નફરતોનો આદી ન બનવું, પ્રેમ નો ચાહક બનવું, જે હોય પ્રેમ અને વાત્સલ્ય ની મુરત એનું રદય પર સામ્રાજ્ય હશે, તો રદય તમારૂ મંદીર બનશે,
નાત જાત ધર્મ ઉચ નીચ અમીર ગરીબ નાનું મોટું આ બધી ફક્ત લોકોના દીમાગની સોચ છે, બીજું કશુંજ નહીં, દીલનું હોય ધની એ મહાન અને રદયનું કંગાલ એ જીરો છે,
કોઈ ખરબ પતી છે, તો એ એના જીવન કાળ દરમ્યાન કેટલું ધન ઉપયોગ મા લઇ શકશે વાપરી શકશે?? પછી તૂની સંતાનો?? કોઈપણ વ્યક્તિ ની સાત પેઢી નું સરવૈયું નીકાળજો , ઉતાર ચડાવ બહું મોટો જોવા મળશે, તો કાફી નથી જીવનમાં જરૂરી યાત મુજબની સંપત્તિ અને સંતોષી જીવન જીવી જીવન ને આનંદીત પ્રફુલ્લિત થઈ ને માણીએ, વધારાનું ધન હોય તો જરૂરીયાત મંદની મદદ કરી જરૂરિયાત મંદના દુઃખ તકલીફ દુર કરી એમના જીવનમાં મુસ્કાન લાવી, આપણે અલૌકિક આનંદ નો અનુભવ કરીએ,
કાલની ચીંતા માં આજ બગાડવી મુર્ખાઈ ન કહેવાય? કારણ કે કાલે જે થશે તે અટલ છે, જે થવાનું છે તે કોઈને ખબર નથી, આજે જીવવા મળે સારી રીતે તો જીવી લેવામાં ભલાઈ નથી?, કાલ કોઈએ દેખી નથી માટે ભવિષ્ય ની ચીંતા માં વર્તમાન ને ઠુકરાવવુ મુર્ખતા છે, કોણ કેટલું જીવશે એ મહત્વનું નથી, પણ કોણ કેવું જીવે છે એ મહત્વનું છે, કોઈ સમજદાર સાથી મીત્ર સગા સંબંધી પ્રેમ કરનાર મળે એ પણ સમજદાર દીલદાર અને માયાળું માનવીઓ જે પ્રેમ હુંફ સાથ સહકાર માન સન્માન શુખ દુઃખ માં સાથ આપનાર, હ તો બીજું શું જોઈ?, રોજ મરી મરીને જીવવું શારૂ ? કે એમની સાથે શુખથી જીવવું શારૂ??
પ્રેમમાં ધન દોલત ની જરૂરિયાત નથી દેખાતી, બસ હુફ પ્રેમ લાગણી સમજણ તેમજ વફાદારી જોવાય છે પરસ્પર સહકાર અને સમજણ દેખાય છે, આજ વહેવાર સમજદારી સાચી, જે ઉમદા જીવન શૈલી ની નીસાની છે,
બાકી આ જગતમાં પૈસાથી શું નથી મળતું?? વફાદારી,રીસ્પોન્સબીલીટી,ક્ષમા,કરૂણા,દયા, સહકાર, વીશ્વાસ, સંગાથ કેવા સરસ શબ્દો છે, બોલીએ કે સાંભળી એ તો પણ પ્રેમ સ્નેહ આનંદ ઉપજાવે છે, સાંભળી ઉત્સાહ જાગે , વાતાવરણપર એક સુગંધ અને પ્રેમની લહેર પ્રસરાય છે, જયારે ડગો, અવિશ્વાસ, ઈર્ષ્યા, ધૃણા, અણગમો ? ક્રોધ જન્માવશે નફરત જન્માવશે સાંતી નો ભંગ કરાવશૈ
આ સ્વાર્થી દુનિયા માં રેહવા જેવું નથી, માટે કોઈ સાચા રદયના માણસ ના રદય મા રહેવું સારું જોવા જોઈએ તો કોણ સ્વાર્થી નથી? પણ હા તેની પણ હદ હોય, લીમીટમા બધું સારું લાગે,
