પડઘો Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડઘો

ચૈત્ર હજી ચાલુ થવામાં એકાદ બે દિવસની વાર હતી, ગરમીએ એનાં આવવાનાં એંધાણ આપી દીધાં હતા. ગરમ પવનની શરૂઆત ચાલુ થઇ ગઈ હતી, સવારે ઝાકળમા સૌ ટાઢક પામતાં હતા પરંતુ બપોરે ગરમી પરચો દેખાડતી!


બળબળતી ગરમી અને એમાં પાછું ઘઉંની લણવાની મોસમ.પરસેવે નિતાર થાય અને ઘઉંની રજ એમાં ભેગી થઈને ખંજવાળ એવી ઉપાડે કે ચામડીને રાતી થઇ જાય!,તોય ખેડુપુત્રોને એ બધું સહન કરીને સૌ માટે અન્નદાતા બની મોહિમ છેડે, અને મહેનત કરે.


આ લણવાની મોસામમાં મંજુબાએ દર વર્ષે આગળ આવે , ખેતી આમ તો ઝાઝી હતી, પણ એમના દીકરાઓ બહારગામ વેપારે ગયા હોઈ બધી ખેતી ઉબળક કરાવે, પણ વગડે નજર કરવા જવું એ એમની રોજની ટેવ અને જાય એટલે બેસી ન રહે એ એમની નીતિ. એમનાથી થતી મહેનત કરે અને એમનો યથાયોગ્ય ફાળો જરૂર નોંધાવે.


મંજુબા એટલે પાંસઠેક વર્ષના વિધવા માજી.એમને ચાર પુત્રો, આ ચારેયન ભણાવી ગણાવી એન્જિનિયર બનાવી એમને શહેરમાં વેપારે મોકલ્યા હતા.પાંચેક વર્ષ પહેલા પુરસોત્તમદાદા સ્વર્ગે સિધાવ્યા ત્યાર બાદ ખેતી બંધ હાથમાં ના રાખી. માત્ર સમય પસાર કરવા માટે એ ખેતરે જઈને એમનાથી થતી દેખરેખ રાખે.ગૌવર્ણ એમને એમની ઉંમરનો અનુભવ પ્રકટ કરાવડાવે, એમની સફેદ સાડી અને અને માથે ઓઢેલ સાડલો એમની સાદગી સાધે. એટલી બધી ખેતી હોવા છતાંય એમનામાં રહેલી સાદગી એમની આભા. એમના સરળ સ્વભાવે જ એમને આખા ગામમાં પ્રીતિ અપાવેલી. ભલે એ ગામડે એકલા રહે છતાંય એમનું એકેય કામ એટલે નહિ, અડોશપડોશ એમનો સથવારો. એમને દીકરાઓ ઘણું કહે એમની ભેગુ શહેરમાં રહેવા માટે પણ એમને મન તો એમની ગામની માટી જ એમનું સર્વસ્વ.


જન્મ્યા ગામડાની માટીમાં અને મરશે પણ માટીની સોડમમાં એ જ એમનો ધ્યેય. ગામડાની લીલોતરીનો એમનો લગાવ અનેરો હતો.કોઈ અમથું વૃક્ષની ડાળી પણ ખંખેવાની હરકત કરે તો મંજુબા એને ખખડાવી દે. ખેતરે ઉગેલા નાના મોટા ફળ અને ફૂલો એમને બહુ વહાલા, એકેય ફેંકી દે કોઈ મજૂર તો એમનો જીવ કપાઈ જાય! એમાંય આ બધું છોડીને દીકરા શહેરમાં લઈ જવા માથે તો એમને કેમેય ખપે? એ ધરાર નંનો ભણી દેતા.


જ્યારથી બાપા ગુજરી ગયા ત્યારથી મંજૂબા એકલા પડી ગયા હતા, મનમાં ને મનમાં મુજવતા, એક બાજુ ગામડું એમને છૂટતું નહિ અને શહેરની હવા એમને સદતી નહિ.આમ તો દર ચૈત્રમાં નોરતા ચાલુ થાય એટલે કોઈ એક દીકરો એમને હજાર થઈ જાય, માતાજીના નૈવેધ મૂકવાં એમનો વારસદાર જરૂર હજાર જ હોય પરંતુ આ વર્ષે સમાચાર હતા કે કોઈ આવી શકે એમ નહોતું.


મંજુબાને ચૈત્રી નવરાત્રીમાં બહુ આસ્થા, નૈવેધ આવે એટલે એમને મોટો તહેવાર આવે, નવેસરથી ઘર સજાવે, ખુશીઓ એટલી સમાય કે એટલી તો દિવાળીએ પણ ન હોય! આ વર્ષે એમને નૈવેધ તો કરવાના હતા પણ એકેય દીકરો નહોતો આવવાનો એટલે એમને હરખ નહોતો, પણ માતાજીની પૂજા એટલે એમણે તૈયારીઓ તો બધી કરી પણ મનમાં હરખાતો હરખ પાછી પાની કરતો હતો.


ચૈત્રી નવરાત્રીનો આરંભ થઈ ગયો, બા એ અનુષ્ઠાન પણ ચાલુ કરી દીધા, નકોરડા ઉપવાસ પ્રારમ્ભયા. એટલી ઉંમરે એમનો જુસ્સો ઓછોના થાય, એ ખેતરે આંટો કરવા તો જાય જ! આઠમનો દિવસ આવી ગયો, સાંજે નૈવેધ હોવાથી સવારથી તૈયારી કરી દીધી, બપોરે જરાં નવરાશ મળી તો ખેતરે જઈને ઘઉંની દેખરેખ કરવાં એ તો નીકળી પડ્યા,રસ્તામાં બસ એમને એક જ વિચાર આવ્યા કરતાં કે મારા દીકરા ના આવ્યા આ વર્ષે! આવ્યા હોત તો સારું!


આવા વિચારમાં મગ્ન એ સીમમાં આવી પહોંચ્યા, એમના મનમાં ચાલતા વિચારો સાથે એમને દાતરડું લીધું એમને ઘઉંના ડૂંડા લણવાના હાથે લીધા, જરાં નીચા નમ્યાં ને પાછળથી એક પડધો પડ્યો, "ડોશી! શું કરે છે ઊંઘી થઈ ને? ઘેર દીકરો આવીને ક્યારનો રાહ જોવે છે!મારું નૈવેધ હોય ને દીકરો ના આવે એવું થોડી બને?"


આવો અવાજ સાંભળતાની સાથે મંગુબા એ તરત જ પાછળ વળી ને ઉંચું જોયું. કોઈ નહોતું. પણ ખબર નહિ કેમ એ અવાજ અલોકિક ભાસ્યો, એમને મન આ વાત સાચી જણાઈ અને એ બેબાકળા થઈને હરખાઈ ગયા, ઘર તરફ દોટ મૂકી, દીકરો આવ્યો એ ખુશાલી એ!


સાચું કે ખોટું પણ બા વિશ્વાસ કરી બેઠા, દીકરો આવ્યો જ હસે એ આશા બંધાઈ અને ઘરે પગ મૂક્યો તો સાચે વિશ્વાસ ન થયો, વચોટ દીકરો હાજરાહજૂર હતો, મંગુબાની વાટ જોતો પાટે બેઠો હતો. મંગુબાને આજે એમની આસ્થા વધીને અનંત થઈ ગઈ. એમનાં નૈવેધમાં નવો એક રસ ભળી ગયો, ભક્તિની સાથે વિશ્વાસ ભળી ગયો.