ગુજરાતના લોકનૃત્યો Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુજરાતના લોકનૃત્યો

ગુજરાતના લોકનૃત્યો:

ગુજરાતમાં મોટાભાગનું જનજીવન ગામડાઓમાં વિકસ્યું અને પાંગર્યું છે. એ ગ્રામજનોના જીવનમાં સંગીતનું એક અદ્ભુત મહત્વ છે. કોઈ ભય ઉત્પન્ન થાય ત્યારે સૌને ભેગા કરવા માટે તેઓમાં ઢોલ વગાડવાની પ્રથા હતી, એ ઉપરથી એવું જણાય છે કે એમના જીવનમાં સંગીત કદાચ ભયમાંથી ઉદભવ્યું હશે!ચેતવણીઓ આપવા એમના અજીબ હોંકારા, અમુક ખાસ પ્રકારની સીસોટી એ બધું સમય જતા એમના જીવનનો એક ભાગ બની ગયા. એ ઉપરાંત આનંદ ઉત્સવમાં તેમણે આ વાદ્યોને ઉપયોગમાં લેવાનું ચાલુ કરી દીધું.
ગુજરાતમાં દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રજાતિના માણસો જીવે છે, એમની સાથે એમની પાંગરતી સંસ્કૃતિ પણ અલગ અલગ છે, એમના રિતી રિવાજો, જીવન શૈલી તથા ઉત્સવો અને સંગીત પણ અલગ અલગ છે, ચાલો આજે એ વિશે કઈક એવી માહિતી મેળવીએ એ જે આપણે જાણતા હોવ છતાંય અજાણ હોઈશું.

આદિવાસી નૃત્ય: આ નૃત્ય ગુજરાતની આદિવાસી ગણાતી એવી ડાંગ જિલ્લામાં વસ્તી આદિવાસી પ્રજામાં વિકસ્યું છે, તેમને આ નૃત્ય એમના જીવનના એવું સાંકળી લીધું છે કે એ જોવું એક લાહવો છે.એમના નુર્ત્યોમાં પહાડી અને નૈસર્ગિક સૌંદર્યનું સ્પષ્ટ વલણ જોવા મળે છે.બારેમાસ મહેનત કરતા પોતાના જીવનમાં ઉત્સાહ ભરવા માટે તેઓ વારે તહેવારે નૃત્યનો સહારો લે છે, એમના જીવનમાં મનોરંજનનો એક સહારો છે.

ગરબા : ગુજરાતની આધ્યાત્મિક અને નવરાત્રિના પર્વને સાંકળીને જે નૃત્યને સ્થાન મળ્યું છે એ એટલે ગરબા.માં અંબા અને નવદુર્ગાની આસ્થા પૂર્વક આરાધના કરતાં તાળીઓના તાલ અને પગના તાલનો મેળ કરીને ગોળ કુંડાળામાં કરાતું એક સામૂહિક નૃત્ય છે. તે રાત્રિ નૃત્ય છે, નવરાત્રિના દિવસોમાં મુખ્ય કરવામાં આવે છે.ભાતીગળ વેશમાં ચણિયાચોળી અને કેડિયા સાથે ગુજરાતી પહેરવેશ ધારણ કરીને રમાતું આ નૃત્ય આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે.એની જોડે ઘણી વાર વિશિષ્ટ પ્રકારના માટલાં જેણે કોરીને બનાવેલ હોય છે અને એને લાકડીના ઓથર હેઠળ શણગારી માંડવી બનાવીને માથે રાખીને ગાવામાં આવે છે.આ નૃત્ય મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે.ગરબા ગુજરાતી પ્રજાનું ગૌરવ છે.

મેરાયો : ' મેરાયો ' નું લોકનૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના તેમજ ત્યાંના લોકમેળામાં જોવા મળે છે.આ નૃત્યમાં ઠાકોર કોમના લોકો ભાગ લે છે. ઝુંઝાલી નામના ઊંચા ઘસમાંથી તોરણ અને ઝૂમખાં ગૂંથણી કરી મોરાયો બનાવવામાં આવે છે.એને એક લાકડી સાથે બાંધીને લટકાવવા આવે છે.એમની ઉપર મોર પોપટ બેસાડવામાં આવે છે, એ ઝૂમખાં વચ્ચે એક દીવો રાખવામાં આવે છે, આ થયો મેરાયો. એ નૃત્ય સાથે હુડલા ગવાય છે, જે બનાસકાંઠાના વિસ્તારનું શોર્ય ગાન છે. એમાં ઘણી વખત દ્વંદ યુદ્ધ પણ છેદાય છે, પણ છેવટે એ ગૃત્યનો એક ભાગ જ હોય છે.

અલેની હલેની નૃત્ય : આ એક ઋતુ નૃત્ય છે, આદિવાસી વિસ્તારના તડવીઓની સ્ત્રીઓ આ નૃત્ય કરે છે. વસંત ઋતુને આવકારવામાં આનંદની અનુભૂતિ ની અભિ્યક્તિ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે.વસંત ઋતુમાં નવા પાન અને ફુલ બેસે છે.પોતાના સાથીની કમરમાં હાથ વીંટાળીને આ નૃત્ય કરવામાં આવે છે.

ઘેરૈયા નૃત્ય : ગુજરાતના દક્ષિણ ભાગમાં હળપતિ જાતિ છે. આ હળપતિઓ પોતાની માતા કાલિકા અને માટે અંબાજીમાં અખૂટ શ્રદ્ધા રાખે છે, ઓક્ટોબર - નવેમ્બર આવતા નવરાત્રિના ઉત્સવોમાં તેઓ ઘેર નૃત્ય કરે છે. ઘેર એટલે માતાજીની આજુબાજુ ઘેરો કરીને કરવામાં આવતું નૃત્ય. એમાં યુવાન તથા પ્રોઢ પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. કાનમાં ફૂલોનો શણગાર કરે છે. કેડ પર ચામડાનો પટ્ટો બાંધે છે.અને તેમાં પિત્તળની ઘુઘરીઓ બાંધેલી હોય છે.એક હાથમાં મોરના પીંછા અને બીજા હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે.

તડવી નૃત્ય : પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં વસતા તડવી પ્રજાતિના લોકોનું આ સુંદર દર્શનીય નૃત્ય છે.ધુળેટીના દિવસે તડવી લોકો હોળીની રાખ પોતાના શરીર પર ચોળે છે.તો કેટલાક રંગબેરંગી વસ્ત્રો પહેરીને ઘૂમે છે. ભોયરિંગણીના બીની માળા પહેરવાનો એમાં રિવાજ છે.એમાં વિવિધ દેખાવોમાં કોઈ કાળી મેષ ચોપડીને આવે છે ને ' કાલી માસી ' બને છે. તો કોઈ લીમડાના પાનની ટોપી પહેરે છે, કોઈ ઘાઘરો પહેરે છે તો કોઈ હાથમાં તૂટેલું સૂપડું લે છે,વિવિધ ખેલ સાથે ખેલાતું આ નૃત્ય જોવું એક અચંબો છે.

ટિપ્પણી નૃત્ય: ભીલ અને કોળી જેવી કોમમાં આ નૃત્ય જાણીતું છે. ભોંય એકસરખી ટીપાય એ માટે કેટલીક વાર ગોળાકારે અને કેટલીક વાર સામસામે બહેનો ઊભી રહી ધ્રાબો તિપતી જાય, એવે વખતે એ કાર્ય કંટાળાજનક ના બની જાય એ કારણે બહેનો ગીતો ગાય અને ટિપ્પણી કરતી જાય, સમય જતાં એમાં ઢોલ ઉમેરાયો.તાલ અને લયને કારણે આ નૃત્યનો જન્મ થયો.

રાસ : રાસ એ ગુજરાતનું પૌરાણિક નૃત્ય છે. તે મુખ્યત્વે કૃષ્ણભક્તિ સાથે સંકળાયેલ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં તે પ્રખ્યાત છે, બંને હાથમાં દાંડિયા લઈને સ્ત્રી પુરુષો સાથે રમતા હોય છે. એમાં ગોળ કુંડાળું કરીને પણ નૃત્ય રચાય છે તો ઘણી વાર ચાર વ્યક્તિનો એમની રીતે સ્વૈચ્છિક રાસ લેતા હોય છે. આ નૃત્ય વખતે પરંપરાગત પોશાક અને આભૂષણો પહેરવામાં આવતો હોય છે. ઘણી વાર માત્ર પુરુષો દ્વારા ' રાસડો ' લેવાતો હોય છે એ આ નૃત્યનો જ એક ભાગ છે, એમાં માત્ર પુરુષો જ ભાગ લેતા હોય છે. વર્તુળનો મધ્યમાં એક થાંભલો રોપી એની ફરતે દોરી લઈને એની ગૂંથણ કરવાની શૈલી એમાં જોવા મળે છે તે વખતે પારંપરિક વસ્ત્રો જેણે કેડિયું કહેવાય એ પહેરવામાં આવે છે. એ મુખ્યભાગે રાત્રીના સમયે જ આરંભવામાં આવે છે.

જુદી જુદી શૈલીઓ અને ભાતીગળ સંસ્કારનું સ્વરૂપ ધારણ કરીને ગુજરાત લોકનૃત્યો એની આગવી ઓળખ ઉભી કરે છે, એની ગરિમા એ એની ઓળખ છે. એને બારીકાઈથી માણવા અને જોવા માટે એ જુદા જુદા સંપ્રદાયોની મુલાકાત લઈને એને નજીકથી જાણી શકાય છે.