દિવાળી Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

દિવાળી

છ વર્ષની અંજુ આજે સવારે એ ઉઠી, એ નો મુખ દર્શાવતો હતો કે એ આજે ખુબ જ ખુશ છે. કારણ કે હવે દિવાળીનાં દિવસો નજીક આવી રહ્યા હતા. અને રોજ સવારથી જ માર્કેટમાં લોકોની ખરીદી માટે ભીડ રહેવાની હતી. એટલે રોજ કરતા એને વધારે રૂપિયા ભીખ માં મળશે એવું એને રાત્રે વિચાર્યું હતું. ઉપરાંત અલગ અલગ લોકો ને ખરીદી કરતા જોવાની પણ મજા આવશે. એટલે જ આજે એ જાગી ત્યારથી જ ખુશ હતી. બ્રશ કરવા જેવી કોઈ ટેવ તો હતી નહિ, પરતું એને મોઢું સારી રીતે ધોયું અને એક તૂટેલા અરીસા પાસે જઈ ને અરીસામાં જોઈ લીધું. અરીસામાં જોઈને શું કરવું એટલી વિચારસણી પણ હજુ તો કેળવાઈ ન હતી. એ નાચતી કુદતી એની આઈ (બા) પાસે આવી, હજુ એની આઈ એ ચૂલો સળગાવ્યો ન હતો. એ આવી અને ચૂલા પાસે રમતા એના નાના ભાઈ ને રમાડવા લાગી. અને એની આઈને પૂછ્યું કે ભાઈ કેમ રડે છે. કઈ જવાબ ન મળતા એ પાછી એના ભાઈને રમાડવા લાગી. થોડી વાર પછી એના બાબા (પિતા) દારુનાં અડધા નશા માં આવ્યો અને એની આઈ નાં હાથ માં ચા ની ભૂકી અને ખાંડ ની સાથે ઓર્ડર આપતા કહ્યું કે હવે આજે આખા દિવસે એક રૂપિયો પણ માંગતી નહિ. મારી પાસે નથી. અંજુ એના આઈ-બાબા ને જોઈ રહી. એની આઈ એ દૂધ વગર ની ચા બનાવી, અને બધા ચા પીવા બેઠયા ત્યારે એને પૂછ્યું કે આજે માર્કેટમાં નથી જવાનું ? એની આઈએ જવાબ આપ્યું તુ જજે હું પાછળથી આવીશ.

ચા પી લીધા પછી અંજુ માર્કેટમાં આવી. મોટા મોટા મોલ માં લગાવેલી લાઈટ અને બીજા ડેકોરેશન જોયા કર્યા અને એની રોજ ની જગ્યાએ આવીને બેઠી. સાચે જ આજે માર્કેટની ચહલ પહલ અલગ જ હતી. એ જ્યાં બેઠી હતી ત્યાં એક ગાડી આવીને ઉભી રહી. અંજુ ભાગીને ગાડી પાસે જઈ અને કઈક આપવા માટે વિનંતિ કરવા લાગી. ગાડી માંથી એક સેઠ જેવા લાગતા મોટા પેટ વાળા પુરુષ પાન ચાવતા ચાવતા બહાર નીકળ્યા અને પાન ની પિચકારી અંજુ નાં પગ પાસે આવીમેં પડે એર રીતે થુક્યા અને અંજુ ને ધક્કો મારી ને જતા રહ્યા. અંજુ પાછી આવીને એની જગ્યાએ બેઠી ગઈ. એની બાજુમાં જ એક વૃદ્ધા ભીખ માંગતી હતી. તેને નાની આંખ કરીને અંજુને પૂછ્યું ચા પીધી? કઈ જમી ને આવી? અંજુએ કહ્યું હા ચા પીધી જમવાનું તો અત્યારે ન હોય. પેલી વૃદ્ધા એ થોડાક બિસ્કીટ અંજુ ને આપ્યા અને પોતાની પાસે હતી એ ચાહ માંથી થોડીક ચા આપતા કહ્યું તું આવી એ પહેલા જ મને ભીખ માં ૧૦ રૂપિયા મળ્યા હતા. તું થોડુક ખાઈ લે.

અંજુ થોડીક દુખી થઇ એને થયું હું વહેલા આવતી તો મને પણ ૧૦ રૂપિયા મળી જતા. પછી એ બિસ્કીટ ખાવા લાગી. એને કઇક સારું લાગતા એ પાછી રસ્તા ઉપર નજર રાખી ને બેસી રહી. એ આવી એને બે કલાક ઉપર નો સમય થયો અને આટલા બધા લોકો ખરીદી માટે આવે છે તેમ છતાં એની પાસે હજુ વીસ રૂપિયા જ થયા હતા. એવા માં કોઈએ બુમ પાડી ને કહ્યું કે મંદિર માં પ્રસાદ વહેચાય છે. પ્રસાદ નું નામ સાભળીને એને પણ ખાવાનું મન થયું. પેલી વૃધ્ધા ને કહ્યું બા હું આવું છું પ્રસાદ લઈને. એ ખુબ જ ઉતાવળા પગલે મંદિર તરફ ગઈ રસ્તામાં વિચાર્યું કે બે વાર પ્રસાદ લઈશ અને જઈ ને ભાઈને પણ આપતી આવીશ. એ જ્યારે મંદિરે પહોચી ટો પ્રસાદ પૂરું થઇ ગયો હતો. નિરાસ થઇને એ પંડિત તરફ જોવા લાગી. પંડિત ને એની ઉપર દયા આવી હોય એમ થોડુક પ્રસાદ જે પોતાના બાળકો માટે સાચવ્યો હતો એમાંથી અંજુ ને આપ્યું. અંજુ ખુશ થઇ પરતું પ્રસાદ એટલો બધો ન હતો કે ભાઈ ને આપી શકાય એનાથી દુખ પણ થયું. એ પ્રસાદ લઈ ને પાછી એની ભીખ માંગવાની જગ્યાએ આવી. . એની પાસેનાં પ્રસાદ માંથી થોડુક પેલી વૃધ્ધાને આપ્યું. બપોરનાં બે વાગ્યા હતા પણ હજુ એની આઈ કે બાબા કોઈ એને દેખાયા નહી. એને વિચાર આવ્યો કે ઘરે જઈ ને જોવું કે કેમ હજુ નથી આવ્યા. પછી એને વિચાર્યું કે ઘરે જઈ ને આવતા મોડું થશે તો અહિયાં નુકશાન થશે. એટલે ઘરે જવાનું માંડી વાળ્યું.

આમને આમ રાતનાં સાત વાગવા આવ્યા, આખા દિવસ દરમ્યાન એને સવારે જેમ વિચાર્યું હતું એટલી ભીખ મળી ગઈ. પણ એને ખુબ જ થાક લાગ્યો હતો. બપોર નું જમવાનું પણ આજે એને મળ્યું ન હતું. માર્કટ માં પોતાના માં બાપ સાથે ખરીદી કરવા આવતા બાળકોને જોઈ દુખ થવું જોઈએ એટલી સહજ બૃદ્ધિ એની અંદર ન હતી એ તો બાળકોને ખરીદી કરતા જોઈને ખુશ થતી હતી. એને કદાચ એટલી પણ ખબર ન હતી કે દિવાળીનાં દિવસે નવા કપડા પહેંવાના હોય છે. એને સવારનાં પ્રસાદ ની યાદ આવી અને એની પાસેનાં ભીખ નાં રૂપિયા માંથી ૧૦ રૂપિયા કાઢી એ એક લારી પાસે ગઈ. ખુબ જ ભીડ હોવા છતાં એને લારીવાળા ને કહ્યું કે દસ રૂપિયાની જલેબી બાંધી આપો, મારા ભાઈ માટે લઇ જવી છે. લારીવાળો પણ રોજ એને ભીખ માંગતા જોતો હતો એટલે નોકર ને કહ્યું આને જલેબી બાંધી આપ. અને કહ્યું તારા રૂપિયા તુ તારી પાસે રાખ. આતો વધારે ખુશ થવાની જરૂર હતી. એ પાછી એની ભીખ માંગવાનું જગ્યાએ આવી અને પેલી વૃધ્ધાને જલેબી આપતા કહ્યું કે મારી પાસેથી રૂપિયા પણ નહિ લીધા જલેબીવાળા એ.

હવે એ ઘરે જવા નીકળી. રસ્તા ઉપર જગમગાટ કરતી લાઈટો અને જોર જોરથી વાગતા સ્પીકરો અંજુને વધારે ઉત્સાહિત કરતા હતા. રસ્તામાં એક પાદરી મળ્યા જેઓના હાથ માં ફૂડ પેકેટ હતો એ અંજુનાં હાથ માં આપ્યું. અને અંજુ માટે જાણે દિવાળી પહેલા જ દિવાળી આવી ગઈ હોય એમ લાગ્યું. ઘરે જઈ ને એની આઈ નાં હાથ માં ફૂડ પેકેટ આપ્યું. એના ભાઈ ને ઉઠાવી ખોળામાં લઇને જલેબી ખાવા લાગી. અને આખા દિવસ નો વૃતાંત એના આઈ-બાબાને કહેવા લાગી. અને આવતી કાલે પણ આવું જ દિવસ જશે એમ એની આઈ ને કહ્યું. થોડીવાર માં અંજુ ઉંધી ગઈ. એના આઈ અને બાબા એને જોતા રહ્યા અને પછી બંને આકાશ સામે જોવા લાગ્યા.