daavpech books and stories free download online pdf in Gujarati

દાવપેચ

એમ્બ્યુલન્સ ની સાયરન ના અવાજો રસ્તા ઉપર કમકમાટી ફેલાવતા હતા. દોડાદોડ હોસ્પિટલ તરફ પ્રયાણ કરી રહી હતી. અચાનક વાતાવરણ બદલાઈ ગયું હતું. આંદોલન નું સ્વરૂપ બદલતાં વાર લાગી નહી, અને માનનીય ભૂતપૂર્વ પ્રધાન ના નેત્રુત્વ શંકરલાલા દસ્તક ની ધરપકડ થતા જ પોલીસ દેખાવકારો પર તુટી પડી.
બધાજ મોટા નેતા, મોટાં મળતિયા અને દલાલ પહેલાં નીકળી ગયા હતાં. માર તો પડયો ભાડે થી આવેલ બીચારા ભોળા લોકો. તેમને તો ખબર પણ નહોતી કે કોનાં માટે અને શેના વિરોધ કરવા અહીં રસ્તા રોકો આંદોલન માં આવ્યાં હતા.
શંકરલાલ દસ્તક તેમનો પી એ રમેશ રબારી, કારભારી રખોભા રાજપુત અને યુવા નેતા વિજય મેળ સહું ને પોલીસ પકડી મેજિસ્ટ્રેટ સાહેબ ના બંગલો લઈ ગઈ. જાણે પહેલે થી જાણ હોય તેમ નાસ્તા પાણી અને મીડિયા બધુ ત્યાં હાજર હતું, પોલીસ ની વાનમાં થી ઉતરતાં ની સાથે જ બુમો પડવા લાગી.
હમ તુમારે સાથ હે શંકરલાલ આપ આગે બઢો, જો હમશે ટકરાયેગા વો મીટ્ટી મેં મીલ જાયેગા.
શોર એટલો વધાર્યો હતો કે ગાંધીનગર બેઠેલ સરકાર હલી ઊઠે અને ફરી ચુંટણી આવે અને શંકરલાલ નવા મુખ્યમંત્રી ના શપથ લે. વાતાવરણ શાંત થતા મેજિસ્ટ્રેટ સાહેબે પક્ષકાર અને પ્રતિ પક્ષકાર ને સાંભળી જામીન આપી મુક્ત કરતા જજ સાહેબ ના બંગલા ના પ્રાંગણ માજ પ્રેસ કોન્ફરન્સ આયોજન કરી.
સરકાર ની ના કામયાબી, ગોટાળા ની હારમાળા ગણાવી અને આવી નિક્કમી સરકાર રાજ્ય ને નુકસાન કારક છે તે સાબિત કરતા રહ્યા, અંતે તેમને સરકારે કરેલા લાઠી ચાર્જ ની ઘોર નિંદા કરી અને જેને પણ ઈજા થઈ તેને મુઆવજા ની દરખાસ્ત કરી. નાસ્તા ની જયાફત માણી બપોર સુધી માં લીલા સમેટી ઘરભેગા થઈ ગયાં.
રમણ, કનુ કાણીયો, ને વિજા રમણ ની ઘરવાળી લોહી લુહાણ હાલત માં હોસ્પિટલ પહોંચ્યા. પોલીસ હોસ્પિટલ ના દરવાજા આગળ ધરપકડ કરેલા દરેક ને ધમકાવતી હતી. હવે જો અહીં દેખાયા ને તો તમારી ખેર નહી, કહી હડસેલી ફેંકી ને રવાના થઈ ગઈ. રમણ ના માથા માં દંડા ના માર થી લોહીલુહાણ થઈ ગયો હતો, વિજા તેના પાલવ થી ધાવ ને દબાવી બેઠી હતી. તેના ઉદર માં બે મહીના નુ બાળ હતું, તેના નાનકા ને જે ફુટપાટ રહેતાં ત્યાં જ મંગુ ડોશી ભીખ માંગતા, તેની જોડે મુકી ને આવી હતી.
ત્રણ દિવસ થી દાળી એ કામ મળ્યું નહોતું ઘરમાં અન્ન નો એક દાણો નહોતો, કનુ કાણીયો થાય આમ ગામ નો જમાઈ અને અહીં શહેર ના આ ઓટલા ઉપર નો પડોશી. એને શહેર ની ગતાગમ હતી, તેને કોઈ એજન્ટ ને મેળાપ થયો, જાતે નીચલી કોમ નો પણ બુધ્ધિ તેનાં બાપ ની. સાહેબો ને શેઠ ની પાસે કેમ નું કામ કરાવું તે જાણતો .
એજન્ટે ૨૫ માણા લઈ આવે તો આવનાર ને ૨૦૦ અને દરેક માથા દિઠ કનુ કાણીયા ને ૫૦ મળે. કનુ ની એક આખ કામ કરતા કુટી ગઈ હતી, કાયમ તે આખ ઉપર પડદી પાડી રાખતો. બધાને પૈસા ની જરૂર હતી, બસ આ લાલચ બધાં ને આ રસ્તો રોકો આંદોલન માં લઈ આવી, અને રમણ જીવન મરણ ના ઝોલે ચઢી ગયો વિજા ભણેલ નહીં વળી શહેર નુ જ્ઞાન નહીં, તેને મન તેનો ધણી તેજ વિશ્વ!! અને નાનકો તેનો પ્યારો.
હાલતો વિકટ પરિસ્થિતિ ઉભી થઈ પોલીસ હોસ્પિટલ માં દાખલ કર્યા વગર જતી રહી, હોસ્પિટલ નો સ્ટાફ પોલીસ આવે તો સારવાર કરીએ તેની જીદે ચઢ્યો હતો.
અહીં જીવની કોઈ કિંમત નથી. તમે એક દર્દી બની જાવ છો તમારૂ કોઈ અસ્તિત્વ નથી, તમે એક દૈનિક રિપોર્ટ મા જીવિત છો, તેની નોંધ થાય છે. તમારી પર લગાવેલા મશીન ની નોંધ કરવામાં આવે છે, તમે ફકત તન લઈ આવો છો, અહીં તમારે રમકડાં બની જતા વાર નથી લાગતી. ડોક્ટર ના સફેદ કોટ માં રહેલ અંતર માં થી ક્યારેક અવાજ સરકારી હોસ્પિટલમાં નીકળે તો શકય છે, કે દર્દી બચી શકે ,બાકી અહીં મોત નો ના વિવેક છે. ના મલાજો જળવાય, કે ના આદર!
રમણ ધીમે ધીમે શબ બની રહ્યો હતો. વિજા ચિત્કારતી હતી કોઈ સહાય કરવા તૈયાર નહોતું, વિજા ને પોતાને વાગ્યા નો દુખાવો નહોતો, તેને વાગેલા ની જગ્યા એ ઢીમચા લાલ ટેસી ઓ થી છલકાઇ ગયા હતા. સખ્ત મહેનત કરી કસાયેલું તન કાળુ અને મેલ ખાઉ બની ગયું હતું કયાંક મચ્છર ના ડંખ ને કારણ ઢીમચા થઈ ગયા હતા. તેના વેહ માં બ્લાઉઝ ચણીયો અને ઓઢણી માથા થી કેડે ફીટ કરેલ હતો. તેના હાથ બરછટ અને જાડા થઈ ગયા હતા. તેના દેહ માં જીવ રહી શકે એટલી જ કાયા હતી. જાણે કુપોસણ નો જીવતો દાખલો.
કનુ કાણીયો હોસ્પિટલમાં દોડાદોડ કરી મુકી કોઈ હાથ જાલવા તૈયાર નહોતું, પોલીસ આવવા તૈયાર નહોતી. એજન્ટ તો ફોન સ્વિચ ઓફ કરી ઘરે આરામ ફરમાવતો હતો.
