Short Stories books and stories free download online pdf in Gujarati

મસ્તી

સવારનાં લગભગ ૯ વાગ્યાનો સમય હતો. શનિવાર વાર નો દિવસ હોવાથી બસ સ્ટેન્ડ ઉપર ખાસ ભીડ ન હતી, કેટલાક વિધાર્થીઓ અને નોકરી ઉપર જનારાઓ ની લાઈન તો હતી. એ બધાથી થોડેક દુર એક છોકરી ઉભી હતી. વધારે સુંદર ન કહેવાય તો પણ આકર્ષક લાગતી એ છોકરીએ વન પીસ કહેવાય એવો આછા આસમાની કલર નો ડ્રેસ પહેર્યો હતો. ઉમરમાં જાપાનીઝ લાગતી એ છોકરી ત્રેવીસ વર્ષ ની છે કે તેંત્રીસ વર્ષની એ કહેવું થોડુક મુસ્કેલ લાગતું. હલકા મેક-અપ સાથે વાળ ને છુટા રાખી આંખો ની જગ્યા એ વાળ ઉપર ચશ્માં પહેર્યા. આજુબાજુ માં આવતા લોકો ને પોતાના કામ માટે મોડું થતું હોવા છતાં પેલી યુવતી ને જોઈ ને બસ ની રાહ જોતા હતા. પેલી છોકરી પણ કાંડા ઘડિયાળમાં વારંવાર જોતી અને થોડાક અણગમાન અને ગુસ્સા સાથે ઉભી છે. અહિયાં એને જાસ્મીન કહીને બોલાવીશું. તો જાસ્મીન કોઈની રાહ જોઈ રહી હતી. એક બે વાર એને ફોન કર્યો પણ ફોન ઉપર કોઈએ જવાબ આપ્યો નહિ એવું લાગ્યું. સામે છેડે કટ થતી રીંગ ઉપર એને ગુસ્સો એટલો આવતો કે એ ફોન ફેકી દે. પરતું ફોન તો કઈ ફેકાય? અને ગુસ્સામાં ફેકાઈ ગયા પછી એના પરિણામ કેવા આવે એ એને ખબર હતી. એટલે ફોન ની જગ્યાએ એને હાથ માં રાખેલ પાણી ની ખાલી બોટલ ફેકી દીઘી.

બે -ત્રણ બસ આવી અને એના પેસેન્જરો ને લઇ જતી રહી. એમની જગ્યાએ નવા પેસેન્જરો આવી ગયા.. જેમની નજર અનાયસે જ જાસ્મીન ઉપર જતી જેનાથી એ વધુ અકળામણ અનુભવતી હતી. હવે ૯ નાં સાડા નવ થયા. પણ જેની રાહ જોતી હતી એ હજુ સુધી આવ્યો કે આવી ન હતી. એટલીજ વારમાં સામેથી ફૂલ સ્પીડમાં R15 બાઈક લઇ ઉપર એક યુવાન આવ્યો. જેને જોતા એવું લાગે કે એ માનસિક ગરીબી માં રહે છે. સ્પોટ્સ ટી શર્ટ ની નીચે બર્મુડા ટાઈપ શોર્ટ પહેનેલ હતા. વાળ પણ વેર વિખેર હતા. છેલ્લા અઠવાડીયા માં એક પણ વાર સેવિંગ કરેલ હોય એવું જણાતું ન હતું. ૬ ફીટ ની હાઈટ ધરાવતો એ યુવાનના કસરત થી બનાવે સિક્સ પેક એની જાળી વાળી ટી શર્ટ માંથી સાફ દેખાતા હતા. ઘરમાં પહેનવા જેવા ચંપલ એને પહેર્યા હતા. પ્રથમ દ્રષ્ટીએ આટલી મોધી બાઈક એની પાસે કેવી રીતે આવી એ વિચારવાનો વિષય થઇ જતો.

અહિયાં આ માનશીક ગરીબ વ્યક્તિને વિકી કહીએ. તો વિકી એ આવીને હીરો સ્ટાઈલમાં બાઈક ઉભી રાખી અને હાથ ની આંગળીમાં બાઈકની ચાવી ફેરવતો સને સીટી વગાડતો એ જાસ્મીન પાસે ગયો, અને એકદમ લોફર સ્ટાઈલમાં કહ્યું હાય જાનેમન. જાસ્મીન થોડાક અણગમા સાથે પાછળ ગઈ અને ગુસ્સામાં કહ્યું શું છે ? કેમ અહિયાં આવ્યો છે? તને કેટલીવાર કહ્યું કે મારો પીછો કરવાનો બંધ કર. કેમ ? કેમ બંધ કરું તું મને ગમે છે અને તને મેળવવા માટે હું કઈ પણ કરી શકું છું સમજી ? કઈપણ , વિકી એ એજ લોફર સ્ટાઈલ માં કહેતા જાસ્મીન નો હાથ પકડવાની કોશીસ કરી. જાસ્મીને વધારે જોરથી એક બે ગાળ આપી અને ત્યાંથી દુર જવા પ્રયત્ન કર્યો. એ જેવી દુર જવા લાગી વિકીએ એનો હાથ પકડી લીધો અને એને પોતાની તરફ ખેંચી. એ બંને વચ્ચે થતી વાતચીત ત્યાં ઉભેલા લોકો સાભળતા હતા.. ત્યાં ઉભેલા લોકો માં કેટલાક સજ્જન દેખાતા લોકો પણ હતા જેઓને વિકી ની હરકત બરાબર ન લાગી એટલે એ લોકો પેલા બંને પાસે ગયા. અને ત્યાં જઈને પૂછ્યું શું છે ભાઈ ? કેમ છોકરી બે હેરાન કરે છે. વિકી એ એજ એની સ્ટાઈલમાં જવાબ આપ્યો તમે લોકો તમારું કામ કરો. એમ કહી એને ફરીથી જાસ્મીન નો હાથ પકડવા હાથ લંબાવ્યું. એટલે જાસ્મીન એનાથી દુર ખસી. આ જોઈ આવેલા ત્રણ ચાર વ્યક્તિઓ માંથી એક વ્યક્તિએ વિકીનો હાથ પકડી એના મોઢા ઉપર થપ્પડ મારી. જેવી વિકીને થપ્પડ વાગી જાસ્મીનને જોરથી ચીસ પાડી બંને હાથ મોઢા ઉપર દાબી દીધા. ખુદ ને સંભાળી ને વિકી થપ્પડ મારનાર વ્યક્તિ પાસે આવી ને ઉભો રહ્યો કે જાસ્મીન વચ્ચે આવી ને ઉભી થઇ ગઈ. અને વિનંતિ ભરેલ અવાજમાં કહ્યું જો આને કઈ કરતો નહિ. પ્લીઝ હું સોરી કહું છું. જાસ્મીન ની વાત સાભળ્યા વગર વિકી આગળ વધ્યો એટલે જાસ્મીને ફરીથી વિનંતિ કરી કે જો તો ખરો મારા ભાઈ જેવા લાગે છે તું એમને કઈ ના કહેતો.

બધા લોકો જાસ્મીન તરફ જોતા રહ્યા જાસ્મીને એક હાથે વિકી નો હાથ પકડયો હતો અને બીજા હાથે વિકી નાં ચહેરા ઉપર ફરતો હતો. અને વારંવાર સોરી સોરી કહ્યા કરતી. એટલીજ વારમાં બે કોન્સ્ટેબલ ભાગી ને આવ્યા અને વિકી ને સલામ કરી ને પૂછ્યું “શું થયું સર “ વિકી હજુ પણ ગુસ્સામાં જ હતો એટલે જાસ્મીને જવાબ આપ્યો કઈ નથી થયું. પછી પેલા થપ્પડ મારનાર વ્યક્તિ તરફ ફરી જાસ્મીને કહ્યું “ કોણે કહ્યું હતું એને થપ્પડ મારવાનું. ખબર છે આ કોણ છે? “ આ અત્યારે પી.એસ આઈ. ની ટ્રેનીંગ પૂરી કરીને આવ્યા છે. અને આ વિસ્તારમાં ચાર્જ લેવાના છે. આ તો આજે રજાનો દિવસ હતો એટલે મને થોડીક મસ્તી મારવાનો મન થયો. મને શું ખબર હતી કે વાત આટલી બધી વધી જશે. પછી વિકીની સામે આંખ મચકારીને વિકી જે બાઈક લઇ આવ્યો હતો એની પાછળ ગોઠવાઈ ગઈ. અને બંને ત્યાંથી નીકળી ગયા. થપ્પડ મારનાર વ્યક્તિ ને સમજમાં ન આવ્યું કે આ શું થયું. જ્યારે અન્ય લોકો હસતા હસતા બસ ની રાહ જોવા લાગ્યા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED