ગુજરાતની ગાથા - સદાકાળ ગુજરાત... Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતની ગાથા - સદાકાળ ગુજરાત...

સદાકાળ ગુજરાત !


આજે પહેલી મે એટલે ગુજરાત દિવસ.આજ નિમિતે ગુજરાતની ગૌરવગાથાને થોડી યાદ કરી લઇ ચાલો!


આમ તો ગુજરાત વિષે કહીએ અને સાંભળીએ એટલું ઓછું પડે એમ છે છતાં થોડું અહીં યાદ કરી લઈએ....


આ ગુજરાતની માટી એ છે જેમાં રહેલું ખમીર દરેક ગુજરાતીની રગેરગમાં છલકાય છે...


ગુજરાત એટલે દરિયાના ખોળામાં હિંડોળા લેતુ સમૃદ્ધ કિનારો ભોગવતું અખન્ડ ભારતનું રત્ન....


એનો ઐતિહાસિક વારસો એટલો વિશાળ છે જેને જાણવા બહુ ઊંડી ગહેરાઈ જોઈએ...


આદિકાળ થી લઈને આજ સુધીના વારસાને સાચવતા અહીં લોથલ ધોળાવીરા સાક્ષી પુરે છે...


ઇતિહાસમાં લખાઈ ચૂકેલા મીનળદેવીની દયા અને મમતામાં પાંગરેલા સિદ્ધરાજ જયસિંહ જેવા વીરો છે, તો ખમીરવંતા રાજાઓ સંગ ઉછરેલો એમનો વારસો હજી હાજરાહજૂર છે.


ગુપ્તયુગ હોય કે ચૌલક્યયુગ, મુઘલ શાશન હોય કે અંગ્રેજોની ગુલામી ગુજરાત એ એનાથી બનતા બધા યત્નો અને સફળતા નોંધાવ્યા છે....


સત્તાથી માંડીને સાહિત્ય સુધી બોલબાલા છે!


કસુમ્બીના રંગ સંગ પીધેલ શૂરામાં જય જય ગરવી ગુજરાતનો નાદ છે....


હેમચંદ્રાચાર્યના શબ્દકોશ છે, નર્મદના વિશાળ વિચારોનું વિવેચન છે, પ્રેમાનંદના આખ્યાન છે તો નરસિંહ મહેતાની ભક્તિ છે...


આઝાદીની લડતના લડવૈયાની મોકળ છે અહીં, ગાંધીજીની અહિંસા ને સરદારજી નો ખંત અને કુનેહ આજે પણ વિસ્મરણીય છે....


મોરારજી દેસાઈ ની મુત્સદી છે તો ક્યાંક ઈન્દુચાચા એ બહાદુરી બિરદાવી છે....


વેપારી છે અહીં પ્રજા, જેની ગળથૂથીમાં સાહસ મળે છે, દરિયો ખેડીને સાહસ કરવું હોય કે મૂડી વગર ધંધાની નીવ નાખવી હોય ગુજરાતી પાછા ન પડે ...


ટાટા ગ્રુપની જન્મભૂમિ છે આ, અદાણી અને અંબાણીની માતૃભૂમિ છે આ....


નાના મોટા હરએક વેપારીઓની એકવારની મુલાકાત નક્કી છે અહીં....


ભાતીગળ વારસો સમૃદ્ધ છે અહીં...એની અલભ્ય આત્મીયતા અને પ્રીતિ છે અહીં.

.

તાપી અને મહીસાગરના નીર છે અહીં, નર્મદાજી નું ખમીર છે... સરસ્વતીની પવિત્રતા છે હજીય અહીંની દરેક નદીઓ માં....


ભવનાથનો મેળો હોય કે તરણેતરનો....ગિરનારની પરિક્રમા હોય કે નર્મદા મૈયાની....


સોમનાથના દર્શનનો ભાવ હો કે અંબાજીની પદયાત્રા...


પાવાગઢની બંધ હોય કે આશાપુરાની માનતા....


દર વખતે ગુજરાત એના વારસાને વાગોળયે નથી રહી શકતું....


ગરબા ને રાસની રમઝટ દરેક તહેવારે હવે શોભે છે....


ટીમલી અને ડાંગી હજીયે આદિવાસીમાં જીવંત છે....


કચ્છની બાંધણી હોય કે ડાંગની વારલી કલાઓથી ભરપૂર અહીં પ્રકૃતિ છે....


જુદા જુદા શહેરો સાથે એમની ગરિમા છે....


અમદાવાદમાં માણેકચોક ને ભદ્ર, કાંકરિયાની પાળે મોજ છે....ઉજવતા ઉત્સવો અહીં રોજે રોજ છે....


સુરત નું જમણ છે...હીરા અને કાપડબજાર ધમકતા હરપળ છે..ઘારીનાં ઘીની મીઠાશ છે તો લોચાની તીખાશ છે....


વડોદરા હજી સયાજી મહારાજનો વારસો સાચવીને અડીખમ છે....એને સાચવતી પ્રજા અડીખમ છે...


દરેક ગામે ગામ એની અનોખી પ્રતિભા સાચવે છે....બારગામે બોલી બદલાય ભલે છતાંય એકતા અહીં અમીર છે.....


કેસર કેરી અને સાવજ ની ગર્જના સૌરાષ્ટ્રના કણ કણ માં સમાયેલી છે....


કડવી પણ સાચી બોલી એવી છે ઉત્તરમાં કે એનો ડંકો વગાડે છે મોદીજી....


અમદાવાદી પોળોની પ્રતિભા હજી એવી સચવાઈ છે કે દુનિયા ઉમટે છે હજી એ જોવા....


કચ્છના રણનું સફેદ રંગ એવું તો વિખ્યાત છે કે દુનિયાના બધા રંગો ફિક્કા એની સમક્ષ....


તાપી થી વાપી સુધીના સમૃદ્ધ વારસા ને એની એ લોલોતરી સંગ રોજ રેલાય છે....


સુરતી મિજાજ હજીએ એના ખમણ લોચામાં વખણાય છે....


રંગીલું રાજકોટ હજીય રંગો રેલાવે છે....ને કાઠિયાવાડી કહેણ હજુય કહ્યાબોલ છે....ઝાલાવાડી ખમીર ખમતાં ખમીરવંતો છે.....


જમવામાં મીઠાશ એટલી છે કે બોલીમાં આવ્યે છૂટકો નથી.....


સહેલવુ રગેરગ માં એવું તે ઘર કરી ગયું છે અહીં કે દુનિયાનો દરેક ખૂણો સદાકાળ ગુજરાત છે...