યુટર્ન Tanu Kadri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

યુટર્ન

આજે રવિવાર ના રજા નાં દિવશે ઓફીસ ની રજા હોવાથી બપોરે ખાસો સમય મળ્યો. કઈ ખાસ કામ ન હોવાથી હું youtube ઉપર કોઈ સારી મુવી સર્ચ કરવા લાગી . સામાન્ય રીતે આ રીતે મુવી જોવી હોવ તો હું સાઉથ ઇન્ડીયા માં બનેલી મુવી જોવાનું પસંદ કરું છું. હિન્દી માં ડબ કરતી વખતે મોટાભાગે સોન્ગ્સ ને કાપી નાખવામાં આવે છે. તેથી મુવી ની લેન્થ પણ ઓછી થઇ જાય છે અને જોવામાં પણ મજા આવે છે.મુવી સર્ચ કરતા કરતા અચાનક જ સમન્થા ની મુવી સામે આવી. મુવી ખુબ જ સરસ છે અને હિન્દી માં આ વિશે મુવી બની હોય એ મારા ધ્યાને નથી. મુવી નું નામ છે યુટર્ન.. ૨૦૧૮ માં બનેલી આ મુવીના ડાયરેક્ટર પવન કુમાર છે અને સમંથા ની સાથે સાથે ભૂમિકા ચાવલા (તેરે નામ ફેઈમ ) છે. મુવી નો જે હાર્ડ છે એ ખરેખર સમજવા જેવો છે. આપની ફાસ્ટ લાઈફ માં આપની એક નાની સરખી ભૂલ અન્ય વ્યક્તિ ની અને અને તેના કુટુંબ માં અને ક્યારેક પોતાના જ કુટુંબમાં કેવા પ્રોબ્લેમ્સ ઉભા કરે છે શું એ વિશે આપને ક્યારેક વિચાર્યું છે? યુટર્ન. એ જ વિષય ને દર્શાવે છે.

મુવીમાં સમન્થા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં રિપોર્ટર હોય છે જે તેના શહેર ની વચ્ચે આવેલ ફલાયઓવર ઉપર થતા અકસ્માત ઉપર સર્ચ કરવા માંગે છે. જે માટે તે ફલાય ઓવર ઉપર બેઠેલા એક બીખારીને ૧૦૦ રૂપિયા આપીને ત્યાં વચ્ચેથી યુટર્ન લેતા વાહન નાં નંબર નોટ કરવાનું કહે છે. ભિખારી દ્વારા અપાયેલ એક એડ્રેસ ઉપર એ જાય છે પરતું ડોલ્બેલ વગાડવા છત અંદરથી કોઈ બહાર આવતું નથી તેથી રિપોર્ટર બહારથી જ પાછી વળી જાય છે. જ્યારે રાત્રે એ ઘરે પહોચે છે ત્યારે એને ઇન્ક્વારી માટે પોલીસ સ્ટેશન જવું પડે છે કેમ કે બપોરે એ જેના ઘરે ગઈ હોય છે એ વ્યક્તિ આત્માહત્યા કરી લે છે.પોલીસ જ્યારે પુછતાછ કરે છે ત્યારે એ બતાવે છે કે આ એક જ વ્યક્તિ નહિ પરતું અન્ય ૧૦ વ્યક્તિ નાં નામ અને સરનામાં એની પાસે છે અને એ બધાના ઈન્ટરવ્યું લેવા જવાની હતી. જ્યારે અન્ય ૧૦ વ્યક્તિ વિશે પોલીસ તપાસ કરે છે તો એ બધી વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવે છે . ત્યાર બાદ મુવીમાં દરેક યુટર્ન લેનાર વ્યક્તિ આત્મહત્યા કરતી જાય છે. આવું શા માટે એ માટે સમન્થા ખુદ યુટર્ન લે છે અને એ રાત્રે એ ને એવું લાગે છે કે કોઈ એની આજુબાજુ છે અને અના હાથની નસ કાપવાની કોશીશ કરે છે. જ્યારે એ ખુબ જ કોશીશ કરે છે ત્યારે એની સામે એક સ્ત્રી (ભૂમિકા ચાવલા) અને એક ૫ વર્ષ ની નાની બાળકી ઉભેલી દેખાય છે. જ્યારે એ સ્ત્રી કે જે એની બાળકી નાં જન્મદિવશે બાળકી ને લઇ ને શોપિંગ કરવા જાય છે અને ફલાય ઓવર ઉપર યુટર્ન લેવા માટે હટાવવામાં આવેલ પથ્થર સાથે એકટીવા અથડાતા અકસ્માત થાય છે અને બંને ની મુત્યુ થઇ જાય છે. એ સ્ત્રી પોતાની અને પોતાની નાની બાળકીનાં અકાળ મુત્યુ થવાના લીધે એ બદલો લેવાનું શરુ કરે છે આમ અને આ જ કારણે જે પણ વ્યક્તિ યુટર્ન લે છે એનો એ ખૂન કરી નાખે છે અને કઈ સાબિતી ન મળતા એ ખૂન આત્મહત્યા કહેવાય છે. જ્યારે રિપોર્ટર એને કહે છે કે એને એ બ્લોક હટાવ્યા ન હતા ત્યારે પેલી સ્ત્રી એને ૨૪ કલાક માં જે વ્યક્તિ એ બ્લોક હટાવ્યા હોય એને શોધી લાવવાનું કહે છે. પાછળથી ખબર પડે છે કે ભૂમિકા ચાવલા નો પતિ જ એ દિવસે વહેલા આવવાની ઉતાવળ માં બ્લોક હટાવે છે અને પાછા મુકવાનું રહી જાય છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ ટ્રાફિક નિયમો નો ભંગ કરે છે ત્યારે એ એવું વિચારે છે કે આ ખુબ જ નાની વાત છે અને એનાથી કઈ ફરક પડવાનું નથી. પરતું આ નાની નાની વાતો એ લાઈફ માં કેવા પ્રોબ્લેમ્સ લાવે છે તેમજ આ નાની વાતો થી કેટલી મોટી અનહોની સર્જાય છે એ દર્શાવતી આ મુવી એક વાર તો જોવા જેવી જ છે. તેમજ ટ્રાફિક નિયમોનું ચુસ્તપને પાલન ન કરતા લોકો માટે એક મોટું મેસેઝ આપે છે કે તમારે ગમે એટલી ઉતાવળ હોય તો પણ નિયમોનું ભંગ એ તમને તથા તમારા પરિવારને મોટા નુકશાન માં પહોચાડી દેશે, ક્યારે એ નુકશાન એટલું મોટું પણ હોય કે કોઈ તમારી મનગમતી વ્યક્તિને હંમેશા માટે ખોઈ નાખશો. ગમે એટલી ઉતાવળ એ તમારી અને તમારી પ્રિય વ્યક્તની લાઈફથી વધી ને તો નથી જ. ડ્રાઈવ કરનાર દરેક વ્યક્તિ એ વિચારવું જોઈએ કે કોઈપણ વ્યક્તિથી વધી ને કઈ હોતું નથી. પોતાની જિમ્મેદારી સમજીને સાચવીને ડ્રાઈવ કરવાથી ખુદની , પોતાના પરિવાર ની તેમજ સડક ઉપર ચાલનાર-ડ્રાઈવ કરનાર દરેક વ્યક્તિ ની સલામતી રહેલ છે.