યૌવન એક યાદ Jignesh Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

યૌવન એક યાદ

રેસ્ટોરન્ટના ટેબલ પર વર્ષો પછી બે મિત્ર ભેગા થયાં. જીવન ની ભાગ દોડ માં આજ કદાચ સત્તર વર્ષ પછી મિલન હતું. કૈવન પર મોબાઇલ આવ્યો, વિદિતા જાણતી હતી કે કૈવન નો નંબર તો નહીજ બદલાયો હોય, તે રગરગ થી કૈવન ને જાણતી હતી. વિદિતા એ ફોન કર્યો. જુના દોસ્તો એ ભેગા થવાનું નક્કી કર્યું અને આજ મોકા એ દસ્તૂર ટેબલ પર જુના દોસ્ત, જુના થઈ ગયેલા સંબંધો ને જરા ઝંઝોળી ને પોતાનાં જીવનનાં યાદગાર દિવસની લિજ્જત માણવા નો અભરખો લઈ આવ્યા છે.

વિદિતા એ તેની ફ્રેન્ડ મોક્ષા ને બોલાવાની વાત કૈવન ને કરી હતી. કૈવને પહેલાં આપણે ભેગા થઈ એ પછી બધાને ભેગા કરવા નો સુજાવ રજુ કર્યો. વિદિતા માની ગઈ.

વિદિતા વર્ષો પછી અમદાવાદ પાછી ફરી હતી. છેલ્લા બાર વર્ષથી તે ટોરેન્ટોમાં હતી. તેના પતિદેવ ની જોબ ત્યાં હતી. ત્યાની લાઈફ થી ચેન્જ લેવા ને મુળ વતન તો અમદાવાદ એટલે ઈન્ડિયા માં સેટલ થવા માટે વતન ને પસંદ કર્યું. લગ્ન ને પંદર વર્ષ વિતી ગયા છે, બાર વર્ષ નો દિકરો છે. અને તેને હવે ભારતમાં મા ભોમ માં સેટ થવા ની ઈચ્છા લઈ ને આવ્યા છે.
વિદેશનાં જીવને એકલતા સ્વાર્થી અને મનમોજી બનાવી દે છે. વિદિતા બદલાઈ ગઈ હતી. જે હંમેશા કોલેજ કાળમાં ભારતીય ડ્રેસ કોડ માં રહેતી આજ ટાઈટ જીન્સ અને ટી શર્ટ માં માદક, મોહક અને આજે પણ શરીર ને મેન્ટેન કરી સુડોળ ચંચળ રાખ્યું છે. તેના ગાલ પર વિદેશી હવા એ તાજગી નાજુકતા અને ગોળાપણા નો નિખાર વધારી દીધો છે. તેના લાલિત્ય માં ઓષ્ઠ મધુર વિણા નાં તાર ની જેમ મીઠા થયા છે, ટહુકો તેનો બદલાયો છે, ગુજરાતી સાથે હવે મીક્ષ ઇંગ્લિશ આવી જાય છે. તેના વક્ષ ના ભરાવે તેની ઉંમર ને ઢાંકી દે છે. ટાઈટ કપડા ના નિખાર તેના માં હજી વસંત જેવી જ તાજગી જણાય છે. શરમ હવે ઓછી છે પણ નજાકત આજે પણ કોલેજ કાળમાં હતી તેવીજ છે.

જુની યાદો લઈ આજ કૈવન સાથેની મુલાકાત માટે ઘણી આતુર થઈ ગઈ હતી. કૈવન પોતાના બાપદાદા ના બિઝનેસ ને પ્રગતિના પંથે લઈ ગયો છે. તેના પર અમીરાઇ અને સફળતા ના પેટ પર થોડા થર જામ્યા છે. તેને પણ આજ કોલેજ સમય પ્રમાણે ટી શર્ટ અને જીન્સ ના આશ્રિત થવા ને મુનાસિબ માન્યું હતું. કૈવન પોતાના રુઆબ નો બહુ ખ્યાલ રાખતો. તેના ઉચા ઊભા વાળ ઓળવા ની સ્ટાઇલ એજ હતી. તેના હાથ માં સ્ટીલ નું કડુ એજ હતું. તેના યૌવન ને હજી એટલી ધૂળ નહોતી ચડી ગઈ કે ખંખેરી ના શકાય આજ કૈવન પણ પોતાના મનમાં જુના અરમાન, જુની યાદો, અને જુના વાયદા બધું લઈ ને આવ્યો હતો.

ચહેરા એકમેક ની સામે આવતા ઘડી દો ઘડી બંને એ એક બીજા ના શરીર નું અવલોકન કર્યું. હસ્તધૂનન કરતા સામસામે બેસતા બંને એ એકબીજા ને મીઠું સ્માઈલ આપ્યું.

શાંત વાતાવરણ હતું. રેસ્ટોરન્ટ સવારનાં માહોલ પ્રમાણે શાંત હતી. ટેબલ પર થોડી વાર શાંતિ છવાયેલી રહી. મળવા આવતાં પહેલા કૈવને અને વિદિતા એ કેટ કેટલાય પ્રશ્ન વિચારી રાખ્યા હતાં, પણ હાલ બેઉ ની શુન્યમય અવલોકન બધું જાણે થંભાવી દીધું.

શું લઇશ વિદિતા? કૈવને મૌન તોડી વિદિતા ને સવાલ કર્યો.
કઈ પણ જે સારૂ હોય તે મંગાવી એ બાયધ વે મારે લાઈટ જોઈશે.

કૈવને વિદિતાના અંગઉપાંગ સામે જોઈ સ્મિત ફરકાવ્યું. હા એતો હું જોઈ રહ્યો છું. પહેલાં કરતા પણ ફિટનેસ હાલ સારી જણાય છે.

વિદિતા હસી પડી તારી નજર આજે પણ કાતિલજ રાખી છે કે? યુ આર એ નોટી બોય વિદિતાએ પ્રતિભાવ આપવામાં પાછી પાની ના કરી.

તારી વાત સાચી છે મે કઈ બદલ્યું નથી. જેવો હતો તેવો જ રહ્યો છું. હા નંદિતા સાથે મૅરેજ થયા પછી થોડો શાંત થયો છું.

શાંત!! વિદિતા એ આછું હાસ્ય રેલાવ્યુ. તને આપણાં સંબંધો માં તો કયારેય આ શાંત શબ્દ નહોતો જડ્યો?
વિદિતા એ અણગમો રજુ કર્યો.
અરે એ જીવનની શરૂઆત હતી, જવાની નો જોશ હતો, અને યૌવન નો નિખાર હતો. પામી લેવા ની ધેલછા હતી, મળે કેમ નહી એ સવાલ નો જવાબ હતો.
કૈવને પોતાના અંતર ની વાત કરતા વિદિતા તને થાય કે આપણે કદાચ ખોટું કર્યું હોય પણ તે સમયે તેજ યોગ્ય હતું. હું તને કયારેય ભુલી ના શકયો. એક મિત્ર હતી. કયારે પ્રેમ કરી બેઠા અને પછી તો મુક્ત યૈવનજ હતું ને?

યા... યા.. યુ આર રાઈટ બટ આજ પંદર થી સત્તર વર્ષ વિતી ગયાં છત્તા તે વિતાવેલ હોટલમાં ની યાદો સતાવે છે. જે મન થી નીકળી નથી. કૈવન તારાં સાનિધ્ય ને તારાં આક્રમક શરીરસુખે મારાં જીવન ને આજ ની તારીખે સંતોષ અને અસંતોષ ની ખાઈ ની વચમાં રાખી છે. હું.. હું.. ડિફાઈન્ડ નથી કરી શકતી કે શું યોગ્ય ને અયોગ્ય છે. નાજાયેશ ને મહત્વ આપી રહી છું કે સાચાં મારાં પાર્ટનર ને છેતરી રહી છું? વિદિતા એ મન ની વાત કૈવન ને કહીં દીધી. વિદિતા ના અંતરનો અસંતોષ નીકળ્યો.

હું પણ તને આજ દિલ ખોલી કહીં દવુ કે આજ સુધી નંદિતા સાથે ના સહવાસ માં મનમાં તુજ રહી છું. કારણ તે કોલેજ કાળમાં મળેલી એકાંત ને તારૂ યૌવન, તારાં શરીર ની સુવાસ મારાં દિલમાં ઘર કરી ગઈ હતી, અને છે. ખરૂ કહું કે વાસ્તવિક્તા અલગ છે. સહવાસ પછી પડખું ફરતાં એક દ્વેષ ઉત્પન્ન થાય છે, મન હલબલી જાય છે, અને હું છેતરતો હોવું તેવો આક્રંદ મન માં ઉદભવે છે. કૈવને તેના અંગત જીવનની કિતાબ ખોલી કાઢી.
થોડી વાર સાવ શાંતિ પ્રસરી ગઈ. એક બીજા ને નજરો અથડાતા ફરી વિદિતા એ રેસ્ટોરન્ટ ના ડેકોરેશન તરફ નજર ગુમાવી વેઇટરે ઓર્ડર પ્રમાણે વાનગીઓ પીરસીને રજા લીધી.

હજી પણ તું ય ભુલ્યો નથી? મને થયું સ્ત્રી ને આઘાત વધુ હોઈ શકે, કારણ તે સમયે મજા ધણી કરી છે તે મારી જોડે. મહીના માં બે ત્રણ વખત તો હોટલનાં રૂમમાં શાંતિથી બેત્રણ કલાક વિતાવતા. મને તે સમયે તને ના ગુમાવવું તેનો ડર રહેતો. કારણ તું કોલેજમાં હેન્ડસમ માં નંબર વનમાં આવતો. ઘણી બહેનપણી કહેતી મને એક વખત તો કૈવન ની હુફ લેવાદે ને!! આઇ નો કે તે સમયે તારી જોડે ઘણી યુવતી મારી જેમ તારી જોડે સંબંધ બાંધવા તૈયાર હતી. યુ નો તે નશો હતો. આજ કદાચ બેવકૂફી જણાય, પણ તે સમયે જરૂરિયાત હતી. સમય ની માંગ હતી. વિદિતાએ કોલેજ કાળને તજો કર્યો.

વિદિતા એ આજ ની મુલાકાત ને અંજામ આપતી હોય તેમ એક નિસાસો નાંખતા બોલી રહીં હતી. હું આજે તને દિલ થી નિકાળવા આવી છું. વેલ વર્ષો ટોરેન્ટો રહેતાં હું ઘણી ફોરવર્ડ થઈ ગઈ, પણ જુની યાદે મને સતાવે છે. કૈવન તને તે યાદો પાછી આપવા આવી છું. બીકોઝ હું મારાં પતિ ને છેતરી રહી છું. અંતર ના ઘૃણા ને દુર કરવા માગું છું. આટલા વર્ષો પછી તે દિવસો ની મજા ચેન થી જીવવા દેતી નથી. વિદિતા એ અફસોસ રજુ કર્યો.

તારી વાત નો હું પણ સ્વીકાર કરૂ છું. આપણે સ્વૈચ્છિક છુટા પડયા હતાં. તારાં લગ્ન નક્કી થતાં આપણે માતા-પિતા ને દુઃખ નહી આપવાનું નક્કી કર્યું હતું. વિદિતા તે સમયે આપણે હિંમત કરી હોત તો આ વેદના ના હોત. કૈવને વિદિતા ની વાત ને સહકાર આપ્યો.

હું સમજી શુક છું કે અંતરમાં પાપ હોય ને તો દુઃખ થાય. મે કે તે જ્યારે શરીરસુખ માણ્યું ત્યારે લંપટવેડા નહોતા. આજે સત્તર વર્ષે તે સાબિત થાય છે. મે નથી તારો કદ્દી દુરુપયોગ કર્યો, કે ના તે.
જે થયું તે સમય ના તકાદા પ્રમાણે હતું. હવે શું? કૈવન નો હવે શું વધું વેદના ઉત્પન્ન કરી રહ્યો હતો.

કેમ હવે શું? વોટ મિનીગ ફોર યુ? હજી કઈ બાકી છે? વિદિતા કૈવન પર જરાક તીરછી નજરે જોતી રહીં.

અરે ગલત મતલબ ના લે. વિદિતા હવે જે મનપટલ થી નિર્જર નથી થતું. તેને નિર્જરા કરવાં ની વાતજ છે. હું કે તું તે સમયે જો સમજયા હોત કે તકલીફ આખી જીન્દગી રહેશે તો આપણે સાથે હોત. અફસોસ કુદરત લક્ષ્મણ રેખા ની બહાર જનારને કંઈક અસંતોષ ના ખપ્પર માં ખુપાવી દે છે.

હું તને ભૂલવા માગું છું. પણ પથારી માં યુ નો તુજ આવી જાય છે આટલા વર્ષ પછી પણ!! ઠીક છે કૈવન જે થયું તે આપણાં હાથમાં નથી. તે પણ મને કયારેય લગ્ન પછી યાદ કરી નથી. ફરી આપણે આ જ શહેરમાં એક અજનબી બની જઈએ. કદાચ ભુલી શકીયે અને કદાચ ના પણ ભુલી શકીયે પણ આજ સુધી રાખેલ મર્યાદા નું પાલન જીવનભર કરીએ. વિનીતાના મુખ પર કદાચ ના મળ્યાં હોત તો સારૂ થાત નો ભાવ ઉપસ્યો. તેને મીટીંગ થી કઈ હાંસલ ના થયું. કયાંક ફરી પ્રથમ પ્રેમ ની હુંફ હલબલાવી ના દે અને જીવનને ડામાડોળ ના કરી નાખે. વિદિતા એ છેલ્લી મીટીંગ કહી વિદાય લીધી.

વિદિતા ગુમાવીને ગઈ. તેનાં યાદગાર પલ કાયમ ખુચતા. હવે તે કાંટા ની જેમ ચુભશે કારણ કૈવન પણ તેને જ યાદ કરે છે. તે સાંભળી તેના પ્રેમ ના તાર ને ઝણઝણાટી નું સ્પંદન થઈ ગયું. વિસરાયેલ યાદ તાજી થતાં ચાલતાં સંસાર કયાંક દાઝી ના જાય.
કૈવન થોડી વાર બેઠો એકલો એકલો મન થી મુશકુરાયો. મનમાં જ બડબડાટ કર્યો કરવટ બદલે નહી તો સારૂ!! અગન જ્વાળા ની હામ ભીડવાની તાકાત નથી. પણ હાસ્ય તો આજેય વિદિતા ભુલી નથી તેના નામ પર સમર્પિત હતું. રેસ્ટોરન્ટ માં થી તેને ય ઊંચા મને વિદાય લીધી. જાણે અધૂરી રહેલી મિટીંગ ફરી થવા ની તલાશ રહેશે.
જીજ્ઞેશ શાહ