વિખરાયેલા મોતી મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિખરાયેલા મોતી

“વિખરાયેલા મોતી”


'મહેનત જિંદગીને સરળ બનાવે છે'



આ જગતમાં ઘણા બધાં મનુષ્ય પોતાની આવડત પ્રમાણે મહેનત તો કરે છે પરંતુ ઘણીવાર એવું બને છે કે તે પોતે પોતાની મહેનત પ્રમાણે સફળતાં મેળવી શકતાં નથી. આથી મનુષ્ય મનને દુઃખ પહોચે છે અને મનમાં નકામાં વિચારો જન્મ લે છે. તેને તેમાથી બહાર નીકળવાં માટે થોડાં સમયની રાહ જરૂર જોવી પડે છે. દરેક મનુષ્યએ આનાથી દુઃખી ના થઈને પોતે સંતોષ રાખીને બીજી વાર મહેનત ચાલુ રાખવી જોઈએ અને તેણે જીવન પર્યાય મેહનત કરતું રહેવું જોઈએ.


અત્યારનાં સમયમાં મનુષ્યનાં ખરાબ કર્મો ને લીધે પંખીઓને માળાઓ કરવા માટે કુત્રિમ મકાનોની જરૂર પડે છે. કારણ કે હવે મોટાં ભાગનાં જંગલો, વુક્ષો અને ખેતરોને મોટાં મોટાં કોંક્રિટનાં જંગલોમાં બદલી દેવામાં આવ્યાં છે. વૃક્ષોને તો આ માણસોએ બેફામ પણે કાપી લીધાં છે, તો હવે આ પંખીઓને રહેવાં ક્યાં જવું.


તેવી જ એક નાની અને સુંદર વાર્તા છે બે પંખીઓની, જે કદીય મહેનત નથી છોડતાં અને જીવનમાં પરિવર્તન લાવીને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે.


એક પંખીડાને ઘણી વેદના હોય છે. પરંતુ તે પોતે કહી નથી શકતાં. તેણે હંમેશાં મનુષ્યનાં 'ભણકારા' લાગતાં હોય છે. હંમેશાં શાંત બેઠેલા પંખીઓને મનુષ્ય સતાવતાં હોય છે. પરંતુ મનુષ્યએ આવાં ખરાબ કાર્ય ના કરીને સામેથીજ બીજાની વેદનાઓને સમજી જવું જોઇએ. પરંતુ મોટા ભાગનાં મનુષ્યને કોઈ બીજા માટે સારી ભાવનાઓ હોતી નથી, બસ તે જીવે છે ફક્ત પોતાના મોજ અને શોખ માટે.


વંસત ઋતુની શરુંઆત હતી, એક કબૂતર અને કબૂતરી બંને સાથે રહેતાં હતાં. તે બંનેએ એક ઘરની ઓસરીમાં ઉપરની જગ્યાએ માળો બનાવવાનો વિચાર કર્યો. કારણ કે તે પોતે ગર્ભવતી હતી. આથી બંનેએ તે જગ્યા ઉપર માળો બનાવવાનો ચાલુ કરે છે.


કબુતર એક એક તરખલાઓ પોતાની ચાંચ વડે ઘરની ઓસરીમાં લાવે છે. ઘણાં બધાં તણખલાઓ નીચે પડી જાઈ તો કબુતર પાછાં નવા લઈ આવે. આમાં રોમાંચક વાત તે હતી કે કબુતર એક એક તરખલાઓ લાવે અને તે બીજા તરખલાઓ લેવા જતો રહે અને ત્યાં સુધીમાં કબુતરી તે તણખલાને સરખી રીતે ગોઠવણી કરીને અને ગુંઠીને માળાનું સર્જન કરતી.


એક વાર તે ઘરનાં માણસની નજર તે માળા પર પડી એટલે તેણે માળાને જોયો, હજી માળો નાનો જ હતો એટલે તેણે માળાને નીચે મુકી દીધો અને તે જગ્યા સાફ કરી દીધી.


બીજા દિવસે સાજે નોકરી પરથી આવીને તે માણસ જોવે છે તો તે બંનેએ પાછો તે જ જગ્યા ઉપર નવાં તરખલાઓથી માળો બાંધી દીધો હોય છે. આમ તેણે એક વાર મહેનત કરીને માળો તો બાંધ્યો હતો અને બીજી વાર વિખરાયેલો માળો જોઈને પાછી મહેનત કરીને માળો બાંધી દે છે. આ જોઈને તે માણસને પણ આશ્ચર્ય થાય છે કે બંને પંખીઓની અદભૂત મહેનત અને સંપ છે અને તે માળાને હાની ના પહોચાડી ને ત્યાં જ રહેવા દે છે.


આથી એક માળો વિખરાઈ જાય છે તો તેને બનાવતાં સમય અને મહેનત લાગે છે. આમ જોઈએ તો મનુષ્ય હોય કે પંખી હોય જો મહેનત કરે તો સફળ જરૂર થાય છે.


આમ,


વિખરાયેલા મોતી છે,

એક થતાં વાર લાગે છે,

વિખરાયેલી જિંદગી છે,

એક થતાં વાર લાગે છે,

છે જિંદગી આવીજ કઈક,

સવારતાં પણ વાર લાગે છે,

જો હોય સમય અને સમજણ,

તો એકજુથ થતાં ક્યાં વાર લાગે છે.


જ્યારે આપણું જીવન છુટા છવાયાં પડેલાં મોતીઓની જેમ વિખરાય જાઈ છે તો તેને ધીરે ધીરે એક એક મોતીને લઈને પાછું સવારવું પડે છે. આ માટે થોડો સમય અને સમજદારીથી કાર્ય કરવું પડે છે.

"સરળ જિંદગીને આપણે સારાં કર્મ ના કરીને મુશ્કેલી ભર્યું બનાવીએ છીએ"



મનોજ નાવડીયા

Manoj Navadiya

E mail: navadiyamanoj62167@gmail.com