અંતે કનુ કાણીયો સમજી ગયો હતો કે રમણ હવે નહી બચે, તેને જોયું કે મિડિયા ના માણસો આમતેમ ફરતા હતા એમાંથી કાકલૂદી કરી પત્રકાર ની મદદથી રમણને દાખલ કરાવ્યો. મજા ની સ્ટોરી સસ્તાં મળી ગઈ, તમને બધી જ જાણકારી આપી નેતાઓ ની પોલ ખોલી દઈશ પણ પહેલા સાહેબ ઓળખાણ લગાડી આને દાખલ કરવા માં મદદ કરો ને. ઉજાલા ચેનલ ના પત્રકારે મદદ કરતા હોસ્પિટલમાં દાખલ થયો.
રમણ નું મોત થઈ ગયું હતું. દાખલ કરવામાં સમય જતા રમણ ના શરીર માં થી ઘણું લોહી વહી ગયું હતું. વિજા રડતી રહી, કનુ કાણીયો આખો માં ઝરઝરીયા આવી ગયાં, તેને ક્યાં રોકાવાય તેને બીજો તખ્તો ગોઠવણ કરવી પડે તેમ હતી. કનુ કાણીયા ને બદલો લેવા કરતા મોકા નો ફાયદા માં રસ હતો. સાથે મદદ તો ફરજ હતી.
ન્યુઝ મિડિયા ના કેમેરા સામે અબલા નાર વિજા ને ખડી કરી દીધી. વિજા ને શીખવાડ તો ગયો. હું કહું તેમ કહીશ તોજ આ લોકો રમણ નો મૃતદેહ આપશે, માટે હું કહું તેમ તું કરજે. વિજા ને મન હવે કઈ રહ્યું નહોતું. વિજા વિચાર ના વમળ માં હતી, તેના આંસુ રોકે રોકાતા નહોતા, તેના આક્રંદ આસમાન ને પણ હચમચાવી દીધા'તા. હવે જીવતો ધણી ના મળે પણ મરેલો ધણી પણ નહી આપે? તેની વેદના અપરંપાર હતી, વેદના ના સમુદ્ર મા સંપૂર્ણ ખુપી ગઈ હતી. તેની મદદે કનુ કાણીયા સિવાય કોઈ નહોતું.
ઉજાલા ન્યુસ રીપોટર ને એટલું સમજાવી શકી કે અમને પૈસા આપી ને લાવવાં માં આવ્યા હતાં, અમે નીચલી કોમ ના હોવાથી અમારી જોડે સરકારી હોસ્પિટલમાં ભેદભાવ કરવા માં આવ્યો. અને તેમાં મારો ધણી મરી ગયો!
હું કોના સહારે જીવવું, તેના સવાલ નો જવાબ ત્યાં ઉપસ્થિત માં થી કોઈ જોડે નહોતો.અરેરાટી છુટી જાય સાંભળતા તો એકલી વિજા કેમ ની જીન્દગી પસાર કરી શકશે? રસ્તે રખડતી અબલા, તેના ઈજાગ્રસ્ત પતિ ને બચાવી ના શકી.
વાત વાયુ વેગ ફેલાઈ. નીચલી કોમ નું નામ પડતા કોલાહલ થઈ ગયો. ઠેર ઠેર સંગઠન દેખાવ કરવા ઉતરી પડ્યા હતાં. બીજા દિવસે એક બાજુ ન્યઝ ચેનલો એ રમણ ના સમાચાર આપતી રહી.
પોલીસ નું દમન સરકાર ની ઉપેક્ષા અને શંકરલાલ ના એજન્ટ ના ધંધા બતાવતું રહ્યું.
કનુ કાણીયો તેની આવડત થી રમણ નું શબ લઈ આવ્યો. તેને અને વિજા એ મળી અગ્નિદાહ દીધો. રમણ પંચમહાભુત માં વિલીન થઈ ગયો. અચાનક ઉહાપોહ થી સરકાર હરકત મા આવી ગઈ. દરેક સરકાર જાણે છે, કોમી ને પહોંચાય પણ જાત વાદ ને નહીં પહોંચી શકાય, તુરંત તપાસ કરવા ના આદેશ જાહેર થઈ ગયા. ઈજાગ્રસ્તોને ૫૦૦૦૦ અને મૃતક ને ૧૦૦૦૦૦ ની સહાય ની સરકાર શ્રી તરફ થી જાહેરાત થઈ ગઈ.
સાથે સાથે શંકરલાલ દસ્તક પર પણ ભાડૂતી માણસો લાવી તોફાન કરાવ્યા નો આરોપ મુકાયો. અને પાંચ પોલીસ વાળા પણ ઈજા ગ્રસ્ત થયા એવું જાહેરનામું બહાર પડી ગયું.
વિજા ફૂટપાથ પર તેનો સામાન સમેટી રહી તી, ત્યાં પોલીસ ની વાન આવી અને વિજા ને લઈ ચાલવા માડી. કનુ કાણીયા ને તો પહેલેથી પોલીસ શોધી લાવી હતી. ઉપર થી સરકાર ને અસર થાય તેમ હતું પોલીસ ઉપર પ્રેસર વધી ગયું હતું.
આજ ગૃહમંત્રી એ લાઠીચાર્જ નો હુકમ આપનાર ડી એસ પી ને ફરજ પરથી બેદખલ કરી દિધા હતા. બીજા ઈજાગ્રસ્તોને કઈ તકલીફ છે કે નહી તે જોવા સ્વાસ્થ્ય મંત્રી હોસ્પિટલ માં આટો મારવા આવી પહોંચ્યા.
આ બધી ઘટના માં કનુ કાણીયા એ એજન્ટ નું નામ અને ઠેકાણા આપતા સરકાર પગલા ભરવા તત્પર થઈ ગઈ. તુરંત ધરપકડ કરવા માં આવી. અને જેમ બને તેમ પ્રજા અને નીચલી કોમ ના લોકો ને જણાય કે પગલા લેવાયા છે, તેમ દર્શાવી શકાય. પોલીસ ને દમન કરવાનું ગૃહમંત્રી નુ જ સુચન હતું અને આજ સંકેલવાનુ પણ તેમનુજ સુચન હતું
પોલીસ સ્ટેશને વિજા પર પોલીસ રોફ થી ડર બેસાડવા માગતી હતી.
તારું નામ બોલ.
સાહેબ વિજા
કયાથી આવ્યા છો?
ગોધરા ની છેટે રકનપુર થી એન પર આવ્યા હે.
શું ભણી છું?
નથ ભણી!
અહી કેમ આવી તું?
સાહેબ રોજીરોટી માટે.
વધુ કડકાઈ થી આ બધુ શું માંડ્યું છે? હેં ચેનલ વાળાપાસે કેમ ગઈ તું? ભાન પડે છે?
ના સાહેબ.
કોણે તને કિધું? બોલ કોણ હતું?
સાહેબ કનુભાઈ લઈ ગ્યાતા.
તે ભુતડી તારા માં બુધ્ધી નથી? જમાદાર તાડુકયો
ના સાહેબ.
જો તને કહી દવું આજ પછી આ શહેર માં દેખાવી ના જોઈએ, તને બસ માં ચઢાવી દે છે. કનુ તું પણ જા તમે તમારા ગામડે જતા રહો, અને પાછા અહી ડોકાતા નહીં.
હવે વારો કનુ નો હતો જમાના નો ખાધેલ હતો, તેને શહેર ની હવા માફક આવી ગઈ હતી. સાહેબ સરકાર ના જાહેર કરેલા પૈસા લેવા તો રોકાવું પડશે ને! વિજા એ હાકારો ભર્યો .
વિજા બોલતી રહી સાહેબ બે ટંક ચાલે એટલા તો અપાવવી દયો, વિજા ને એક લાખ એટલે કેટલા તેની પણ જાણ નહોતી, તેને મન એક લાખ માં બે ટંક ભેગી નહી થઈ શકે તેમ માનતી હતી.
આવી કરુણતા માં આજ પણ ભારત દેશ ચાલી રહ્યો છે. હવે આ શહેર છોડી દો તે સાંભળી હૈયા મા ફાળ પડી હતી તેને તેના ધણી વગર જીવન અંધકાર હતું
ઓય ૧ લાખ તો મળે છે ને! તને પૈસા કેટલા તેની સમજ છે કે?
ના નથ ખબર સાહેબ
તો કેમ ની બકે છે?
તને પૈસા ગણતા નથ આવડતું?
ના સાહેબ મારે ક્યાં ગણવા ના, ઇ તો ઈ કરતા મને કાઈ ના ખબર પડે. પછી મન માં બબડી હવે ખબર પાડવી પડશે.
કનુ વચ્ચે પડયો સાહેબ એ છોડો હું સંભારી લઇશ. સાહેબ પૈસા નો બંદોબસ્ત થાય તો જઈ એ. કાયમ ને માટે અલવિદા હો કે
. વિજા ફરસ પર ધુધટો તાણી ને બેઠી છે, તેને હાલ શું કરવાનું છે તેનો ખ્યાલ નહોતો, અને હવે શું કરશે, તે પણ ખબર નહોતી. ત્યાં સુધી માં ઉપરના સાહેબ ને ફોન કરતા સહાય રોકડ માં આવી ગઈ.
સરકાર ને ઝડપથી વિજા અને કનુ કાણીયા ને શહેર થી દુર કરવા હતા.
કનુ કાણીયો વિજા અને નાનકા ને લઈ બસ પકડી શહેર ને સદા ને કાજે અલવિદા કરી! વિજા યાદો મા દુખ સિવાય કઈ લઈ ના શકી. શહેર ના સમણા ઘાતક રહ્યા.
સમાચાર માં વળાંક નવો આવી ગયો હતો. રમણના નામના બેસણા સરકાર ના મળતિયા રાખવા માંડ્યા હતાં. શંકરલાલ ઉપર સરકારે દબાણ વધારી એજન્ટ, પી એ અને યુવા નેતા વિજય મેળ ની ધરપકડ કરી દીધી હતી.
અહીં મરેલ રમણ બદલાઈ ગયો હતો. વિજા સરકાર તરફ થી બોલતી નવી આવી ગઈ હતી. ઉજાલા ચેનલ ના વિડિયો માં ચહેરો ફોટોગ્રાફી થી બદલાઈ ગયા હતા. ચેનલ વાળા સહું ગુનેગાર વિપક્ષ ના પ્રમુખ શંકરલાલ ને ચિતરતા રહ્યા. બાજી ઊલટી પડી ગઈ હતી.
રમણ ના નામે સોગઠી માં સરકાર જીતી ગઈ હતી. છેલ્લી માહિતી એ હતી કે વિજા ને બે ટંક ખાવા પૈસા આપી કનુ કાણીયો બધા પૈસા લઈ ફરી શહેર માં ફરતો થઈ ગયો હતો. હવે કનુ કાણીયા પાસે શહેરમાં ઓરડી હતી. પોતે સાહેબો ને મળી એજન્ટ બની બેઠો હતો.
વિપક્ષ ને કઈ ગુમાવા નું નહોતું તેને સરકાર પડી જવા નો ક્યાં ડર હતો. સરકાર શ્રી ને ફાયદો હતો એક જાતી ના લોકો તેની ઉપર ભરોસો કરશે. તેને મન મહત્વ નું હતું, બધા ને દાવપેચ માં લાભ થયો હતો.
ગુમાવ્યા નો વારો વિજા નો હતો. વિજા ના હવે કોઈ સમાચાર નહોતા. આવા તો કેટલાય છે જેના પર રાજકારણી તેમનાં રોટલા સેકતા હોય છે.
જીજ્ઞેશ શાહ
નોંધ: આ એક કાલ્પનિક વાર્તા છે. કોઈ પાત્ર કે પ્રસંગ ને અંગત ના માની લેવા વિનંતી. અહીં દરેક કોમ અને જાતી નું સન્માન કરવા માં આવે છે. જય હિન્દ.
જીજ્ઞેશ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED