સોમ્ય તું દારૂ પીને ટલ્લી થઈ ગયો છું ફોન નથી ઉઠાવતો, દરવાજો નથી ખોલતો ,નથી તો તું facebook પર તને થયું છે શુ?
અને આ અંધારા માં કેમ બેસી રહ્યો છું લાઈટ કેમ નથી ચાલુ કરી? હું રોહન તારો બેસ્ટ ફ્રેન્ડ છું તું મને પણ ઓળખે છે કે નહીં.
સોમ્ય: હા હું ઓળખું છું પણ તેને તું પસંદ નથી.
તેણે એટલે કોણ?
તું સાચે જ દારૂ પીને ટલ્લી થઈ ગયો છે. આ લાઈટ તો ચાલુ કર.
સોમ્ય: તેને લાઈટ પસંદ નથી આ મને ખબર નહીં તે મારી અંદર કેવી રીતે આવી છે મને ખબર નહીં મારી અંદર શું ચાલી રહ્યું છે.. છોકરીની જેમ વર્તન કરે છે મારી અંદર છે તે એવું કરે છે... અને હું બહાર છું..
રોહન:અરે તું છોકરી ના અવાજમાં કેમ વાત કરે છે.
તું પાગલ થઇ ગયો છું મને લાગે છે તારે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જોઈએ... તારી મમ્મી તારી ચિંતા કરે છે છેલ્લા દસ દિવસથી તે એમની જોડે બરાબર વાત નથી કરી કોલ પણ ઉઠાવતો નથી તેમને મને તારી ખબર જોવા મોકલ્યો છે.. ચલ મને લાગે છે તું બીમાર છે તારે દવાની જરૂર છે... ડોક્ટર પાસે જવું જોઈએ.
'મને કશું નથી થયું.'
મને તો લાગે છે તારા મગજની ટ્રીટમેન્ટ કરાવવી પડશે... જો તારી મમ્મીનો ફરી ફોન આવે છે..
હલો આંટી સોમ્ય ને હું ડૉક્ટર જોડે લઈ જવું છું. મને લાગે છે એને ડૉક્ટર ટ્રીટમેન્ટ જરૂરી છે..
ના બેટા મને લાગે છે તેને કોઈની નજર લાગી છે તું એક પ્રખ્યાત મંદિર છે ત્યાં એને લઈ જા..'
'બધાની મમ્મી ને એવું જ લાગે છે કે તેમના છોકરાને નજર લાગી છે પણ આંટી મને એવું નથી લાગતું.'
'મારા ખ્યાલથી સૌમ્ય ને એક સાઈટ્રિક ની જરૂર છે.'
'મારી વાત પહેલા માન પછી તું મેડિકલ ટ્રીટમેન્ટ અપાવજે.'
ઓકે આંટી તમારી વાત પહેલા.
"હવે વિન્સી ને જીવિત રહેવા માટે ફરી એક નવી બોડી ની જરૂર હતી અને સોમ્ય ને છોડ્યા વગર છૂટકો નહોતો.."
રોહન: સૌમ્ય તુ ક્યાં જાય છે... ઉભો રહે.. હમણાં તો તું અહીં અંધારામાં ખૂણામાં ભરાઈ રહ્યો છું અને અચાનક ટેરેસ પર કેમ જાય છે...
આ શું હજુ તો રોહન સોમ્ય ને રોકવા જઈ રહ્યો હતો અને તેને તો ટેરસ પરથી પડતું મૂકી દીધું...
*****"*****
whatsapp પર એક મેસેજ આવતો હતો.. પણ મંયક જવાબ આપી રહ્યો નહોતો ..
ફોન માંથી એક અવાજ આવ્યો મારા મેસેજનો જવાબ કેમ નથી આપતા?
મારો મેસેજ જો મયંક.
આવું સાંભળીને ને મંચક ને થયુ આવું તો કંઇ હોતું હશે કે કોલ નથી આવ્યો છતાં ફોન માંથી અવાજ સંભળાઈ રહ્યો છે.... તેણે વિચાર્યું મને ભ્રમ થતો હશે.. ફોનમાંથી તો કોઈ અવાજ આવતો હશે... તેને ફોન સામે તાકી જ રહ્યો હતો ત્યાં જ રીંગ વાગી આતો વોઈસ કોલ આવ્યો હતો મયંકે કોલ રીસીવ કર્યો .
સામેથી ખૂબ જ સુંદર સુરીલો અવાજ સંભળાયો જે કોઈપણ ને મદહોશ કરી શકે એવો લાગ્યો ..."તેને કહ્યું તમે મારો મેસેજનો જવાબ કેમ નથી આપતા હું તમને કયારનીય મેસેજ કરું છું..
હુ તમને ઓળખતા નથી... મારો નંબર કેવી રીતે તમારી જોડે આવ્યો ..
મને ઓળખી નહીં હું તારી ફ્રેન્ડ છું..
મયંક: મારી ઓળખાણમાં હોય એવું તો નથી મને લાગતું જરૂર કંઈક ભૂલ થઈ છે..
" ભૂલ થઈ તો તે ભૂલને આગળ વધારી શકીએ તમે મારા ફ્રેન્ડ ના બની શકો."
મયંક ને શું પ્રોબ્લેમ હોય તેને તો હા પાડી દીધી..
જરૂર બની શકીએ ને.. પહેલા એ તો જણાવો તમારું નામ શું છે?
'વિન્સી'
'ઓકે તો વાત કરતા રહીશું.
આજ થી ફ્રેન્ડસ.