અને હા આપણી જુબાનની કિમત હોવી જોઈએ,
કમસે કમ તમને દીલો જાનથી માન સન્માન પ્રેમ આપવા માગે છે તમને પોતાના માને છે, તમારો સાથ માગે છે, નેચરથી ગુડ છે, તમારી પાસે છે, તમારી ખુશી અને ઈજ્જત નો પણ ખ્યાલ કરે છે, તમારી ફીલીગ પણ સમજે છે, તેને ઠુકરાવોછો, જયારે તમારા મનની ગતી થી સમજણ વીના સપનોની દુનીયા માં રાંચો છો તો શું થવાનું? તો આજે સપનાની દુનિયા માં ખુશ અને વાસ્તવિક તા મા દુખી છો તેમ કાયમ રહેશો,
કારણ કે કાલ કોઈએ દેખી નથી ,ના મે ના તમે
માણસ એશો આરામ મોજ શોખને શુખ માને છે અને તેની પાછળ અંધ બની ,જીવનની સાચી ખુશી વેચી બેસે છે,કે ખોઈ બેસે છે, પણ જો સાચું શુખસામા છે તે પાસે હોવા છતા, આજુબાજુ દેખતો નથી એટલો અંધ બની જાય છે,મકાન એક ઘર ત્યારે બને છે જેમાં સંબંધોની સુવાસ હોય, અને ખંડેર ત્યારે બને છે જ્યારે સંબંધોમાં તીરાડ અને મતભેદ જાગે,સમજસો સંબંધોનું મહત્વ તો જીવનમાં એ બધાની જરૂર નહીં પડે જે આભાસી શુખ પાછળ તમે ભાગો છો,
બધા એક જીવ આત્મા છે, દરેક પોતાની રીતે રેવા માંગે છે, રહે તો આપથી નહીતર સગા બાપથી પણ નહીં,પણ પ્રેમથી બધુજ સક્ય છે, આજ સચ્ચાઈ છે પછી સ્ત્રી હોય કે પુરુષ, દરેક પોતાનું જીવન લઈ ને આવે છે સપના લઈ ને આવે છે, દરેકને જીવવાનો અધીકાર છે, કોઈ ઉપર કોઈનો અધીકાર નથી, જયા સુધી આપણને કોઈ હક કે અધીકાર આપે નહીં, માટે સહુને ગમીને રહો બધાનું માન સન્માન જાળવો નાના ને પ્રેમ મોટાને માન આપો
બસ આજ પ્રેમ છે સત્ય, મારૂ બહું રીસર્ચ છે આ પર , કહોતો પી.એચ.ડી પણ ઓછું પડે, માનવીવ ભાવનાઓ ને સમજતા સીખો, અને સાચી લાગણી ને સ્વીકારતા,
વફાદારી હોવી જોઈએ, ડગો નહીં બે વફાઈ નહીં,
પણ હા વફાદાર કોને થવું સમય અને સંજોગ જોઈને, અને સમયે જેની વફાદારી હોય તે કાયમ જાળવવી, મા બાપ ,ભાઈ બહેન મીત્ર ,સાથી સંબંધની મહત્તાને સમજો,
ગોપનીયતા પણ જરૂરી છે,
બધાજ દુઃખ પીડા નીરાસા નું કારણ છે, આપણું અસત્ય વચન, ખોટું બોલવું,જુઠ કયારેય કોઈનો બચાવ નથી કરી શકતું પણ બોલનાર ને કોઈની નજર માં ઉતારીપાડે છે, સામા વાળાના આત્માને દુભાવે છે, એક સત્ય છુપાવવા કેટલું અસત્ય બોલવું પડે છે, અને આ ટેવ તમને પોતાના કે પારકા દરેક આગળ ખોટું બોલવા પ્રેરે છે, તમે ગમે તેટલા સાવધાન રહો તો પણ અંદરથી તમે તમારી જાતને ચોર અને જુઠા માનો છો, તમારો આત્મા તમને સ્વીકારતો નથી, અને દુઃખ નું કારણ બને છે,
કોઈને બચાવવા નીસ્વાર્થ અસત્ય બોલવું પડે તો કુદરત પણ માફ કરે, તમારો આત્મા પણ તમને સ્વીકારાશે, પણ પોતાના નીજી સ્વાર્થ માટે , પોતાનું જુઠ છુપાવવા અસત્યનો સહારો લેશો તો હંમેશા દુખી જ થશો,
સંકલ્પ કરો આજેજ કે સત્યનો સાથ નહીં છોડો, જરૂર પડે તો મૌન રહેશો પણ અસત્ય નહીં બોલો.કટું વચન નહીં બોલો, પ્રેમ કરૂણા ક્ષમા વાતસ્લયના ગુણોને અપનાવીશું, ખટખટ માથા કુટથી દુર ભાગીશું, નહીં તેમને જીવનમાં સ્થાન આપીએ કે નહીં એવા લોકોને પ્રોત્સાહન આપીએ, કે આપણો અણગમો પણ આપણે એમની આગળ નહીં જાહેર કરીએ,
અને સાચા લોકો સત્ય બોલનારની લાગણી નહીં દુભાવીએ એમને સાથ સહકાર આપીશું, બને તો પ્રેમ આપીશું ,નફરત નહીં, થાય તો કોઈ જરૂરિયાત મંદને મદદ કરીશું, કોઈના શુખ નું કારણ બનીશું, પણ કોઈના દુઃખ નું કારણ નહીં બનીએ કોઈની કનડગત નહીં કરીએ, આપણે કારણ કોઈ નીર્દોષ પરેશાન ન થાય, કોઈનો આત્મા ન દુભાય તેનો સદેવ ખ્યાલ રાખીશું, કોણ કેવું છે સારૂં કે ખરાબ , ભલું કે બુરૂ એ નક્કી કરવાનું ઈશ્વર પર છોડીદો, એ જજીજ આપણે ન બનીએ, કોઈના દુર્ગણ
આપડે આપડા વીચાર વર્તનમાં વાણીમાં ન લાવો,
જીવ આત્મા સ્વાર્થી છે, તે હંમેશા ખુદનોજ વિચાર પ્રથમ કરે છે, પછી બીજાનો, માટે આપણની જલ્દી ખોટું લાગી જાય છે, આપણે આ બાબત પર કોઈને સારા અને ખરાબ નક્કી કરી મેન્ટાલીટી બાંધી દઈએ છીએ, પણ આપણે એ ક્યારેય વીચારીએ છીએ કે જનરલી એની વાત જે આપણને ખરાબ લાગી તે ન્યાયના સિધ્ધાંત મુજબ સાચી છે કે ખોટી? ઘણીવાર એવું બને છે, સત્ય આપણાથી સ્વીકાર ન થયું હોય કે કોઈ એમની રીતે સાચું હોય, આપણી સમજવામાં ભુલ થઈ હોય, કે પછી જે આપણા એક માટે જે બાબત સારી છે તે અન્યમાટે હીત કારી ન હોય, આમ સમુહમાં રહેવાનું છે, તો એક આપણો વીચાર ન કરો પણ બધાયનો વીચાર કરો, દરેકનું હીત દેખો, સમુહમાં હું કે તું નહીં પણ આપણે બનીનેજ રહેવું જોઈએ,
પ્રેમ થી દુનીયા નો વીકાસ અને પ્રગતી સંભવ છે, અને નફરતો થી સર્વનાસ થાય છે, આપણ ના ભુલો,
જીવો અને જીવવા દો,
જય સોમનાથ