veervadhoo books and stories free download online pdf in Gujarati

વીરવધૂ

''ક્યાં જવાનું છે મમ્મી?આજે કેમ મને નવા કપડાં પહેરાવ્યા?'' - આવુ પુછતાંની સાથે આશી ખુશ થઈ ગઈ.
"બેટા, આજે છવ્વીસ જાન્યુઆરી છે.' - અનિકાએ આશીને ખોળામાં બેસાડી માથું ઓળવા માંડી. અણસમજ આશીને કઈ સમજ ના પડી પણ એના મનમાં એના વિષે સવાલોના વમળો વહેવા માંડયા.
" એટલે શું હોય મમ્મી? આપણે ક્યાં જઈએ છીએ?"- ઘણાં દિવસોથી ઘરમાં જ આશીના મનમાં બહાર જવાના ખ્યાલથી ખુશાલી છવાઈ ગઈ.
" બેટા આપણે ફ્લેગ હોસ્ટિંગ કરવા જવાનું છે."
" ફ્લેગ? પેલો જ ને જે પાપાનાં ફોટા આગળ મુકેલો છે?"
" હા દીકરા, એ જ ફ્લેગ.... તારા પપ્પા કહીને ગયા છે કે દર વર્ષે નેશનલ ફેસ્ટિવલમાં આપણે ફ્લેગ હોસ્ટિંગ કરવાનું છે."
" એવું ક્યારે કહેલું?"
" તું સવાલ બહુ કરે છે, પાપાની બધી વાત માનવાની છે ને આપણે?"- અનિકાનો અવાજ જરાં ઢીલો પડી ગયો.
"હા મમ્મા!" - ત્રણ વર્ષની આશીએ ભોળા ભાવે માથું ધુણાવ્યું.

બારણે તાળું મારી બંને માં દીકરી નજીકના સરકારી સેવા સદન તરફ વળ્યા, આરવના વચનને સિદ્ધ કરવાં.
આરવ એટલે અનિકા અને આશીનો પરિવાર,એમની દુનિયા , જે હવે આ દુનિયામાં નથી. આરવ વીરગતિ પામેલ એ એક વીર આર્મી ઓફિસર હતો. પોતાની જીંદગી દેશ માટે બલિદાન આપનાર આરવ જ એ માં-દીકરીનું સર્વસ્વ હતો.
બે વર્ષ પહેલા હજી આશી એ એને ઓળખવાનું પણ શરૂ નહોતું કર્યું ને એને બટલિયનના ઓર્ડર મુજબ રાજસ્થાન અને પાકિસ્તાનની બોર્ડર પર હાજર રહેવાનો આદેશ આવ્યો, એ એની કુમળી ફુલ સમ દીકરી અને પ્રેમાળ એવી પત્નીને મૂકીને દેશની ધરાની પુકાર સાંભળી લીધી.
એનું કાળજું જરાં પોચું પડ્યું પણ ફરજની નિષ્ઠા એ એને જરાં પણ ડગવા ના દીધો, માટીનું ઋણ ચૂકવવા એને પાછળ વળીને જોયું નહિ, એની એ ફરજમાં અનીકાએ પણ પૂરો સાથ આપ્યો, એની એ વિદાય વખતે એની આંખોમાં આંસુ નહિ પણ નીડરતા હતી, એક વીરાંગનાની પેઠે.એની હિંમત બિરદાવવા લાયક હતી એ દિવસે!
આરવના ગયા પછી અનીકા એકલી પડી ગઈ, પણ આશી એનો આશિયનો બની ગઈ, એની સંભાળ રાખવામાં અને આરવની રાહ જોવામાં એના દિવસો વીતતાં ગયા, ક્યારેક આરવને થોડો સમય મળતો તો એ ફોન પર આશી અને અનિકા જોડે વાત કરી લેતો એને દર વખતે ફોન મૂકતી વખતે એ સંતવના આપતો કે એ જલ્દી આવી જશે, અને કદાચ ના પણ આવે તો અનીકા જોડે વચન માંગતો કે એ આશિને એના પિતાની ખોટ નહિ વર્તવા દે અને અનીકા એને આંસુની ધારા સાથે ખાલી હકારમાં માથું જ ધુણવતી અને ફોન બંધ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતી અને નાની દીકરીને ચુમતી અને ભેટી પડતી.
આમને આમ દિવસો વીતતાં ગયાં, આરવને એક યુદ્ધમાં જવાનું થયું, જતી વખતે એણે છેલ્લો ફોન કર્યો અને છેલ્લી અલવિદા પણ કહી, એના માટે બહુ કઠિન હતું પણ માં ભોમ માટે એનું બલિદાન પણ મહત્વનું હતું, એ દિવસે અનીકા એ વાત કરતાં કરતાં અલવિદા તો કીધું પણ એને નહોતી ખબર કે એ એની છેલ્લી વાતચીત હશે! પણ માનસિક રીતે મજબૂત એને આરવની શહીદીને હિંમત સાથે બિરદાવી! જુદા થવાની વાતને લઈને એ બહુ દુઃખી થઈ પણ જ્યારે એ ખરેખર જુદા થયાં ત્યારે એની આંખમાંથી એક પણ આંસુ ના વહેવા દીધું, ગર્વથી એને એની શહીદીને બિરદાવી.
ક્યાંક ખૂણામાં જઈને કોઈ વાર એ ડૂસકું ભરી લે છે પણ એનો અણસાર એની દીકરીને જરાં પણ ન આવવા દેતી, ઉપરથી બલિદાન અને શહીદીની વાતોથી હંમેશા એને હિંમત આપતી, આરવે માતૃભૂમિ માટે શહીદી વહોરી લીધી પણ સાચી શહીદી તો અનિકા એ એની વીરવધૂ બનીને આપી!




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED