Good deeds books and stories free download online pdf in Gujarati

સત્કાર્ય

                                                                                                            સત્કાર્ય
સમય પહેલાં ની વાત છે. હું અને મારો મિત્ર વડોદરા જતાં હતાં. રસ્તે પંકચર પડ્યું, અને અમે ઉભા રહ્યા. છકડાવાળા ને પૂછ્યું તેને કહ્યું નજીકમાં હરીપુરા ગામ છે, ત્યાં પંકચર ની દુકાન તમને મળી જશે. અમે સ્પેરવ્હીલ લગાડ્યું હવા ઓછી હતી, એટલે ધીમી ગાડી એ હરીપુરા પહોંચ્યા.
ગામ નાનું હતું. ગામ ના પાદરે વડલો હતો, વડવાઈ એ નવા મુળીયા કરી વડલા ને ઘટાદાર કરી દીધો હતો. નિરવ શાંતિ હતી. બે ત્રણ ઘરેડ માણા બેઠા હતા. ચલમ ચાલું હતી. હળવી વાતે, હાસ્ય ને દબાવી ને બેઠા હતાં. 
ગાડી જોઈ તેમને નજર કરી અમે ટાયર સામે જોયું, ત્યાં રમતાં બાળકો એ ઈશારો કર્યો. સામે ગામ ના રસ્તે ઉબડખાબડ થી ઢંકાઈ ગયેલા રોડ થી પંકચર ની દુકાને પહોંચ્યા.
ગરમી તો ભયંકર હતી આગ દઝાડે તેવો તડકો હતો. પવન હળવો હતો, પણ સાવ લુખ્ખો ધી ચોપડયા વગર નો રોટલા જેવો!! 
મનોજ સાઈકલ વર્ક નામક દુકાન  પાસે પહોંચતાં અમે થંભી ગયાં. જોડું જમવા બેઠું હતું. ધણી એ સામે જોયું ને ધણીયાણી એ ધુધટો વધારે જોરથી ખેંચ્યો. અમે ટાઢક શોધતાં બેઠા. 
તે બાપલીયા આ ધોમધકતા તાપમાં કયા ભુલા પડયા? જમ્યા પછી કોગળો કરતાં દુકાન ના માલિકે પૂછ્યું. 
જવું તો આગળ છે પંકચર પડયું છે, જટ કરી દયો તો રસ્તો કાપું. બાકી આ ગરમી મારી નાખે એવી છે ભાઈ.
વાતો કરતાં ટાયર ખોલ્યું પાણીમાં ટાયર નાખી ચેક કર્યું. ખીલ્લા જેવું લોખંડ નો વાયર ફસાઈ પડ્યો હતો.  ફટાફટ પંકચર કરવા બેઠો. ચા પાણી ની ઓફર કરી અમે આભાર કહી ઉભા રહ્યાં. ટાયર ને ફીટ કરતાં બોલ્યો લ્યો તમે તમારે રસ્તે સિંધાવ.
કેટલા થયા ભઈ? મિત્રે પૂછ્યું.
એકેય રૂપિયો નહી. સામેથી દુકાનદારે જવાબ વાળ્યો.
કેમ પંકચર ના પૈસા તો થયા ને? 
ના સાહેબ મારો નીયમ છે, વટેમાર્ગુ મને શોધતો આવે ને તો પછી પૈસા નથી લેતો. 
અરે પણ તારે તો બધાં મારા જેવા જ આવવાં ને?
હા પણ હું નથી લેતો. તમે આજ હલવાણા છો, તમારી મુશ્કેલીમાં મારે ઉભા રહેવું પડે!! તમ તમારે જાવ પણ હા કોઈ તકલીફ માં હોય તમેય ઉભા રહજો.
ઘણી જીભાજોડી પછી દુકાનદાર જીત્યો. અમે સારા સંભાળણા લઈ ચોળે આવ્યાં. બેઠેલાં વડીલ ને વાત કરી. ત્યારે ખબર પડી મનોજ નામનો તેનો દિકરો હતો, તે દોઢ બે વરહ નો હશે. તે ગુમ થયો. બહું શોધ્યો ના જડયો. ત્યારથી સેવા કરે છે. રોજી ખેતી માંથી અને આવડત પંકચર કરવાની તે સ્વીકારી મદદ કરે છે. 
વાત ને કેટલો સમય થયો?
થયાં કઈ દસ જેવા વરહ. 
અમે તો અવાક થઈ ગયા. માણસ ની પોતાના પુત્ર નો પ્રેમ અને તેમાંથી ઉભી થયેલ સેવા સારાં માણસ ને મળ્યાં નો આનંદ હતો.
એ વાત ને ઘણો સમય વિતી ગયો. એક દિવસ કાલુપુર બજારમાં કામથી ગયો હતો. થોડો સામાન હતો એકટીવા પર. ગ્રીન સિગ્નલ પુરૂ થવા ને પાંચ સેકંડ બાકી હતી. ને અચાનક સ્પીડ માં આવતાં  બાઈક સવારે સેજ ટક્કર મારતાં પડી ગયો. સામાન વેર વિખેર થયો. હું માડ ઉભો થયો, ત્યાં વિક્ટોરિયા ગાર્ડન ના સિગ્નલ પર કેટલાય છોકરા નાના નાના ભીખ માંગતા હોય છે. તેમાથી એક દસ બાર વર્ષ નો છોકરો આવ્યો, મને મદદ કરવાં લાગ્યો. આમતેમ પડેલી વસ્તુઓ ભેગી કરી, એકટીવા પર મુકતો ગયો. 
બધુજ સમુંનમું થઈ ગયુ, એટલે મે તે બાળક ને નામ પૂછ્યું, તેને મનોજ કહયુ. 
સરસ લે આ 50 રૂપિયા તે મને મદદ કરી ને એના!!
તેને લેવા નો ઇનકાર કર્યો. ના સાહેબ મદદ કર્યા ના પૈસા હું લેતો નથી. ભલે ભીખ માગતો હોવું પણ મદદ ના પૈસા ના હોય સાહેબ!! 
આવડા નાના બાળકે કહ્યું  અને તેમાય ભીખ માગી ને ખાતો હોય ને સ્વમાન ની વાત? મને આશ્ચર્ય થયું.
મે હજી એકટીવા એલીસબ્રીજ પર લીધું ત્યાંજ મગજ માં લાઈટ થઈ. અને હરીપુર યાદ આવી ગયું.
ઘરે પહોંચ્યો પહેલા વડોદરા આવેલા મિત્ર ને ફોન કર્યો. તેને ય વાતમાં તર્ક જણાયો. 
અમે સીધા નજીકની પોલીસ ચોકી ગયાં. વાત જણાવી બધુજ મળતું આવે છે. ઇન્સપેક્ટર સાહેબ ને વાત કરી. કોણો દિકરો છે, તપાસ કરી આપો તો મહેરબાની સાહેબ. 
સાહેબ માં રામ વસ્યા. તુરંત ચોકીદાર સાથે મોકલી દુર થી મનોજ ને જોયો. 
હવે તમે જાવ બે ત્રણ દિવસ પછી આવજો અથવા નંબર આપતાં જાવ ફોન કરીશ.
બે દિવસ પછી પોલીસ સ્ટેશન થી બોલાવો આવ્યો. હું ને મારો મિત્ર ફરી પોલીસ સ્ટેશન પહોંચ્યા. 
બૅન્ચ પર મનોજ અને મેલાધેલા કપડા વાળું જોડું બેઠું હતું. વાત થઈ.
આ કપલ તેમનુજ બાળક કહેતાં હતાં, પણ ધોલ ધપાટ પડતાં કબુલી  લીધું કે અમને બરોડા થી મલ્યુ હતું 
હું ને મારો દોસ્ત ચમકયા હરીપુરા ની કડી બહુ છેટી નહોતી. ત્યાં તો બરોડા પોલીસનો ફોન આવ્યો. હા અહીથી વિસરામભાઈ છે તે આવા ધંધા કરે છે. અને છોકરો બરોડા ની બાજુ ના ગામ હરીપુરા નો છે. 
સગડ મળી ગયાં પોલીસ બાળક ને લઈ હરીપુર પહોંચી. સાથે અમેય ગયાં. ગામ તો પોલીસને જોઈ ભેગું થઈ ગયું. 
ચારે બાજું ચણભણ થતી, ને શું થયું તેનો કોઈ ને ખ્યાલ નહોતો.
મનોજ પંકચર વર્ક આગળ આવી ઉભા રહ્યાં. 
પોલીસે તફતીસ કરી. વિસરામે ગામ થી જેને મનોજ આપેલ તે માણસ ઓળખી બતાવ્યો.  પંકચર વાળા સોમભઈ ના કાકા નીકળ્યા. 
વાત ની કહાણી આગળ ચાલી. ઘરેલું ઝગડા ને મિલકત ના ઝઘડામાં કરેલું કૃત્ય સાબીત થયું. 
અને આજ એક પંકચર મફત કરી આપવા ની ટેક ના કારણે દસ વર્ષે દિકરો પાછો મળ્યો. 
પોલીસે કાર્યવાહી કરી મનોજ ને તેના સાચાં મા બાપ ની ઓળખ કરાવી. અને હંમેશા ને માટે જીવન ના સુખમય પાસા ના દ્વાર ખુલી ગયાં. 
અમારૂ એક સત્કાર્ય પંકચર વાળા એ કહ્યું હતું તે પુરૂ થયું.
આભાર જીજ્ઞેશ શાહ 
 
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED