WILD FLOWER - 35 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-35

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-35
સુરેખ સુરેખાએ સંતોષનો ઓડકાર ખાઇ લીધો આજે બધાંજ સંકોચ બંધન નિયમ તૂટયાં બંનેનાં શરીર એકબીજામાં સંપૂર્ણ પરોવાઇ ગયાં બંન્નેએ લગ્નનો નિયમ નેવે મૂક્યો અને સવર્ગીય સુખ માણી લીધું. બંન્નેએ સંતોષનો ઓડકાર કોઇ સંકોચ કે ગ્લાની વિના ખાઈ લીધો. અને અભિ અને સ્વાતી આવી ગયાં હતાં છેલ્લી ધડીએ ઉતાવળ કરી પરવારી બહાર આવ્યા.સ્વાતી અભિએ માર્ક કર્યું કે બંન્ને વચ્ચે છેલ્લે સંબંધ પણ થઇ ચૂક્યો છે. સ્વાતીએ હસતાં હસતાં કહી પણ દીધું કે... જાણે એમને ખબર પડી ગઇ છે અને ત્યાંજ ફરીથી ડોરબેલ વાગ્યો.
સુરેખે ડોર ખોલ્યો અને આગુંતકને જોઇને બોલી ઉઠ્યો તું ? સામે વ્યક્તિ મસ્કી હતો. સુરેખે મને કમને કહ્યું અરે તું મસ્કી અત્યારે ? બધાને આશ્ચર્ય થયું સુરેખે ક્હ્યું તું તો દમણ ગયો હતોને અચાનક અહીં ? કબીર ક્યાં છે ?
મસ્કીએ કહ્યું "અરે સુરેખ અંદર તો આવવા દે.. દમણથી સીધો ઘરેજ જવાનો હતો પણ એકદમજ વિચાર બંદલ્યો કાલે તો ફંક્શન છે તમે લોકો રીહર્સલમાં બીઝી હશો અને તારાં ઘરેજ બધાં હશે એટલે બધાંને મળી લેવાય એમ કરીને આવ્યો છું. કેમ ના અવાય મારાથી ?
સુરેખે કહ્યું "એવું કંઇ નથી આવ અંદર આવ બેસ અમે રીહર્સલનીજ તૈયારી કરી રહ્યાં છીએ. સુરેખાએ મસ્કીને જોયો અને એનું મન ખાટું થઇ ગયું છતાં એણે સ્વસ્થ થવા પ્રયત્ન કર્યા એને મસ્કીનું અત્યારે આવવું બીલકુલ ગમ્યુ નહોતું એનો ચહેરો ચાડી ખાતો હતો મસ્કીનાં પણ ધ્યાનમાં આવ્યું પણ એણે ગણકાર્યુજ નહીં.
અભીએ કહ્યું "તું આવ્યો તો કબીરને પણ લઇ આવવો હતોને એનો ડ્રામામાં આખરી પાંચ મીનીટનો રોલ છેજ. બોલાવી લેને એને. આખી ટીમ હાજરજ થઇ છે તો.
મસ્કીએ કહ્યું પણ મેં ક્યાં ભાગ લીધો છે ? હું તો એમજ મળવા આવ્યો છું સાચું કહુ દમણ અમે બે એકલાં ગયાં ખૂબ મજા કરી પણ તમારાં બધાની યાદ આવતી હતી કે બધાંને મારે ત્યાં ઇન્વાઇટ કરવાં છે.
અભિએ કહ્યું એતો હવે બધુ પુરુ થયા પછી વિચારશું પણ શું મજા કરી એતો કહે ? એકલા એકલા કંઇ કંઇ ઐયાશી કરી ? અત્યારે મસ્કીએ કહ્યું ઐયાશી શું ? દારૂ ધરાઇને પીધો બીજું શું ? પણ કબીરનો ફોન પણ નથી આવ્યો તારાં ઉપર ? તું તો એનો ખાસ છે.
અભીએ વાત સમજી જતાં કહ્યું "ખાસ એવું કાઁઇ નથી મારા તો બધાંજ મિત્રો છે. પણ કબીર આવ્યો હોત તો બધાં સાથે મળીને ફાઇનલ રીહર્સલ કરી લેત કાલે તો ફંક્શન છે. સુરેખે કહ્યું એવું હોય તો હું એને ફોન કરું હમણાંજ એને બોલાવીજ લઇએ અહીં બધાં રીહર્સલ કરી સાથે જમીશુ યાદગાર દિવસ બની જશે.
સુરેખ બોલી રહેલો પણ સુરેખાને ગમી નહોતું રહ્યુ એ ગમ ખાઇને બધું સાંભળી રહેલી. સુરેખે કબીરને ફોન લગાવ્યો. કબીરે તરતજ ફોનનો રીસ્પોન્સ આપ્યો. સુરેખે કહ્યું "અરે કબીર તું દમણથી આવી ગયો છે તો અહીંજ આવી જાને કાલે તો ડ્રામા છે ફાઇનલ રીહર્સલ મારાં ઘરે અમે કરી રહ્યાં છે તારાં નાનો પણ અગત્યનો રોલ છે આવી જાને. અહીં બધાંજ હાજર છે અને હાં મસ્કી પણ અહીં હમણાંજ આવ્યો છે.
કબીર થોડીવાર ચૂપ રહ્યો અને ખૂબ આશ્ચર્ય થયું પછી બોલ્યો ઓહ એમ વાત છે તો તો હું પણ આવુ છું રાહ જોજો એમ કહીને એણે ફોન મૂક્યો.
સુરેખે કહ્યું "કબીર આવે છે ત્યાં સુધી આપણે રીહર્સલ ચાલુ કરી દઇએ. મસ્કી બધુ સાંભળી રહેલો એને થયું કબીરીયો અત્યારે આવવા તૈયાર થઇ ગયો ? ઠીક છે જોઇએ...
સુરેખે કહ્યું બોલ તારે ચા કોફી ઠંડુ શું પીધુ છે. પછી અમે રીહર્સલ ચાલુ કરીએ વચ્ચે કંઇ બીજું નહીં થાય.
મસ્કીએ કહ્યું ના ના કંઇ નહીં ગાડીમાં બધુજ હતું હમણાંજ પીને તારાં ઘરમાં આવ્યો છું. ફીકર નોટ... તમે રીહર્સલ ચાલુ કરો હું થોડો મહેમાન છું ? કબીર આવે પછી જોયશું.
સુરેખે કહ્યું ઓકે.... અભિ.. સુરેખ-સ્વાતીએ એમની સ્ક્રીપ્ટ વાચવા માંડી સુરેખા ત્રણોને જોય રહી હતી એ એકલતુ ચેરમાં બેસી ગઇ અને ત્રણે જણાએ રહીર્સલ ચાલુ કર્યું એ જોવા લાગી... ત્રણે જણાં સ્ક્રીપ્ટ પ્રમાણે ડાયલોગ જે તૈયાર કરેલાં એ પ્રમાણે રહીર્સલ કરવા માંડ્યા.
મસ્કી પહેલીવાર સ્ક્રીપ્ટ પ્રમાણે રીહર્સલ જોઇ રહેલો એણે પણ સ્ક્રીપ્ટ લીધી હતી પણ વાંચી બીલકુલ નહોતી એ બધું આશ્ચર્યથી જોઇ રહેલો... ડાયલોગ્સ અને પાત્રો જે રીતે જોયા સ્ટોરી લાઇન સાંભળીને આશ્ચર્ય થઇ રહ્યું હતું કારણ કે આમાં સુરેખ હીરોનો રોલ એ મુખ્ય નાયક હતો સ્વાતી હીરોઇન તરીકે અને અભી બીજા પ્રેમી તરીકે આમ લવ ટ્રાયન્ગલ પર આખું ડ્રામા હતું એમાં સૂક્ષ્મ સંદેશો હતાં પ્રેમ અંગે.... પ્રેમની પરાકાષ્ઠા પ્રેમના મર્યાદા અને હીરોઇન ખૂબ પૈસાવાળા બીજા પ્રેમી જે અભી રોલ કરી રહેલો એનાં પ્રેમમાં પડે છે સુરેખ સ્ટ્ર્ગ્લર પ્રેમી રોલ કરતો હોય છે. બધાં સંવાદ અને સુરેખ-સ્વાતી-અભીના સાંભળીને મસ્કીને ઘણું આશ્ચર્ય થઇ રહેલું કે આવા ડાયલોગ એક્ટીંગ... ભલે નાટક છે છતાં સુરેખા અને અભી કેવી રીતે કોઇ સહી શકે છે ? એનાં માનવામાં નહોતું આવતું કે સુરેખા આવું પચાવી શકે છે ? વાહ મજા આવી ગઇ.
નાટક ની શરૂઆતમાં સ્ટ્રગ્લીસ્ટ સુરેખ સ્વાતીનો પ્રેમ છે બંન્ને જણાંની કોલેજમાંજ મુલાકાત પછી દોસ્તી થાય છે એ દોસ્તી પ્રેમમાં પરીણામે છે બંન્ને જણાં એકબીજા ખૂબ પ્રેમ કરે છે. એમાં પ્રેમનાં ચોટદાર સંવાદો છે અને બંન્ને જણાં એકબીજાની બાહોમાં પરોવાઇને ખૂબ પ્રેમ કરે છે એ લોકોનો પ્રેમ પૂરબહારમાં હોય છે બધી પરાકાષ્ઠા થઈ જાય છે. બધાં સંબંધો સ્થપિત ચૂક્યા હોય છે અને અચાનક સુરેખને એકસીડેન્ટ થાય છે પથારીવશ થાય છે થોડાં સમયમાં સ્વાતીની એવી સ્થિતિ થાય છે કે એ સુરેખના જોવાં સાથે નોકરી કરવાની ફરજ પડે છે.
નોકરી કરે છે ત્યાં એનો તાત્કાલીન બોસ અભી સાથે એને કલાકો વિતાવવા પડે છે અભી ખૂબ ધનિક અને મોજીલો બતાવે છે એ સ્વાતીને બહાર જમવા જવા ઓફર કરે છે સ્વાતીને ખ્યાલજ નથી રહેતો અને અભિનાં તરફ ઢળવા માંડે છે એ અભિ સાથે પણ પ્રેમ થઇ જાય છે ધીમે ધીમે સુરેખને ભૂલી જાય છે અને સુરેખ તરફ એનું ધ્યાન ઓછું થતું જાય છે સુરેખ હજી પથારીવશ છે ઉઠી કે ચાલી શકતો નથી અને બીજી બાજુ સ્વાતી અને અભિ પ્રેમલીલા ચાલુ કરી દે છે સુરેખ સ્વાતી હવે મળવા પણ નથી જતી કે ફોન પણ રીસીવ નથી કરતી અને થોડાં સમય પછી સુરેખ સાજો થાય છે અને કોલેજ આવે છે... કોલેજમાં સ્વાતી હોતીજ નથી. એને એના બીજા મિત્રો દ્વારા ખબર પડે છે કે એ કોલજ આવતીજ નથી.
સ્વાતિની ખાસ મિત્ર સુરેખને બધી હકીકત જણાવે છે ? સ્વાતી તે જોબ કરે છે એનાં બોસ સાથે.... સુરેખ સાંભળી શકતો નથી અને એ...... આટલું રીહર્સલ થયું ત્યાં ડોર બેલ વાગે છે.
સુરેખે ડોર ખોલ્યો તો કબીર આવી ગયો હોય છે. સુરેખે કહ્યું બરોબર સમયે આવ્યો છું હવે તારોજ રોલ આવ્યો. કબીરે પહેલાં મસ્કી તરફ જોયુ અને નજર ફેરવી લીધી પછી બોલ્યો. મને મસ્કીડાએ કીધુજ નહીં કે એ અહીં આવે છે તો હું એની સાથેજ આવી જાત ને.
મસ્કીએ ઉભા થઇને કહ્યું "સોરી કબીર મેં ઘરે જતાં જતાં વિચાર બદલ્યો મને થયુ આ બધાને મળીને જઊં મેંજ સુરેખને કહ્યું ફોન કરીને તને બોલાવવા અંગે.. સુરેખ મસ્કીની સામે જોઇ રહ્યો એણે કહ્યું "તે ક્યાં કીધું છે આતો અમે નક્કી કર્યુ કે કબીરનો પણ રીહર્સલમાં બોલાવી લઇએ એની આવ બેસ-તમારાં બંન્ને માટે ઠંડુ લાવુ છું પછી સ્વાતી અભી અને સુરેખાની સામે જોઇ કહ્યું તમે પણ લેશોને ?
સુરેખાએ ઉભા થઇને કહ્યું સુરેખ તું એ લોકો સાથે વાત કર હું બધાં માટે ઠંડુ લઇ આવું છું એમ કહી સુરેખનો જવાબ સાંભળ્યા વિનાજ કીચનમાં ઠંડુ પીણું લેવા જતી રહી.
મસ્કીએ માર્ક કર્યુ સુરેખા તો સુરેખની જોડે અને એમના ઘરમાં સેટ થઇ ગઇ છે બધો સ્વીકાર થઇ ગયો લાગે છે.
સ્વાતી અને અભિ પણ સુરેખા-મસ્કી-કબીર સ્પષ્ટ આવીને બધાં અભિએ સ્વાતીને, ઇશારામાં કંઇક કહ્યું અને સ્વાતી ત્યાંથી સુરેખા પાસે કીચનમાં જતી રહી આ પછી સ્વાતીજ બધાં માટે ઠંડુ પીલુ લઇને આવી.
બધાંએ ઠંડુ પીવું પીધાં પછી સુરેખે સુરેખાને પાસે બોલાવીને કહ્યું" સુરેખા-મસ્કી તમને રીહર્સલ કેવું લાગ્યું ? સુરેખાએ કહ્યું ખૂબજ સરસ જાણે નેચરલ સાચુ જ હોય એવું લાગ્યુ. દીલનેં ટચ થઇ ગયું....
મસ્કીએ કહ્યું આતો અત્યારનીજ કોઇ સ્ટોરી ઉપર સ્ક્રીપ્ટ લખાઇ હોય એવું લાગ્યું પણ આમાં કબીરનો રોલ શું છે ? મને એ જાણવામાં રસ છે. એ શું કહે છે. સુરેખે કહ્યું બહું નાનો પણ ખૂબ જ ઇમ્પોટરન્ટ રોલ છે.
વધુ આવતા અંકે --- પ્રકરણ-36

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED