ટ્રાફિકસિગ્નલ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ટ્રાફિકસિગ્નલ

ટ્રાફિક સિગ્નલ


સાંજનો સમય હતો, નૈતિકે ઓફિસેથી કામ નિપટાવીને ઘરે જવાની તૈયારી કરી નાખી, ડેસ્ક બંધ કરી રિપોર્ટ સરની કેબિનમાં મૂકીને ફ્રેશ થઈને એ નીકળ્યો, સાંજના સાતેક વાગ્યા હશે, ઉનાળો હતો તો લાગતું નહોતું એટલો ટાઈમ થઇ ગયો છે, એસી માં રહેતા બંધબારણાંમાં લોકોને ક્યાંય દિવસ પસાર થઇ જાય એનો ખ્યાલના રહે, એની ખબર તો માત્ર ગરમીમાં શેકાતા વ્યક્તિઓ જ જાણી શકે કે ઉનાળાનો શું પ્રકોપ હોય છે!. એમાંય અમદાવાદની ગરમીનો ક્યાસ કાઢવો તો મુશ્કેલ બની જાય છે મે મહિનામાં. એ ફટાફટ લિફ્ટમાંથી નીચે આવીને બાઈક ચાલુ કરી હેલ્મેટ પહેરીને આગળ વધ્યો, આશ્રમરોડ થી મણિનગર જવાના રસ્તે ટ્રાફિક એટલે માથાનો દુખાવો, એમાંય સિગ્નલ પર ઉભા હોઈએ ત્યારે તો એમ થાય કે આનાથી તો સારું કોઈ ગામડે જઈને વસવાટ કરી લઈએ, એક તો મોડું થતું હોય અને ઉપરથી ગ્રીન લાઈટની સાથે સાઈઠ સેકન્ડનું ઇન્ડિકેટર સામે આવી જાય તો જાણે કાળમાં અધિક માસ!
આજે ઉતાવડતો હતી ઘરે જવાની,પણ સવારે ઓફીએ પહોંચવા જેટલી નહિ. આજે નિહારિકા આવી હતી, પંદરેક દિવસથી પિયર ગયેલી હતી,આજે સવારે ક્વીનમાં જ આવી, ફોન પર વાત થઇ, પણ મળી ના શકી , એ આવે ત્યાં સુધીમાં તો નૈતિક ઓફીસ માટે નીકળી ગયો હતો, હવે જઈને જ મુલાકાત થશે. નિહારિકા એટલે નૈતિકની ધર્મપત્ની, એની નિહુ...બહુ દિવસે મળવાના હતા એટલે નૈતિક ખુશ હતો, પણ નિહુનો થોડી વાર પહેલા જ ફોન આવ્યો હતો કે એને ઘરનો સમાન લેવા જવાનું છે તો આવતા મોડું થઇ જશે, એટલે નૈતિક જરાં શાંતિથી ઘરે પહોંચે તોય ચાલે એમ હતું.

એ પાલડીથી સરદારબ્રિજ આગળ વધ્યો ને બ્રિજ ઉતાર્યો ને એકાદ કિલોમીટર ચાલ્યો ત્યાં સિગ્નલ આવ્યું.સિગ્નલ પર આવ્યોને બંધ થયું તો પહેલી હરોળમાં જ ઉભો હતો, રસ્તામાં ઘણા લોકોની અવરજવર ચાલુ હતી, કોઈ એ પાલન જ ના કરવું હોય એ રીતે મજાક સમજી લોકો ફર્યે રાખતા હતા, પણ એ એક જવાબદાર નાગરિક એની નાગરિકતાનું પાલન કરતો હોય એમ ઉભો રહી ગયો. એ આ બધું અનુકરણ કરવા લાગ્યો, ઉકળાટ હતો આખા દિવસનો અને આ બધા નજર એને વધારે અકળાવતા હતા..

ત્યાં અચાનક એની નજર સામેની બાજુ એક યુવતી પર પડી, સામેના સિગ્નલ પર ઉભી હતી એ, અને મોઢા પર એના દુપટ્ટો હતો, એ દુપટ્ટો જે થોડો પરિચિત હતો, પણ દૂર થી એની ઓળખ થતી નહોતી, એ યુવતીના દુપટ્ટા કરતાંય એ જે કરતી હતી એના પર નૈતિકનું ધ્યાન વધારે એકચિત્ત થયેલું હતું। એ એક બેગ માંથી તોડે વળેલા ભિખારીઓના બચ્ચાંઓને કંઈક આપતી હતી. એ આઠ દસ બાળકો એની ટોળે વાળીને ઉભા હતા, એ એક એક કરીને બધાને કંઈક ફૂડ પેકેટ જેવું આપતી હોય એવું જણાતું હતું, એ વખતે એ બાળકોના મુખ પર જે સંતોષ અને ખુશીઓ આવતી હતી એને જોઈને એની આખો ખુશ થતી જણાતી હતી.એની આ પ્રકારની પ્રવુતિ જોઈને અચાનક એને નિહારિકાની યાદ આવી ગઈ, એ ધણી વાર આ પ્રકારની ચેરિટી કરતી હોય છે.

નૈતિકના મનમાં એ યુવતી પ્રત્યે જિજ્ઞાસા વધી, સિગ્નલ ખુલ્યું, એ સામેની સાઇડે ગયો, જ્યાં એ યુવતી હતી, એ જરા દૂરથી એને જોતો હતો બાઈક જરા સાઈડ પાર લઇ જઈને, એને મનમાં એ યુવતી કોણ છે એ જાણવાની ઈચ્છા થઇ, કેમ કે એ ક્યાંક જોઈ હોય એવું જણાતું હતું, એનો દુપટ્ટો, એના હાવભાવ, એની ચાલ અને ઉપરથી એની આ પ્રવુતિ એને બસ નિહારિકાના જ અણસાર આપ્યા કરતી હતી.પણ એ નિહારિકા કઈ રીતે હોઈ શકે?એ તો આજે જ હજી આવી છે અને અત્યરે તો એ માર્કેટ ગઈ છે, એ કઈ રીતે અહીં આવ રીતે આવી જાય? અને કોઈ યુવતી જોડ જઈને એને આમ પૂછવું એ નૈતિકના સંસ્કાર નહોતા, એને શંકા હતી, પરંતુ એ ખોટી નીવડે તો નિહારિકા પ્રત્યેના એના વિશ્વાસનું ઉલ્લંઘન થાય. છતાંય એનું મન માનતું નતું.એ ઘડિક ત્યાં જ ઉભો રહ્યો.

એ યુવતીએ બાળકોને પડીકા આપીને સામેની એક દુકાન પાસે ગઈ,અને એની એકટીવા પાર્ક કરી હતી ત્યાં પહોંચીને એની પર બેઠી, નૈતિકનું અચાનક એની એકટીવના નંબર પર ધ્યાન ગયું, આ શું? આ તો જી જે વેન ઈસી વેન નૈન ટુ ઝીરો...અરે આ તો એની નિહુનુ એકટીવા છે, એને ખાતરી થઇ ગઈ એ અજાણી યુવતી કોઈ નહિ એની નિહુ જ છે,]એ ફટાફટ એની જોડે ગયો.

"અરે નિહુ, તું અહીં?ક્યાંથી?" અચાનક જઈને એને પુછવ મંડ્યો.

"નૈતિક તમે?" - એ ખુશ થઇ ગઈ.

"હા, પણ તું અત્યારે આમ આ ટ્રાફિક સિગ્નલ પર?"

"હા, એ તો અહીં કરિયાણું લેવા આવી હતી.. સ્કીમ હતી તો,અને અહીં પેલા બાળકોને જોયા તો વિચાર્યું કે એમને કંઈક લઇ આપું, તો થોડો નાસ્તો લઇ આપ્યો, એમને ચાલશે થોડા દિવસ."

"સરસ, મને બહુ ગમ્યું, મેં જોઈ તને, પણ દુપટ્ટો બાંધો હતો તો અચકાતો હતો કે તું જ છે કે બીજું કોઈ?"

"તો કઈ રીતે ખબર પડી કે હું જ છું?"

"એ તો તું અહીં આવી ને એકટીવા પાસે તો નંબર જોઈને ખબર પડી કે તું જ છે, એટલે આવ્યો અહીં."

"ઓકેય, બાકી બીજી કોઈ હોત તો?" - એને મજાક કરતા પૂછ્યું.

"પણ મને વિશ્વાસ હતો કે એવું કામ મારી નિહારિકા જ કરી શકે..અને ટેરો દુપટ્ટો પણ જાણીતો લાગ્યો એટલે હું ઉભો રહેવા મજબુર બની ગયો."- નૈતિકના આ વાક્યની સાથે એની નિહારિકા પ્રત્યેની લાગણીઓ ઉભરાઈ ગઈ, એ પ્રત્યેના સમ્માનની અને પ્રેમની.!

"સારું, ચાલો તો જઈએ ઘરે?"- એ હસવા માંડી.

"આજે તું થાકી ગઈ હોઈશને? ચાલને ફરકીની લસ્સી પીતાં જઈએ, આમ પણ બહુ દિવસ થઇ ગયા અહીં આવ્યે."

નૈતિકની નિહારિકાનો પ્રેમ અહીં પ્રકટ થયા વગર ના રહી શક્યો. કઈ કહ્યું નહિ છતાંય બધું જ કહી દીધું જાણે એમ ભાસતું હતું. એકબીજાને ઓળખવાની અને સન્માનની ભાવના એમના દામ્પત્યજીવનમાં મધુરતા ભેળવી જાણી.