Daughter books and stories free download online pdf in Gujarati

દીકરી

દીકરીના જન્મ નાં સમાચાર નાગેશ ના જીવનમાં નિરાશા ના વાદળ છવાઈ ગયા હતાં. કેટ કેટલી માનતા માની હતી, પ્રથમ દીકરો અવતરે તેનાં માટે!! દોરાધાગા કર્યા, ‘કહે એટલા પથ્થર' પુજીને ભગવાન, દેવો, કુળદેવી અને ગુરૂ ની પાસે જઈને આર્શિવચન લઈ આવ્યાં હતાં. છત્તા કુદરતે જે બીજ નું અવતરણ કરેલ તે દીકરી હતી.

નાગેશ ના લગ્ન ને ત્રણ વર્ષ થયાં હતાં. સુમિત્રા નિરાશ હતી. જાણે તેને દીકરીનો અવતાર આપી ગુનો કર્યો હોય તેમ મન ને કોશી રહી હતી. હાલતો તેને ધ્યાન પોતાનું અને બાળા નું રાખવાનું હતું, પણ તેને ચિંતા રૂમ ની બહાર હોસ્પિટલ થી દુર તેના પોતાના ઘરનાં લોકો ની અને નાગેશ ની ચિંતા હતી.

કેમ આવુ? શું વાંક?
સુમિત્રા નિરાશ હતી. તેનું કારણ તેના જન્મ ની સાથે જોડાયેલ છે. જ્યારે સુમિત્રા જન્મી હતી ને ત્યારેય આજ દશા હતી. આવીજ હોસ્પિટલમાં તે પણ જન્મી હતી. અને તે સમયે તેના પિતા કમલેશભાઈ ના આજ હાલ હતાં જે નાગેશ ના છે. અને આજે આજ પરિસ્થિતિ અહીં ઊભી થતા તે નારાજ હતી.

હા કમલેશભાઈ ના ઘરે પછી બીજો દીકરા નો જન્મ થયો, અને ઘરમાં તો રોનક આવી ગઈ. ધામધૂમ થી ઉજવણી થઈ. જમણવાર રાખવામાં આવ્યો, અને ઘરમાં ખુશીના અનેરા વાતાવરણમાં સુમિત્રા નાનકડી બે વર્ષ ની પણ ખુશખુશાલ હતી. તેને તેની મમ્મી આશાબેનને પૂછ્યું હતું, તેની કાલી ધેલી ભાષામાં હું આવી ત્યારે આમજ બધા આવ્યા હતા? આશાબેને ટપલી મારી ખોટી હા કહી, મનમાં માતૃત્વ કરતાં સ્ત્રી હોવાનો ગુનો કર્યો હોય તેવો ડંખ લાગ્યો. અને તે પણ હસતા હસતા.

લાડ બંને ને થતા મિહિર ને વધું અને સુમિત્રા પાછળ રહી જતી. ડીસીપ્લીન, માન સન્માન ભાષા આમાન્યા બધુજ સુમિત્રા ના ભાગમાં આવતું. બીન્દાસ બેફિકર રફ ભાષા ઉછાંછળાપણું કડવાશ પૈસા ઉડાવવા આ બધું મિહિર ના ભાગમાં હતું, અને ભોગવવાનું કમલેશભાઈ ને હતું. છતાં પાનો ચડાવતા રહ્યા. સુમિત્રા ભણવામાં આગળ નીકળી ગઈ. કમલેશભાઈ એ પગ ભર ઊભી રહે તેમ કરી અને સુમિત્રા આઇ ટી એન્જિનિયર બની ગઈ. મિહિર કમલેશભાઈ ના બિઝનેસ માં જોડાયો.

સુમિત્રા ના યોગ્ય મુરતિયો મળતાં નાગેશ જોડે તેના લગ્ન થઈ ગયાં. કરિયાવર માં કમલેશભાઈ અને આશાબેને ઢેર સારો પ્રેમ સાથે સોના ના સેટ ને ચાંદી ના વાસણો ને બધું આપ્યું હતું ,પણ જે ના નીરખાતુ સુમિત્રા લઈ ને ગઈ તે કોઈ ને ખબર નહોતી તે ખુદ સુમિત્રા પણ જાણી શકી નહોતી.

સંસારના લેવા અને દેવા ના કાટલા અલગ હોય છે. માતા પિતા દીકરો અને દીકરી ના ઉછેરમાં ખામી નથી રાખતા પણ એક સ્વભાવગત કંઈક અંશે પુરૂષ નો ડર સ્ત્રી ને કાયમનો મનમાં આવી જતો હોય છે. દીકરી નાની હોય ત્યારે પિતા ને જોઈ તેનામાં કઈ ખોટું ના થાય તેનો ડર સદા રાખતી હોય છે. પપ્પા ને ભાર ના પડે ખર્ચા બહું ના કરાવે કે દીકરી પપ્પા ને દરેક વાતમાં ખુશ રાખવા પોતાની ઈચ્છા પોતાની ભાવના દબાવી પપ્પા કહે તેને વધાવી લેતી હોય છે. તેને પિતા સાથે પ્રેમ છે પણ તેમાં થોડો ડરનો ભાગ હોય છે, જે જતાવાતો નથી તે સ્વાભાવિક હોય છે.

દીકરી કાયમ પિતાની છત્રછાયા માં રહે છે પણ સાથે મનથી પિતાના ગુસ્સા નો ડર સતાવે છે તેને ધીમેધીમે મન ને મનાવી લે છે કે પિતા કહે કે ભાઈ કહે તે માનવાનું અને તેની આજ્ઞા માં જીવવાનું.

આ માનસિકતા પિયરથી સાસરે જાય છે. ને દીકરી તે સાથે લઈને જાય છે. લગ્ન પછી તે પતિ નાં પડયા બોલ તેની જાત ખર્ચી ને પણ નિભાવે છે. પિતા તો વડીલ હતાં જન્મ દાતા હતાં તેમની વાતનો વિરોધ ના કર્યો. તોય તે પ્રથા ચાલુ રહે છે.

નુકસાનકર્તા રીવાજો કે સ્ત્રી સ્વાતંત્ર્ય ની વાતો ને અસર કરતી માન્યતાઓ સ્વીકારી લીધી છે.

દીકરી આજ સમોવડીયા પતિ ની સામે પણ તેની એજ પરિસ્થિતિમાં રહી ગઈ. તેના બોલ તેની સંવેદના તેની વાચા અકબંધ પુરી જીન્દગી વિતી જાય ત્યાં સુધી આણા ના જેમ દર દાગીના કબાટ માં પડ્યા રહ્યા તેમ તેની આશા પણ પડી રહે છે.

આજ વર્ષો પહેલા તેના પિતા નિરાશ હતાં. આજ તેનો પતિ નિરાશ છે. તે ત્યાને ત્યાં જ છે. ગઈ કાલે તેની મમ્મી આશાબેન હતાં આજ તે પોતે સાક્ષાત દીકરી ને જન્મ આપ્યા પછી એજ પરિસ્થિતિમાં છે.

આ ભારત દેશમાં દોસ્તો જયા નારીશક્તિ ની વાતો થાય, દેવી ઓ પુજાય, દરેક ઘરમાં કુળદેવી હોય, પણ એક દીકરી કોઈ ને ખપતી નથી!!

માનો યા ના માનો મનથી દીકરી તો સાપનો ભારો કહી છે, અને કહેતા રહ્યાં છે. સુમિત્રા ઘરે પહોંચી, કોઈ દરવાજે આરતી માટે નહોતું મીઠો આવકાર નહોતો કમલેશભાઈ અને આશાબેન પણ નિરાશ હતાં, કારણ નાગેશ નિરાશ હતો.
સુમિત્રા ને તો જીવ થી વહાલી દીકરી હતી તેને મનથી ગાંઠ બાંધી જે તકલીફ મને અંતરમાં પડી તે મારી અવતરેલી દીકરીને તો નહીં પડવા દવુ. હા કારણ દીકરી તો વહાલ નો દરિયો.
સંપુર્ણ
જીજ્ઞેશ શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED