Nayan books and stories free download online pdf in Gujarati

નયન

ગામમાં આવેલ નદી કિનારે બેઠીને નયન ડૂબતા સૂર્ય સામે જોઈ રહ્યો. છેલ્લે આવી પડેલ સમસ્યા માંથી કેવી રીતે બહાર નીકળવું એ એને સમજાતું નહતું. આ એજ નદી હતી જેના પાણીમાં રમતા રમતા એ મોટો થયો હતો. ભાદરવો મહિનો હજુ હમણાં જ પૂરું થયું હતું એટલ નદી બંને કાંઠે વહેતી હતી. બાકી તો નદી સૂકી જ રહેતી હતી. અત્યારે ગામની જે મહિલાઓ હસતા હસતા પાણી ભરવા આવતી હતી, તેઓને થોડા સમય પછી અહીંયાથી ખુબજ દૂર પાણી ભરવા જવું પડશે. આપણા દેશે આટલો વિકાસ કર્યો હોવા છતાં આજે પણ મોટા ભાગ નાં ગામમાં પાણી ની સમસ્યા નો સામનો કરવો પડે છે. અને સૌથી મોટી વાત તો એ હતી કે એ પોતે ગામનાં સૌથી સુખી સંપન્ન ઘર નો દીકરો હોવા છતાં આજ સમસ્યા નો સામનો એની બા અને બહેનો તેમજ ઘરમાં આવેલ નવી ભાભી ને પણ કરવો પડતું હતું. પાણી ની સમસ્યા એટલી કે ચાર પાંચ દિવસ સુધી પાણી આવે જ નહિ. અને જયારે પાણી આવે ત્યારે મોટા ભાગે દોહરાયેલું પાણી આવતું. અને આવા પાણી ને કારણે ગામમાં મોટા ભાગ નાં બાળકો નાની ઉમર મા જ મુત્યુ પામતા. એને યાદ છે કે એ જયારે નાનો હતો ત્યારે એની માઁ સાથે એ પણ પાણી ભરવા જતો હતો. ઘરે આવીને એની માઁ એટલી થાકી જતી કે બે દિવસ સુધી ઉભી પણ ન થયી શકે.
પોતાની માઁ ની આવી સ્થિતિ જોઈ ને એને નાની વયે જ નક્કી કર્યું હતું કે એ જયારે મોટો થશે ત્યારે ગમેતેમ કરીને પાણીની આ સમસ્યા દૂર કરશે. બારમા પછી નું અભ્યાસ કરવા માટે એને ગામથી ખુબ જ દૂર જવાનું હતું તો પણ એ માટેની તૈયારી રાખી બારમામાં સારા ટકા લાવીને એન્જીનીયરિંગમાં એડમિશન લઇ ને એ ભણવા લાગ્યો. હોશિયાર તો એ પહેલેથી જ હતો એટલે અટક્યા વગર એને એન્જીનીયર ની ડિગ્રી લઇ લીધી. ગામની બહાર રહી ને પણ એને એના ગામની પાણી ની સમસ્યા માટે સતત વિચારતો રહ્યો. છેલ્લા વર્ષની પરીક્ષા આપી ને એ એના ગામમાં પાછો આવ્યો. જયારે એ ઘર પાછો આવ્યો તો આખો ગામ એને મળવા આવ્યો કેમ કે એના ગામ નાં ખુબ ઓછા લોકો ભણી ને આગળ આવ્યા હતા જેમાં મોટા ભાગે ટીચર હતા, એન્જીનીયર તો એ પહેલો હતો. અને ટીચર બન્યા પછી મોટાભાગ નાં બધા લોકોએ ગામ છોડીને શહેર માં વસાવી લીધો હતો. એટલે એ જયારે બહાર ભણવા ગયો એટલે ગામનાં બધા લોકોએ માની લીધું કે નયન પણ હવે ગામ છોડી ને શહેરમાં વસી જશે.
છેલ્લા વર્ષમાં ની પરીક્ષા પછી જ્યારે કેમ્પસ ઈન્ટરવ્યૂ થયા એમાં લગભગ ત્રણ કંપની દ્વારા નયન ને ઉચા પગાર સાથે સારી જોબ આપવાની તૈયારી બતાવી. નયન માટે આ ખુબજ ખુશીનાં સમાચાર હતા. એ ખુબ ઉત્સાહિટ હતો. આટલા જલ્દી વગર મહેનતે આવી સરસ નોકરી મળવી એ ખુબ જ મુશ્કેલ હોય છે એ વાત નયન ને ખબર હતી. એ જ્યારે પરીક્ષા આપી ને ઘરે આવ્યો તો આખા ઘરમાં અને કુટુંબમાં પણ ઉત્સાહ નો વાતાવરણ છવાઈ ગયો. એના બાપુએ તો ત્રણેય કંપની જે જે શહેરોમાં હતી એ શહેરોમાં લાગતા વળગતાઓ ને ઘર શોધવાનું પણ કહી દીધું. નયન ઘરનાં બધા લોકો સામે જોતો હતો. એને કહેવું હતું કે એ નોકરી કરવા માંગતો નથી એને તો ગામમાં રહીને પાણીની જે સમસ્યા છે એને દુર કરાવી છે. પરતું કેમ એ કોઈને કઈ કહી શકતો ન હતો. એ જાણતો હતો કે એની વાતથી બધાને બહુ ખરાબ લાગશે અને કોઈ એની વાત સાથે સહમત થશે નહિ.
અને આજે એ નદી કાંઠે બેઠીને આથમતા સુરજને જોયા કરતો હતો. અને એક દ્રઢ નિર્ણય કર્યા પછી એ રાતે ઘરે આવીને બધાને કહે છે એને નોંકરી નથી કરવી. ઘરનાં બધા લોકો એ એને ખુબ જ સમજાવ્યું પરતું નયન એને નિર્ણયથી ફર્યો નહિ. છ મહિના સુધી ગામની નાની મોટી સમસ્યાઓ હલ કરવા માટે એને ખુબ જ પ્રયત્ન કર્યા. જેટલા પણ સરકારી વહીવટમાં રુકાવટો હતી એ નયન ખુબ જ આશાનીથી દુર કરતો હતો. છ મહિનામાં તો જીલ્લા કલેકટર સુધી એની વાતો થવા લાગી. છ મહિના પછી ગામમાં થયેલ સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરીને એ સરપંચ બન્યો. ગામનાં બધા લોકો ખુબ જ ખુશ હતા કે એમના ગામમાં હવે કોઈ ભણેલ સરપંચ વહીવટ કરવાનો હતો. અને આજે સરપંચનાં લેટરપેડ ઉપર એને સૌ પ્રથમ મંત્રીશ્રીને ગામમાં પાણી ની સમસ્યા વિશે જણાવતો પત્ર લખ્યો અને સાથે સાથે એ સમસ્યા દુર કરવાનાં ઉપાયો પણ જણાવ્યા. સાથે સાથે ગામની ભાગોળમાં આવેલ જમીન માં જો નાની તલાવડી માટે જમીન મળી જાય તો એમાં પાણી ની સાચવણી થઇ શકે એમ પણ જણાવ્યું.
પત્ર લખ્યાના દશ દિવસ પછી નયને ગામમાં એક મેળાનો આયોજન કર્યો અને મેળામાં બધા ગામનાં લોકોને ભેગા થવા જણાવ્યું. જ્યારે બધા લોકો ભેગા થયા તો એને બધા સામે મંત્રીશ્રી તરફથી આવેલ કાગળ વાંચ્યુ જેમાં લખ્યું હતું કે સરપચ દ્વારા મુકવામાં આવેલ દરખાસ્તો મંજુર કરવામાં આવે છે અને આ કામ જલ્દી શરુ થશે. એને ગૌરવથી પોતાના કુટુંબનાં લોકો સામે જોયું કે જે છેલ્લા છ-સાત મહિનાથી નયન સાથે વાત પણ કરતા ન હતા. અને જાણે નયનનાં નયન કહેતા હોય કે ભણી ને માત્ર નોકરી કરવાનું જ લક્ષ્યાંક હોવું જરૂરી નથી કેટલાક લક્ષ્યાંકો બાળપણમાં રમત રમતા લેવાય છે એને પણ પૂરા કરવા મહેનત કરવી જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED