Hu tane medvine j rahish - 8 books and stories free download online pdf in Gujarati

હું તને મેળવીને જ રહીશ - 8


જે મનુષ્ય પર આત્મા નો સાયો હોય છે... તે આપની જેમ જ આપની જોડે રહે છે અને તેવી જ જિંદગી જીવે છે.. એટલે આપણને ખ્યાલ નથી આવતો પણ કર્તા કર્મ, સંબંધ, પ્રેમ કશું જ શાશ્વત નથી.. આત્માને અધુરી ઈચ્છાઓ પૂરી થઇ જતાં તેને મુક્તિ મળી જતી હોય છે.. બસ જ્યાં સુધી તેની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી તે આ પ્રેત યોની માં ભટક્યા કરે છે અને મનુષ્યને તેના લીધે હેરાન થવું પડે છે.
અને મારું કામ છે મનુષ્યને તેમાંથી છોડાવો.
ક્રિષ્ના ની મમ્મી: હા સ્વામીજી એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ.. આ ક્રિષ્ના નું વર્તન અમને અજુગતું લાગે છે.
સ્વામીજી: ક્રિષ્ના પર ભૂત નો સાયો તો હતો પણ હમણાં તેને છોડીને જતી રહી છે..મારા ખ્યાલથી જરૂર કઈ કારણ હોવું જોઈએ નહીં તો આવી રીતના છોડીને ના જાય..
ક્રિષ્ના ની મમ્મી: તો હવે અમે શું કરીએ.
સ્વામીજી: આત્મા જોડે શરરીર નથી હોતું અને માણસ જોડે શરીર હોય છે તેથી તેમને ટાર્ગેટ કરે છે.. હવે આ આત્મા કોનું બોડી ધારણ કરશે એ તો શોધવું જ રહ્યું.
પણ થોડું પણ એવું લાગે તો તમે મારી જોડે આવી જજો આપણે તેનો ઉપાય જરૂર કરીશું ...મારું કામ છે મનુષ્ય ની સેવા કરવી..
આયુષ: સારું તો ચલો બધા ના મન નું સમાધાન મળી ગયું છે.. હવે ક્રિષ્ના પર કોઈ ભૂત-પ્રેતનો ઓછાયો નથી ક્રિષ્ના ને અહીં આરામ કરવા દઈએ.. હું અને અરુણ શહેરમાં જવાનીકળી જઈએ છીએ... ક્રિષ્ના તારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોલ કરીને જણાવી દે જે અમે હાજર થઈ જઈશું.
ક્રિષ્ના : તમે બંને હંમેશા મારી હેલ્પ કરો છો તેની હું ખૂબ જ આભારી છું..
ક્રિષ્ના ની મમ્મી :હા બેટા સંભાળીને જાવ અને ત્યાં પહોંચતા જ અહીં કોલ કરી દેજો..
*****
આયુષ: હેલો.
'હું વિન્સી બોલું છું.'
"હું કોઈ વિન્સીને નથી ઓળખતો રોગ નંબર લાગ્યો લાગે છે."
"મેં નંબર બરાબર જ લગાવ્યો છે તારું નામ આયુષ છે.. અને તને હું પસંદ કરું છું."
"કોઈને પણ જાણ્યા જોયા વગર કેવી રીતે પસંદ કરી શકે આપણે તો ક્યારેય મળ્યા નથી."
આપણે સાથે જ ગાડીમાં ગયા હતા.. વચ્ચે જંગલ જોડે ગાડી પણ બંધ પડી ગઈ હતી..ચારેકોર ધુમ્મસ છવાયેલો હતુ અરુણ પણ થોડીક વાર માટે ગાયબ થઇ જતાં તું ડરી ગયો હતો યાદ કર."
તું ક્રિષ્ના છે ને, ખાલી ખાલી મારી જોડે મજાક કરવાનું રહેવા દે હું તને ઓળખી ગયો છું."
"હું ક્રિષ્ના નથી હું વિન્સી છું.
હું તને ખૂબ જ પ્રેમ કરું છું."
મે કેટલી બધી ધીરજ રાખી છે.. હવે હું તને મળવા આવું છું. ક્રિષ્ના તારી ફ્રેન્ડ હતી તેના શરીરમાં મારો વાસ હતો.. તું મને જોધા સાથે જ ગમી ગયો હતો...હું તારી સાથે સમય વિતાવવા માંગતી હતી પણ તમે બધાએ મંદિર જવાનું નક્કી કરતા મારે મજબૂરી વશ તારાથી દૂર થવું પડ્યું...જલ્દી જલ્દી માં તને બધું જ કહેવાનું રહી ગયું.. મારા માટે તારા વગર એકલા રહેવું કેટલું મુશ્કેલ છે.. એ મને સમજાય ગયું છે... હવે આપણને કોઈ જ જુદા નહીં કરી શકે.. મને રસ્તો મળી ગયો છે એટલે હું તને મળવા આવું છુ..કાલે આપણે મળીએ ગુડ બાય."
આયુષ તો ડઘાઈ જ ગયો કે આ ફોન પર શું વાત ચાલી રહી છે.. તેને અરુણ ને કોલ લગાવ્યો અને તરત જ પોતાના ઘરે બોલાવ્યો.
આયુષ:અરે યાર અરુંણ હું તો ખૂબ જ ટેન્શનમાં છું.
"કેમ શું થયું ?અને તને પણ ટેન્શન થાય છે.!
"ક્રિષ્નાને જે ભૂત વળગયું હતું તે વિન્સી કરીને એક છોકરી હતી,તે મને મળવા આવવાની છે."
"એક ભૂત તને મળવા આવે છે પણ કેમ?"
"અરે! યાર અગણિત કુવારા છોકરા ઓ ફરી રહ્યા છે અને એ ભૂતની ને હું જ પસંદ આવી ગયો છું..આ આત્માને કોઈ બીજું પ્રેમ કરવા મળ્યું જ નહીં...મારા નસીબ આટલા બધા ખરાબ હશે મને ખબર નહીં."
"એક કામ કરીએ આ શહેર છોડીને જતા રહીએ પછી ભલેને એ ભૂતની તને શોધીયે રાખે."
"આવા દેને હું થોડી ડરું છું... એ આવશે તો હું તેને કહી દઈશ કે મને ઇન્ટરેસ્ટ નથી."
"એ કઈ સતી સાવિત્રી નથી કે તને છોડે આ ભુતની છે. તારા ના પાડવાથી તે શું માની જશે?
અને તેની પર ભરોસો કેવી રીતે મુકવાનો તે તો આત્મા છે તે કંઈપણ કરી શકે છે."
'તું આત્મા વિશે ખૂબ જાણકારી ધરાવે છે એટલે મે તને અહીં બોલાવ્યો છે તું હવે ઉકેલ લાવ.'
એક કામ કર તું આ ફોન સ્વીચ ઓફ કરી દે. ના બજેગી કી બાસુરી ઓર ફીર કોન્ટેક કેસે કરેગી."
"હા..હા..હા.. તને એવું લાગે છે કે આપણને શોધી નહીં શકે... કોઈપણ ખૂણે સંતાઈ જઈશું તે સોધી જ નાખશે. મારું તો દિમાગ ખરાબ થઈ ગયું છે.. અને પાછી આ વિન્સી કોઈ નવા રૂપરંગ સાથે અહીં આવવાની છે."
"એટલે જુનુ સીમ બદલીને નવા સીમ મા રૂપ ધારણ કર્યું છે તો તેને ઓળખવાની કેવી રીતે."
"તે આપણને સોધી લેશે આપણે ક્યાં ઓળખવાની જરૂર છે.. બસ એનાથી પીછો કેવી રીતે છોડાવો.
"તેને પહેલા આવવા તો દે મળીએ પછી આગળનું વિચારી એ.'
"કેવા દિવસો આવ્યા છે જે હું ક્યારેય નહોતો માનતો એ મારી જોડે થઈ રહ્યું છે."
"હા સારું થયું તારી જોડે બન્યું ત્યારે તું માનતો થયો છે નહીં તો મને તું હંમેશા પાગલ જ સમજતો હતો.. આ ભૂત પ્રેત જેવી વસ્તુ પણ હોય છે.. અનુભવ થયા વગર કોઈ માનતું જ નથી.
"આ ભૂતની ગળે પડી છે મારે કોઈ ગળામાં પટ્ટો બાંધીને ફરવું નથી.. તેને તો મારું દિમાગ ખરાબ કરી નાખ્યું."
"એક કામ કરીએ ક્રિષ્ના ગામમાં જે સ્વામીજી રહે છે તેમની જોડે થી ઉપાય જાણીએ તો કેવું રહેશે...તું ક્રિષ્ના ને કોલ કર."
હા એ આઈડિયા સારો છે.

'હાઈ ક્રિષ્ના હું આયુષ બોલું છું.'
'કેમ છે ?મજામાં'
'હા અને તું.'
' હું બિલકુલ મજામાં નથી બધું જ તારા લીધે થયું છે.'
મેં શું કર્યું?
"તારી પર જે ભૂત નો સાયો હતો તે કોઈ આમ છોકરી નથી... તેને તારો પીછો છોડી ને મને વળગવા માંગે છે.
તેનું નામ વિન્સી છે અને તે મને મળવા આવવાની છે."
"તે તારો પીછો કેમ કરે છે ?અને તને કેમ મળવા માંગે છે?"
'તેને કહ્યું કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે. હવે તું જ તેનો ઉપાય જણાવ મારે શું કરવું?'
મંદિરના જે સ્વામીજીને આપણે મળ્યા હતા તેમની જોડે ચોક્કસ આનો ઉપાય હશે હું તેમને મળીને બધી વાત કરું છું... તેઓ કે ઉપાય કરવાનું જણાવશે તે પ્રમાણે કરીએ ત્યાં સુધી તું તારો ફોન સ્વીચ ઓફ કરી દે કારણકે તે ફોન દ્વારા કોન્ટેક્ટ કરે છે મારો પણ કોન્ટેક્ટ એવી જ રીતે કર્યો હતો.
જેટલું જ મળવાનું મોડું થાય એટલું જ સારું રહેશે ત્યાં સુધી આપણને ઉપાય મળી જશે.. હું અરુણ પર કોલ કરીને બધું જણાવી દઈશ..'
'ઓકે ક્રિષ્ના હવે આ ચુડેલ થી પીછો છોડાવો પડશે.'
અને જો સામે આવી જાય તો થોડા ટાઈમ માટે પ્રેમનું નાટક કરી નાખજે ત્યાં સુધી રસ્તો શોધી લઈશું.
હવે તું ફોન સ્વીચ ઓફ કરી દે.'
'હા જરૂર'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED