પીળો પ્રલય Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પીળો પ્રલય

પીળો પ્રલય

"શું ભાવ છે આજે ગોલ્ડનો? " કીર્તિએ એમના પરમપૂજ્ય એવા ન્યૂઝપેપર વાંચવામાં મશગુલ પિતાજીને પૂછ્યું.
મગનદાદાએ જરાં મોઢું ઉઠાવીને ચશ્માં નાકથી જરાં ઉપર ચડાવીને બ્રહ્રમરો ઊંચી કરીને જીર્ણ અવાજથી કહ્યું, "આજે તો અડસઠ હાજર બસ્સો છે! કૂદકેને ભૂસકે વધે છે હમણાં તો !"
એમાંય માણેકબા એ ટાપસી પુરી," શું એટલો બધો મોહ છે આ સોનામાં? રોજ સવારે ઉઠેને ભગવાનનું નામ લીધા પહેલા સોનાનાં ભાવ જોવે છે મૂઆ."
"બા, તને સમજના પડે આમાં. અત્યારે તો સોનુ જ મારો ભગવાન છે." આખી ઉંમરના એમના અનુભવને ઘરડાઘરમાં મૂકે એવી તિરસ્કારી પૂર્વક કીર્તિએ જાણે એની માઁને સમજાવીને બેસાડી દીધી.
કીર્તિએ ગોલ્ડ બ્રોકરનો કારોબાર કરે છે.રોજ થતા માર્કેટના ભાવોની ચડ ઉત્તરના ફર્કમાં સારુ એવુ કમાઈ લે છે, સોનામાં કરેલા ઇન્વેસ્ટના કારણે માર્કેટના રોજના ભાવોએ એના માટે મૂડી સમાન છે! પરંતુ એની પૈસા કમાવાની લાલસાએ એને ઉદ્ધત બનાવી દીધો હતો, પરંતુ એને ક્યાં ખબર હતી એ જેને ભગવાન સમજી બેઠો છે એતો માત્ર મનનો મેલ છે, લક્ષ્મી સમ આ સોનાની પવિત્રતા એને પારખી નહોતી હજી, લક્ષ્મી ચંચળ છે એ કોઈની ગુલામના બની શકે! જે કુદરતની દેનની મતમદીરા ભોગવવામાં જ મશગુલ હોય એને ઠોકર તો માત્ર ખુદ કુદરત જ આપી શકે!
માણેકબા સાથેના સંવાદ હજી તો ચાલતા જ હતા ત્યાં તો એના આઈફોનની રિંગ વાગી, ન્યૂયોર્કથી એના બેસ્ટફ્રેંડ એવા રાધેનો ફોન હતો, "હેલો! ભાઈ જલ્દી ટીવી ઓન કર!" હાંફળોફાંફળો થઇને સામેથી આવતો અવાજ કંઈક મુશ્કલીમાં હતો એવું લાગ્યું."હા, બોલને શું થયું છે? કેમ એટલા બધો હાંફે છે?" કીર્તિ એ ટીવી નું રિમોટ ઉપાડતા ઉપડતા એને પૂછ્યું.

"શું નથી થયું એ પુછને, દુનિયા પાયમાલ થઇ જશે આ ચોવીશ કલાકમાં તો! એની ચિંતામાં શું હશે એ પૂછવા ઉત્સુક એવું કીર્તિ જરા થંભી ગયો, "પ્લીઝ, ટેલ મી, કેમ એટલો બધો ગબરાઈને વાત કરે છે? શુ થઇ ગયું છે?" થોડા ઉગ્ર અવાજે એને પૂછવા લાગ્યો. રાધે જરા શાંત થયો અને કંઈક વિસ્તરણ કરવા મંડ્યો,"આજે રાતે સનસેટ પછી કંઈક અજીબ થવા માંડ્યું,અચાનક જ બધું ગોલ્ડ ગાયબ થઇ ગયું, ન્યૂયોર્કમાં એક પણ જગ્યા નથી જ્યાં ગોલ્ડનું એકપણ કણ વઘ્યું હોય!ક્યાં ગયું બધું...કોણ ચોરી ગયું કઈ જ ખબર નથી, મીડિયા અને બધા એમ કહે છે એ બધું પીગળીને જમીનમાં સમાઈ ગયું. તું જો ને ન્યૂઝચેનલ જલ્દી." આવું સાંભળતા જ કીર્તિ જરા ચિંતિત થઇને ટીવી ઓન કર્યું, "ન્યૂઝ ચેનલની હેડલાઈન વાંચવા માંડ્યો,ને બેબાકળો થઇ ગયો હોય.મોબાઈલ પણ બંધ કરીને સોફામાં ફસડાઈ પડ્યો.એને આમ જોતા પૃથા -એની ધર્મપત્ની કિચનમાંથી ઉતાવળી ઉતાવળી આવ પહોંચી," શું થયું? કેમ આટલા ટેનશનમાં આવી ગયા?" કીર્તિએ માત્ર એને ટીવી તરફ ઈશારો કરી બે હાથ વચ્ચે માથું મૂક ને બેસી ગયો. બા બાપુજી આવી ગયા એટલામાં તો. બધા એકટીશે ટીવી સામે જોવા માંડ્યા." એવરી થીંગ ઇસ લોસ્ટ,એવરી થીંગ ઇસ લોસ્ટ!"- આટલું બોલતા કીર્તિ જરા હોશમાં આવ્યો,વિશુદ્ધ મને એ જોવા લાગ્યો ન્યૂઝચેનલ!

ન્યૂઝમાં કંઈક આ રીતનું બતાવતા હતા- વેસ્ટર્ન કોન્ટ્રી જ્યાં અત્યારે રાતનો સમય હતો,ત્યાં સૂર્યાસ્ત પછીના સમયથી ધીરે ધીરે સોનુ અચાનક પીગળીને ગાયબ થવા માંડ્યું હતું, થોડાક જ કલાકમાં બધું જ ગોલ્ડ પૃથ્વીમાં સમાઈ ગયું. દરેક બેન્કના લોકર્સ ખાલી થઇ ગયા હતા,બધી તિજોરીઓ જે ગોલ્ડથી ભરેલી હતી તે પણ સંપૂર્ણપણે હવે માત્ર લોખંડના ધાતુથી બંધ પડી હતી , જેને જેને ઘરેણાં પહેરેલા હતા તેમને પણ અચાનક કંઈક ગરમ ગરમ લાગયાંની અનુભૂતિ થઇ, લોકો કઈ સમજે એ પહેલા જ એ સોનુ ગરમ થઇ પીગળવા માંડ્યું, હાથમાં પકડવાનો પ્રયત્ન કરવા છતાંય ના બચાવી શકાયું , જેમ જેમ સૂર્યાસ્ત થાય તેમતેમ પુરા વિશ્વમાં આ ઘટના થાય છે. સૂર્યની આજની પુરી ભ્રમણકક્ષામાં તો દુનિયામાંથી ગોલ્ડ નામની ધાતુ સંપૂર્ણ નાશ પામશે એવા અહેવાલ આવા માંડ્યા છે, દુનિયાએ તેને યેલ્લો ડિઝાસ્ટર તરીકે જાહેર કર્યું છે.

એવું બધું સાંભળીને કીર્તિના તો હોશકોશના લીરેલીરા ઉડવા મંડ્યા, એને લાગ્યું કે હજી સાંજ સુધીનો સમય છે એની જોડે, હજી સાંજ સુધી એ જેટલું પણ સોનુ છે એમાંથી પૈસા ભેગા કરી લે એમ છે , એને તરત જ પૃથાને કહ્યું," જલ્દી બધા જ સોનાના તારા દાગીના લઇ આવ, તારા પહેરેલા બધા કાઢી પણ દે! બા, તમે પણ જ હોય એ બધું કાઢી નાખો જલ્દી!"

એમ કહેતા કહેતા એને પોતે પણ એન ચેઇન,વીંટી,બ્રેકલેટ બધું કાઢીને ટેબલ પર મૂકી દીધું, પૃથા પણ જલ્દીબધું લઇ આવી ત્યાં સુધી માં તો. "ઓહહ આટલું બધું સોનું! આશરે સીતેર એંશી તોલા જેટલું લાગે છે હા!"- માણેકબા એ એમના અનુભવ થી કળી લીધું જોઈને તરત જ.

"આ તો કઈ નથી , આનાથી વધારે બેન્કના લોકરમાં પડ્યું હશે!"- પૃથા એકદમ ભોળાભાવે કીર્તિ ને કહી રહી હતી, ત્યાં તો કીર્તિના આ ઘા પાર બીજો ઘા વાગ્યો હોય એમ,"તો જલ્દી કર અને લોકરની ચાવી લઇ આવ, હું આ બધું ભેગું કરીને રાખું છું. બધું ઉપાડીને વેચી આવીએ જલ્દી."

પરંતુ બાપુજી આ બધું જોઈ રહ્યા હતા,એમને શાંતિથી જતી વખતે કહ્યું ,"આખા શહેરમાં તારા એકલા જોડે જ સોનુ છે? કોઈને ચિંતા નહિ હોય? અને ક્યાં વેચવા જશો? સોનીઓ કઈ મૂરખ થોડી હશે કે તમારા આ શૂન્ય સમ ઘરેણાં ખરીદી લેશે?"

કીર્તિ આ બધામાં એની સુધબુધ ગુમાવી હતી, બાપુજીની વાત સાંભળી એ જરા શુદ્ધ થયો,"તો શું કરું બાપુજી? કઈ સમજાતું નથી મને!આ શું થવા બેઠું છે?" બાપુજી એ એને સાંત્વના આપતા ખભે હાથ મુક્યો અને," બેટા થશે એ સૌનું થશે.તું એકલો નથી."

થોડી વાર ઘરમાં સૌ મૌન રહ્યા. બધા મજબુર હતા, વિવશ નજરે એકબીજાને જોઈ રહ્યાં, ના કોઈને ભૂખ લાગી ના તરસ. એમને મનતો બધું લૂંટાઈ જ ગયું હોય એમ પરસ્પર દયામણા બની રહ્યા. કીર્તિ હજી પણ એના મોબાઈલમાં કંઈક ગડમથલ કર્યા કરતો હતો કદાચ કંઈક થાય અને એની આ હયાત મૂડીમાંથી કંઈક ઉપજી જાય, બાકી માર્કેટમાં લગાવેલું તો બધું કકડભૂસ થઇ ચૂક્યું હતું આવા સમાચાર આવતાની સાથે જ! એ ચિંતિત હતો, એમાંય ન્યૂઝચેનલમાં આવતા લગાતાર સમાચારો, પાયમાલ થતા સોનાના મુડીધારકો, માર્કેટની વિડંબના, અને ભારતમાં સામે આવતા આ પીળા પ્રલયનો વેગ! એની ગતિ વધતી જતી હતી, અટકળો મુજબ બપોરે બાર વાગ્યે શહેરમાં આ ઘટના જોવા મળવાની હતી. અગિયાર તો વાગી ચુક્યા હતા, માત્ર એકાદ કલાક જ આ મૂડી એ મૂડી રહેશે, પછી તો હવા બનીને ક્યાંય વિલીન થઇ જશે!

આખી દુનિયા લાચાર બની હવે આ કુદરતાં ખેલને નિહાળી રહી હતી, ટેક્નોલોજીના પડઘમ પાયાઓ પણ આ રોકવા સક્ષમ નહોતા, ન કોઈ ખગોળશાત્રી આ પાછળનું કારણ વર્તી શકે ન કોઈ જ્યોતિષ! બધા મૂક બનીને કુદરતનો પ્રકોપ જોઈ રહ્યા હતા. વર્ષો અદિકાળ થી જે ધાતુ શ્રેષ્ઠ અને અગ્રણી રહી છે એની આ કાયાપલટ જોઈ સૌ અવાક છે. શું સોનુ એની આટલી બધી મૂલ્યતાના કારણે કંટાળીને સીતા માતાની જેમ ભૂમિમાં સમાઈ જવા મજબુર હશે? કે પછી માનવીના લોભને કારણે?

બાર વાગી ગયા, ઉપર પંદરેક મિનિટ થવા પામી, છતાં કોઈ હિલચાલ ન જણાતા કીર્તિ ને જરા આશ જાગી, મનમાં થયું કે આ બધું મિથ્યા હોય તો ભલું,એમ વિચારી એ એની જગ્યાએથી ઉભો થયો ને ટેબલ પર પાડેલા સોનાના દાગીના નજીક ગયો. હાથ થી જરા સ્પર્શવા મંડ્યો, " જો પૃથા, જુવો બાપુજી....હજી બધું એમ જ છે, કઈ નથી થયું મારા ગોલ્ડને!" જરા મોઢા પર રોનક સાથે એ ખુશ થયો.

પણ આ ખુશી એની ક્ષણભર જ ટકી શકી, અચાનક જ એને પકડેલા હાર માં કંઈક ગરમ લાગવા માંડ્યું. જ્યાં સુધી પકડાય ત્યાં સુધી હાથમાં રાખ્યો પણ બહુ ગરમ લગતા એને મૂકી દીધો.થોડી વારમાં તો આજુબાજુ બધું ગરમ લાગવા માંડ્યું, બધા જરાં દૂર ખસી ગયા, આગા જરતી હોય તેવી ગરમીમાં આ બધું સોનુ પીગળવા માંડ્યું,અને જમીનમાં સમાઈ ગયું.આ બધું થતા દસેક મિનિટ પણ ના થઇ, બધું ખતમ થઇ ગયું અને એની સાથે સોનાના ભાવનો આડંબર પણ....એનું મૂલ્ય પણ...એની ઘેલછા પણ...

અત્યારે એને અભણ માણેકબાની સવારની વાત મનમાં ગુંજાતી હતી. ભગવાનને નેવે મૂકીને સોનામાં મોહ રાખવો આકરો લાગ્યો. લક્ષ્મીમાં ખુદ રિસાઈને સમુદ્રમાં વિલીન થઇ ગયા!