શાંતિ શોધતો ફરૂ છું Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાંતિ શોધતો ફરૂ છું

એક અચાનક પડેલા ખાલીપો ને ઘરમાં ઠાંસી ઠાંસી ને ભર્યો અને પછી ઘરને લોક માર્યુ.
ના સમજાય તેમ, ના વિચાર કર્યો હોય તેમ, માનવ વસ્તી ની વચ્ચે ચાલ્યો ગયો. મન વિષાદ થી સભર હતું. તન ની નૂર ની ધજિ્જઆ ઉડી ગઈ હતી. મન ને દિલાસો વાળા શબ્દો બકવાસ જણાતા હતાં.

હું શોધતો હતો શાંતિ મનને મળી જાય!! એક હુંફ કે જે જીવન ફરી એક હલ્લેસો લગાવે અને આ યાતના થી બહાર આવી જવું.
ખેર મે અંતર ને જરા ખખડાવી ને ધ્યાન દોર્યું કે જો આ માનવ મહેરામણ આ મંદિરમાં આપણે બેઠા છીએ લોકો ની ભક્તિ જો, લોકટોળા જો, અને આ વૈવિધ્ય સભર પહેરવેશ જો. દુનિયા કેટલી રંગીન છે. લોકો ની મુશ્કાન જો, લોકો ની આસ્થા જો, મન થી કેટલા શુધ્ધ થવા ને લાઈન માં ઊભા છે શિસ્ત બદ્ધ. પોતાના દર્શન ના વાળા ની રાહ જોઈ રહ્યા છે. હમણાં ભગવાનનો દ્રાર ખૂલશે ને દર્શનાભિલાષી દર્શન કરશે. ત્યાં તો દરવાજો ખુલતાં ગણગણાટ ચાલુ થઈ ગયો. પોતાનાં ઓળખતા ને લાઈન થી પહેલા લઈ લીધા. પૈસા વાળા ને પહેલો ચાન્સ મળ્યો. ગરીબ તડકે આસ્થા લઈ બેઠો ને ટ્રસ્ટી ના સગાવહાલાં મંત્રી ના સગાવહાલાં દ્રાર ખુલતાં પહેલા પહોચી ગયાં. હવે મને ત્યાં આસ્થા મા ડંખ જણાયો. લાઈન ના લોકો નો ઉત્સાહ નબળો પડી ગયો. હવે રાહ જલ્દી દર્શન થાય એટલે ઘરભેગા થવા ની ઉતાવળ થઈ. થોડી ધક્કામુક્કી થઈ.
મને એમકે મન ને શાંતિ અને નૈનો ને તૃપ્ત તા અહી મળી જશે, પણ અફસોસ ભગવાન ના દ્વારે ભેદ ના ભાવે અભાવ જણાયો. દુઃખ નો પ્રસાદ વેચાતો જણાયો.

ત્યાંથી દુર જતો રહ્યો. મારે તો શાંતિ ની શોધ હતી. હું રેલ્વે સ્ટેશન પહોચી ગયો. અરે અહીતો લોકો નો ઉમંગ અનેરો છે. બહાર ફરવા જાનારા ખુશ છે, બહાર થી આવનારા ની રાહ વાળા ખુશ છે. અને મુકવા આવવા વાળા થોડા દુઃખી જણાયા પણ હાસ્ય તો ત્યાં પણ જોયું.

ત્યાં ટ્રેન આવી પ્લેટફોર્મ ઉપર ને દોડા દોડી ચાલું થઈ ગઈ. હાફરા ફાફરા દોડતાં લોકો પોતાના કોચ શોધતાં અને સ્વજનો શોધતાં જોયા. મને આનંદ થયો કે લોકો વચ્ચે કેટલો પ્રેમ છે, કેટલી લાગણી છે, કેવા લેવા આવવા વાળા ને મુકવા આવવા વાળા ખુશ છે. ત્યાતો ચિત્ર બદલાવા લાગ્યું. લેવા આવનાર પોતાની વૃદ્ધ માતા ને તતડાવતો હતો. હજી ગામડે રહી હોત તો તને શું વાધો હતો? નાહક ના હવે ઘરમાં ઝઘડા ચાલુ થશે, તું પણ મમ્મી શાંતિ થી તારા દિકરા ને જીવવા નહી દે!! ત્યાં પત્ની ને ટ્રેનમાં મુકીને પાછાં ફરતા પતિ એ તરત ફોન કર્યો ડાર્લિગ આવી જા હવે સાત દિવસ ની શાંતિ, આપણે પતિ પત્ની ની જેમ રહીશું. ત્યાં તો શબ વાહિની આવી, જે શાંત ઊભા હતાં ત્યાં આક્રંદ ઉદભવ્યો. સૈનિક ની ડેડબોડી શહીદી વહોરી ને આવી હતી. લેવા ગયો હતો શાંતિ અને અજંપા ભરી દુનિયા જોઈ ભાગ્યો અને નિરવ શાંતિ માટે ગાર્ડનમાં જઈ બેઠો.
અહી તો હરિયાળી અને ચોમેર શાંતિ જણાઈ. કૃત્રિમ વાવેલા વૃક્ષ પણ તાજગી આપતાં જણાયા. મન પ્રફુલ્લિત જણાયું, હળવા પવન ના લહેર થી મીઠી નિંદર બાકડા પર પણ આવી જશે તેમ જણાયુ. ત્યાતો અહી પણ ગણગણાટ સાંભળ્યો બીજા બાંકડે બેઠેલ દંપતી દિકરી અવતરી રહી છે તો તેને કૂખમાં મારી નાખવા ની વાત પત્ની કરતી હતી, અને પતિ તેને સમજાવતો હતો કે જે પણ હોય મારું લોહી છે મને દિકરા દિકરી નો ભેદ નથી. મારી મમ્મી ભલે તને કઈ કહે પણ હું ખુશ થઈશ. પત્ની પતિ ને કહેતી આ જગતમાં અધરૂ કામ એક સ્ત્રી નુ જતન કરવાનું છે, માટે હું તૈયાર નથી. અને તારા મમ્મી ના મહેણાં હું નહિ સાંભળી શકુ, હું તો ગર્ભપાત કરાવી દઈશ. ઘરે વાત ના થાય એટલે જ તને અહી લઈ ને આવી હતી. અરે રે આશુ? એક જીવની હત્યા નો પ્લાન આ હરીયારા ગાર્ડનમાં!! બાપરે આ શું થવા બેઠું છે. ત્યાં તો બીજા બાકડે કાન દિધા તો ઘરડા માતા-પિતા નિસહાય બેઠા હતાં. દિકરો કોઈ ની છોકરી લઈ ભાગી ગયો છે, દિકરી ના પિતા વગદાર માણસ છે, ને દિકરા નું શું થયું તેનું કઈ જ્ઞાન આ દંપતિ પાસે નથી. વ્યાકુળ નયને ડોશી ડોસાને આપઘાત કરવા સમજાવે છે, હવે મારે નથી આ સંસારમાં રહેવું. આતો તમે એકલા પડો ને મારો લાલો પાછો ના આવે તો તમારી જીન્દગી પણ બગડે ને માટે તમને કહું છું આ ઉંદર મારવા ની દવા લઈ ને આવી છું, હાલો ને ઝટ પી જઈએ એટલે પત્યુ.
હું તો ત્યાંથી ભાગ્યો. અ…ર…. ર….ર….. આ શું ક્યાંય શાંતિ નથી. આ પહાડો ને તોડી ને બનાવેલા ઘરો માં આટલી તકલીફો છે? અરે આ જીવન તો દુખો નો મહાસાગર જેવો છે, તો શાંતિ કયા મળશે? મન ને હાશકારો ક્યાં મળશે? મનમાં તલપ જાગી ને ચા ની કીટલી પહોંચ્યો.

વાહ ભાઈ અહી તો ગાડીમાં બેઠા બેઠા શેઠ ચા ની ચુસ્કી લેતાં હતાં. ટોળે વળી મિત્રો મજાક મસ્તી કરતાં હતાં. એક બાજુ નાના ગરીબ બાળકો પુસ્તકો વેંચવા ફરતાં હતાં. ચા વાળા નો છોકરો ટેણી દોડતો બધા ને ચા આપી રહ્યો હતો. જાણે અહી ખુશીનું વાતાવરણ હતું. મન ને શાંતિ કદાચ મળશે તેમ જણાતું હતું. મે ચા ની એક બે ચુસ્કી શું લગાવી કે ગાડીમાં બેઠેલ શેઠીયા નો ફોન રણક્યો. ત્રીશ લાખ અમારી પાર્ટી ના ફંડ માં જમા કરાવી દે જો નહિતર તમારી ફેક્ટરી બંધ થઈ જશે, શેઠ ની ચા ની પવાલી પડી ગઈ. મુખ પર પરસેવે રેબઝેબ થઈ ગયાં. અંતરમાં પૈસા કયાથી લાવશુ તે વિચારી ગભરાઈ ગયાં હોય તેમ લાગ્યું. સાહેબ જેની જોડે કરોડો રૂપિયા છે તમે એમ માનતા હશો કે તે સુખી છે તેને પૈસા બચાવવા વલખાં મારવા પડે છે. કોઈ નેતા કોઈ ગુંડા કે કોઈ બીજા છાશવારે ધમકી આપી પૈસા એઠતા હોય છે. વળી પૈસા નો વટ ના બતાવે તો પૈસાદાર સમાજ તેવા ને બોલાવતાં નથી, માંટે પૈસો બતાવતાં પણ રહેવું પડે છે. શેઠ તો ભાગ્યા તેમને જોઈ મને ચિંતા પેઠી કે બધું હેમખેમ રહે તો સારૂ.

ત્યાં તો મિત્રો નો ગણગણાટ ચાલતો હતો. ફલાણા મિત્ર ને નથી લઈ જવો, તે તો બહું હવામાં ચાલે છે. અને પેલા ને તો કહેતોજ નહી, કે ફરવા જવાનું છે. નહિતર તે ભિખારી નાં પૈસા આપણે જ કાઢવા પડશે. મે તો નક્કી જ કર્યું છે કે હવે હું દોસ્તીમાં પણ સ્વાર્થ જોઈશ. કારણ બધાં માંરો ઉપયોગ જ કરી જાય છે. હસતા દોસ્તો ગંભીર થઈ ગયાં. તેમને દોસ્ત ની વાત સાંભળી ઝાટકો લાગ્યો. કારણ દર વખતે પૈસા અને વ્યવસ્થા જે દોસ્ત કરતો હતો તેજ આવા કડવા વેણ બોલતો હતો. ભાઈ દોસ્તી મા વળી ઉચ્ચ નીચ શેની? તવંગર કે ગરીબી કેવી? માન કે સન્માન ની વાત જ નથી. દોસ્ત તો જિગર નો ટુકડો કહેવાય. આપણે જાતે શોધેલ સુખ કહેવાય. ત્યાં પણ આવા ઝઘડા હોય તો દોસ્તો ની યારી શું કામની? મને અફસોસ થયો દુઃખ થયું, મને અસંતોષ થયો. મને શાંતિ ના મળી. મારી શોધ મને પરેશાન કરવા માડી હતી. ઘરથી શાંતિ ની શોધ કરવા નીકળ્યો હતો પણ જીવન તો દુષ્કર જણાયું .તો સુખ ક્યાં છે? મન ને પ્રશ્ર્ન કર્યો!

સબૂર શાંતિ આ દુનિયામાં નથી. તારાં શહેરમાં નથી. તારાં ઘરમાં નથી. છે તો ફકત તારાં અંતરમાં!!! અંતરને જાગૃત કર, તેમાંથી મળેલી શાંતિ સાચી શાંતિ છે! ક્યાંય શોધવા જવાની જરૂર રહેતી નથી. તે તમારાં અંતર જોડે વાતો કરી મન ને નિસ્પૃહ કરો તોજ શાંતિ મળશે. ખલેલ પડેલ જીવન ને મનમાં ઉદ્વેગ ના ઊભો થાય, કોઈ એ કર્યું ના કર્યું, કોઈ એ બોલાવ્યો ના બોલાવ્યો, કોઈ એ માન આપ્યું ના આપ્યું, કોઈ કહી ગયો, કોઈ લઈ ગયો, કોઈ અથડાઈ ગયો, કોઈ ભાગી ગયો, તે આ સંસાર ના ભાગ છે. સુખ જરૂરિયાત ઓછી મહેચ્છા પર કાબુ અને સંતોષ છે, તેમ મનને રાખશો તો મન ને શાંતિ મળશે. મન ની શાંતિ તો અંતર થી મળશે, બહાર તો સંબંધો વ્યવહાર અને સરકારો ની નિતી સમાજ ની રીતભાત લોકો ની તમારા તરફ ની દ્રષ્ટિ, વિચાર દુઃખ દાયક હોઇ શકે છે. તો હવે તેમાં કેમ જીવન વિતાવવું? આપણા અંતર સાથે નક્કી કરવું રહ્યું. તો થઈ જાવ તૈયાર ને મન જોડે સમાધાન ની ફૉર્મ્યુલા શોધો, અને ખુશ રહો આનંદિત રહો. જીવનમાં વિચારો ના દ્રષ્ટિકોણ ને બદલવાની ની કોશીષ કરો.
જીજ્ઞેશ શાહ