વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-37 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-37

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-37
યુનીર્વસીટી હોલમાં આજે નાટક છે. એન્યુઅલ ફંકશન છે. સુરેખાનો સુરેખ પર ફોન આવ્યો અને સુરેખે તરતજ ઉંચકતા કીધુ બોલ સુરેખા... સુરેખાએ કહ્યું સુરેખ તું લેવા ના આવીશ હું પાપા અને રૂપા સીધા હોલ પર પહોંચી જઇશું. આપણે સીધા ત્યાંજ મળીશું. સુરેખે કહ્યું પણ કેમ હું મંમી સાથે તમને લોકોને લેવા આવી જઇશ.
સુરેખાએ કહ્યું "ના તું સીધો જજે પાપા ઓફીસથી આવશે પછી અમે તૈયાર થઇને નીકળીશું તમારે પહોચીને બધી તૈયારી કરવાની... તારે વહેલાં ત્યાં પહોચવુ પડશે નહીંતર બધાં રાહ જોશે શર્મા સર તમારી રાહ જોતાં હશે હું થોડો સમય પહેલાં પહોચીશ ચાલશે. તમારે લોકોએ 2 કલાક વહેલાં ત્યાં પહોચવાનુ છે પ્લીઝ.
સુરેખે કહ્યું "ઓકે હું ત્યાં પહોંચી તારી રાહ જોઇશ. અને ફોન મૂક્યો. સુરેખ તૈયારી કરવા માંડ્યો એણે એની મોમને કહ્યું મોમ તમે મારી સાથેજ આવશોને ? મારે હોલ પર 2 કલાક પહેલાં પહોચવાનું છે. એની મોમે કહ્યું "હાં હું તારી સાથેજ આવીશ હું બધુ જોઇશ મને મઝા પડશે અને સુરેખા ? સુરેખો કહ્યું એ એનાં પાપા અને બહેન સાથે સીધી હોલ પરજ આવી જવાની છે. મોમે કહ્યું ઓકે હું એને ત્યાં મળીશ. ચાલ તો તું તૈયાર થવા માંડ હું પણ તૈયાર થઊં છું આમ પણ સમય થવાજ આવ્યો છે તને સ્ટેજ પર પરફોર્મ કરતાં જોવાની મજા આવશે સારુ થયું મેં તમારું કોઇ રીહર્સલ જોયુ નથી એકસાઇટમેન્ટ રહેશે મને.
**************
યુનીવર્સીટી હોલમાં પ્રથમ ભાગ લેનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તથા પ્રોફેસર આવી ગયાં હતાં. હજી ફંકશન ચાલુ થવાને 1 કલાકની વાર હતી આખાં ફંકશનમાં ચાન્સેલરની સ્પીચ પછી નાટક એ પછી ગીતો-ડાન્સ અને છેલ્લે વંદેમાતરમ આખાં પ્રોગ્રામની સૂચિ તૈયાર થઇ ગઇ હતી.
શહેરનાં નામી-અનામી બધાને આમંત્રણ હતું. નાની મોટી હસ્તીઓ હાજર રહેવાની હતી. કલેક્ટર, મામલતદાર, જજ કમીશ્નર જેવા સરકારી મહેમાનો પણ ખુરશી શોભાવવાનાં હતાં. વિદ્યાર્થીઓનાં પેરેન્ટસ મિત્રો તો હતાંજ. બધી વ્યસ્ત શીડયુલમાં સુરેખ પર ફોન આવ્યો ફોનમાં સ્ક્રીન પર નામ જોઇને એ આનંદથી ઉછળ્યો. ઓહો પાપા તમે આવો છો ? પણ તમારી તો કોઇ મીટીંગ હતી ને ? પાપાએ કહ્યું "બેટા તારાં પ્રિન્સીપલે ફોન કરીને આગ્રહ કરેલો મારે તો કમીશ્નર સાથે સીટ શોભાવવાની છે હું વડોદરા આવી ગયો છું થોડીવારમાંજ હોલ પર પહોચુ છું મારે તારુ નાટક મીસ નહોતું કરવું અને અવસર મળી ગયો. મીટીંગ પોસપોન્ડ કરી છે ચાલ રૂબરૂ મળીએ એમ કહીને ફોન મૂકાયો.
સુરેખ દોડતાં પગે માં પાસે પહોચ્યો અને આનંદનાં સમાચાર આપ્યાં કે પાપા પણ હમણાં હોલ પર પહોચે છે તમારે તો ગેસ્ટની ખુરશીમાં બેસવાનું છે છેક આગળ. માં પણ ખુશ થઇ ગઇ બેસી મે ફોન કરેલાં તારુ નાટક જોવા આવે પણ મીટીંગ મીટીંગ કરતાં હતાં પણ સારુ થયું અમારે સાથે જોવાશે.... કંઇ નહીં પણ નાટકમાં રંગ રાખજો.. અમને પણ મજા આવશે.
સુરેખે કહ્યું "માં કોઇ કચાશ નહીં હોઇ તમે મારુ નાટક અને સુરેખાનાં ગીતો માણજો. પછીથી મને રેકર્ડ કરેલ બધુ મળશેજ પણ લાઇવની મજા કંઇક અનેરી છે. કંઇ નહીં માં હમણાં પાપા આવશે હું અંદર જઉ સ્ટેજ પર બધી તૈયારી ચાલે છે એમ કહીને એ સ્ટેજ પર જતો રહ્યો.
સ્ટેજ પર પડદાની પાછળ ફંકશનની બધી તૈયારી થઇ ગઇ હતી બધાં સેટ પર ચકાસણી થઇ ચૂકી હતી. સુરેખ સાથે અભિ, સ્વાતી, કબીર બધાં હાજર થઇ ગયાં હતાં. સુરેખ સુરેખાની રાહ જોઇ રહ્યો હતો એ એની રાહ જોવામાં બેચેન થઇ રહેલો. એની ધીરજ ના રહી એણે સુરેખાને ફોન કર્યો. સુરેખાએ તરતજ ઉપાડ્યો. સુરેખ અમે હોલ પહોચવાજ આવ્યાં છીએ. હું પાંચ મીનીટમાંજ પહોચું છું. સાથે પાપા અને રૂપા પણ છે.
સુરેખે કહ્યું સુરેખા મારાં પાપા પણ આવે છે એમને ફોન હતો. પ્રીન્સીપલ સરે એમને ફોન કરી આવવા આગ્રહ કરેલો એ મીટીંગ કેન્સલ કરીને આવી ગયાં છે એ પણ પહોચતાંજ હશે અહીં સ્વાતી - અભી-કબીર બધાં આવી ગયાં છે. તું મંમીની જોડે તારાં પાપા અને રૂપાને બેસાડીને સ્ટેજ પર આવજે.

સુરેખએ કહ્યું "ઓકે ચલ મુકું આવી ગઇ હોલ પાસે અને ફોન બંધ થયો. સુરેખા રીક્ષામાંથી પાપા અને રૂપા સાથે ઉતરી અને સામે વેદીકા મળી સુરેખાએ હાથ કર્યો અને વેદીકા બોલી તું હજી હવે આવે છે ? સુરેખાએ કહ્યું હા હું ડ્રામા માં નથી મારે ગીતજ રજૂ કરવાનાં છે. અને હસી પડી અને ત્યાં વેદીકા બોલી ઓકે ઓકે હું બધાને સ્ટેજ પર મળીને ઓડીયન્સમાં જઇશ ચાલ તારી સાથેજ આવુ છું સુરેખાએ કહ્યું ચલ પછી સુરેખાએ એનાં પાપને કહ્યું પાપા ચાલો તમને હોલમાં આન્ટી અને અંકલ પાસે બેસાડી જઊં તમે અને રૂપા એ લોકો સાથે બેસજો કંપની રહેશે.
સુરેખાનાં પાપાએ કહ્યું "એ સારું કર્યુ એકલા બેસવું એનાં કરતાં કંપની રહેશે અમારે અને સુરેખા રૂપા અને પાપાને લઇને ઓડીયેરીયમમાં ગઇ ત્યાં પ્રથમ હરોળમાં બેઠેલાં સુરેખનાં મંમી પાસે પહોંચી દર્શનાબહેને સુરેખાનાં પાપાને જોયાં સુરેખાએ ઓળખાણ કરાવી ત્યાંજ સુરેખનાં પાપા મી.અધ્વર્યુ પણ આવી ગયાં. સુરેખાએ કહ્યું "હેલ્લો અંકલ આ મારા પાપા અને મારી નાની બહેન રુપા હું સુરેખા.
મી. અધ્વયુએ મનસુખભાઇને આવકાર્યા અને કહ્યું હાં હાં દિકરી તને તો ઓળખું છું. સુરેખ બહુ વખાણે છે. સુરેખા શરમાઇ ગઇ મનસુખભાઇ અને મી. અધ્વર્યુ સાથે બેઠાં અને દર્શનાબહેન પાસે રૂપા... મી. અધવર્યુંએ કહ્યું તું ડ્રામામાં છે કે કેમ ?
દર્શનાબ્હેને વાતને ઉચકીને કહ્યું એતો ખૂબ સુદર ગાય છે એ ગીત રજૂ કરવાની છે. સુરેખાએ ક્હયુ આંટી હું સ્ટેજ પર જઊં ત્યાં બધાં રાહ જુએ છે. રૂપાએ કહ્યું "હાં દીદી તમે જાવ બધાં રાહ જોતાં હશે એમ કહીને હસી પડી.
ઓડેટીરીયમ ધીમે ધીમે ભરાવા લાગ્યુ હતું સુરેખાએ કહ્યું ઓકે આપણે પ્રોગ્રામ પછી મળીએ એમ કહીને એ બહાર નીકળી તો સામે વેદીકા સાથે વંદના પણ હતી. સુરેખાએ બંન્નેને હાય કહ્યું અને એ સ્ટેજ તરફ જવા લાગી. વેદીકા એની પાછળ પાછળ દોરાઇ. વંદનાને સમજ ના પડી કે એ શું કરે ? એણે વેદીકાને કહ્યું હું કોઇની રાહ જોઊં છું હું પછી મળવા આવું છું વેદીકાએ સાંભળ્યું ના સાંભળ્યું કરીને સુરેખાની પાછળ પાછળ સ્ટેજ પર જતી રહી. વંદના પગ પછાડતી ગુસ્સાથી જોતી રહી અને મસ્કીનાં આવવાની રાહ જોવા લાગી. ત્યાંજ થોડીવારમાં દુરથી મસ્કીને આવતો જોયો અને વંદના એ તરફ દોડી. મસ્કીએ કહ્યું "હાય ડાર્લીંગ તું અહીં એકલી કેમ ઉભી છું ? વંદનાએ કહ્યું બસ તારી રાહ જોઇને.
મસ્કીએ કહ્યું "ઓકે ચાલ આપણે બધાને મળીને બેસ્ટ લક કહી દઇએ. વંદનાએ કહ્યું ચાલ કહી આવીએ પણ પછી કંઇ ગોઠવવાનું કે નહીં ? પેલી ચીબાવલીતો હાય કહીને સામુ જોયા વિના સ્ટેજ પર જતી રહી છે મને ખૂબ ગુસ્સો આવે છે તે બધાં પ્લાન પર પાણી ફેરવી દીધું છે.
મસ્કીએ કહ્યું "શાંતિ રાખ મોટેથી ના બોલ છેલ્લો દાવ નાંખવાનો છું જોઇએ શું થાય છે ? ધીરજ રાખજે. બોલ બોલ ના કરીશ ચાલ પહેલાં સ્ટેજ પર હવે સમય થવા આવ્યો છે પછી કોઇ અંદર જવા પણ નહીં દે ફોર્માલીટી પતાવી આવીએ એમ કહીને બંન્ને જણાં સ્ટેજ પર ગયાં.
સુરેખ-સ્વાતી-અભી-કબીર બધાં નાટકનાં વેશમાં મેકઅપ સાથે તૈયાર હતાં. ત્યાં સુરેખા-વેદીકા ઉભા હતાં અને મસ્કી વંદના પહોચ્યાં.
મસ્કીએ અભીને વળગતાં કહ્યું બેસ્ટ લક બડી પછી સુરેખને સ્વાતીને બેસ્ટલક કીધું. અને પછી કબીર પાસે કાનમાં જઇને કંઇક ગણગણ્યો. કબીરનો ચહેરો ઉતરી ગયો એ જોઇ મસ્કી બોલ્યો બેસ્ટ લક ડીયર કબીર મસ્ત મસ્ત પરફોર્મ કરજો અને તાળીઓથી આખો હોલ ગૂંજવી દઇશું કબીરે મ્લાન સ્વરે કહ્યું થેંક્યુ.
સુરેખની નજર કબીર પર ગઇ એણે કંઇક માર્ક કર્યું. કંઇ બોલ્યો નહીં બધાને બેસ્ટ લક કહીને મસ્કી વંદના જતાં રહ્યાં વેદીકાએ સુરેખાને કહ્યું તમને બધાને બેસ્ટ લક બસ હું પણ જઉં હોલમાંથી તમારુ નાટક અને ગીત માણીશું.
સુરેખ સુરેખા અન્ય બધાએ થેંક્યુ કીધું અને બધાએ સ્ટેજ ખાલી કર્યું સુરેખ કબીર પાસે ગયો અને પૂછ્યું. પેલો શું ગણગણી ગયો ? છેલ્લે છેલ્લે ક્યો મંત્ર આપી ગયો ? કબીર સુરેખની સામે જોઇ રહ્યો.
વધુ આવતા અંકે --- પ્રકરણ-38