હું તને મેળવીને જ રહીશ - 11 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તને મેળવીને જ રહીશ - 11

અરુણ: તું આયુષ્ય જોડે જ છે ને..
'હા'
હાલમાં તમે બંને ક્યાં છો?'
'ઓફિસ.'
'આયુષ્યને ફોન આપ હું અહીંથી નીકળી ગઈ છું ત્યાં આવવા માટે.
હું ત્યાં ના પહોંચું ત્યાં સુધી તું આયુષ ને બહાર જવા દેતો નહિ.
અરુણ: ક્રિષ્ના તારી જોડે વાત કરવા માગે છે લે આ ફોન..
આયુષ: હેલો ક્રિષ્ના બોલ શું કહ્યું સ્વામીજીએ
ક્રિષ્ના : સ્વામીજી નું કહેવું છે કે તેના પાપ કર્મોને લીધે ભૂત યોની પ્રાપ્ત થઈ છે..
અમાવસ્યા માં પૂજા કરીને તેને કાયમ મુક્તિ અપાવી પડશે.. અને અમાવસ્યાના ત્રણ દિવસ ખૂટે છે ત્યાં સુધી તારે સાચવવું પડશે.
હું તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ.. આત્મા વંશ ન થાય ત્યાં સુધી આ રક્ષા કવચ સ્વામીજીએ આપ્યું છે... તે હાથ પર બાંધી રાખવાનું છે... તેને કોઈપણ સંજોગોમાં હાથમાંથી છોડવાનું નથી ...હું અહીંથી રક્ષાકવચ લઈને નીકળી જવું છું.. હું ન આવું ત્યાં સુધી તારે ત્યાંથી ક્યાંય બહાર જવાનું નથી.
આયુષ:હા ઓફિસ માથી આજે રજા લઇ લીધી છે.. તું આવ આપણે સાંજે મળીએ..
હા અને તારો ફોન સ્વીચ ઓફ જ રાખજે હું અરુણ ના ફોન પર જ કોન્ટેક્ટ કરીશ.
હા ક્રિષ્ના તું જલ્દી આવી જા અને જે પણ હોય અરૂણ ના મોબાઈલ પર મેસેજ મોકલી દે જે..
આયુષ અને અરુણ ઓફીસે થી ધરે પહોંચ્યા.. બાદ અરુણ ના મોબાઈલ પર વિન્સી નો મેસેજ આવ્યો.. આયુષ નો મોબાઇલ બંધ આવે છે.. તેથી મે તને મેસેજ કર્યો છે..
હવે હું પહોંચવાની તૈયારીમાં છું... તું આયુષ ને જણાવી દેજે મને બસ સ્ટોપ પર લેવા આવી જાય.
અરુણ વિન્સીનો મેસેજ વાંચીને ખૂબ જ ગભરાઈ ગયો તે દોડતા દોડતા આયુષ પાસે પહોંચ્યો અને મેસેજ બતાવ્યો.
હવે વિન્સી તો પહોચવાની તૈયારીમાં હશે એને મારે શું જવાબ આપવો.
આયુષ: એક કામ કર તું પણ તારો ફોન સ્વીચ ઓફ કરી દે પછી જે થવાનું હશે તે જોયું જશે ત્યાં સુધી ક્રિષ્ના પણ આવી જશે.
અરુણ: મને તો આખું ઘર આજે ડરાવનુ લાગે છે.
આયુષ હા હું પણ જે માનતા નહતો એ આજે માનતો થઈ ગયો છું.
એટલામાં જ દરવાજે દસ્તક પડતી હોય એવું લાગી રહ્યું હતું.. એક કાળી છાયા આમથી તેમ ભ્રમણ કરી રહી હોય તેવું જોઈને આયુષ ને ડર તો લાગ્યો પણ અરુણ ને જો ખબર પડશે તો તે ડરી જશે એમ માનીને તેને બધી જ હિંમત ભેગી કરીને દરવાજો ખોલ્યો..આ બધી વસ્તુ માં વિશ્વાસ નહોતો તેમ છતાં હું તે છોકરી ને જોતો રહી ગયો.. અંધારામાં પણ તેનો ચહેરો ચમકી રહ્યો હતો.. જાને કોઈ સફેદ મરમરની ખૂબસૂરત મુરત લાગી રહી હતી.. તેની ખુશ્બુ મદહોશ કરે તેવી હતી.. તે હાથ ફેલાવીને પોતાના તરફ બોલાવવા લાગી તેને તો મને પૂરે પૂરો સંમોહિત કરી દીધો હતો...હું તો તેના તરફ ખેંચાઈ જઈ રહ્યો હતો... જાણે મારા આખા વજુદ પર કબજો જમાવી લીધો ના હોય એમ લાગી રહ્યું હતું.
એટલામાં પાછળથી અવાજ આવ્યો કોણ છે? દરવાજા પર... ક્રિષ્ના આવી ગયી છે?
આયુષ...અરુણ નો અવાજ સાંભળીને તંદ્રામાંથી જાગ્યો.
તે બોલ્યો કોનું કામ છે તમારે ?હું તમને ઓળખતો નથી.
હું નવા રૂપરંગ સાથે આવી છું એટલે તું મને કેવી રીતે ઓળખે હું વિન્સી છું.
આ સાંભળીને આયુષ તો બેહોશ થવાની તૈયારીમાં જ હતો.. ત્યાં વિન્સી બોલી તે તારો ફોન સ્વીચ ઓફ કેમ કરી નાખ્યો છે?
આયુષ: ફોન પર પાણીમાં પડી જવાથી સ્વીચ ઓફ થઇ ગયો છે.
મેં અરુણ ને મેસેજ કર્યો હતો કે... બસ સ્ટોપ પર આવી ગઈ છું મને લેવા આવી જાવ પણ તેનો કોઈ જવાબ આવ્યો નહીં એટલે હું જ શોધતી શોધતી અહીં આવી ગઈ.
આયુષ ને બધી જ ખબર હોવા છતાં કોઈ જવાબ આપી શકે તેમ હતો નહિ..
ત્યાં તો અરુણ આવ્યો..
'અરે યાર કેટલી ખૂબસૂરત દેખાય છે આ છોકરી.'.
'આ વિન્સી છે'
અરુણ: 'આયુષ ના કાન માં બોલ્યો કેટલી ખૂબસૂરત ભૂત છે.. આવી ખૂબસૂરત ભૂતની હોય તો પણ ચાલે..
વિન્સી: તમે બંને જણ કાનમાં શું ગુપચુપ કરો છો.. હું જ્યાં સુધી બીજાના બોડીમાં હોવ ત્યાં સુધી મારે માનવીય વ્યવહાર જ ભોગવવા પડે છે...એટલે હું જાણી શકતી નથી..
આયુષ: ઓફિસમાં હોવાથી તારો મેસેજ જોવાનો રહી ગયો હતો એવું અરુણ કહે છે બીજું કશું નહીં.
વિન્સી: મેં તને મળવા માટે કેટલી બધી ધીરજ રાખી છે.. તારા વગર એકલા રહેવું ઘણું મુશ્કેલ લાગતું હતું પણ મારે એક બોડી ની જરૂર હતી જે હવે મળી ગઈ છે... હવે આપણે કાયમ જોડે રહી શકીશું