The art of interest books and stories free download online pdf in Gujarati

રસની કળા

રસની કળા


'પરીવર્તનજ જીવનમાં ઉત્સાહ આપે છે'


દરેક મનુષ્યએ પોતાનાં જીવનમાં ઘણીવાર નીરસ જીવનનો અનુભવ કર્યો હોય છે. હમેશાં દરેક મનુષ્યને કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુઓ પ્રત્યે અને પોતાના કાર્યોમાં ફક્ત થોડા સમય માટે જ રસ જાગૃત થતો હોય છે. થોડા સમય પછી તેને તે અપ્રિય અને અણગમો વ્યક્ત થવાં લાગતો હોય છે.


જો મનુષ્યને એક જ જાતનું ભોજન વારંવાર આપવામાં આવે તો તેને તે પછી ભાવતું નથી. જો ભોજનમાં પરિવર્તન અને બદલાવ ના કરવામાં આવે તો તેને અપ્રિય લાગવાં માંડે છે. પણ જો નાનુ પરિવર્તન અથવા બદલાવ કરવામાં આવે તો તેને તે ભોજનમાં રસ લાગે છે.


જો મનુષ્ય એકજ જાતની રમત વારંવાર રમે તો તેને પછી તે રમવી ગમતી નથી. પરંતુ જો બીજી જુદી રમત રમે તો તેને એક નવો રસ અને આનંદનો અનુભવ થાય છે. કારણકે તેને તેમાં બદલાવ કર્યો છે.


"બદલાવથી પહેલા દુઃખ અને પછી સુખ આવે છે"


આમ એક જ વસ્તુઓ જોઈને અને અનુભવીને મનુષ્ય મન ઠાકી જાય છે. આથી આપણાં મનમાં રહેલી એક રસકળાને જાગૃત કરવાં માટે અને તે રસને જાળવી રાખવાં માટે દરેક બાબતમાં પોતે પરિવર્તનશીલ બનવું પડે છે. પરીવર્તન એટલે પોતે જાતે પોતાના રસને જાગૃત અને ઉત્સાહને જાળવી રાખવાં માટે થોડા થોડાં સમયે તેને પોતાના કાર્યામા બદલાવ કરવાં પડે છે.


આ રસ કળા ને જાળવી રાખવા માટે મનુષ્યએ પોતાનાં જીવનમાં અત્યંત રુચિ લેવી પડે છે અને તેને ગમતાં સંગીતને સાંભળવું, રમત રમવી, કુદરતી દ્રશ્યને નિહાળવાં, ભાવતું ભોજન કરવું અને સાહીત્યનું વાંચન અને લેખન કરવું જોઈએ. આ દુનીયામાં આવાં ઘણાં બધાં ઉપાયો છે જેના વડે તે આ રસની કળાને જાળવીને રાખી શકે છે.


"નાના પરિવર્તનથી નિરસ જીવનમાં રસનો જન્મ થાય છે"


એક સંજયભાઈ નામનાં યુવાન માણસ હતાં. જે પોતે સયુંક્ત કુટુંબમાં રહેતા હતાં. પોતે એક કપડા બનાવવાની મીલમાં કામ કરતાં. તે કામ કરવમાં બહુ ઝડપી અને તલ્લીન રેહતા. તેને જો કોઈ પણ કામ આપવામાં આવે તો તેને તે પુરુ કરીને જ ઝંપતા. મતલબ કે તેન કામ પુરુ કરવામાં ઘણો રસ રહેતો. પરંતુ બધાના ભાગમાં સુખ અને દુઃખ હોય છે. તેના દુઃખનું એક કારણ હતું કે ઘરે આવે એટલે તેને કોઈ કામ કરવામાં રસ ના જાગે. તેને મનમાં કોઈ પ્રકારનો ઉત્સાહ ના રહે. તેને પોતાનું જીવન નીરસ લાગતું.


આ વાતમાં આપણે બધા લોકોને એક સંદેહ જાગતો હોય છે કે આવુ તો કેમ કે મીલમાં રસ જાગૃત રહે અને ઘરે નહી. પણ આનો સીધો મતલબ એ છે કે મનુષ્ય મન આપણા વશમાં નથી રહેતું. મનુષ્ય મન સ્થિર નથી રહેતું. આપણું કોઈ પણ કામ કે કાર્ય એ રસની કળા સાથે જોડાયેલ હોય છે. સંજયભાઈને મીલમાં રસ વાળુ કામ મળી રહે એટલે તે કામમાં વ્યસ્ત રહેતાં અને ઘરે કોઈ કામ ના હોય, ઘરે કોઈ કામ કરવાં જેવું મળે નહી અને સમય પસાર ના થાય. આથી તેને ઘરમાં ઉત્સાહ ના રહેતો.


એકવાર સંજયભાઈ પોતાનાં ઘરનાં પરિવારના સ્ત્રી સભ્ય શું કામ કરે છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને તેને એક દિવસ જોયું કે તેના બાં ઘરની રસોઇ બનાવી લે છે અને તેની પત્ની ઘરનાં સફાઇ કામ જેવાં કે કચરા-પોતા અને કપડા ધોઇ નાખે છે. બીજા દિવસે તે બંને કામની અદલા બદલી કરી લે છે. મતલબ બા કચરા-પોતા કરે છે અને ઘરવાળી રસોઇ બનાવી લે છે. અર્થાત્ આના કારણે તેના કામમાં વ્યાકુળતા કે નિરાશા નથી જન્મતી. પોતાનાં કામમાં પરિવર્તન કર્યા કરે છે. આથી નિરંતર રસ જળવાઈ રહે છે.


"કોઈ પણ કાર્ય કરવા માટે મનમાં ઉત્સાહ પ્રેરણાસ્રોત બને છે"


આ જોઈને સંજયભાઈ પણ મીલ માથી ઘરે જાય ત્યારે કોઈનાં કોઈ કામ હાથ માં પકડી લેતાં અને કામ કર્યા કરતાં એટલે મનમાં રસ અને ઉત્સાહ જળવાઈ રહેતો. આ રસને જાળવી રાખવા માટે મનુષ્યએ કોઈ પણ પ઼કારના સારા કામ કરતાં રહેવું જોઈએ.


"મનુષ્ય મન ઠાકે અને સુવે પછી ઉત્સાહ નો જન્મ થાય છે"




મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj62167@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED