છેતરામણી Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેતરામણી

છેતરામણી


ગોમતી એનાં નાના બાળકને દવાખાને લઇ જવાનું હતું પરંતુ પૂરતા રૂપિયા ના હોવાને લીધે એ ટાળતી હતી, એ કોઈ બાધામ આખડી રાખી સાજુ થઇ જશે એવી આશાએ રોજ કામે આવતી, પણ કામ કરવામાં એનું ચિત્ત ચોંટતું નહિ, ઘડી વાર તો એ એના બાળકનાં વિચારોમાં એવી મગ્ન થઇ જતી કે સામે કોઈ બોલાવે તો પણ જવાબમાં એના બાળકનું નામ જ બોલી ઉઠતી.


ગોમતી ગરીબ હતી, પેટીયુ રળવા લોકોના ઘરે ઘરકામ કરીને જીવન વિતાવતી, ઘણી વાર કોઈના ત્યાં વધનું કામ કરીને થોડા રૂપિયા બચાવી લેતી તો બાળક બીમાર હોય કે એને કઈ લઇ એવું હોય તો એમાંથી એ પૂરું પડતી. પરંતુ હમણાંથી એને એવી કોઈ અવાક નહોતી થઇ, અને વધતી જતી મોંઘવારીમાં એની પાસે બચત ક્યાંથી હોય?


એ મીતાબેનના ત્યાં કામ કરવા આવી હતી, ત્યાં એનો વાર એના બાળકને લઈને આવ્યો, જોયું તો બાળક સૌ સુસ્ત હતું અને તાવ પણ આવી ગયો હતો, આ જોઈને મીતાબેનને દયા આવી ગઈ, એને બાળકને દવાખાને લઇ જવા માટે કહ્યું પરંતુ એની વ્યથા કોણ જાણે?


મીતાબેન આમ ભલા! એટલે કહ્યું ચાલ હું તને લઇ જાવ કહીને એકટીવામાં બેસાડીને દવાખાને લઇ ગયા, દવાખાનું જોઈને ગોમતી અચંબામાં પડી ગઈ કે હું ડોક્ટરની ફી કેવી રીતે આપીશ?


મીતાબેને એની ચિંતાનો ખ્યાલ આવ્યો, એને કહ્યું ,"ઘબરાવાની જરૂર નથી! દિવાળી વખતે તું મારા ઘરે કામ કરી આજે બસ આના બદલામાં! પણ હાલ તું માત્ર તારા બાળકનું જ વિચાર! જે થશે એ બધા પૈસા હું આપું છું હમણાં."


ગોમતીનું મન હળવું થયું, અને મોઢા પર પડેલી વ્યાકુળતાની કરચલીમાં ઘટાડો થયો.


બધું સરખું થતા એ પછી કામે આવી, મીતાબેન ના ત્યાં આવી આભાર માનવા માંડી. મીતાબેન એ એને હસતા હસતા કહ્યું, "તું છેતરાઈ ગઈ!"


ગોમતી - " કેમ ?" એ વિસ્મયતાથી પૂછી રહી!


મીતાબેન - " મેં તને કહ્યું હતું કે તું દિવાળીના કામમાં દવાના પૈસા વળી દેજે."


ગોમતી - " હા ...પણ તો હું કેવી રીતે છેતરાઈ?"


મીતાબેન - " કાલે અમે અહીંથી ઘર ખાલી કરીને રાજકોટ જતા રહીશું અને તારું દિવાળી કામ બાકી રહી જશે!"


ગોમતી - ' એવું ના બોલો બેન! મારે તમારો ઉપકાર કેમેય બાકી વળાવવો?"


મીતાબેન - " એક ઉપાય છે."


ગોમતી - " શું ઉપાય?"


મીતાબેન - " હું તને એક વસ્તુ આપું છું , એ તારે માત્ર તારા ઘરે જઈને ખોલવાનું! માતાજીનો પ્રસાદ છે, ઘરે જઈને દીવો કરીને એની સામે જ ખોલવાં ખોલવાનું!"


ભોળી ગોમતી કઈ સમજી ના શકી એને માત્ર એને એના ઉપકાર માટે મીતાબેનને મદદ કરવી હતી એટલે છેલ્લે છેલ્લે મીતાબેન જે કહે એ કરવા તૈયાર થઇ ગઈ. મીતાબેને એને એક જૂનું બોક્સ આપ્યું, એના પર લાલ રંગની માતાજીની ચૂંદડી વીંટાળેલી હતી, ગોમતીના મન એ કઈ માતાજીનું કામ હશે એટલે એ હરખભેર લઇ લીધું, એને માતાજીમાં આસ્થા એટલે મીતાબેનનું વચન માનવl પણ તૈયાર થઇ ગઈ.


એને કામ પતાવીને એ ચુંદડીવાળું બોક્સ લઈને ઘર તરફ પ્રસ્થાન કર્યું, મીતાબેનને છેલ્લીવારના પ્રણામ કરીને! ઘરે પહોંચીને માતાજી આગળ દીવો કર્યો અને એ બોક્સ ખોલ્યું. એમાં ત્રણ લાખ રૂપિયા હતા અને જોડે એક પત્ર પણ! એ આમતો થોડું ભણેલી હતી એટલે વાંચી શકી પણ વાંચતા વાંચતા એની આંખોમાં ભરાયેલા આંસુએ એને ભીંજવી દીધી.પત્રમાં લખાયેલ શબ્દો કૈક આ રીતે હતા,


' પ્રિય ગોમતી, મને માફ કરજે, મેં તને ખોટું બોલીને આ પૈસા આપ્યા છે, મને ખબર હતી કે હું તને દયા કરીને કે ભેટ સ્વરૂપે એ આપું તો તારું સ્વાભિમાન ઘવાય! તું ના લે એની મને ખાતરી હતી એટલે મેં તને માતાજીની ચૂંદડીમાં આપ્યા એટલે તું એ ના કહી શકે! આ પૈસા તને તારી કપરી પરિસ્થિતિમાં કામ આવશે! મારા પાસે એટલા રૂપિયા હોવા છતાંય હું ભોગવી નહિ શકું, મને કેન્સર છે!, હું માત્ર એક મહિનો જ આ દુનિયામાં છું, મારા આ થોડા રૂપિયાથી તારું ભલું થાય એમાં મને ખુશી થશે!'


આગળના લખાણને વાંચી શકવાની ગોમતીમાં હવે હિમ્મત નહોતી!