ન્યુ સ્ટાર ક્લબ ના પ્રાંગણ માં બે કપલ આરામથી ચા કોફી ની લિજ્જત માણી રહ્યા છે. સોફા પર બેઠેલ કપલ અને દુર ટેબલ પર બેઠેલ કપલ અરસ પરસ હતા.સમી સાંજ ની નિરવ શાંત વાતાવરણ, હમણાં હજી મેઘરાજા એ વિરામ લીધો છે. હળવા અહલાદકતા માં ટેબલ પર બેઠેલ નો હળવો હાસ્ય નો અવાજ આવતા સોફા પર બેઠેલ યુગલે નજર ફેરવી, તેમની નજરો મળતા ટેબલ પર બેઠેલ કપલ શાંત થઈ ગયું. મજા ની વાત એ છે કે ટેબલ પર બેઠેલ યુવક અવિનાશ ની પત્ની અવનિ સોફા પર બિરાજમાન હતી. ટેબલ પર બિરાજમાન યુવતી કાવ્યા ના પતિદેવ સત્વમ સાથે બિરાજમાન હતો.
કાવ્યા ને અવિનાશ કોલેજ ફ્રેન્ડ હતા. તેમની લગભગ ત્રણ વર્ષ પછી મુલાકાત થઈ હતી. અવિનાશ ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે બેન્ગલોર ગયો. કાવ્યા પણ આઇ ટી એન્જિનિયર હતી. અવિનાશ ને સારુ પૅકેજ મળતા તેને કર્મભૂમિ બેન્ગલોર સ્વીકાર્યું. આમેય આઈ ટી માટે સારી કારકિર્દી માટે હબ કહેવાય ત્યાંથી પાછા ફરો તોય સારા પૅકેજ અમદાવાદ મા મળી રહે, ઘરનું ઘર અને માતા પિતા સાથે રહેવાય. અહીં પરત ફરતા ઈન્ફીબીમ કંપની માં જોબ પર આવી ગયો હતો. તેને કલ્પના નહોતી કે કાવ્યા મળવા આવશે.
કોલેજ કાળ માં રોજ સાથે ફરવા નું ફિલ્મો સાથે જ જોવાની અને કોલેજ માથી ગુલ્લી મારી સાથે જ લોન્ગ ડ્રાઈવ પર જતા. લોકો તો એમ જ માનતાં કે અમારે અફેર હતો. વાસ્તવિક્તા અલગ હતી અમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતાં પણ અણીશુદ્ધ મિત્ર.. મિત્ર સિવાય બીજું અમે નહોતું વિચાર્યું. હા લોકો ને મસાલો મળી જતો અને અમે હસી કાઢતા. લગ્ન પછી મળવા ની વાત થઈ અને કાવ્યા તરત તૈયાર થઈ ગઈ હતી. અમારા બંને ની સમજદારી પાવર ફુલ હતી, કોઈ ની કોલેજ મા પટ્ટી પાડતા, પ્રોફેસર ને પરેશાન કરવા અમે બંને ઉસ્તાદ હતા. તોફાન કરવા માં અવ્વલ હતા. અમે નજરો થી સરસ વાત કરી લેતાં હતાં.
અવિનાશે એક વખત ફ્લર્ટિંગ કરી જોયું હતું, કાવ્યા એ હાથ મા હાથ લઈ મજાક માં કહ્યું હતું ચલ તૈયાર, સંબંધ જ કેળવવો હોય તો તું દોસ્ત માંથી ભાઈ થઈ જા. કાવ્યા ની વાત સાંભળી અવિનાશ સમજી ગયો હતો. પોતે કાવ્યા માટે ભાઈ થી કમ હતો અને પ્રિતમ ની લાઈન માં નહોતો.પછી કયારેય કાવ્યા ને એ નજરે જોઈ નહોતી. કાવ્યા આજ તને મળી મને જુની યાદો તાજી થઈ.
કાવ્યા બોલી એ…એ તને પેલા પિક્ચર જોવા ગયા ને ત્યાં તારાં અંકલ મળી ગયા હતાં? લપાતા છુપાતા બહાર નીકળવાં ગયાં ને તેમની સામે જ પહોંચ્યા. પછી તો તારૂ મોઢું જોવા જેવું હતું. અંકલ તો ભારે હતા મારી પણ ઊલટ તપાસ કરી લીધી હતી. ઘરે જાણ કરતા તારા ઘરે હું આવી હતી. સમાધાન માટે!! અવિનાશે ધીમા સ્વરે પ્રત્યુતર હા હવે યાદ છે.
તને પેલા પ્રોફેસર યાદ છે જાદવ સર આપણે તેમ ને જોરુ કા ગુલામ કહેતાં, અને બંને મોટે થી હસી પડ્યા, હાથો થી જેમ કોલેજ માં તાલ આપતાં હતાં તેમ અપાઇ ગયો. સોફા પર થી બંને ની નજર પડતાં અવિનાશ અને કાવ્યા અટકી ગયા.
વાત ફરી ચાલું રહી કાવ્યા હંમેશા કોફી પીવા ને શોખીન અને અવિનાશ ચા નો શોખીન કાયમ તેમનો રઘુકાકા ની કીટલી ફેવરીટ જગ્યા હતી. અવિનાશ તને મેં કદાચ પુરા નામ થી તો બોલાવ્યો નહોતો. અવિ જ કહેતી નહી? કાવ્યા એ જુની રશ્મો ને યાદ કરી. હા પણ તે સમય વિતી ગયો તે લગ્ન તારાં સમાજ ના છોકરા સત્વમ જોડે કર્યા, સાચું કહું મને જરાય ગમ્યું નહોતું. અવિનાશે અણગમો રજુ કર્યા.
કાવ્યા મને લાગ્યું કે હવે હું કોની જોડે ફરીશ વાતો કોની જોડે શેર કરીશ? તને મલ્યા વગર મને ગમતું નહી. માટે રોજ કોલેજ દોડી આવતો હતો. તારૂ સાનિધ્ય મને ગમતું, તારી જોડે મને એક હુફ મળતી. કાવ્યા એ સૂર પુરાવ્યો. હા મને ખબર હતી કે તને નહી ગમે.
કાવ્યા એ જવાબ આપ્યો, પણ મે તને હંમેશા જિગરજાન દોસ્ત માન્યો છે. જે મારી પડખે કાયમ હોય સુખ હોય, દુઃખ નો સાથી .સાચું કહું મને તારા પ્રત્યે ફિલિંગશ થતી પણ મેં તેને સમાવી હતી, કેમ કે હું સારો મિત્ર ગુમાવા માગતી નહોતી. અને જો આજ હું હેપ્પી છું. સત્વમ મારો ઘણો ખ્યાલ રાખે છે, હું તેને દિલ થી ચાહું છું તે મારાં માટે જીવન ની એક મોટી સફળતા નો પર્યાય છે. જોબ મા સહકાર આપે છે અને સમજુ છે. કાવ્યા એ સામો સવાલ કર્યો, તું કેમ આમ બોલે છે? અવનિ સરસ છે, પછી?
નાં ના હું અવનિને ચાહું છું, હેપ્પી લાઈફ છે, અમે બેન્ગલોર એકલા રહેતાં એક બીજા ને સરસ સમજી શકયા ને સી ઈસ એ નાઈઝ વાઈફ. મે કાવ્યા જે વાત કરી તે ભૂતકાળ હતો, અને આજ વર્તમાન માં તને ખુશ જોઈ મને આનંદ જ છે. હું હવે ફ્લર્ટિંગ નથી કરતો.
વાત નો દોર ચાલતો રહ્યો. અવિનાશ નો ફોન આવ્યો કાવ્યા એ સત્વમ ને મળવા જવાની વાત કરી સહર્ષ મળવા નું નક્કી થયું થોડી વાર બધા સાથે બેઠા પછી સત્વમે રજુઆત કરી તમે ખાસ મિત્રો આટલા સમયે મળ્યા છો, તમે વાતો કરો હું અને અવનિ કલબ માં આટો મારી ને આવીએ. આજ નું મેનુ જોતા આવીએ.
સત્વમ ની વાત માં અવનિ ની સંમતી હતી, સત્વમ અવનિ ને આવકાર આપતાં ચાલવા લાગ્યો. હું તને અવનિ કહી ને બોલાવું ચાલશે ને?
અરે લે હું તને સત્વમ કહું, બસ બોલ હવે, બાય ધ વે તે કઈ કોલેજ માંથી ગ્રેજ્યુએટ કર્યું?
અવનિ ની ફ્રીલી વાત થી સત્વમ કાવ્યા ના હાસ્ય સાથે ની વાત ને મન માં સ્વીકારી શક્યો. તેને કદાચ થોડી જલન થતી, મન માં અવનિ ના શબ્દો થી થોડી ટાઢક મળી.
તે જવાબ ના આપ્યો?
ના ના એવું નથી હું અમરજયોત કોલેજ માં ભણ્યો અને સી એસ ની પ્રેક્ટિસ કરૂ છું. અહીં સીધું ભવન રોડ પરજ છે. વા..વઉ સીધું ભવન રોડ તો તો તારી પ્રેક્ટિસ સારી ચાલતી હશે? ત્યાં તો ઓફીસોનો ભાવ ઘણાં છે. હા એવુજ, સત્વમે સામે સવાલ કર્યો તું કેમની જાણે? સીધું ભવન રોડ મોંઘો છે?.
