"નિષ્કામ કર્મ"
'એવું કર્મ જયાં કોઈ અપેક્ષા નહીં'
અત્યારનો સમય એટલે કળયુગ. મનુષ્ય ફક્ત પોતાનું જ કામ કરે છે. આ સમયમાં ઘણા બધાં મનુષ્ય ફક્ત પોતાનાં સ્વાર્થ માટે અને પોતાનું અહિત કામ કરાવવાં માટે બીજાનો ઉપયોગ કરે છે. તે લોકો નાનાં નાનાં કામ બીજાની મદદથી કઢાવી જાણે છે અને પોતાને હોશિયાર સમજે છે. એક વાર પોતાનું કામ થઈ ગયાં પછી તેને તે છોડી દે છે કાં તો તેની સાથે વાત પણ નથી કરતાં. આવાં મનુષ્યને પોતાનાં ફકત મતલબ માટે જ કામ કરાવવામાં રસ હોય છે.
એક બીજાને રમાડતાં માણસો છે આ,
ભુલ પડે તો છુપાવતાં માણસો છે આ,
એકબીજાની સામે ખોટું હસતાં માણસો છે આ,
પ્રભુ પાસે પણ ફરીયાદ કરતાં માણસો છે આ,
આવાં મનુષ્યને પોતાનાં જીવનનું સાચું લક્ષ્ય જ ખબર નથી હોતી કે તેઓ દુનીયામાં શાં માટે આવ્યાં છે અને શું મેળવવાનું છે. પરંતુ એક રીતે જોવા જઈએ તો આ એક પાપ છે, સમય જતાં મનુષ્યોએ તેની સજા ભોગવવી જ પડે છે.
બદલાતી દુનીયાં જોઈને હસી આવે છે હે માનવ,
પણ ચેતજે,
તારાં કરેલાં કર્મ પાછળ દોડતાં આવે છે
એક બેન જેનું નામ સંગીતાબેન અને તેનું એક નાનુ કુટુંબ જેમાં તેની સાથે પતિ, નાની દિકરી અને દિકરો રહેતાં હતાં. સંગીતાબેનનો સ્વભાવ બહુજ કોમળ અને દયાવાન હતો. તેને કોઈનાં પર ગુસ્સો ના આવતો અને હમેશાં બીજાની મદદ માટે તૈયાર રહેતાં.
એક વાર નાનું કુટુંબ જેમાં એક પતિ, પત્ની અને એક નાનો દિકરો તેનાં ઘરની બાજુમાં પડોશી તરીકે રહેવાં આવ્યાં. આથી સંગીતાબેનની પાડોશી બેન સાથે અવનવી વાતું થયાં કરતી અને થોડા જ સમયમાં તેઓની વચ્ચે એક મજબુત સબંધ થઈ ગયો. સંગીતાબેનની દિકરી અને પાડોશીબેનનો દિકરાને પણ એકબીજા સાથે ફાવી ગયું અને રોજ સાથે રમત રમતાં. જ્યારે બે લોકોની પ્રકૃતિ સ્વભાવ મળી જાય છે તો તે બંને લોકોનાં જીવનનાં ભાગ્ય ઉઘડી જતાં હોય છે.
એક વાર પાડોશી બેનનાં પતિને થોડા દિવસો માટે બહાર ગામ જવાનું થયું અને બીજા જ દિવસે તે બેન બીમાર પડ્યાં. ઘરનાં બધાં કામ બાકી હતાં અને કામ કરવાની સાથે નાના દિકરાની બરાબર સંભાળ રાખી ના શકયાં. આથી નાનાં દીકરો રડતો રહેતો હતો અને તેનો રડવાનો અવાજ સાંભળીને સંગીતાબેન તરતજ તેના ઘરે આવ્યાં.
સંગીતાબેને જોયું કે બેન કામ કરે છે એટલે જ નાનો દિકરો નથી રહેતો. તેને કહ્યું કે તું તારાં દિકરાને રાખ અને હું તારાં બધાં કામ કરી દવ છું. પાડોશી બેને સંગીતાબેન ને ઘણી આના કરી કે હું બધું કામ કરી લઈશ પણ સંગીતાબેન જરા પણ માન્યાં નહીં.
સંગીતાબેને તેના બધાં કપડાં અને વાસણો ધોઈ દીધાં અને બીજા બધાં કામ પુરા કરી આપ્યાં અને પોતે જમવાનું પણ બનાવી આપ્યું. પાડોશી બેનનો દિકરો વારંવાર રડતો એટલે આવુ એક વાર નહીં પણ ઘણી વાર થતું અને સંગીતાબેન નિષ્કામ કર્મ પણે તેનું કામ કરી આપતાં. આવાં મનુષ્ય દુનીયામાં ઘણાં ઓછા હાય છે જે પોતાનાં માટે નહીં પણ બીજાનાં સુખ માટે જીવન જીવી જાણતાં હાય છે. સંગીતાબેને કદી પોતાના માટે થોડી પણ અપેક્ષા કે ફાયદો થાય એવું રાખ્યું નહીં.
સરળ અને સાચાં મનુષ્ય મળવાં ઘણાં અઘરાં છે. આથી દરેક મનુષ્યએ નિષ્કામ કર્મ કરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આના માટે તેને પોતાના જીવનમાં થોડા પરિવર્તન અને બદલાવ લાવવા પડે છે.
ભગવદ ગીતામાં લખ્યું છે, "તું કામ કરતો જા અને ફળની ઈચ્છા ના રાખ". જો મનુષ્ય ફળની ઈચ્છા રાખે તો તે નિષ્કામ કર્મ ના કહેવાય.
"જે મનુષ્ય મનનાં વિચારો પવિત્ર છે તે પવિત્ર કર્મ કરી શકે છે"
મનોજ નાવડીયા
Manoj Navadiya
E-Mail: navadiyamanoj62167@gmail.com