પ્રૌઢપ્રેમ Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રૌઢપ્રેમ

પ્રૌઢપ્રેમ

રળિયામણી એ સાંજ આજે વધારે રળિયામણી લાગી રહી હતી, એની અલભ્ય આભા આજે સુખમય રેલાઈ રહી હતી! મનહર સુંદરતા સામે ઝુલતા મધુમાલતીના ફૂલો રેલાવી રહ્યા હતા ને જોડે એની સુવાસમાં રેલાતું એ દંપતી આનંદ વહોરી રહ્યું હતું. વૃદ્ધ હતું, અનુભવોથી સિંચાયેલ જણાતું હતું, બધું પરવારીને પાકટ જણાતું હતું! હિંચકે ઝુલતું અખંડ એ જોડું જાણે આ ઉંમરે ઈશ્વરનો સ્નેહ પામતું લાગતું હતું!



મનોરમાબેન એટલે જોડે બેઠેલા વિઠ્ઠલભાઈના ધર્મપત્ની ઉર્ફ મનુ. અને વિઠ્ઠલભાઈ પણ મનોરમાબેનના સ્નેહને આધીન વડીલ! બંને આમ તો પાંસઠ વર્ષની ઉંમરના જનતા હતા, પરંતુ એમની છટા હજીય એમને પચાસ વર્ષે લાવીને મૂકી દેતી હતી. જીવનમાં બધું જોઈને નિવૃત્તિની પળો માનતા એ દંપતી આજે વધારે ખુશનુમા જણાઈ રહ્યા હતા.એમની પુત્રવધુ નેત્રાને આજે પુત્ર જ્ન્મ્યાના સમાચાર આવ્યા! ત્રીજી પેઢી દેખ્યાનો હરખ સમાતો નહોતો એમનામા, એમના વિશાળ પરિવૃક્ષ પર એક ફૂલ ખીલ્યાનો આનંદ હતો.



આમ તો વિઠ્ઠલભાઈ અને મનોરમાબેન એકલા રહેતા, પણ વારે તહેવારે એમનો આખો પરિવાર એમની જોડે હોય, એમનું જૂનું પૉળનું ઘર જે એમની જીવનની ધરોહર સમાન છે એ એમને સાચવીને રહેતા હતા, એમને અહીં જ ફાવતું હતું, દીકરાઓ અને દીકરી જોડે જાય પરંતુ એમની ફાસ્ટ લાઈફમાં એમને હાફ ચડતો હોય એમ એમને જરાં અજુક્તુ લાગ્યા કરતુ, એમની જોડે રહેવા માટે છોકરાઓ બહુ કાલાવાલા કરતા પરંતુ એમને અહીં એમની જૂની દેરીએ જ ફાવે, વડીલની વાતોને માન આપીને આખો પરિવાર એમની આમન્યા સાચવે માટે એમને અહીં રહેવાનું નક્કી રહેતું. દિવસમાં એકાદ વાર કોઈ ના કોઈ આવી જાય સભ્ય ઘરનું અને એમને જરૂરી એવી દરેક વસ્તુઓ અને જરૂરિયાતો સાચવી લે, રજા હોય એ દિવસે આખો પરિવાર એમના આંગણે એક નિવે ભેગો થાય, નહીં તો એમને લઇ જાય કોઈ દીકરાના ઘરે અને જોડે વિતાવે! એમને હજીય આખા પરિવારની એક તારમાં બાંધી રાખ્યો છે, ભલે જુદા રહેતા, જુદા વેપાર ધંધા કરતા પરંતુ બધાના જીવ એક રાખેલા, બાકી આજના જમાનામાં તો જુદા ગયા પછી સંબંધ માત્ર નામનો બની જાય છે! એ તો મનોરમાબેનના સંસ્કાર અને વિઠ્ઠલભાઈનો પ્રેમ... જે હજીય સંબંધોમાં સુવાસ રેલાય છે.



સવારથી નેત્રાને હોસ્પિટલ લઇ ગયા છે એનો ફોન આવ્યો એ સાંભળીને મનોરમાબા એ ઈશ્વરનું રટણ કરી દીધું હતું, કુલદીપક સારા સંસ્કાર લઈને આવે એ આશાએ, બધું સારી રીતે પાર પડી જાય અને સારા સમાચાર જલ્દી આવે એ માટે એમને નિસ્વાર્થ ભાવનાથી માળા કરવા માંડેલું, ઈશ્વરમાં એમને બહુ આસ્થા, એમની દરેક વાતો ઈશ્વરીય જ હોય, એવુ નહીં કે એ વૃદ્ધ છે એથી, એમની જુવાનીમાં પણ એ એટલા જ ભક્તિમય રહેતા, એમનો ઈશ્વર એમની હરેક આસ્થા સફળ પણ કરી આપતા, એમને વિશ્વાસ પૂરો એમના પર! પણ વડીલ એને જાણતા, એની પાછળ મનોરમાબાની ભાવના જે નિષ્પક્ષ લાગણીઓ સભર રહેતી એનું પરિણામ પામતા એ સૌ.



મનોરમાબા આમ કડક સ્વભાવના, પણ પરિવારની વાત આવે એટલે એ એકદમ મુલાયમ માખણ બની જાય! નારિયેળ જેવી એમની પ્રતિભા જે આમ કઠોર પણ અંદરથી મીઠાશમયી અને કોમળ!એમના આ સ્વભાવના કારણે એ આટલી ઉંમરે પણ વહુ અને દીકરાના પ્રેમના ભાગી હતા, એમનું કહ્યું હજીય એમની વહુઓ અને પુત્રવધૂઓ કરતી! પરિવારને એક સાંકળે બાંધી રાખવાની એમની ભાવનામાં એમનો સ્વભાવ જ ટોચે રહ્યો છે, એમની મૂડી સમ એમનું વલણ એમની પ્રીતિ પામ્યો છે!



સમાચાર જાણીને દંપતીમાં એક હાશકારો વ્યાપ્યો...એમને આનંદની અનુભૂતિ થઇ, એમને મળવા જવાની તાલાવેલી થઇ પણ હજી ડોક્ટર રજા આપે એટલે જઈશું એ સમજ સાથે એમને મન વાળ્યું!દીકરાઓને એમના થી ઓછામાં ઓછી ધમાલ થાય અને એમની અગવડનું કારણ એ ના બને એમનું હંમેશા ધ્યાન રાખતા બન્ને!



મનોરમાબેન અને વિઠ્ઠલભાઈ હિંચકે બેઠા હતા, સાંજ રઢિયાળી આથમી રહી હતી, દિવસને વાગોળતા બન્ને એમ આજની ખુશીઓ પરસ્પર વ્યક્ત કરતા હતા.મૃણાલને દીકરો આવ્યો એ ખુશીની વધાઈઓ એમને ફોન પર પરિવારને આપી,એમના આશિષ પામી બધા ખુશ થયા. એ વૃદ્ધ જોડું ખરેખર આજે પોતાની જિંદગીને ધન્ય માનતું હોય એમ જણાતું હતું.પરસ્પર મધુર વાતો ચાલતી હતી.

"સાંભળો છો વડીલ, આજે મૃણાલના ત્યાં પારણું બંધાયું એમના તમને અભિનંદન કહેતા તો તમને હું ભૂલી જ ગઈ!"

"હા મનુ, હું પણ તમને કહેતા ભૂલી ગયો, શું કરીએ ખુશી જ એટલી હતી કે વ્યક્ત કરતા રહી ગઈ." વિઠ્ઠલભાઇએ એ વળતો જવાબ આપ્યો.

"જોતજોતામાં તો આપણી જિંદગી પતી જશે નહિ?"



"હા પણ જે જીવાશે એમાં તમને સંતોષ છે ખરો મનુ?"


"હા પાક્કો સંતોષ મને તો! બધું તો જો લીધું હવે દુનિયામાં, બધું તો જીવી લીધું છે , હવે તો પ્રભુ કાલે આવીને લઇ જાય તોય અફસોસ નથી મને તો."


"સાચી વાત હ તમારી !"


"પણ મારે તો સૌભાગ્યવતી જ દેવલોક પામવું છે એ જ હવે તો ઈચ્છા છે."


"રહેવા દ્યો, હું શું કરીશ પછી તમને એકલા મોકલી ને?" વડીલ જરાં અકળાયા.


"તમે શુ કરવા હેરાન થાવ છો વડીલ? આવડો મોટો આપનો પરિવાર છે ને, ને પાછા બધાય સાચવે પણ છે તમને! હું હોવ કે ના હોવ હવે તમને પરવા ના હોવી જોઈએ।" મનુબા એ મજા લેતા કહ્યું


"ના હવે, ભલે ને બધા હોય પણ મારી વાતનો વિસામો તમે જ છો. ભલે ને બધા સાચવતા હોય પણ એ બધું તમારા વગર તો નકામું જ."- વડીલની આ વાત થી એમનો પ્રેમ પાકટ જાણતો હતો.


"હા પણ હવે ઉંમર થઇ, ગમે ત્યારે વિખૂટું પાડવાનું થાય, બહુ મોહ ના રાખો વડીલ!"


" સાચી વાત મનુ,પણ જોડે જીવવાની એટલી આદત થઇ ગઈ છે ને કે હવે જુદા થવાના ખ્યાલથી દર્દ થાય."


"પણ વડીલ, ઈશ્વર થોડી જોડે લેવા આવશે આપણને? જયારે લઇ જાય ત્યારે, બસ એટલી જ પ્રાર્થના કે કોઈ ને સેવા ના કરાવે.”


"સાવ સાચી વાત, શું આપણેય આજના સારા પ્રસંગે મરવાની ને વિખુટા થવાની વાતો લઈને બેસી ગયા છીએ, આજે તો આપણા માળામાં ખીલેલા ફૂલના સ્વાગતનો દિવસ છે." -વડીલ એ વાત પલ્ટી નાખી.


"હા સાચે, તમને ખબર છે આપણા નયનનો જન્મ થયો ત્યારે તમે કેવા હરખપદુડા થઈને મારે પિયર આવવા ઉધામા કરેલા!"


"હે....તમને કોને કીધું?"


"એ તો એક દિવસ સુરજ બા એ મને કીધું હતું, અને એ પણ કીધું હતું કે તમને એ બહુ વઢેલા પણ એ."


"બહુ યાદશક્તિને તમારી તો હજુય મનુ."


"હા હોય જ ને. ઉંમર ભલે વહી ગઈ હોય પણ યાદ તો હજીય બધું રાખું છું હું."


"યાદ તો મનેય રહે છે એમ તો પણ તમારા જેટલું નહિ હ..."


"ભલે, એ તો હું યાદ કરાવતી રહું ને તમને એટલે ચાલે. તમને ખબર જ છે મારે બધું યાદ કરાવવું પડે છે હમણાં થી તમને!".


"એ તો ઉંમર થઇ ને હવે .."




વાતો સમેટી ઉભા થયા, સંધ્યા ખીલી એ નજરાણા સમક્ષ જિંદગીના ખીલેલા રંગોને માણ્ય, હજીય બહુ વાતોના ભાથા છે...ઘણાય છે હજી વાગોળવાંના, આ પળો તો છે હવે જીવેલી જિંદગી ફરી જીવવાની એ પણ યાદોના સહારે, એક જ કશ્તીમાં સવાર થઈને સુખદુઃખના હલેસા માણવાની.



…………………………………………………………………………………………………………………………………………………………