અરે મારાં પપ્પા નો બિઝનેસ પ્રોપર્ટી માં ફાઇનાન્સ નો છે. હું એમ બી એ થઈ, પપ્પા ની ઓફીસે બેસતી એટલે ખબર છે. સત્વમ નીચું જોઈને કોઈ ગહન વિચારમાં ખોવાયેલો હોય તેમ લાગ્યું . અવનિ એ સવાલ કર્યો, કેમ તને આટો મારતાં મન ત્યાં ટેબલ પર રહી ગયુ કે? અવનિ એ કટાક્ષ કર્યો,
અવનિ ના વેધક શબ્દ થી સત્વમ ચોકી ગયો. વાત ને ઉડાડતા ચાલ ને અહીંની કેક સરસ આવે છે, થોડી ચાખીએ. એ બહાને બેસીશું ગપ્પાં મારવા સારા પડે.
સત્વમ મને લાગે છે. તને આજની મુલાકાત ગમી નથી? અવનિ ડાયરેક્ટ સવાલ થી સત્વમ આભો બની ગયો. સત્વમ જે વિચારો મન માં ચાલે છે તે મે ઘરે અવિનાશ જોડે ચર્ચા કરી હતી. અવનિ બોલતી રહી. પણ તે નિખાલસ હતો, એવું હું કહી શંકુ.
સત્વમે એક ખુરશી ખેંચી પહેલા અવનિ ને બેસાડતા બોલ્યો, તને નથી લાગતું સંકુચિત થવું અને અનુભવું તેમાં ફેર હોઈ શકે?
અવનિ સાચુ કહું હું પહેલે થી મારી જાત ને રક્ષણાત્મક રાખી ને ચાલ્યો છું. જોખમ માં માનતો નથી. અવનિ હસી પડી. એટલે… સાહેબ ને જોખમ લાગે છે?. અવનિ એ વાત આગળ ધપાવી. જો તું જયા છું ત્યાંજ હું છું!! અવનિ તું શાંત છું અને હું ચંચળ છું. સત્વમે જવાબ વાળ્યો.
સત્વમ હોય હવે, આજ તારી જોડે ની પ્રથમ મુલાકાત માં મે તને મુક્ત મન થી વાત કહી દીધી ને? અમે આજ ની યુવતીઓ ને હવે વેવલાવેડા નથી ફાવતા ફ્રન્ટ ફુટ પર રમવાનું!! બિન્દાસ.
અવનિ ની વાત સાંભળી સત્વમ ને લાગણી ના ફુવારા ફુટ્યા તેને જે ચિંતા પોતાના માટે હતી તે અવનિ માટે પણ થઈ.
અવનિ વાત એમ નથી તને કાવ્યા વિષે કેટલી વાત ની ખબર છે?
એજ કે બસ સારા ફ્રેન્ડ હતાં અમારી જોડી હતી. અને કદાચ એક બે પ્રસંગ કાવ્યા ની મમ્મી નું અવસાન ત્યારે કાવ્યા ને હુફ ની વાતો, અને એકાદ કોઈ રમુજ વાતો બાકી, હું આજ કાવ્યા ને મળી છું.વિચાર્યા કરતા વધારે ખૂબસૂરત છે અવનિ એ કોમેન્ટ કરતા બોલી
સત્વમ મને તો હાલ જે તને વિચાર આવ્યો તેવો નથી આવતો. ફરી અવનિ સ્પષ્ટતા કરી સત્વમ કેટલીક વાતો સ્વીકાર કરવો પડે. હાલ આપણે મળ્યા એટલે, બાકી કાવ્યાનું બીજા જોડે અને અવિનાશ નું કોઈ બીજી જોડે અફેર હોય તો ખબર પડે? આ આધુનિક જમાનો છે જેટલું મળ્યું જીવન માં એટલું માણવાનુ બાકી રામ રામ.
સત્વમ ની નજર અવનિ ના ઓષ્ઠ પર હતી. કયારે તેની વાત સમાપ્તે અને પોતાની વાત રજુ કરે. હવે તારી વાત પતી ગઈ? અવનિ ને સવાલ કર્યા. અવનિ એ માથુ ઘુણાવી સંમતિ આપી. હું તને કહું કે ચલ મુવી જોવા જઈએ તું આવે?
ઓ હો…હો… મતલબ તું મારી જોડે હતો, સોફા પર પણ વાતો કાવ્યા ને અવિનાશ ની સાંભળતો હતો? અવનિ એ ઝાટકો માર્યો એમ ને?
અરે યાર, અવનિને સંબોધન યાર માં પલટાઈ ગયુ. સારૂં એમ કહે કે તારે ભુતકા…. અવનિ એ તરત સત્વમ ને રોકી દીધો. સાંભર મારે એક પણ અફેર નહોતુ કે ના બોયફ્રેન્ડ હતો. હું મુકત તા માં માનતી આ વેવલા વેડા આપણાં માંટે નહોતાં. બાપા જેટલા જોઈએ એટલા વાપરવા પૈસા આપતા, ગાડી આપી પછી જરૂર શું રહી? માટે તું ઉદાહરણ બીજા નું આપ.
તું તો જબરી છું! સત્વમ રધવાયો થઈ બોલ્યો,
મે અફેર ના કર્યો તે ના કર્યો તો હવે એ જણાવ કે છોકરો અને છોકરી મિત્ર હોય અને સાથે મુવી જોવે, સાથે એકજ બાઇક પર ફરવાનું અને કઈ ના હોય તેમ મનાય?
અવનિ ને પુરુષ પ્રધાન મેન્ટાલિટી ની બદબુ જણાઈ. અવનિ ના વેણ માં સ્પષ્ટ દ્રઢતા હતી. જો સત્વમ તું સંશય કરીશ તો લાખ ભેદ નીકળશે. પણ આઈ લાઈકેટ તે સી એસ ની ભાષા માં કંપની ની ભૂતકાળ ની નબળાઈ શોધી કાઢી. વાત પૂર્ણ કરતા અવનિ એ અટહાસ્ય ફરકાવ્યુ.
સત્વમ ને આજ કેક નો સ્વાદમાં ખામી લાગી. કારણ આજ એનું મન ખાંટુ થઈ ગયુ હતું. ઊભા થતા અવનિ ની રજુઆત સરર હતી. જે વિતી ગયું તે ગઈકાલ હતી ભુલી જવાનું.
એક અંગત પ્રશ્ન કરૂ? સત્વમે ફરી પોતાની વાત સાચી છે તે સાબિત કરવા ની મહેનત કરી જોઈ. બોલ સમાધાન માટે? બોલ અવનિ અગર લગ્ન પહેલા… અવનિ એ ફરી સત્વમ ને રોક્યો .
એક વાત કહું તો સત્વમ કાવ્યા ને લઈ ને તારે નહોતું આવવું જોઈતું! આમ નાવ ને હાલક ડોલક એક મુલાકાત માં તે કરી દીધી ?
સત્વમ ઉચા શ્વાસે બોલ્યો મે કાવ્યાને કહ્યું હતું હવે મળવું જરુરી છે? તેનું કહેવું હતું મારો મિત્ર છે. એક જ શહેર માં તો મળવું પડે ને!! પછી મે આરગ્યુમેન્ટ ના કર્યો. સત્વમ નર્વશ થઈ ગયો.
અવનિ એ હાથ પકડી સાંત્વના આપી. સત્વમ એક મિત્રતા છોકરા છોકરી ની ફકત આ જ નજરે જોઈ શકાય? આધુનિક ભારત માં કદાચ હું અને મારો સગો ભઈ કોલેજ આગળ કે રેસ્ટોરન્ટ આગળ ઊભા હોઇએ ને તોય લોકો તેને પહેલી નજરે અફેર સમજે!! તો શું મારે ઊભા રહેવાનું બંધ કરવાનું?
સંશય બહુ બુરી ચીજ છે. સત્વમ તેનાથી ઘરના ઘરો જલી ને ખાખ થઈ ગયા છે. તે આજુ બાજું વાળા આપણને બેઠેલા જોઈ અડધા આપણે પતિ પત્ની અથવા અફેર કરનાર યુવાન યુવતી જ માનતા હશે. આપણા સમાજ માં યુવક યુવતી દોસ્ત ના અભરખા સહું રાખે છે. પણ નજરો બદલાતી નથી. આજ તું જે નજરે જોઈશ ને તે નજર ની તારી દુનિયા સર્જાય છે! હું તને સત્વમ સંશય થી મુકત થવાની સલાહ આપીશ.
ફરી સોફા જઈ બેઠા. કાવ્યા અવિનાશ ની વાત નો અંત નહોતો. ડીનર નો સમય થઈ ગયો હતો. સાથે મજા ની લિજ્જત માણી. છુટા પડવા નો સમય આવ્યો. સત્વમે અવનિ અને અવિનાશ ના સેલ નંબર ને સેવ કર્યા. અને ઘર તરફ પ્રયાણ થયું. અવનિ એ સત્વમ ને મુકત મને બાય કર્યું સત્વમ ને આજની શામ આવતા કરતા વિદાય સમયે સારી લાગી. અંતે અવનિ ના હાથ ની ખુશ્બુ સત્વમ ના દિલ ને સ્પર્શી ગઈ. કુદરત ને કંઈક ઓર મંજુર હોઈ શકે છે.
જીજ્ઞેશ શાહ