"ઓળખવામાં થાપ"
'ભુલથી સાચી ઓળખ મળે છે'
આ દુનિયામાં મનુષ્ય જ એક એવો જીવ છે જે બધા જ કાર્ય કરી શકે છે. તેનાથી તે બીજાં જીવો કરતા શ્રેષ્ઠ તરી આવે છે. દરેક મનુષ્યનાં સ્વભાવ અને મન જુદાં જુદાં હોય છે. બહું જ ઓછા લોકોનાં સ્વભાવ એકબીજા સાથે મળતાં હોય છે. જ્યારે આપણે કોઈ નવા વ્યક્તિને સૌ પ્રથમવાર મળીએ છીએ ત્યારે આપણે તેનો સ્વભાવ તરતજ ઓળખી નથી શક્તાં. સૌ પ્રથમ તો એકબીજા સાથે થોડો તો અણબનાવ અને ઈર્ષા તો થાય જ છે. પરતું સમય જતાં એકબીજા સાથે ની ગાઢ ઓળખાણથી એકબીજાનાં સ્વભાવ મળવા લાગે છે.
હંમેશાં શરૂઆતમાં જ આપણે બીજા લોકોનાં સ્વભાવની મનમાં ખોટી ધારણા કરી લઈએ છીએ કે આ માણસ આવો હશે, તેવો હશે, તે મારા જેવો નથી, જે હું કરી શકું તે કોઈ જ ના કરી શકે. જે આપણી સૌથી મોટી ભુલ અને આપણો અહમ્ કહેવાય છે. આથી શરુંઆતમાં જ સંબંધ માં વિક્ષેપ પડવા લાગે છે.
એક વાર મારે પ્રસંગ માટે સુરત જવાનું હતું તો સરકારી બસમાં ટિકિટ પહેલેથીજ બુક કરાવી હતી. આથી સમય પર પહોચીને બસમાં બેસી ગયો. બસમાં મારે ઉપરની સ્લીપર સિંગલ સીટ હતી અને મારી સામે ડબલની સિંગલ સીટમાં ફક્ત એક દાદા બેઠેલા હતાં. મારી સાથે વાર્તા લાપથી મે જાણયું કે તે દાદા કચ્છનાં એક ગામનાં વતની હતાં અને તે પણ સુરત તેના દિકરાનાં ઘરે જતા હતાં. દાદા ની ઉમર લગભગ ૬૦ વર્ષની આસપાસ હતી. થોડા સમય સુધી દાદા સાથે વાત કરવાથી તે દાદા ને મારી સાથે વાતું કરવામાં મજા પડી ગઈ.
હવે થોડા સમય પછી બસ એક બસ સ્ટેન્ડ પર ઊભી રહી. નવા ૨-૩ માણસો બસમા ચડ્યાં, તેમાં એક નવ યુવાન છોકરો જે હિન્દી ભાષામાં બોલતો હતો અને તે બસમાં જગ્યાં શોધતો હતો. તેથી દાદા ની બાજુમાં જ એક જગ્યાં ખાલી હતી.
બસ કંડકટરે તે છોકરાને દાદાની બાજુમાં જગ્યાં દેખાડી અને છોકરાને કહ્યું કે આ દાદા સાથે બેસી જા. આ નજારો દાદા અને હૂં જોતા હતાં. દાદા એ હિન્દી છોકરાનાં કાળા ચેહરાને જોયો તો દાદાનો સ્વભાવ બદલાયો અને બસ કંડક્ટર સાથે આના કાની કરવા લાગ્યાં અને તેને પાછળની જગ્યાએ જવા કહી દીધું અને તેજ સમયે મારી સાથે પણ વાત કરી કે તે મારી બાજુની સીટમાં બેસશે તો મને તે હિન્દી છોકરા સાથે નહીં ફાવે.
મે દાદાને કહ્યુ. કોઈ સમસ્યા નહીં આવે દાદા. તમને જરૂર ફાવી જશે. દાદાએ મને બહુ ભલામણ કરી પણ મારે એકલા બેસવાની ઈચ્છા છે તેમ કહી ને મે ના પાડી દીધી.
બસમાં પાછળ જગ્યાં ના હોવાને લીધે પાછા કંડક્ટરનાં કહ્યા પ્રમાંણે તે હિન્દી છોકરો પોતાના ૨ મોટા થેલા સુવાની સીટ પર ઉપર ચડાવ્યાં, ત્યાં તો પાછા દાદા ગુસ્સામાં છોકરાને બોલવાં લાગ્યા કે અહિયાં તુ સૂઇશ કે આ થેલાને સુવડાવીશ. આથી પેલો હિન્દી છોકરો બંને થેલા નીચે મુકીને દાદાની બાજુમાં બારી પાસે બેસી ગયો અને આડો પડી ગયો.
હવે થોડાક સમય સુધી તો દાદા તેની સાથે ના બોલ્યા. પરતું દાદા બોલવામાં જબરા હતાં તેથી મારી સાથે વાતું ચાલુ રાખી. વાત વાત માં વચ્ચે મેં તે હિન્દી છોકરાને ને પુછી લીધુ ક્યાં ઉત્તરાવાનું છે અને તેણે કહ્યું અંકલેશ્વર. તેમાથી દાદાએ પણ તેની સાથે જરાક વાત કરી. હવે તે દાદાને પણ લાગ્યું કે આ હિન્દી અને કાળો છે પણ છોકરો બરાબર છે અને થોડી વાર પછી તો તે હિન્દી છોકરાને બેટા બેટા કરવા લાગ્યા. દાદાએ પણ બધી વાતુ કરીને પુછી લીધું અને થોડા જ સમયમાં દાદા ને તે છોકરા સાથે પણ ફાવી ગયું અને સ્વભાવમાં મેળ આવી ગયો.
પછી તો દાદા વાતું વાતું માં છોકરાને પુછી લે તારે પાણી પીવું છે તો આ પીઈ લે અને દાદાએ કીધું કે તારી બેગ પર ઉપર લઈ લે અને આરામ થી સુઇ જા.
દાદાનાં આવા સ્વભાવ પરિવર્તનને લીધે મને પણ આનંદ થયો અને મેં દાદા ને કહ્યું દાદા તમે તો કહેતા હતાં કે તમને નહીં ફાવે. પરંતુ દાદાએ મને કહ્યું કે આ મારી ભૂલ છે, ખરેખર મારો આત્માં દુ:ખી થયો છે.
મે કહ્યુ દાદા તમારો સ્વાભાવ તો સુંદર છે એટલે જ મેળ આવી ગયો એટલે હવે કોઇ સમસ્યા જ નથી. પરંતુ બીજાનાં સ્વભાવ ઓળખવામાં મનુષ્ય સૌ પ્રથમ થાપ ખાઈ જાય છે અને ના બોલવાના વેણ બોલાઈ જાય છે જેથી બીજાં મનુષ્ય મનને દુઃખ પહોંચે છે. જે એક પાપ સમાન છે.
આના પર થી દરેક મનુષ્યને બોધ મળે છે કે શરુઆતમાં કોઈ પણ મનુષ્યનાં સ્વાભાવનુ અનુમાન ખોટું ના લગાડવું જોઈએ.
'મીઠો સ્વભાવ એ મનુષ્યને સાચી ઓળખ આપી જતો હોય છે'
આથી જ,
ઘર આંગણું જ સ્વર્ગ બની જાય,
જ્યારે એક બીજાના મન મળી જાય,
નથી આવડતું સબંધંની ગણતરી કરતાં,
પણ તેમાં કાચાં રહેવાથી તે ટકી જાઈ.
જુદાં જુદાં મનુષ્યનાં ના સ્વભાવ જુદાં જુદાં હોય છે પરંતુ જે મનુષ્ય પોતાનો સવભાવ બદલે છે તે પોતાની જિંદગી બદલવામાં સફળ થાય છે.
મનોજ નાવડીયા
Manoj Navadiya
E mail: navadiyamanoj_62167@yahoo.com