જગત ના તાત ની જવાબદારી કેટલી? અબજો વર્ષ થી દુનિયા નભાવી રહ્યો છે. હવે ક્યાં સુધી તે બોજ ઉપાડશે? માનવ ને મન આપ્યું તાકાત આપી, સમજ આપી વાચા આપી અને જો માનવ તેના વિકાસ કરવામાં અધોગતિ કરી બેસે તેમાં ભગવાન શું કરી શકે? ઈશ્વર ને બધી ખબર છે, પણ તે જણાવી શકતો નથી.
દરેક ને દોષ નો ટોપલો બીજા પર નાખવો છે. પોતે સજ્જન અને દુનિયા ના અન્ય જીવ ચોર જેવો ભાવ રાખતા હોય છે. ૨૦૨૦ ના કોવીડ કોરોના ની મહામારી સમગ્ર દુનિયા એ જોઈ છે.
ચીને કરેલી આડોડાઈ અને પછી ચીન વિરુદ્ધ દુનિયા ના પ્રમુખ દેશો માં પહેલાં આર્થિક નાકાબંદી પછી પ્રતિબંધ અને અંતે જામેલ યુધ્ધ માં કોરોના થી વધું લોકો નો કચ્ચરઘાણ નીકળી ગયો. સત્તા ની લાલસા અને દુનિયા પર નું પ્રભુત્વ મેળવવા ની ધેલછા એ જગત ને ધણું નુકસાન કર્યું છે. ચીન ના મહાસત્તા બનવાની લાલસા એ તેનું ધનોતપનોત નીકળી ગયું. કરેલ પ્રગતિ ભુલી જઈ નવેસર થી યોજનાઓ કરવી પડે તે પરિસ્થિતિ માં મુકાઈ ગયુ.
આજ ૨૦૪૭ ભારત આઝાદી ના ૧૦૦ વર્ષે ની ધામધૂમથી ઉજવણી ની તૈયારી થઈ રહી છે.
ચીન માં બેકારી ભૂખમરો અને સત્તા માં બળવો થઈ, હમણાં છેલ્લા ૧૦ વર્ષ થી લોકશાહી તરફ વળ્યુ છે. તેમનાં નેતા જીનપીગ પછી તેમનો નાનો ભાઈ યુઆન્ગ પીન્ગ ગાદી નશીન થયાં અને ચીન તુટી ગયું. અમેરિકા એ કમર તોડતા તિબેટ અને હોંકકોંગ ને મુકત કરાવી દીધાં. ચીન રશિયા ની વચ્ચે આવેલ કઝાક ના કેટલાય પ્રદેશ ચીને પડાવ્યા હતાં તે મુકત થયા. જાણે દુનિયા નો નકશો બદલાઈ ગયો. પાકિસ્તાન માં બલૂચિસ્તાન નો ઉદભવ થયો. ચીની દક્ષિણ સમુદ્રી ધુની પર ફરી વર્ષો પછી જાપાન નું વર્ચસ્વ સ્થપાયું.
ઉતર એશિયા ની સકલ બદલાઈ ચુકી હતી. પશ્ચિમ એશિયા પોતાના વાકે લુપ્ત થઈ ગયા હતા. હવે તેલીયા દેશો દેવામાં ડૂબી ગયા હતા. સંપુર્ણ ઈલેક્ટ્રીક થી ચાલતાં વાહનો ની બોલબાલા હતી.
ભારત ના મહા સમ્રાટ ના જીવન ના અસ્તે તિરંગો દુનિયા ના રાજ કરતા દેશો માં સ્થાન પામી ગયો. ભારત ટેકનોલોજી અને મેન્યફેકચરીગ માં સ્વનિર્ભર બની ગયો, અને દુનિયા ના G5 મા મહત્વ નો ભાગ ભજવતો થઈ ગયો.
આજ પરિસ્થિતિ ફરી દુનિયા માટે કંઈક એવી ઘટના બની રહી હતી કે જગત ના મહારથી ના મથામણ નું શું પરિણામ આવશે તેનો કોઈ ને ખ્યાલ નહોતો.
વિચાસાકો નામક ખડક પૃથ્વી અને મંગળ ની નજીક એક મોટું ચક્કર લગાવે છે. જેને ફરી પાછા ફરતા તેની ગતી ની ગણતરી પ્રમાણે 300 વર્ષે થઈ જતા હોય છે. આજથી એટલે કે સને 1747 ની આસપાસ પ્રદક્ષિણા ફરતો વિચાસાકો પસાર થયો હશે. અને ત્યારે તે પૃથ્વી ના ગુરૂત્વાકર્ષણ બળ થી 1૦૦૦ કી.મી. દુર થી પસાર થયો હશે. કહેવાય છે તે તેની દિશા બદલે છે. અને અનંતા વર્ષ ની પ્રદક્ષિણા પછી ધીમે ધીમે પૃથ્વી ની નજીક આવતો જતો હતો. આ વખત ની તેની રફતાર ધણી ધીમી પડી જતા તેનો રસ્તો ટુકો થઈ જતા, પૃથ્વી પર પટકાશે તેવા અનુમાન ચાલુ થઈ ગયા હતા. જેમ જેમ સમય થતો ગયો તેમ તે નક્કી હતું પૃથ્વી પર ના ચાહેલ મહેમાન આવી રહ્યો છે.
ખડક કેટલી તબાહી કરશે તેનો કોઈ ને ખ્યાલ નહોતો. ખડકમાં માઈક્રો મીનરલ નો અને કોસ્મીક ડસ્ટ હોવાનું જણાતું હતું, આ એ તત્વ છે જે આકાશ ગંગા ના નિર્માણાધિન માં વપરાયા છે. અબજો વર્ષ જુના ધૂમકેતુ માં આવા તત્વો અને જ્વલન શીલ પ્રદાથ ફૉસ્ફરસ ની સાથે યુરેનિયમ ની માત્રા હોઈ શકે છે. કહેવાય છે આ અબજો વર્ષ જુના ધૂમકેતુ નો કોઈ ભાગ હોઈ શકે છે. નાસા અને ભારત સ્પેશ સંસ્થા તથા દુનિયા ની દરેક અંતરિક્ષ સંસ્થાન તેને રોકવાનો અથવા તોડી પાડવા ની મહેનત કરતા રહ્યા.
વિચાસાકો જાપાનીઝ ખગોરે 1945 ની આસપાસ શોધેલ તેનુ ક્ષેત્રફળ 1.3 કી.મી. લંબાઈ અને પહોળાઈ લગભગ 1 કી.મી. જેટલી છે. તેની ઘનતા સોના જેવી છે, વજન માં તે લગભગ 2૦૦૦ કીલો થી પણ વધું થઈ શકે છે. તેના બીજા અવકાશી ખડકો જોડે ટકરાઈ ને ટુકડા સ્પેશ માં થશે. ત્યાર બાદ ઓઝોન માં પ્રવેશ કરતા જ્વલનશીલ બની જશે અને દુનિયા ના અલગ અલગ ભાગમાં પડશે.
સમય હતો નહી. તારીખ મુકરર હતી 2૦ મે ની આસપાસ તુટી પડશે. લોકો ભયભીત થઈ ગયાં હતાં. ફરી ઘરો માં લોકડાઉન કરી ભરાયેલ હતાં. એક દિવસ પછી શું થશે તેનો કોઈને ક્યાસ નહોતો.
નાસા અને અન્યો ની મહેનત ફેલ હતી વક્ર કાળ ગતી થી તે અંતે પૃથ્વી ની મુલાકાત લઈ ચુકયો હતો. તેના ટુકડા દુનિયા ના ઠેક ઠેકાણે પડ્યા, તેમાં થી નિકળેલ તેજ કિરણો એ ચોમેર ભયાનક ઉજાસ નીકળ્યો, અને તેની અસર જગત ના દરેક જીવો ને ભોગવવી પડી.
પડતા ખડગ ની ઝપટ મા કેટલાય આવી ચુકયા હતા. ગંભીર બાબત એ બની કે લોકો ની ચિત ભ્રમ થઈ ગઈ. યાદશક્તિ નાશ પામી ચુકી હતી.
કંઈક એવા પ્રકાર ના કિરણો એ વાઈરસ ફેલાવ્યો કે જીવન ના દરેક પાસાં બદલાઈ ગયા.લોકો ની યાદશક્તિ ઉપર અસર થતા દુનિયા નો મંજર બદલાઈ ગયો.
ઇન્ડિયા ની આશા હોય કે અમેરિકા ની અસ્પેશીયા હોય કે ઈરાન ની અસીમા હોય બધે હાલત આજ હતી. આ પ્રાંત નો કે દેશ નો પ્રશ્ન નહોતો પુરી દુનિયામાં ભયાનક તા ઉદ્દભવી ગઈ હતી. દુનિયા માં થી જાણે યાદ શક્તિ નો શબ્દ નીકળી ગયો હતો.
દેશ દેશાવર ની સરહદ ખુલી ગઈ હતી.. કોઈ ને ખ્યાલ જ નહોતો કે સરહદ એટલે શું? ના દેશ રહ્યાં ના ભાષા હતી કે પ્રાતવાદ, વિસ્તારવાદ જેવી કોઈ વાત નહોતી.
વાઈરસે જીવ નહોતા લીધા.આ ૨૦૨૦ ના કોવીડ જેવુ નહોતું,આ સીમિત માત્રા મા ઉત્પતી હતી. આ વાઈરસ થી જ્યાં સુધી વિશ્વ ના દરેક મનુષ્ય ઉપર થી તેજ કિરણો ના કણ ના લુપ્ત થાય ત્યાં સુધી કોઈ ની બુધ્ધિ નો ઉપયોગ કરી શકે તેમ નહોતા. મગજ માં 73% પ્રવાહી હોય છે. કેરેબ્રોસપિનીયલ ફયુલ્ડ મગજ ના ધક્કા નું કામ કરે છે. મેમરી ભેગું કરવાનું અને સંગ્રહ કરવા નુ કામ ચેતા તંતુ નું છે, જ્યારે ગ્લેઝ કોષ ચેતાતંત્ર ને આધાર આપવાનું અને રક્ષણ નું કામ કરે છે. આ બગડી શકે અને ધીમે ધીમે જાતે રીપેર થઈ શકે છે.
હુમલો મગજ ના આ ભાગ પર થતા મેમરી ને અસર થઈ. આ કેટલો સમય ચાલશે તેની પણ ખબર નહોતી. હાલ તો દરેક મનુષ્ય મુકત થઈ ગયા હતા, લોકો ને સમજ નહોતી રહી કે હવે તેમને શું કરવા નુ? ના ખાવા પીવા ની ફીકર ના ઘંઘા રહ્યાં ના વાહન ચલાવવા બધુજ થંભી ગયુ. અરાજકતા ની પરાકાષ્ઠા એ હતી જે ઘર માં હતા તેમને ખબર ના હતી કે તે કેમ અહીં છે? અને જે લોકો બહાર હતા તે અકસ્માત ને ફેકટરી માં મશીનો ના ધડાકા, અંધાધૂંધ માં મોત ને શરણ થઈ ગયા હતા. બાળકો શ્વાસ કેમ લેતા તે ભુલી જતા, અરાજકતા વર્તાય હતી. કોઈ ને ગમ નહોતો, મૃત્યુ નો ભય નહોતો. કારણ મન મગજ ના હોય તો માનવ જોડે રહ્યું શું?
દિવસે ને દિવસે રોજે રોજ લોકો દેવલોક ને પ્યારા થતા જતા હતા. કોઈ નેતા નહી, કોઈ વૈજ્ઞાનિક નહી, કોઈ એન્જિનિયર નહી બધા સરખા થઈ ગયા હતા. નસીબ હશે તે બચી શકશે!!
આજ 20 દિવસ વિતી ચુકયા હતા. હા એ ખરૂ કે ધીમે ધીમે કિરણો થી ઉત્પન્ન થયેલ વાઈરસ ની અસર ઓછી થતી જતી હતી. જે વ્હીલ પાવર હતા તે ખાધા પીધા વગર જીવતા હતા. દુનિયા ની અડધી વસ્તી ખતમ ને આરે હતી. મનુષ્ય ના જીવન નો મહત્વ નો ભાગ મગજ છે, તે સાબિત થઈ ગયુ હતું. ચેતાતંત્ર ના વિખવાદે મૃત્યુ ધંટ વાગી ચુકયા હતા.
અંત એક શરૂઆત થઈ ગઈ હતી.
સમય બદલાતો ગયો 25 દિવસે વાઈરસ મા થી દુનિયા મુકત થઈ ગઈ. પણ કહેવા ને વાકે લોકો જીવતા રહ્યા, કોણ રહ્યો ને કોણ ગયું તેનું ગણિત હવે ગણવા નો સમય જતો રહ્યો હતો. ફરી સરહદ ના વાડ વગર દુનિયા ના લોકો એ ચાલવા નું નક્કી કરી લીધું હતું. લોકો એ નવી દુનિયા નવા સંબંધો નવા વ્યવહાર સ્વીકારી લીધા હતા. કદાચ ફરી સતયુગ આવ્યા નો અહેસાસ થયો હશે.
જીજ્ઞેશ શાહ