WILD FLOWER - 36 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-36

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-36
મસ્કીએ રીહર્સલ જોઇને પોતાનો વણ માંગ્યો અભિપ્રાય આપી દીધો. એણે કહ્યું આ સ્ક્રીપ્ટ તો અત્યારનીજ કોઇ ઘટના પર લખાઇ હોય એવું લાગ્યુ પણ આમાં એ કહો કે કબીરનો શું રોલ છે ? આતો સમજાઇ ગયુ કે ટ્રાય એન્ગલ લવનો... પણ કબીર આમાં શું કરે છે ?
સુરેખે કહ્યું કબીરનો ખૂબ નાનો પણ બહુજ ઇમ્પોટરન્ટ રોલ છે તું જોઇશ એટલે ખબર પડશે. જોરદાર એન્ટ્રી અને એવોજ અંત.
મસ્કીએ કહ્યું "યાર અભી તેં જે રોલ કર્યો છે એ રોલ મને ખૂબ માફક આવત મને અફસોસ છે કે મેં આ રોલ કેમ ના લઇ લીધો ? હું ખૂબ એન્જોય કરત. મને આવાં રોલ ખૂબ ફાવે કરવા પણ ગમે.
ત્યાંજ વચમાં સુરેખા બોલી... મસ્કી તારે વાસ્તવીક્તામાંજ આવા રોલ કરવામાં આવે છે પછી ડ્રામામાં ફાવેજ ને ? એમાં તું નવી નવાઇનું કંઇ કહીજ નથી રહ્યો.
સુરેખાની કોમેન્ટ સાંભળીને બધાં એક સાથે ખડખડાટ હસી પડ્યાં. મસ્કી થોડો ઝંખવાઇ ગયો એને દાઝ તો ખૂબ ચઢી પણ બોલ્યો નહી. એણે થુક ગળે ઉતારતા કહ્યું એ બધુ ઠીક પણ કબીરનો રોલ મારે જોવો છે કેવો ઇમ્પોરટન્ટ છે કે અને શું કહે છે ? ત્યાંજ મસ્કીનો મોબાઇલ રણક્યો.
મસ્કીનાં મોબાઇલ પર એનાં પાપાનો નંબર હતો. મસ્કી ઉભો થઇ ગયો અને બોલ્યો હાં પાપા. હું આવી ગયો છું પછી આગળ કઈ બોલીજ ના શક્યો. એનાં ચહેરાંનાં હાવભાવથી ખબર પડી ગઇ કે સામેથી શું બોલાતું હશે. ક્યાંય સુધી ટેન્શન થી સાંભળી રહ્યો એનો ચહેરો ઉતરી ગયો હતો એ એટલુંજ બોલ્યો હાં પાપા સોરી હું ઘરેજ આવું છું હમણાંજ નીકળું છું ફોન બંધ કરી બોલ્યો. ચાલો યાર ઘરે જઊં બાપા બગડ્યા છે. અને એ તરતજ ઘરે જવા નીકળી ગયો.
મસ્કીનાં ઘરે જવાં નીકળી ગયાં પછી કબીર બોલ્યો છેલ્લો સીન રીપીટ કરો પછી હું જોડાઈ જઊં હું પણ આવ્યો છું તો રીહર્સલ કરી લઊં... સુરેખે કહ્યું આર યુ રેડી ? ચાલ કરી લઇએ કાલે તો પરફોરમન્સ આપવાનું છે. અને એલોકો એ છેલ્લો સીન રીપીટ કર્યો અને કબીરે એનાં ડાયલોગ્સ જોઇ એણે પણ રીહર્સલ કરી લીધું. બધાએ તાળીઓથી એને વધાવી લીધો.
આખુ રીહર્સલ પુરુ થયું અને બધાં શાંતિથી બેઠાં. પછી અભીએ કબીરને પૂછ્યું ? અલ્યા તમે બંન્ને ગયાં ત્યાં સુધી બહુ જોરમાં હતાં પાછા આવ્યા ત્યારે બંન્ને અલગ અલગ કેમ ?
કબીર થોડીવાર ચૂપ રહ્યો. પછી બોલ્યો મોટા બાપની ઓલાદ છે એટલે એણે એનાં રંગ બતાવ્યા બીજુ શું આટલામાં સમજી જાવ ફરીથી કદી ના જઊં અત્યારે મે એની સાથે વાત કરી એટલુંજ બહું છે.
અભીએ કહ્યું એ બધુ અમને ખબર છે અને સમજી ગયાં પણ અસલ હકીકત ખુલાસાથી કહે તો ખબર પડેને.
કબીરે કહ્યું "એ બધી વાત કરવાનો આ સમય અને સ્થળ નથી ફરી કોઇ વાર પ્લીઝ મને દબાણ ના કરશો.
સુરેખે કહ્યું "અભી ઠીક છે યાર ના કહેવા જેવું થયું હશે એટલેજ નથી કહેતો ને તારે આટલી બધી જીજ્ઞાસા કરવાની ક્યાં જરૂર છે ? એને કહેવું હશે ત્યારે કહેશે.
ત્યાં ડોરબેલ વાગ્યો. સુરેખાએ ડોર ખોલ્યો સામે સૂરેખનાં મંમી હતાં. એમણે સુરેખાને જોઇને કહ્યું વાહ દીકરી તને કેટલાં સમયે જોઇ ? તમારું રહીર્સલ પતી ગયું ? ચાલો બધાંના માટે મેં ડીનર ઓર્ડર કરી દીધુ છે હવે આવતુંજ હશે. સોરી મેં નથી બનાવી રસોઇ હું અમારી કીટી પાર્ટીમાં બીઝી હતી... વાહ આજે તો બધાં મિત્રો હાજર છે ને કાંઇ ? હમણાં થોડીવાર પહેલાં કાર હતી એ ક્યાં ગઇ ? કોણ જતું રહ્યું.
સુરેખે કહ્યું મંમી અંદર તો આવો એ મસ્કી હતો એનાં ઘરેથી ફોન આણ્યો એટલે એને પાછા જવું પડ્યું તમે સારુ કર્યું ડીનર ઓર્ડર કરી દીધું. બહારનું ખાવાની પણ મજા આવશે.
મંમીએ કહ્યું દીકરા અમે લોકોએ પણ કીટી પાર્ટીમાં ત્યાંથીજ મંગાવેલુ આતો મારી નજર પડી હતી કે આપણાં કમ્પાઉન્ડમાંથી કોઇ ગાડી ગઇ. બાય ધ વે રીહર્સલ સરસ રીતે થઇ ગયુને. ત્યાં સ્વાતી બોલી આંટી ખૂબજ સરસ થયું હતું તમે હાજર હોત તો જોવા મળત અને અભિપ્રાય અમને મળત.
મંમીએ કહ્યું અને હુ તો કાલે સ્ટેજ પર જોઇશ ફાઇનલજ એમાં વધારે મજા આવશે. કંઇ નહીં જમવા પહેલાં તમારે કોઇને કંઇ પીવું છે તો બનાવી આપુ ડીનર આવેજ છે.
સુરેખે હસતાં હસતાં કહ્યું "મંમી તમે તો એવી રીતે ઓફર કરો છો કે જાણે કોઇ ખાસ ડ્રીંક અમને મળવાનું હોય. મંમીએ ખોટો ગુસ્સો કરતાં કહ્યું "એ બધુ મને ના ફાવે તારાં પાપા હોય તો જુદી વાત છે એમની ગેરહાજરીમાં કંઇજ ના થાય હું તો સોફટડ્રીક કે ચા-કોફીની વાત કરું છું તમે લોકો રીહર્સલ કરીને થાક્યા હશો એમ વિચારીને કહ્યું.
સુરેખે મંમીને વળગીને કહ્યું "અરે મોમ હું તો મજાક કરુ છું આઇ નો એવરી થીંગ ના પણ અમે હમણાંજ સોસ્ફડ્રીક લીધુ છે હવે જમીશુજ.
મંમીએ કહ્યું દીકરા સુરેખા તું તો ડ્રામામાં નથી તો તારું ગીતનું રહીર્સલ કરી દે ને ? તો સારો મીઠા અવાજ તો સાંભળવા મળે... ડીનર આવે પહેલાં તારું ગીત થઇ જાય.
બધાએ એક સાથે વાત વધાવી લીધી. સ્વાતીએ કહ્યું અમારુ રીહર્સલ તો તે જોઇ લીધુ. હવે તારું ગીત સંભળાવ પ્લીઝ. સુરેખે કહ્યું "સુરુ પ્લીઝ સંભળાવને.
સુરેખા સ્વસ્થ થઇને ખુરશી પર બેસી ગઇ અને બોલી ઓકે હુકુમ સર આંખો પર.... બધાં શાંત થઇ ગયાં અને સુરેખાએ સુરેખાની સામે જોઇને ગીત શરૂ કર્યું" હમકો મિલી હૈ આજ યે ઘડીર્યાં નસીબ સે... જી ભર કે દેખ લીજીએ હમકો કરીબસે.. ફીર આપકે નસીબમેં યે રાત હો ના હો... શાયદ ફીર ઇસ જન્મમેં મુલાકાત હો ના હો... લગ જા ગલે કે ફીર યે હંસી રાત હો ના હો.....
બધાં જાણે સ્તબ્ધ થઇને ખૂબ મીઠો અવાજ સાંભળીને દીલમાં ઉતારી રહેલાં આખુ ગીત પુરુ થયુ અને મંમીથી ના રહેવાનું ઉભા થઇને સુરેખાને ગળે વળગાવી દીધી અને બોલ્યા... વાહ વાહ કહેવું પડે કેટલું સુંદર ગાયુ તારો અવાજ ખૂબ મીઠો અને સૂરમાં.... વાહ મારી કોયલ કંઠી મારો સુરેખ ફાવી ગયો છે.....
મંમીનો પ્રતિભાવ અને પ્રેમ બંન્ને જોઇને સાંભળીને સુરેખ ખૂબ રાજી થઇ ગયો. સુરેખે સુરેખાને વિના સંકોચે મંમી સામે વ્હાલથી વળગાવી દીધી અને કાનમાં બોલ્યો બસ. તે કીધેલું લગ જા ગલે...લાગી ગયો હવે કદી છોડીશ નહી.
સુરેખાએ પણ લાગલો જવાબ આપી દીધો છોડવા માટે થોડો પક્ડ્યો છે ખૂબ પ્રેમ કરુ છું કરતી રહીશ. પણ એક વાત કહું મને તો આ રીહર્સલ જોઇને પણ ઈર્ષા આવી હતી. એવું સાંભળી સુરેખ હસી પડ્યો અને સુરેખા પણ હસી પડી.
સ્વાતીએ પણ સુરેખાને હગ કરીને કહ્યું સુરેખા સાચેજ ખૂબ સુંદર સુરીલું ગાયું આઇ એમ પ્રાઉડ ઓફ યું.
અભી અને કબીરે પણ વખાણ કર્યા અને પછી ત્યાં ડોરબેલ વાગે પહેલાંજ સુરેખે ડોર ખોલ્યો અને ડીનરનું પાર્સલ આવી ગયું હતું એ લઇ લીધું.
સુરેખાએ સુરેખનાં હાથમાંથી પાર્સલ લઇ લીધુ અને કીચનમાં ગઇ જતાં જતાં બોલી મંમી તમે આ લોકો સાથે બેસો હું બધાં માટે ડાઇનીંગ ટેબલ પર લઇ આવું છું ત્યાં સુરેખા કીચનમાં આવ્યો અને કહ્યું ચાલ હું હેલ્પ કરુ છું.
બંન્ને જણાં કીચનમાં ગયાં. સુરેખે પ્લેટ્સ કોફી અને એમાં સુરેખા પીરસવા માંડી. સુરેખે કહ્યું સુરી આમ પણતો તું મંમીને ખૂબ ગમતીજ હતી પણ આજે તે એનું દીલ જીતી લીધું. સાચેજ ખૂબ સરસ ગાયું એમ કહીને સુરેખાનાં હાથમાંથી ચમચો બાજુમાં મૂકાવીને એનાં હોઠ પર હોઠ ચાંપી દીધાં બંન્ને જણાં રસપ્રયુર થઇ ગયાં.
સુરેખાએ કહ્યું છોડ હવે બધાં બહાર રાહ જુએ છે ત્યાં સ્વાતી અંદર આવી બંન્નેને વળગેલાં જોઇ બોલી ઓહો પતાવો પછી આવું ત્યાં સુરેખાએ કહ્યું ચલ આવ અંદર ચાંપલી લે ડીશો બહાર આપવા માંડ અને સુરેખની સામે આંખો કાઢી કીધું જરાય ધીરજ નથી.
સુરેખે ગાલે ટપણી મારી કહ્યું ચાલ જમી લઇએ.
**********
બીજો દિવસ... થઇ ગયો આજે યુનવર્સીટી હોલમાં નાટક છે સુરેખાનો ફોન આવ્યો સુરેખે ઉપાડ્યો અને.....
વધુ આવતા અંકે --- પ્રકરણ-37

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED