ત્રીસમી તારીખ સવારે ટીવી ઓન થયું, તમામ ચેનલ પર એક જ હેડલાઇન હતી કે કોવિડ ૧૯ માં જેમને વેક્સિન લીધી હતી એ સૌનું એકત્રીસમી ડિસેમ્બર એ મુત્યુ થવાનું છે, કારણકે એ વેક્સિનમાં જે દવા વપરાઈ હતી એનું પૃથ્વીના અમુક રસાયણો સાથે ખોટી અસર આવી હતી, એના માટે થઈને દરેક વ્યક્તિ જેમણે આ વેક્સિન લીધી હતી એમનું લોહી ગંઠાઈ જવાનું છે એવો તારણ દુનિયાનાં દરેક મોટા વૈજ્ઞાનિકો એ દાવો કર્યો હતો.
ટીવીમાં આવું સાંભળતાની સાથે પહેલા તો સૌને આ વાત અફવા જ લાગી પણ પછી બધે દોડાદોડી થવા લાગી તો એને એ વાત થોડી સાચી લાગી. બારીમાંથી બહાર જોયું તો લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, અમુક જનમત આ અફવા છે એમ કહી હોબાળો મચાવતા હતા તો ક્યાંક અમુક વસ્તીમાં આ વાત ને સાચી માનીને ગભરવા માંડ્યા અને શું થશે એ વાતને લઈને રોળકકળ કરવા માંડ્યા.
પૂરા વિશ્વ બધે આ જ માહોલ સર્જાયો હતો, સૌની પરિસ્થિતિ બહુ કપરી હતી.દુનિયામાં પંચ્યાસી ટકા વસ્તીને વેક્સિન અપાઈ ગઈ હતી અને જે બાકી હતી એમાં નાના બાળકો અને ગણ્યાગાંઠ્યા એવા લોકો જે વેક્સિન માં વિશ્વાસ નહોતા કરતાં એ જ બાકી રહ્યા હતા.અચાનક જે માનવીઓનાં જોરે વિશ્વ ચાલતું હતું એ જ માનવી આજે લાચાર બની ગયો જાણતો હતો.
જ્યાં ને ત્યાં વાતાવરણ ગંભીર ભાસતું હતું, જેમના ઘરે બધા એ રસી લીધી હતી અને માત્ર બાળકો બાકી હતા એમની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એમના બાળકોનું શું? એ સવાલ એમને કોરી ખાતો હતો, જેમને રસી નહોતી લીધી એ આમ તો ખુશ થતા હતા પરંતુ એમનાં સ્વજનો ગુમાવશે એ બાબત એમને ગમગીન કરતી હતી, સૌ દુઃખી હતા.
માત્ર એમની જોડે થોડા કલાકો બાકી હતા, ત્યાર બાદ બધું ખતમ! સૌ પોતાના પરિવાર સાથે અને સ્વજનો સાથે છેલ્લી ઘડી જીવતા હોય એમ જીવવા માંડ્યા, થોડા ઘણા એમના બાળકોને એમના ગયા બાદ શું કરવું અને શું ન કરવું એના પાઠ ભણાવવા માંડ્યા, ક્યાંથી એમનું જીવન જીવશે એ માટે માનસિક રીતે તૈયાર કરતાં જણાયા. આટલી બધી વસ્તી એક સાથે નાશ પામશે એ વાત ને લઈને હોબાળો થતો હતો એમાં સૌ લાચાર હતા, પરિસ્થિતિને સ્વીકાર્યે છૂટકો નહોતો.
કાળા માથાના માનવીને આજે એમની હોશિયારી ઠપ થતાં જણાઈ. મંગળ અને ચંદ્ર પર જનાર આજે એના અસ્તિત્વ માટે વલખાં મારતાં થઈ ગયા, મહામારીમાંથી તો ઉગરી ગયા પણ એને ઉગરનાર દવા જ ઝેર બની ગઈ. એક સવાલ બધા ના મનમાં હતો કે અમારા ગયા પછી જે બચશે એનું શું? એ લોકો કઈ રીતે બધું સંભાળશે? એમને તકલીફ ના પડે એ માટે જેટલું થઈ શકે એટલું સૌ ધ્યાન રાખવા માંડ્યા, એટલી બધી વસ્તી જે મોતને ભેટશે એ જોઈને બાકીના હેબતાઈ ના જાય એ માટે માણસાઈ પ્રગટવા માંડી.
સૌએ સાથે મળીને શહેરોને સ્મશાન અને ગામડાઓને જીવન બનાવવા નિર્ણય કર્યો, રસી લીધી હતી એ સૌ શહેરમાં રોકાઈ જવા માટે નિર્ણય કર્યો અને બાકીના સૌને ગામડે જવાની વ્યવસ્થા કરી આપી, જાણે અજાણે બધાએ પ્રકૃતિનો સહારો લેવાનું નક્કી કર્યું, શહેરની કોંક્રિટ અને જાહોજલાલીના હાથે કરીને નષ્ટ કરી ફરી પાછી સાદગી અપનાનાવાં માટે સૌ મજબૂર બન્યા, છેલ્લે સ્વીકાર્યે છૂટકો નહોતો કે કુદરત જ છે સૌને સંહારે અને તારે!
છેલ્લા છ કલાકમાં સૌ સાથે મળીને શહેરમાં આવી ગયા અને બાકીના પંદર ટકા વ્યક્તિઓને ગામની ભૂમિમાં આસ્થા સાથે મોકલી આપવાની જહેમત કરતાં થયા, બધું ધરેલા મેનેજમેન્ટ સાથે સફળ થયું, છેલ્લી ઘડી આવી ચડી કે સૌ શહેરના રસ્તાઓ પર એક સાથે ઉભા રહ્યા મોતનો ઇન્તજાર કરતાં! આજે કોઈ કોઈને ઓળખાતું નહોતું છતાંય સૌના મનમાં એકબીજા માટે પ્રેમ હતો, માનવતા હતી, એકબીજાનો હાથ પકડીને આત્મવિશ્વાસથી મૃત્યુ સામે પરાજય પામવાની ઘડી હતી, છતાંય એ ઘડીમાં બધાં ભેદભાવ વગર માનવી બની વિજયી બન્યા!
છેલ્લી ઘડીની રાહ જોતા સૌ ઈશ્વરની બલિહારીને માની ગયા! ઈશ્વર જ છે જેના હાથમાં એક એક કણની દોર પરોવાયેલી છે! એના ઇશારે થતી હરેક પળને કોઈ માનવી હલાવી શકતો નથી, ખોટો આડંબર અને અહંકાર માત્રને માત્ર વિનાશને જ નોતરે છે!