વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-39 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-39

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-39
કબીર સ્વાતી જે કોલ સેન્ટરમાં કામ કરતી હતી ત્યાં પહોંચીને એ સ્વાતીનાં વાસના ભર્યા સંબંધો ઉઘાડા પાડી રહ્યો હતો. સ્વાતીએ અભીની હાજરીમાં ચીસ જેવા અવાજે કહ્યું એય કબીર મોં સંભાળીને બોલ તું કોના માટે બોલી રહ્યો છે તારી કાળવાણી બંધ કર.
કબીરે કહ્યું "મને ખબર છે હું શું બોલું છું પૂરી સભાન અવસ્થામાં તને કહી રહ્યો છું અહીં તારા કોલ સેન્ટમાં અભીજીત, તારો પાડોશી પ્રદિપ, પાનનાં ગલ્લે ઉભો રહેતો જીગીશ બોલ કેટલાં નામ ગણાવું તું તો સ્ત્રીનાં નામ પર કલંક છું કલંક મારા મિત્રને દગો આપ્યો હવે આ અભીજીતને વશમાં લીધો કેટલાને વશ કરવા છે તારે ? તારી આ શરીર અને પૈસાની ભૂખે તને... કબીર આગળ કઈ બોલે એ પહેલાં ઉશ્કેરાયેલી સત્ય ના સાંભળી શકતી સ્વાતી એનાં ગાલ પર એક થપ્પડ મારી દે છે અને ઝનૂન થી આગળ વધે પહેલાંજ અભિજીત સ્વાતીને રોકે છે અને બોલે છે.
સ્વાતી આ શું કરે છે ? તારું ચરિત્રતો તારાં મોઢે મોઢે એણે કીધું છે તારો ઉશ્કેરાટજ એ સાબિત કરે છે કે તું ચરિત્રહીન છે અને છોકરાઓ તો ફલર્ટ કરીએ પણ તું તો બધી સીમા વટાવી ગઇ છે આઇ હેટ યુ મારી સામે ના આવીશ કદી એમ કહીને કોલ સેન્ટરમાં જતો રહ્યો એક તીવ્ર નફરતવાળી નજર કરીને હટ એમ કહી તીરસ્કાર કરી સ્વાતીને છોડી ગયો.
અભિજીતનાં ગયાં પછી સ્વાતીની સામે કબીરે જોઇને કહ્યું હવે પાઠ ભણાવી દીધો મેં તને મારાં કાલ્પનિક પાત્રો અને અર્ધસત્યે તારું સત્ય તને સમજાઇ ગયું. જેવા સાથે તેવા તેં સુરેખને દગો દીધો તને શું મળ્યું ?
સ્વાતી આ સાંભળીને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી પડી અને ધીમે ધીમે સ્ટેજ પર અંધારૃ છવાયુ અને પડધો બંધ થયો.
આખા ઓડીટોરીયમમાં બધાં પ્રેક્ષકોએ તાળીઓથી નાટકને વધાવી લીધું. ત્યાં બેઠેલાં કોલેજનાં છોકરાઓએ કહ્યું સારુ થયું. આજના જમાનાની વાસ્તવિક્તા પર કન્સેપટ લીધાં મજા આવી ગઇ ત્યાં એનાઉન્સમેન્ટ થયું કે હવે ફીલ્મી ગીતો રજૂ થશે.
પાછુ ઓડીટોડીયમમાં શાંતિ થઇ ગઇ અને પડદો પૂર્ણ બેકગ્રાઉન્ડમાં ફીલ્મી ગાયક ગાયીકાઓનાં ફોટા નવો સેટ હતો અને ગીત રજૂ કરવા સુરેખા આવી. એ ગીત શરૃ કરે પહેલાં.
સુરેખા-સ્વાતી-અભિ-કબીર બધાં હોલમાં આવી પ્રથમ હરોળની બાજુની લાઇનમાં સાંભળવા માટે બેસી ગયાં. સુરેખાએ ગીત શરૃ કર્યું લગ જા ગલે.. એટલાં મધુર મીઠાં અવાજે સૂરમાં ગીત ગાયું. બધાને ખૂબ ગમ્યુ ખુબ તાળીઓના ગડગડાટ વચ્ચે કોઇએ કોમેન્ટ ત્પાસ કરી...સુરેખ ભાઇ લગ જા ગલે... અને એક સાથે હાસ્ય ફરી વળુ સુરેખ કંઇ બોલ્યા વિના સાંભળી રહ્યો.
આ પછી તમસ આવ્યો એણે રફીનું ગીત રજૂ કર્યુ રહા ગર્દીશોને હરદમ... મેરે ઇશ્કકા સિતારા કભી ... વાતાવરણ એકદમ ગંભીર અને શાંત થઇ ગયું. તમસે ખૂબ દીલથી ગાયું એને પણ બધાએ વધાવી લીધું.
પછી સુરેખા આવી અણે ખૂબ સુંદર ગીત રજુ કર્યું. ધીરે ધીરે મચલ એ દીલે બે કરાર કોઇ આતા હૈ... યુ તડપકે ના તડપા મુઝે બાર બાર સુરેખાએ એટલું સુરીલું ગાયુ કે આખુ ઓડીટોરીય ઉભા થઇને એને વાહ વાહથી વધાવ્યું તાળીઓનાં ગડગડાટ સતત ચાલુ રહ્યાં.
પછી કોરસમાં ગરબા-રાસ રજૂ થયાં બધાએ ખૂબ મોજમાં પછી પ્રિન્સીપલે આવીને બધાં છોકરાઓને બિરદાવ્યાં અને શાબાશી આપી અને કાર્યક્રમને સફળતા આપવા બદલ બધાને આભાર માન્યો.
કાર્યક્રમની પૂર્ણાહતી પછી સુરેખા -તમસ બધાં હોલમાં આવી ગયાં. મી. અધવર્યુએ સુરેખાને પાસે બોલાવીને કહ્યું દીકરા તે ખુબ સુદર ગાયુ માં સરસ્વતીની દયા છે ગોડ બ્લેસ યું. દર્શનાબ્હેને એને ગળે વળગાવી દીધી અને કહ્યું કોકીલ કંઠી છે તું સુરેખા અને એનાં પાપા મનસસુખભાઇને કહ્યું તમારી દીકરી ખૂબ ગુણીયલ છે.
મનસુખભાઇ પણ ખૂબ ખુશ હતાં. સુરેખ અને સુરેખા બંન્ને ખૂબ ટેલેન્ડેડ હતાં, રૂપાએ કહ્યું દીદી તમે તો મેદાન મારી દીધું ત્યાં દર્શનાબહેને તમસને બોલાવી કહ્યું ભાઇ તેં પણ ખૂબ સરસ ગાયુ મી. અધ્યર્યુએ કહ્યું દીકરા સુરેખ અમે લોકો ઘરે જઇએ છીએ તમે તમારી રીતે આવજો પછી બોલ્યાં મનસુખભાઇ તમે લોકો અમારી સાથે આવો અમે ડ્રોપ કરી દઇશું. ઓડિટોરિયમમાં ભીડ ઓછી થવા લાગી હતી મનસુખભાઇએ કહ્યું અમે જતાં રહીશું નાહક તમારે...
ત્યાં સુરેખે કહ્યું ના અંકલ તમે અને રૂપા પાપા સાથે જાવ અમે સુરેખાને ઘરે મૂકી જઇશું. અહીં હજી અમારે થોડીવાર લાગશે મનસુખભાઇએ કહ્યું ઓકે થેક્સ પણ તમે સાચવીને આવી જજો.
રૂપાએ સુરેખા સામે આંખો નચાવતાં કહ્યું "સુરેખા દીદી તમે સાચવીને આવી જજો પછી હસવા માંડી. સુરેખાએ ગાલ પર ચીમટો ભરતાં કહ્યું જા ચાંપલી સીધી સીધી અને સુરેખ સામે જોઇને હસવા લાગી.
ઓડિટોરિયમ લગભગ ખાલી થઇ ગયેલું વંદનાએ મસ્કીને કહ્યું શું તારું પ્લાનીંગ હતું તું કંઇ કરી શક્યો નહીં અહીં આ નાટક જોવા અને ગીતો સાંભળવા સિવાય કંઇ કરવાનું નહોતું ? મારે તો ગાલ પર લાફો મારી લાલ રાખવા સિવાય કોઇ ઉપાય નહોતો એ લોકોને વખાણજ સાંભળવા મળ્યાં.
મસ્કીએ કહ્યું એવો કોઇ મોકોજ નહોતો મેં પ્રયત્ન કર્યો પણ ફેઇલ ગયો અને મારાં માથે ઘણાં ટેન્શન છે ફરી કોઇવાર હું.. વંદનાએ કહ્યું હવે કંઇના થાય પતી ગયું મારાંથી રીવેન્જ નાજ લેવાયું ઉપરથી બધાનાં વખાણ સાંભળ્યા કર્યા.
મસ્કીએ કહ્યું અહીં બધાં ગેસ્ટ જોયા હતાં ? કમીશ્નર, કલેકટર, મામલતદાર જેવાં સરકારી.. અને અહીં ચાન્સજ નહોતો.
વંદનાએ કહ્યું "આજ ચાન્સ હતો ઠીક છે હું મારી રીતે કરીશ હવે જો. એમ કહી સુરેખ - સુરેખા બધાં હતાં ત્યાં એ ઝડપથી ગઇ અને કોઇ કંઇ સમજે પહેલાંજ સુરેખને વળગીને બોલી વાહ એક્ષલેન્ટ, કોન્ગ્રેચ્યુલેશન્સ શું તારી અદાકારી હતી હું તો ધાયલ થઇ ગઇ યાર...
સુરેખ તો ડઘાઇજ ગયો અચાનક વંદનાનાં વર્તનથી સુરેખાતો લાલપીળી થઇ ગઇ એ કંઇ બોલવા જાય એ પહેલાં વંદનાએ સુરેખાને કહ્યું તું તો ફાવી ગઇ જોરદાર શિકાર કર્યો છે પણ તે પણ ગીત ઠીક ઠીક ગાયાં. મજા આવી ગઇ.
સ્વાતીથી ના રહેવાયું એ બોલી "વંદના તારે તારું આ ચરિત્ર બતાવાની જરૂર નહોતી તું ગમે તેવા ખેલ મસ્કી સાથે કરે અહીં અમારી પાસે નહીં ચાલે જા પેલો તારી રાહ જુએ છે. વંદના સાંભળીને સળગી ગઇ અને બોલી તું તારાં અભિને સંભાળ તારું કેરેક્ટર તો સ્ટેજ પર જોયુ છે અભિએ કહ્યું એ નાટક હતું અને તું અંચાઈ કરી રહી છે એ એનાંથી વધુ ગંદુ નાટક છે તું અહીંથી જઇ શકે છે અમને મૂલવવાની તારી હેસીયત નથી ગેટ લોસ્ટ.
આ બધામાં સુરેખતો હજી ડઘાયેલોજ હતો એ સ્વસ્થ થતાં બોલ્યો વંદના ત્યાં મસ્કી તારી રહા જુએ છે તારુ આવું રીએક્શન કે પ્રેમનો અતિરેક મને સ્વીકાર્ય નથી તું આમ ફાટફૂટ પડાવવા એ એક્ટીંગ કરી રહી છે એ તમારી હતાશા બતાવે છે એય મસ્કી આને અહીંથી લઇજા નહીંતર...
મસ્કી એની પાસે આવ્યો અને વંદનાને કહ્યું ચલ પછી સુરેખને કહ્યું "નહીંતર ? નહીંતર એટલે ? તું શું કહેવા માંગે છે ?
ત્યાં કબીર વચમાં આવીને બોલ્યો.. નહીંતર એ કે હું અત્યારે બધાની સામે તારો ભાંડો ફોડી નાંખીશ તું મિત્ર કહેવાને પણ લાયક નથી તેં તો મારો વીડીયો ઉતારી મને બદનામ કરવાનું કાવત્રુ કરેલું પણ મારી પાસે પણ...
સુરેખે કહ્યું આ બધી વાતો છોડો મસ્કી તું અહીંથી જઇ શકે છે. મસ્કી એકદમ ઉશ્કેરાયો અને કબીરની ફેંટ પકડવા જાય ત્યાંજ અભી વચમાં આવી ગયો અને મસ્કીને ધક્કો મારતાં કહ્યું તું અહીંથી નીકળ તારી બધી વાત કબીરે અમને કીધી છે એક ફ્રેન્ડ થઇને તું આવા ધંધા કરે છે ? તું એ આ ગ્રુપમાં કદી આવીશ નહીં તારાં જેવો ફ્રેન્ડ ના હોય એ વધુ સારુ છે.
સુરેખે કહ્યું તારું પાપ છાપરે આવીને પોકારી ગયું છે તું સીધો જતો રહે નહીતર આમાં જો પોલીસ ઇન્વોલવ થશે તે તું ક્યાંયનો નહીં રહે તારાં બાપા પણ નહીં છોડાવી શકે.
તારાં પૈસાનો રૂઆબ વંદનાને બતાવજે અમે જો અમારા પેરેન્ટસને વાત કરીશું તો તું કોલેજમાં પણ નહીં રહે એટલે હવે અહીંથી નીકળ.
છેલ્લાં શબ્દોમાં સુરેખે આપેલી ચેતવણીથી મસ્કી અટક્યો અને વંદનાનો હાથ પકડીને ત્યાંથી નીકળી ગયો. બધાએ હાંશ કરી. મસ્કીનાં ગયાં પછી કબીરે સુરેખ અને અભી કહ્યું "યાર મેં તો તમને કંઇ કીધુ નથી ? તને કેવી રીતે ખબર ?
સુરેખે કહ્યું તું દમણથી આવ્યો ત્યારથી જે રીતે ફરી હતો અને મસ્કીનો નામથી ભડકતો હતો એનાં પરથી મેં માત્ર અનુમાન લગાવેલું મેં એમજ ફેકી અને નિશાન બરાબરજ લાગ્યું અને એ જતો રહ્યો.
સુરેખે કહ્યું હવે સાચી વાત કહે શું થયેલું દમણમાં કબીર કહી છોડ એ પછી વાત... અભીએ કહ્યું....
વધુ આવતા અંકે --- પ્રકરણ-40