ne perm thai gyo books and stories free download online pdf in Gujarati

ને પ્રેમ થઇ ગયો !

સવ્યા એટલે એ જે બધા નાના છોકરાઓને રોજ ચોકલેટ્સ આપે, એ જે મંદિરે બેઠા ડોસીમાઓ જોડે ઑફિસેથી આવતા સમયે થોડા ગપ્પા મારી લે, એ જે એના ભાઈ જોડે રોજ જ જગાડો કરે અને પછી મનાવે,એ જે આવતા જતા કોઈ ઓવરટેક કરે એને તો ગુસ્સો કરે! આમ તો એકદમ સામાન્ય છોકરી.બધા વ્યક્તિ જોડે બહુ સારી રીતે ભળી જાય એવી નિખાલસ, નાનાથી માંડીને મોટાઓની હંમેશા કદર કરે , માન આપે.

બધી રીતે સર્વગુણસંપન્ન પણ એક ગુણ એવો જેનાથી એ દૂર ભાગે, એની દુખતી નસ એટલે છોકરાઓ. કોઈ પણ છોકરાઓ જોડે એનું ના બને, એમના દુશ્મન હોય એવો જ વ્યવહાર કરે. એમાંય જે છોકરો ફ્લર્ટ કરે તો આવી જ બને, કોલર પકડીને મારે એવી આક્રમક.

એમાં એની પણ કોઈ ભૂલ નહોતી, એને કુદરતે બાનવી જ હતી એટલી ખુબસુરત કે કોઈ પણ છોકરો એના પર મોહી જતો,બધી રીતે હોશિયાર પણ એનું એવું વલણ જોઈ એની મમ્મી ગણી વાર એને ટકોરતી ,"હવે લગ્ન કરવાના છે અને એવું કરીશ તો કોણ પરણશે તને?"

અને એનો એક જ જવાબ રહેતો,"અહીં લગ્ન જ કોને કરવાના છે? બસ એકલા રહીને તમારી સેવા કરવાની છે મારે તો!"

હવે એકદિવસ કોઈ દૂરના સંબંધીના ત્યાંથી એના માટે માંગુ આવ્યું. એના પપ્પા એ તાપસ તો બધી કરાવી છોકરા વિષે, એમને ગમ્યું પણ ખરી, પણ આ સ્વયાને સમજાવે કોણ? એ તો બસ ના જ પાડતી. પણ પરાણે એને તૈયાર કરી એની મમ્મી એ છોકરો જોવા માટે.એને માન માટે હા તો પડી દીધી, દિલ થી તો એટલો બધો ગુસ્સો હતો કે સામે આવવાવાળા છોકરાને ઝાટકી નાખશે!

એ દિવસ હતો જ્યારે મહેમાન આવી પહોંચ્યા, ત્રણ ચાર વ્યક્તિ જોડે એ છોકરો પણ આવેલો, મરૂન કલરનું શર્ટ પહેરેલું હતું જેને બધા સૌમ્ય કહીને સંબોધતા હતા.સવ્યા એ એને રસોડામાંથી જોયો.દેખાવે તો સરસ રાજકુમાર જેવો જાણતો હતો. ચશ્માં પહેરેલા હતા એને, એમાં એની પર્સનાલિટીને ચાર ચાંદ લગતા હતા.મનોમન પપ્પા માટે એને માન ઉપજ્યું.પણ એ છોકરો મૂળ તો દુશ્મન જ ને! એમ વિચારીને બધું ભૂલીને પાછી એના મૂળ સ્વભાવ પર આવી ગઈ.

છતાં આવેલા મહેમાનને તિરસ્કારય તો નહિ,એને બધામાં થઈને ચા પાણી નાસ્તો કરાવ્યો,થોડી વાતચિત્ત પણ કરી બધા સાથે, પણ હદ તો ત્યારે થઇ કે બધીએ એમને એકલામાં મળવાનું કીધું.એક તો એની ના હતી અને એમાં પણ આવી રીતે વાત કરવાની, એની અકળામણનો પાર જ ન રહ્યો.છતાં એ ગઈ તો ખરી!

સૌમ્ય પહેલાથી પહોંચી ગયો હતો. એ પાછળ ગઈ એના. પેહેલી વાર અજાણ છોકરા જોડે વાત કરવાની હતી તો ઘબરામણ હતી, મનમાં પારણે આવ્યાની બેચેની હતી પરંતુ જતાવી નતી શકતી એ.

" હેલ્લો, સવ્યા?" સૌમ્ય એ ખાલી ઇશારાથી નામ પૂછી લીધું.

"હા" સવ્યાથી પરાણે જવાબ અપાઈ ગયો.

"શુ સ્ટડી કર્યું?"

"એમ એ." સવ્યાના દરેક વખતે આવા સાવ ટચુકડા જવાબ મળતા ગયા સૌમ્યને.

થોડી વાર ચાલ્યું આવું, સૌમ્યને લાગ્યું કે શરમાય છે, પણ એને હિમ્મત હાર્યા વગર પૂછવાનું ચાલુ રાખ્યું. સવ્યા ને વાત પરથી સૌમ્ય થોડો સારો લાગવા મંડ્યો.એને પપ્પાના વિશ્વાસની કદર કરી એની જોડે વાત કરવાનું ચાલુ રાખ્યું.

પહેલી વાર એને કોઈ છોકરા જોડે આટલી બધી વાત કરતા અનુભવી પોતાની જાતને એ પણ કોઈ અસુવિધા વગર! એનો સ્વભાવ, એની બોલવાની છટા,સ્રી પ્રત્યેના માન, એની વિચારસરણી અને એની એ વાતોમા હાથમાં રહેલા ટેડીબેરને રમાડવાની નિખાલસતા નોટિસ કરવા લાગી.અડધા કલાકમાં તો જાણે એ ઘણી ઓળખી ગઈ હોય એને એવું લાગવા માંડ્યું! એકબીજા પ્રત્યે બન્ને સલામતી અનુભવતા હોય એવું વાતાવરણ પ્રગટી ઉઠ્યું. અજાણતા છતાં બન્ને વચ્ચે એક સંબંધ બંધાઈ ચુક્યો હતો...વિશ્વાસનો....ના કોઈ ઇજહાર ના કોઈ ઈકરાર....ને ન થવાનું એ થઇ ગયું,એ પ્રેમ!!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED