વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-28 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-28

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-28
મસ્કી અને સ્વીટી ટીવીમાં ચાલતાં મૂવી પ્રમાણે પ્રેમ કરી રહેલો. અને મસ્કીએ કબીરને કહ્યું "સાલા જોયા શું કરે છે ? તું તારો પ્રોગ્રામ આગળ તારાં રૂમમાં જઇને પતાવ મને એકાંત આપ. અને પછી બીજો પેગ બનાવીને એનાં હાથમાં આપી કહ્યું આપણ ચાલુ રાખ મજા આવશે. કબીર તરત ઉભો થઇ પેગ લઇને પીતો પીતો એનાં બાજુમાં રૂમમાં રોમાને લઇને જતો રહ્યો.
જેવો કબીર ગયો અને મસ્કીએ સ્વીટીને કહ્યું તું જા બાજુનાં રૂમમાં અને હું તને સમજાવું એમ વીડીયો રેકોર્ડીંગ કરી આપ એ બંન્નેનો એ મારો મિત્ર ખૂબ નશામાં છે રોમાને તું મેનેજ કરજે. પછી તું પાછી આવજે. એમ કહી બેડ પરથી ઉભો થઇ ગયો અને ખુરશી પર બેસી પેગની સીપ લેવા માંડ્યો.
સ્વીટી મસ્કીની સામેજ જોવા લાગી પછી થોડી નારાજ થઇને બોલી કેમ તારે પ્રોગ્રામ નથી કરવાનો ? આવું કરવા કેમ કહે છે ? એને ખબર નહીં પડે ? અને રૂમ લોક હશે તો ?
મસ્કીએ બે હજારની નોટ કાઢીને હાથમાં આપીને કહ્યું હું કહુ એમ કરવાનું છે અને ટેબલનું ડ્રોઅર ખોલી ચાવી આપી કહ્યું આ ચાવી જા તું રેકોર્ડીંગ કરીને આવ પછી તને ભોગવીશ અને મનગમતું ઇનામ આપીશ.
સ્વીટીએ એનાં હાંથમાંથી ગ્લાસ લઇને એમાંથી મોટી સીપ મારીને કહ્યું "તું બહુ... અને આંખથી ચાળા કરી ટી શર્ટ પહેરી લીધું અને મસ્કીએ કહ્યું એમ કરવા રૂમની બહાર નીકળી ગઇ મસ્કી એના ગયા પછી ફોન કર્યો અને....
**********
સુરેખ કોલેજ પતાવીને સીધો સુરેખાનાં ઘરે ગયો અને પહોચીને બેલ માર્યો. રૂપાએ દરવાજો ખોલીને કહ્યું "આવો જીજાજી દીદી અંદર છે બોલાવુ ? સુરેખને આશ્ચર્ય થયું થોડો ખુશ પણ થયો અને બોલ્યો અત્યારથી લેબલ ? પાપા છે ઘરે ?
રૂપાએ કહ્યું હજી આવ્યા નથી હું અને દીદી એકલાજ છીએ. સુરેખે નાક પકડીને કહ્યું "ઓહ એની મસ્તી છે ત્યાં સુરેખા હસતી હસતી આવીને કહ્યું "કેમ શું થયું ? સુરેખે કહ્યું તારી નાનકીનેજ પૂછ મને કહે છે આવો જીજાજી... સુરેખા થોડી શરમાઇ પછી રૂપાને કહ્યું સાવ ચાંપલીજ છું.
સુરેખાએ કહ્યું શું પીશ ચા કે કોફી ? સુરેખે કહ્યું પણ મને બેસવા તો દે. કેમ ભગાડવો છે ? હું બધાં પેપર્સ ચેક કરીને જોઇશ તારી સાથે વાતો કરીશ પછી જઇશ. અને હાં રૂપા આપણે બધાં કોફી પીશુ. બારોબાર રૂપાને ઓર્ડર કરી દીધો અને એનાં અને સુરેખા માટે સમય લઇ લીધો.
રૂપાએ કહ્યું "કડક મીઠી કે માઇલ્ડ મોળી ? સુરેખે કહ્યું કડક પણ મીઠી નહીં મીઠાશતો અહીં બધી ખૂબ છે અને રૂપા હસતી હસતી કીચનમાં ગઇ.
સુરેખે ચાન્સ માર્યો અને સુરેખાને કીસી કરી લીધી સુરેખા ખોટું ખોટું ચીડાઇને બોલી એય શુ કરે છે ? રૂપા છે ઘરમાં જોઇ જશે તો ? સાવ વાંદરોજ છે.
સુરેખે કહ્યું એણે તો જીજાજી કહ્યું પછી મને શેનો સંકોચ ? એમ કહીને હસવા લાગ્યો. ત્યાંજ સુરેખા ઉભી થઇ એની પાસે આવીને સુરેખનાં કપાળ અને ગાલ પર ચુમી ભરી લીધી અને બોલી... એમજ વાત છે ને તો લે મેં પણ કરી લીધી અને ત્યાંજ રૂપાનો અવાજ આવ્યો. અરે તમે લોકો અવાજ વિના કરો છેક કીચનમાં ખબર પડે છે મારી કોફી ઉભરાઇ ગઇ.
અને એવું સાંભલી ત્રણે ખડખડાટ હસી પડ્યાં. રૂપા ટ્રેમાં કોફી લઇને આવી અને સુરેખાને મગ પકડાવ્યો અને સુરેખાને આપી પોતે કોફી લઇને સામેજ બેસી ગઇ.
રૂપા કહે સુરેખા સામે જોઇને કે કોફી પીઉં ત્યાં સુધી બેઠી છું મને પણ જીજુ સાથે વાત કરવી છે.
સુરેખાએ હસતાં હસતાં કહ્યું "શું જીજુ જીજુ કરે છે બહુ ચાંપલી થાય છે. શું વાત કરવી છે કરી લે ? રૂપાએ કહ્યું તમે ડ્રામામાં કામ કરવાનાં છો સાંભળ્યુ છે શેનો રોલ છે ? સુરેખે કહ્યું "મારો રોલ મસ્ત છે હું હીરો છું અને મારી પ્રિય્તમાને પ્રેમ કરવાનો પછી એમાં વચ્ચે વીલન આવે છે સુરેખાએ અટકાવતાં કહ્યું" બસ હવે ડ્રામા બાજી બંધ કરો.
રૂપાએ કહ્યું "તો દીદી તમારે હીરોઇન થવું જોઇએને જીજુ કોઇ બીજીને પ્રેમ કરશે તો તમારાથી જોવાશે ?
સુરેખાએ કહ્યું અરે એમાં સ્વાતી અને અભી બંન્ને છે લવ ટ્રાયન્ગલ છે હું જોઊં તો ખરી ડ્રામામાં પણ બીજાને કેવો પ્રેમ કરે છે એમાં અભી છે પેલીને સાચવવા છોડ એવી બધી વાતો મારી તો ગીત ગાવાનાં છે મારાં ભાગે બે ગીતો આવ્યાં છે મસ્ત સીલેક્ટ કર્યા છે...
સુરેખ અને રૂપા બંન્ને એક સાથે બોલ્યાં "ક્યાં ગીતો ગાવાની છે એ તો કહે ? મારું તો બધુજ તેં જાણી લીધુ છે.
સુરેખાએ કહ્યું સોરી એ હું નહીં જણાવું સસ્પેન્સ છે સીધા હોલમાંજ સાંભળવાનાં તોજ એની મજા આવશે.
રૂપાએ કહ્યું દીદી આ તો અંચાઇ છે તમારે કહેવા જોઇએ. સુરેખાએ કહ્યું નો નો સવાલજ નથી મારે સસપેન્સજ રાખવા છે.
રૂપાએ ત્યાં સુધી કોફી પુરી કરી અને અંદર રૂમમાંથી ફાઇલ લઇ આવીને સુરેખને આપી... લો જીજુ પાપા આખી પેપર્સની ફાઇલ તૈયાર કરીનેજ આવી ગયાં છે જોઇ લો.
સુરેખે ફાઇલ લેતાં કહ્યું ખરી છું આવી મસ્ત રોમેન્ટીક વાતો વાતાવરણમાં ફાઇલ લઇ આવી ? કંઇ નહીં જોઇ લઊં છું એમ કહી ફાઇલનાં બધાં પેપર્સ તપાસીને કહ્યું ઓકે છે બધુ હવે થઇ જશે અને પછી રૂપાને કહ્યું જા તારે વાંચવાનુ હોય તો વાંચ અમારાં લીધે ભણવાનું ના બગાડીશ.
રૂપાએ ચીડાઇને કહ્યું મને બધી ખબર પડે છે મને અહીંથી ભગાડવા માટે કહો છો. બેસો બંન્ને જણાં શાંતિથી હું સાચેજ ભણવા જઊં પણ કોઇ તોફાન કે અવાજ ના કરતા મને ડીસ્ટર્બ થશે એમ કહીને હસતી હસતી અંદર જતી રહી.
સુરેખે કહ્યું "મીઠીડી કે નાનકી પણ સૌથી મીઠી તું જ છે ચાલ હવે તોફાન કરી લઇએ અવાજ વિના ?
સુરેખાએ કહ્યું "એય કેમ આમ સમજ્યા વિના બોલે છે ? પાપા અચાનક આવી ગયા તો ? તારું તોફાન તો ખૂબ ગમે છે પણ બીક લાગે છે અંદર રૂપા અને પાપા હમણાં ગમે ત્યારે આવી જશે થોડો કન્ટ્રોલ કર.
સુરેખે કહ્યું એકમીનીટ એમ કહી રૂમનો દરવાજો આડો કર્યો અને સુરેખા કઈ વિચારે તે પહેલાંજ એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. સુરેખાએ ઊં ઊં કરી છોડાવવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગઇ ત્યંજ બેલ વાગ્યો..
******************
અભી અને સ્વાતી ટોળકીનાં ગલ્લે બેઠાં હતાં બંન્ને જણાં ચાની ચૂસ્કી લઇ રહેલાં. અભીએ કહ્યું "સ્વાતી ડ્રામામાં ભાગ લેવાનાં પણ મને એક વાત ખટકે છે. સ્વાતીએ પૂછ્યું શેની વાત ? અભી કહે ડ્રામામાં લવ ટ્રાયન્ગલ બતાવ્યો છે તારે સુરેખને પ્રેમ કરવાનો પછી વચ્ચે મારી એન્ટ્રી પછી મારે વીલન થવાનું ? મને આ ખટકે છે.
સ્વાતીએ કહ્યું અરે યાર ડ્રામા છે સાચો પ્રેમ ક્યા કરવાનો છે અને મારી એક્ટીંગ એવી હશે કે ક્યાંય સ્પર્શ નહીં હોય બસ? મને આવડે છે મેનેજ કરતાં અને સુરેખતો તારો ફ્રેન્ડ છે અને સીધો છે બીજુ કોઇ હોત તો હું ડ્રામામાં આ રોલ કરતજ નહીં. અને પછી તારી એન્ટ્રી છેજ તું કેમ આવી નાની વાત કરે છે ?
અભી કંઇ બોલ્યો નહીં એણે કહ્યું ઠીક છે માંડ અડધો કલાક સુરેખ સ્ટેજ પર હશે પછીતો હું જ છું પણ મારી એક્ટીંગ વાસ્તવીક હશે અને સુરેખ સભાન છે સુરેખા સ્ટેજ પર હશે. એટલે વાંધો નહીં મને ખબર નહીં કોઇનાં પર વિશ્વાસજ નથી પડતો. પેલો કબીર મને કીધા વિના મસ્કી જોડે દમણ રખડવા જતો રહ્યો મને એનું વર્તન સમજાતુંજ નથી લાવ એને ફોન કરું.
સ્વાતીએ કહ્યું તારે શું જરૂર છે વાત કરવાની ? એણે તને કીધુ નથી એકવાર તો તને ફોન પર વાત કરવા પણ નથી આવ્યો તારે શું પંચાત ? છોડ આવા ફ્રેન્ડસને એ મસ્કી સાથે ગયો છે એટલે ભેગા થઇ કોઇ ગોરખધંધાજ કરશે હું ઓળખું છું એને એનાં રૂમ પર જઇએ છીએ એ એકાંત આપે છે એની લાલચમાં પણ મને એનાં પર ભરોસો નથી એ ઘણીવાર આપણને... છોડ મારે કંઇ કહેવું નથી હવે બીજેજ મળીશું.
અભી કહે સુરેખનું ઘર સલામત છે પણ વારે વારે જવાય નહીં ખબર નહીં સેફ જગ્યા બીજી કઇ મળશે ?
સ્વાતી હસવા લાગી અરે મારાં રોમીયો ચિંતા શું કરે છે ? મારાં રૂમમાં બોલાવી લઇશ કરીશું કોઇક આઇડીયા... હું છું ને મનેજ નહીં ચાલે તારાં વિના. અભી એની સામે જોઇ રહ્યો. તારાં રૂમમાં ? તારી પેલી રેક્ટર જોઇ છે ? સ્વાતીએ કહ્યું એ રેકટરની ચાવી મારી પાસે છે બતાવું ? એમ કહીને.......
વધુ આવતા અંકે --- પ્રકરણ-29