Surat Coffee House books and stories free download online pdf in Gujarati

સુરત કોફી હાઉસ (અનુવાદિત વાર્તા )

વાંચવાના શોખીનો માટે રશિયન ભાષાનાં લેખક લિયો ટોયસ્ટોલ ખુબજ પ્રચલિત નામ છે, અહિયાં તેઓશ્રી દ્વારા લખાયેલ રશિયન વાર્તાનું અનુવાદ કરી લખવાની કોશિશ કરેલ છે. હિન્દી સાહિત્ય ની વેબ સાઈટ ઉપર હિન્દી માં અનુવાદ થયેલ આ વાર્તા વાંચતા અહિયાં પોસ્ટ કરવાનું મન થયું.

વાર્તાની શરૂઆત અનુવાદિત લેખક દ્વારા કઈક આ રીતે થાય છે.

વિશ્વમાં અનેક ધર્મો અને તેના અનુયાયીઓ છે. જેમના દ્વારા તેમના ઈશ્વરની પોત પોતાની ધારણાઓ છે. બધા ધર્મો પોતાના ભગવાનને શ્રેષ્ઠ સાબિત કરવા પ્રયત્ન કરે છે. પરતું આ પ્રયત્નોની ઉપર જિ ક્યારે એ સોચાવામાં આવે છે કે ભગવાન શું છે? “ વોર એન પીસ “ જેવા મહાન ગ્રંથનાં લેખાત લિયો ટોય્સટોય દ્વારા આ માટે કઈક કહે છે આ વાર્તામાં . વાર્તાનો ધટના સ્થળ ભારતનાં સુરત શહેર નાં એક કોફી હાઉસ છે.

સુરત એક એવું નગર છે કે જ્યાં વિશ્વભર માંથી અનેક યાત્રી ઓ આવતા અને પોતપોતાના વિચારોનું આદાન પ્રદાન કરતા એક દિવસ ત્યાં ફારસ નો એક મહાન વિદ્વાન પંડિત આવ્યો. આખા જીવન તર્ક વિતર્ક કરતા કરતા એની બુદ્ધી નષ્ટ થઈ ગયેલ અને એ એવું વિચારવા લાગ્યો કે આ સૃષ્ટિને નિયત્રણમાં રાખવા વાળી કોઈ સત્તા નથી. આ વ્યક્તિની સાથે એક આફ્રિકન ગુલામ હતો. આફ્રિકન ગુલામથી પંડિતે પૂછ્યું કે તમારા મતે આ વિશ્વમાં ભગવાન છે? આફ્રિકન ગુલામ પોતાના ખીસા માંથી એક લાકડા ની મૂર્તિ કાઢી અને કહ્યું આ મારા ભગવાન છે. અને દરેક સમયે મારી મદદ કરે છે? ગુલામ નો જવાબ સાંભળીને બધા એની સામે જુએ છે. આ બંને ની સાથે એક બ્રાહ્મણ પણ હતો તે ગુલામ સામે ક્રોધ થી જોયું અને કહ્યું બ્રહ્મ જ સાચો ભગવાન છે. એક યહુદી પણ ત્યાં હતો એનો દાવો હતો કે ઈઝરાઈલ વાસીઓ નો ભગવાન જ સાચો ભગવાન છે. એક કેથોલીક પણ હતો તેનો દાવો હતો કે રોમ નો ચર્ચ જ ભગવાન સુધી પહોચવાનો સાચો માર્ગ છે. એક તુર્કી પણ હતો એને કહ્યું સાચો ધર્મ મુહમ્મદ અને ઉમર નાં અનુયાયીઓ નો છે અલીના અનુયાયીઓ નો નહિ. બધા પોતાની દલીલો કરતા રહ્યા. ત્યાં એક કનફ્યુશીયશ નો ચીની વિધાર્થી પણ હતો. તને આ દલીલ માં કોઈ ભાગ લીધું નહિ. બધા એ એની સામે જોયું અને એને આ દલીલ માં ભાગ લેવા કહ્યું.

તેને થોડી વાર પોતાની આંખો બંધ કરી અને કઈક વિચાર કરીને શાંત સ્વરમાં કહ્યું. મને લાગે છે કે અહંકાર / અભિમાન જ ધર્મનાં મામલામાં એક બીજાને સાથે રહેવા નથી દેતો હું તમને એક વાર્તા કહું જેનાથી આ વાત સાબિત થશે.

ચીની પોતાની વાત શરુ કરે છે. હું અહિયાં ચીનથી એક અંગેજ સ્ટીમર માં આવ્યો . આ સ્ટીમર આખા વિશ્વની પ્રદર્શીના કરવા નીકળ્યો છે. પીવાના પાણી ભરવા માટે અમે લોકો સુમાત્રાનાં પૂર્વ બાજુના કિનારા ઉપર ઉતર્યા. બપોરનો સમય હતો અમારા માંથી કેટલાક લોકો સમુદ્ર કિનારી આવેલ નારીયેલનાં બગીચામાં બેઠા. અમારા બધાની રાષ્ટીયતા અલગ અલગ હતી. અમે જ્યાં બેઠા હતા ત્યાં એક આંધળો વ્યક્તિ અમારી પાસે આવી ને બેઠયો. પાછળ થી અમને જાણવા મળ્યું કે સતત સૂર્યની સામે જોવાથી અને આંખો જતી રહી છે. એ હંમેશા વિચારટો કે સૂર્ય એ દ્રવ્ય નથી જો એ દ્રવ્ય હો તો એક પાત્ર માંથી બીજા પાત્રમાં ઉમેરી શકાય, નાં એ પાણી છે ના હવા છે કેમ કે એ ચાલતો પણ નથી. સૂર્ય એ આગ પણ નથી કેમ કે આગ હોત તો એને ઓલવાઈ જતો. એ આત્મા પણ નથી કે કે આંખો થી જોઈ શકાય છે. એ પદાર્થ પણ નથી કેમ કે એને હલાવી શકાતો નથી. આમ એ વિચારટો કે સૂર્ય નો પ્રકાશ કઈ નથી. આજ તર્કથી એ સૂર્ય ની સામે જોયા કરતો અને એના વિશે વિચારણા કરતા કરતા પોતાની આંખો અને બુદ્ધી ખોઈ નાખી. જ્યારે એ આંધળો થયો ટો એને વિશ્વાસ થઈ ગયો કે સૂર્ય નો કોઈ અસ્તિત્વ જ નથી. આ આંધળા વ્યક્તિ ની સાથે એનો એક નોકર પણ હતો. તેને પોતાના સ્વામી ને નારીયેલનાં બગીચા માં બેસાડી અને પોતે એક નારીયેલ લઈ દીવો બનાવવા બેસી ગયો અને પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયો. આંધળા માણસે ઊંડો સાંસ ભરી ને નોકર કહ્યું શું મારી વાત સાચી નથી કે સૂર્ય નો કોઈ અસ્તિત્વ જ નથી. જો હોય તો આટલું અંધારું ન હોય ? નોકર પોતાના કામ માં જ વ્યસ્ત રહેતા જવાબ આપ્યું મને શું ખબર અને એનાથી મને શું હું ટો એજ જાણું કે પ્રકાશ શું છે આ જુઓ આ દીવો બનાવ્યો છે રાત માટે જેના પ્રકાશ થી હું તમને જોઈ શકીશ. આજ મારો સૂર્ય.

એક લંગડો વ્યક્તિ જે પોતાની લાકડી પાસે બેઠો હતો તે હસ્યો અને કહ્યું કહ્યું કે મને લાગે છે કે તમે આખી જીંદગી આંધળા જ રહ્યા છો. અને સૂર્ય વિશે કઈ જાણતા નથી. હું તમને જણાવું કે સૂર્ય શું છે? સૂર્ય એ આગનો ગોળો છે જે દરરોજ સમુદ્ર માંથી ઉદય થાય છે અને સમુદ્રની પર્વતમાળાઓની પાછળ છુપી જાય છે. જો તમારા નેત્ર હોત તો તમે જોઈ શકતા.

અમારી પાસે એક માછીમાર પણ હતો જે આ વાતચીત સાંભળતો હતો તેને કહ્યું સીધી વાત છે કે તમે તમારા ડ્રીપ થી આગળ ગયા જ નથી. જો તમે લંગડા ન હોત ટો તમે મારી જેમ નાવમાં દુર સુધી સફર કરી શકતા અને તમને ખબર પડતી કે સૂર્ય અમારા સમુદ્રની પહાડીઓમાં અસ્ત નથી થતો તે ટો સમુદ્રથી ઉદય થી સમુદ્ર માજ ડૂબી જાય છે.

ત્યાં એક ભારતીય પણ હતો તે બોલ્યો. મને આશ્ચર્ય થાય કે તમે લોકો આવી વાહિયા વાતો કરો છો . આગના ગોળાને પાણી માં ડુબવાથી કેવી રીતે બચાવી શકાય ? સૂર્ય એ આગનો ગોળો નથી એ ટો એક દેવતાની દેવીય શક્તિ છે અને એ પોતાના રથમાં બેસીને સુવર્ણ પર્વત મેરુની ચારેય બાજુ પ્રદર્શીના કરે છે. ક્યારેક રાહુ અને કેતુ નામના રાક્ષસો એને નીગળી જાય છે ત્યારે અમારા પંડિતો પ્રાથના કરી છે અને દેવતા છુટકારો મેળવે છે. તમારા જેવા અજ્ઞાની લોકો એવું વિચારે છે કે સૂર્ય માત્ર એમના દેશ માજ ઉદય અને અસ્ત થાય છે.

ત્યાં ઉપસ્થિત મિસર જહાજનો માલિક કહેવા લાગ્યો કે તું પણ ખોટું બોલે છે. સૂર્ય એ દૈવીય શક્તિ નથી.અને ભારત નાં સુવર્ણ પર્વત ની ચારે બાજુ ફરતો નથી. હું બધા દરિયાની સફર કરી ને આવ્યો છું, સૂર્ય આખા વિશ્વને પ્રકાશિત કરે છે. માત્ર ભારત ને નહિ. એ પૂર્વ માંથી ઉગે છે જાપાન નાં દ્રીપો થી પણ આગળ અને એટલા માટે જ જાપાની લોકો જાપાન ને નીય્ય્ન એટલે કે ઉગતા સૂર્ય નો દેશ કહે છે. મને ખબર છે કેમ કે મેં આખી દુનિયા જોઈ છે.

એનું બોલવાનું પૂરું પણ ન થયું અને જહાજ નાં અંગ્રેજ કેપ્ટને એને રોક્યું અને કહ્યું દુનિયામાં એવો એકેય દેશ નથી જયાના લોકો સુરજ ની ગતિ વિધિ વિશે આટલું જાણતા હોય જેટલું ઇગ્લેન્ડ વાસીઓ જાણે છે. ઇગ્લેન્ડ માં બધા લોકો જાણે છે કે સૂર્ય નો ઉદય અને અસ્ત હોતું નથી, તે દરેક સમયે પૃથ્વી ની ચક્કર ફરે છે અને આજ સાચું છે ત્યારે એક અંગ્રેજી એક લાકડી લઈ ને રેતી ઉપર બતાવવા લાગે છે કે સૂર્ય કેવી રીતે પૃતવી નાં ચક્કર લગાવે છે, પરતું એ બરાબર સમજાવી ન શક્યો.

કેપ્ટન જો વધારે સમાજદાર હતો તે ચુપચાપ સાંભળતો રહ્યો, હવે તે બધાની સામે જોઈને બોલ્યો કે તમે બધા ખોટી વાતો કરો છો. તમને બધાને ખબર નથી કે સૂર્ય પૃથ્વી ની ચારે બાજુ નહિ પરતું પૃથ્વી સૂર્ય ની ચારેબાજુ ફરે છે. અને તે પોતાની ધારી ઉપર પણ ફરે છે. સૂર્ય માત્ર જાપાન, સુમિત્રા યુરોપ અને અમેરિકા માજ નહિ બીજા પ્રદેશો માં પણ હોય છે.

આસ્થાની બાબતમાં ચીન એ કહ્યું કે અહંકાર જ લોકો નાં મન માં ઉદ્ભવે છે. જે વાત સૂર્યનાં સંબધ માં લાગુ પડે છે એ જ વાત ભગવાન ની બાબત માં પણ સાચી છે. દરેક વ્યક્તિ ને પોતાના એક વિશિષ્ટ ભગવાન બનાવી રાખે છે. અથવા વધુ માં વધુ પોતાના દેશ માટે એ શક્તિ ને મંદિરમાં બંધ કરવામાં માને છે.

શું એ મંદિર ની અન્ય મંદિર સાથે તુલના કરી શકાય જેની રચના ભગવાન પોતે બધા ધર્મો અને આસ્થાઓમાં માનવાવાલા ઓને એક સૂત્રમાં બાંધવા કરી હોય. સર્વ માનવીય મંદિરો નો નિર્માણ આ મંદિર ને અનુરૂપ આવે છે. જો કે ભગવાન ની પોતાની અલગ દુનિયા છે. દરેક મંદિર નાં સિંહ દ્વાર હોય છે, ગુંબજ હોય છે, દિપ હોય છે મુરતિયો હોય છે, ચિત્રો હોય છે તેમજ અલગ અલગ લીપીઓ હોય છે, અલગ અલગ પ્રાથના હોય છે. અને પુજારી હોય છે. પરતું એવો કયો મંદિર છે જેનો ફુવારો સમુદ્ર જેવો હોય છે આકાશ જેવો ગુંબજ અને સૂર્ય ચંદ્ર તથા તારા જેવા દિપ હોય છે. જીવતા જાગતા મનુષ્ય જેવી મૂર્તિઓ હોય છે. ભગવાન દ્વારા અપાતી ખુશીઓ થી વધી ને મોટી કોઈ પુસ્તક ન હોય. આત્મ બલિદાન થી વધી ને કોઈ બલિદાન ન હોય.

આથી જે મનુષ્ય સૂર્ય નાં પ્રકાશને પુરા વિશ્વમાં ફેલાતો દેખાય તેને અંધ વિશ્વાસી કહેવો ન જોઈએ, ના જ એનાથી નફરત કરવી જોઈએ જે પોતાની મૂર્તિઓ માં એ પ્રકાશ ની કિરણ જુએ છે. નાસ્તિકથી પણ નફરત ન કરવી જોઈએ કેમ કે તે આંધળો છે અને સૂર્યને જોઈ શકતો નથી.

ચીની વિદ્વાન ની વાત સાંભળી ને કોફી હાઉસ માં બધા સંત અને ચુપ થી ગયા. પછી તેઓએ ધર્મ ને લઈને લડાઈ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED