વાઇલ્ડ ફ્લાવર્સ - અધ્યાય-38 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - અધ્યાય-38

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-38
વંદના વેદીકા અને મસ્કી સ્ટેઝ પર જઇ બધાંને બેસ્ટ લક કેહવાની ફોર્માલીટી પતાવીને ઓડિટોરિયમમાં આવી એમની જગ્યાએ આવીને બેસી ગયાં. ઓડીટોરીયમ લગભગ ભરાઇ ગયું હતું. સુરેખનાં પાપા મી.અધર્યુ એમની જગ્યાએ આવી ગયાં હતાં. એમની બાજુમાં દર્શનાબહેન મનસુખભાઇ -રૂપા હતાં. પોલીસ કમિશ્નરથી માંડીને મામલતદાર સુધી સરકારી ગેસ્ટ પણ આવીને એમની જગ્યા ચોભાવી રહ્યાં હતાં.
પ્રોફેસ શર્માજીએ માઇક હાથમાં લીધું અને આનંદ સાથે સરસ રીતે પ્રોગ્રામની આખી રૂપરેખા રજૂ કરી અને બધાંએ તાળીઓથી વધાવી લીધી. મસ્કી, વંદના, વેદીકા, તમસ, મનીષ, મનજીત, નસીમ બધાંજ એક રો માં સાથે બેઠાં હતાં. બદાંજ મિત્રો ગ્રુપનાં હાજર હતાં.
પ્રોફેસર શર્માએ રૂપરેખા પછી આ યુનિર્વસીટીમાં કેવાં કેવાં મહાનુભાવો ભણીને દેશનું નામ રોશન કરી ગયાં એની પણ સૂક્ષ્મ રજૂ કરીને કહ્યું અહીં આ પહેલાં વેંકટરામન રામકૃષ્ણ, રંગઅવદૂત સંત, ટેબે સ્વામીસંત, સામ ચિત્રોડા, દાદા સાહેબ ફાળકે જેવી વિભૂતીઓએ આ ભૂમિને પાવન કરી છે તમે ગૌરવીત છો કે તમે એ યુનીર્વસીટીમાં ભણી રહ્યાં છો. યુનિર્વસીટીનો ભવ્ય ઇતિહાસ કીધો બધાંએ ઉભા થઇ તાળીઓનાં ગણડાટથી વધાવી લીધો. પછી પ્રોગ્રામ શરૂ થયો.
પ્રથમ ગણેશ-સરસ્વતીની સ્તુતિવંદના સુરેખા અને કોરસે રજૂ કરી... ખૂબ સુંદર શરૂઆત થઇ બધાં આનંદ વિભોર થઇ ગયાં.
આ પછી પ્રોફેસર શર્માએ કહ્યું પ્રથમ નાટક રજૂ થશે. પછી ફીલ્મી સંગીત અને ગુજરાતી ગીત-ગરબા ગવાશે બધાએ ફરીથી તાળીઓથી વધાવી લીધું. અને નાટક રજૂ થયું સુંદર સંગીતનાં બેકગ્રાઉન્ડ સાથે... પ્રોફેશર શર્માની સ્પીચ રજૂ થઇ એમ એમણે સૂંદર રજૂઆત કરતાં કહ્યું આજના યુવાનોની વાત અને આજનાં સમયમાં જોવા મળતાં પ્રસંગો પરથી પરોવાયેલું નાટક રજૂ કરીએ છીએ.. પંખી ડાળ ડાળનાં.. ઊડે ઊંચા આભને... અને બધાએ તાળીઓની ગૂંજવી દીધું. એમાં કામ કરનાર કલાકારોનાં નામ - સુરેખ-સ્વાતી- અભિજીત-કબીર અને ... પડદો ખૂલ્યો.
નાટકથી સ્ટોરીલાઇન પ્રમાણે દ્રશ્યો શરૂ થયાં કોલેજની લાઇફ બતાવતું દ્રશ્ય. કોલેજ કેન્ટીનમાં પ્રથમવાર સુરેખ સ્વ મુલાકાત, વાતો, અભ્યાસ અને કોલેજની વાત અનેક મુલાકાતો પરીચય વધ્યો-દોસ્તી પછી પ્રેમમાં પરીણામે છે.
સ્વાતી અને સુરેખ જે નાટકનાં પાત્રમાં પ્રેમી બન્યા છે તેઓ કોલેજ પુરી થયાં પછી બસ સેન્ડ પર મળે છે પ્રેમનાં સંવાદ બોલ્યા અને બસમાં બેઠાં વિનાંજ ફરવા નીકળી પડે છે સ્વાતી સુરેખ આંખોમાં આંખ પરોવી કાયમ સાથ નિભાવવાનું વચન આપે છે. સુરેખ એનાં કપાળે ચુંબન કરે છે અને સ્વાતી સુરેખની બાહોમાં પરોવાઇ જાય છે. આમ પ્રેમ દ્રશ્યો ભજવાય છે. ..
નાટક આગળ વધે છે. સામાન્ય કુટુંબનાં બંન્ને પાત્રો પાછળ મળે છે. સુરેખે સ્વાતીને કહ્યું સ્વીટુ મારે પાર્ટટાઇમ જોબ કરવી પડશે. ધરની સ્થિતિ એવી છે કે.. સ્વાતી સુર પુરાવતાં કહે છે હું પણ રાત્રીનાં સમયમાં કોલ સેન્ટરમાં કામ સ્વીકારવાની છું. મારે પણ કામ કરવા સિવાય કોઇ વિકલ્પ નથી. સુરેખને પસંદ આવતું નથી પણ વિવશ પરિસ્થિતિ સ્વીકારે છે.
બંન્ને જણાં સાંજે મળે છે સુરેખ જોબ પરથી છુટીને સ્વાતી જોબ ચાલુ થતાં પહેલાં. પ્રેમ પરવાન ચઢે છે અને ચુંબન અને વ્હાલનું વળગણ આગળ વધે છે. દ્રશ્યતી એક વાસ્તવિક લાગવા છતાં ક્યાંય સ્પર્શ નથી માત્ર આભાસ રજૂ બધાં તાળીઓથી વધાવે છે.
અચાનક સ્ટોરી ટર્ન લે છે. સુરેખને માર્ગ અકસ્માત થાય છે અને હોસ્પીટ્લાઇઝ થાય છે એનાં હાડકાનું તૂટવું ઓપરેશનનો વખત. સ્વાતી ગભરાઇને એની ખબર કાઢવા આવે છે. સુરેખને વિવશ પરિસ્થિતિમાં જોઇને ખૂબ દુઃખી થાય છે રડી પણ એની જોબની વિવિશતાએ વધુ સમય આપી નથી સકતી ધીમે ધીમે સમય ઓછો થતો જાય છે મુલાકાતોનો.
સુરેખને હોસ્પીટલમાંથી રજા તો મળે છે પણ ઘરે બેડરેસ્ટ કરવાનો આવે છે એની માં એની સેવા કરે છે કે જોબ પર જવાતું નથી ભણતર બગડે છે જોબ છૂટી જાય છે.
ઓડિટોરિયમમાં બેઠેલી સુરેખની માં દર્શનાબહેન આંખો ભીંજાય છે અને પ્રો.અધર્વ્યુ સમજાવે છે તમે રડો છો આ નાટક છે પણ કહેવું પડે વાસ્તવિક લાગે છે.
આમ નાટક આગળ વધે છે સ્વાતી રાત્રીની જોબ કોલ સેન્ટરનાં એનાં બોસનાં સંપર્કમાં આવે છે ધીમે સાથે સમય પસાર કરતાં ઓળખ ઓળંગી પ્રેમમાં પડે છે. એકબાજુ સુરેખ વિવશ પરિસ્થિતિમાં બેકાર થઇ ઘરે બેઠો છે સ્વાતીને સંપર્ક કરવા વારે વારે પ્રયત્ન કરે છે પણ સ્વાતી હવે રીસ્પોન્ડ નથી કરતી નથી હવે મળવા આવતી સુરેખ દુઃખી થઇને નરી વાસ્તવિક્તા સ્વીકારવા માંડે છે.
આ બાજુ સ્વાતી એનાં બોસ સાથે રંગરેલીયા મનાવવાનું ચાલુ કરે છે અને પોતાનાં પ્રેમ અને દેહનો જાણતાં અજાણતાં સોદો કરે છે. વાસનાનાં આકર્ષણે એનાં સાચાં પ્રેમને ભૂલે છે. પ્રેક્ષકોમાં સોપો પડે છે ધીમાં ગણગણાટ થાય છે આ કેવી છોકરી છે ? એનાં બોસ અભી સાથેનાં પ્રેમ સંવાદો અને શારીરીક પ્રેમની ચેષ્ટાઓ બધાં જુએ છે.
નાટક આગળ વધે છે. સુરેખનો ફેન્ડ જે કબીર આવે છે એ સુરેખને મળવાં એનાં ઘરે આવે છે એની ખબર અંતર પૂછે છે અને પછી પૂછે છે કે સ્વાતી હવે નથી આવતી ? શું થયું ? સુરેખ મૌન રહી આંખોથી જવાબ આપે છે. એનાં મૌનમાં બધાંજ જવાબ કબીરને મળી જાય છે. એનાંથી રહેવાતુ નથી એણે કહ્યું હું સ્વાતીને મળીને એની પાસેથી આ તને મળેલા દગાનો હિસાબ લઇશ હું તારી આવી સ્થિતિ નથી જોઇ શકતો.
સુરેખ એને સમજાવે પાછો વાળે પહેલાં કબીર ત્યાંથી નીકળી જાય છે. સુરેખ અને કબીરનાં થોડાં પણ ચોટદાર સંવાદો પ્રેક્ષકો તાળીઓથી વધાવી લે છે. કબીર એવું કહીને નીકળે છે. દોસ્ત તને જેણે દગો દીધો છે એ શાન હું ઠેકાણે લાવીશ ભલે એ તારી પાસે પાછી ના ફરે પણ એને સબક જરૂર શીખવાડીશ એમ કહીને ત્યાંથી નીકળી જાય છે.
રાત્રીનાં પ્રહરનું દ્રશ્ય સ્વાતી કોલસેન્ટર પર જોબ માટે આવી હોય છે. કબીર એનાં કોલ સેન્ટરની બહાર એનાં પાછા નીકળવાની રાજ જુએ છે. સ્વાતી અને અભિ બંન્ને જણાં બહાર નીકળે છે અને અભિએ સ્વાતીને ચુંબન કરીને કહ્યું સ્વાતી મારે આજે રીપોર્ટ બધુ બનાવવુ છે મારે અહીં આખી રાત રોકાવવાનુ છે તું ઘરે પહોચી જા પહોચીને ફોન કરજે એમ કહીને એને વિદાય આપે છે. કોલસેન્ટરનાં બીજા કલીગ્સ નીકળી જાય છે. સ્વાતી પાર્કીગમાં આવીને એનું એક્ટીવા ચાલુ કરી નીકળે છે રાત્રીનો 1.00 વાગ્યો છે અને ત્યાંજ કબીર એની સામે પ્રગટ થાય છે. કબીરને સ્વાતી ઓળખતી નથી જાણે કદી મળીજ ના હોય. કબીરે સ્વાતીને કહ્યું "ઓળખતી નથી ? સ્વાતી એ કહ્યું આટલી રાત્રે મને શેની ઓળખાણ યાદ કરાવવા આવ્યો છું. મારે ઘરે પહોચવું છે અત્યારે મારી પાસે સમય નથી વાતો કરવાનો એ કબીરને કોઇ રીસ્પોન્સ નથી આપતી.
કબીરે કહ્યું "મને નથી ઓળખતી ? કંઇ વાંધો નહીં પણ સુરેખને તો ઓળખે છે ને ? સ્વાતી એની સામે પ્રશ્નાર્થ અને આશ્ચર્યથી જોઇ રહી એ અટકી..... પછી બોલી એનુ શું છે ?
કબીરે કહ્યું "એનું કંઇ નથી પણ એનો છેલ્લો સંદેશો તને આપવા આવ્યો છું... સ્વાતીએ કહ્યું છેલ્લો સંદેશ ? એમણે શું કહેવા માંગે છે ? મારે હવે એની સાથે કોઇ સંબંધ નથી.
કબીરે કહ્યું "તારે સાચેજ એની સાથે હવે કોઇ સંબંધ નથી કારણ કે હવે એ આ દુનિયામાંજ નથી.
સ્વાતીએ એને કહ્યું તું શું બોલે છે તને ભાન છે ? પછી એ થોડીક અટકી અને બોલી... એવું છે તો પ્રભુ એનાં આત્માને શાંતિ આપે પણ તું આમ અડધી રાત્રે મને કહેવા શા માટે આવ્યો છે ?
કબીરે કહ્યું તારી અમાનત એની પાસે હતી એ પાછી આપવા આવ્યો છું સ્વાતીએ કહ્યું "કઇ મારી અમાનત ? ત્યાં સ્વાતીનાં બોલવાનાં કોઇ સાથે વાત કરવાનાં અવાજ સાંભળી અભિજીત ઓફીસમાંથી બહાર આવે છે. અને આટલી રાત્રે સ્વાતી કોની સાથે વાત કરી રહી છે એ જોવાં એ લોકોની પાસે આવે છે.
આવીને અભિ કબીરને પૂછે છે કોણ છે તું ? સ્વાતીનું શું કામ છે ? શું વાતો કરો છો તમે લોકો ? કબીરે કહ્યું આ ભાઇ કોણ ? તમારાં હવે પછીનાં નવા લવર છે ? સ્વાતિ એ કહ્યું નવા લવર એટલે ? તું શું બોલે છે ?
કબીરે કહ્યું "તમે બીજા, ત્રીજા, ચોથા કે ક્યાં ક્રમાકે આવો છો મને નથી ખબર પણ મારાં મિત્રને અપાર પ્રેમ કરી વચનો આપી અડધેથી પડતો મૂકીને હવે તમારી સાથ....
સ્વાતીએ ચીસ જેવાં અવાજે કહ્યું "એય કબીર તારું મોં સંભાળ તું કોના માટે વાત કરે છે. ત્યાંજ કબીરે કહ્યું "વાહ હવે જે કહું છું એ સાંભળ......
વધુ આવતા અંકે --- પ્રકરણ-39