કોઈ કપરી પરીસ્થિતિ નો સામનો કરવા પડ્યો ન હતો. એના ફાધરને સરકારી નોકરી હતી અને ભાઈ B.COM કરીને વકીલ બન્યો હતો તેની આવક પણ સારી જ હતી. કોલેજ માં હંમેશા એક સારા વિધાર્થી તરીકે એની ઓળખાણ હતી. પરતું B.COM થયા પછી ચાર વર્ષ થઇ ગયા અનિકેતને નોકરી ન મળી તો ન જ મળી. હવે તો મહોલ્લાનાં લોકો આવતા જતા એને કહેવા લાગ્યા કે ક્યા સુધી આમ ફર્યા કરશે, કેમ કઈ કરતો નથી. આટલો બધો ભણીને પણ ભાઈ અને પાપા ના રૂપિયા ઉપર જીવે છે. એના ફ્રેન્ડ સર્કલ માં પણ બધા એને કહેતા કે તું તો બાપ ના પૈસા થી જ જલસા કરે છે. કાલે સાંજે જ પાનનાં ગલ્લા ઉપર કિશનકાકા એ કહ્યું કે એમનો છોકરા મનોજ ને નોકરી લાગી ગઈ, મનોજ ખુબ જ મહેનત કરતો હતો એમ પણ કહ્યું. અનિકેત ને કહેવાનું મન પણ થયું કે હું કઈ મહેનત નથી કરતો એમ તો નથી, પરતું દરેક જગ્યાએ નોકરી માટે ૧૦ થી ૧૫ લાખ માગવામાં આવે છે અથવા કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ ની ઓળખાણ માંગવામાં આવે છે. જે માટે અનિકેત તૈયાર નથી. એના વિચારો બીજા કરતા અલગ છે, રૂપિયા આપીને કે લાગવગ વડે મેળવેલ નોકરી એને પસંદ નથી, એટલજ હોશિયાર હોવા છતાં એ આજેપણ બેરોજગાર છે.
મહોલ્લા વાળા ઓની સાથે સાથે હવે ઘરમાં પણ બધા એને કહેવા લાગ્યા કે તું મહેનત કર આવું તો ક્યા સુધી ચાલશે? એને કહેવાનું થતું કે હું ખુબ જ મહેનત કરું છું, પણ કહી ન શક્યો. હવે એને પણ શંકા થઇ કે એની મહેનત ઓછી તો નથી પડતી ને ? કાલે રાત્રે જ્યારે જમવાના સમયે એને કહ્યું કે મારે ઈન્ટરવ્યું છે, તો એના ભાઈએ મજાક માં કહ્યું કે તારાથી કઈ નહિ થાય. ધક્કો ખાઈ ને પાછો ફરશે તું.
એટલેજ સવારથી એનો મૂડ ઑફ હતો. એને ખબર હતી કે આજે પણ કોઈ લાગતાવળગતા ને જ નોકરી મળવાની છે. તમ છતાં કમને એ તૈયાર થવા લાગ્યો. અરીશા માં પોતાના પતિબિંબને જોયા કર્યો 5 મિનિટ, અચાનકજ એનો ખોવાયેલ આત્મવિશ્વાસ પાછો આવ્યો. એક અલગ જ પ્રકાર ના ઉત્સાહ સાથે એ ઘર ની બહાર નીકળ્યો. એ નિર્ણય સાથે કે હું નોકરી માટે રૂપિયા આપી ને ભષ્ટ્રાચાર ને પ્રોત્સાહન નહિ આપું. હું લાગવગ લગાવી ને કોઈના ભવિષ્ય ઉપર લાત નહિ મારું. હું સફળતા મેળવીશ જ પણ એના માટે હું કોઈના ઉપર આધાર નહિ જ રાખું.