Hu tane medvine j rahish - 10 books and stories free download online pdf in Gujarati

હું તને મેળવીને જ રહીશ - 10

.
એક દિવસ ખાલી ખાલી ઊંઘવાનો ઢોંગ કરતો પડી રહ્યો ત્યાર બાદ રાતના એક વાગતા હશે વિન્સી ને તેના અસલી સ્વરૂપ માં આવતા જોઈને હું તો ખૂબ જ ડરી ગયો તે તો ખતરનાક ડરામણી દેખાતી હતી મોટી... મોટી આંખો,લાંબા લાંબા હાથના પંજાના નખ... કોઈને પણ મારી નાખવા માટે સક્ષમ હતા.
તેને જોઈને ભલભલા ડરી જાય એવી લાગતી હતી . એટલામાં તો કુતરાઓનો રડવાનો અવાજ શરૂ થઈ ગયો થોડેક દૂર જતા વિન્સી એક વ્યક્તિને પકડીને ઊભી હતી..તેને તે વ્યક્તિ ની છાતી ચીરીને દિલ ને ખાતા જોઈ હું તો આશ્ચર્ય થી સ્તબ્ધ થઈ ગયો.
ઓ.. નો ..આ કેવું એક સુંદર ચેહરા પાછળ એક ખૂની ડરાવની ચુડેલ.
આયુષ તો ફટાફટ ઘરે આવીને પથારી મા લંબાવી દિધું..તેને તો આખી રાત ઊંઘ ન આવી... મેં કેવી વ્યક્તિને જોડે લગ્ન કર્યા છે... હવે મને સમજાઈ રહ્યુંછે... તેના જાદુ ના નશામાં હું બેવકુફ બનીને તેના કહ્યા પ્રમાણે કરી રહ્યો હતો... મે ખુબ મોટી ભૂલ કરી છે.
ફરી રાત્રી ના બે વાગ્યા હશેને હું અચાનક જાગી ગયો. તો બાજુમાંથી વિન્સી ગાયબ હતી.
હું દરવાજો ખોલીને બહાર જોવા ગયો આજે આ વિન્સી કઈ બાજુ કઈ હશે ત્યાં તો મેં તેને એક વ્યક્તિની પાછળ ભયાનક રુપ ધારણ કરેલી વિન્સી ને દોડતા જોઈ તેના હાથના લાંબા નખ વળે તે વ્યક્તિનું ગળું પકડીને તેના મોઢા માં થી નીકળેલા તીક્ષ્ણ દાંત વડે ગળામાં બચકુ ભરીને લોહી ચૂસવાની તૈયારી કરતી હતી.... તે જોઈ તે વ્યક્તિ તેનાથી બચવા અને છૂટવા માટે બૂમો પાડી રહ્યો હતો... આયુષ મને બચાવ...આયુષ મને બચાવ.. તે સાંભળીને હું તેના તરફ જવા લાગ્યો...જોયું તો અરુણ હતો.

વિન્સી તું આ શું કરે છે.. અરુણ ને છોડી દે એને તું મારીશ નહિ તું એને છોડી દે તારે આવું ના કરવું જોઈએ... તું અરુણ ના બદલે મારુ લોહી પી શકે છે...
અરુણે છોડી દે વિન્સી...
આયુષ બૂમો પાડતો રહ્યો પણ વિન્સી તો માનવા તૈયાર જ નહોતી.. તે અરુણ ના ગળા ઉપર હાથ ની પકડ જમાવી ને મોટા મોટા દાંત વડે તેનું બ્લડ ચૂસવા લાગી.. જો તુ અરુણ ને નહીં છોડે તો હું તને છોડી દઈશ... એવું સાંભળીએ તો જોર જોરથી અટહાસ્ય કરતી મારી તરફ આવવા લાગી તેને જોઈને હું ખૂબ જ ડરી ગયો તેમ છતાં મારે તો અરુંણને બચાવવો હતો અરુણ ના નામની બૂમો આખા ઘરમાં ગુંજી ઉઠી.
અરુણ ના કાને આયુષ નો અવાજ પડતા તેની ઉઘ બગડી.. તે ઊઠીને અરુણ ની પાસે આવ્યો અને અરુણ ને જગાડવા લાગ્યો... શું થયું આયુષ?
કેમ બોલાવે છે?

પસીનાથી લથપથ આયુષે આંખો ખોલીને જોયું... અરુણ સામે ઊભેલો દેખાયો તેને હેમખેમ ઉભેલો જોઈ આયુષ શાંત પડ્યો..તે બોલ્યો તું જીવીત છે.. તને વિન્સી મારી નાખવાની હતી... તારા ગળામાં દાંત ભરાવી ને એ તારું લોહી પી રહી હતી... તને કશું થયું તો નથી ને?

અરુણ બોલ્યો..' તે સપનું જોયું લાગે છે... જો હું તારી સામે જ ઉભો છું.
આયુષ: આ વિન્સી મને સપનામાં આવીને પણ હેરાન પરેશાન કરવા લાગી છે.
એટલામમાં તો ઘરની લાઈટ જતી રહી કઈ જ સમજમાં નહોતું આવતું ને દરવાજે કોઈની દસ્તક પડી રહી હોય એવું લાગી રહ્યું હતું... પણ આ તો ખાલી હવાનો ઝોંકો હતો.. બધું જ શાંત થઈ ગયું.
અરુણ: સારું ચલ ઊંઘી જા ડરવાની જરૂર નથી હું તારી સાથે છું.
આયુષ:મને એવું લાગી રહ્યું હતું કે વિન્સી એ મને પૂરી રીતે સંમોહિત કરી દીધો હોય મારું તેના તરફ ખેંચાઈ જવું મારું વજૂદ તેને કંટ્રોલ માં કરી લીધું હતું... એકદમ ખૂન જમાવી દેવાવાળા સન્નાટા વચ્ચે તેની સફેદ મરમર જેવી ખૂબસૂરતી આહલાદક ચાંદની નો પ્રકાશ જાણે કે એક બારીમાંથી રોશની નીકળતી હોય અને ચારે બાજુ ખુશ્બુ મદહોશ કરી રહી હતી જાને તેને કે વો જાદુ કર્યો હતો તે મારા તરફ હાથ ફેલાવીને મને બોલાવી રહી હતી એવું લાગતું હતું. અને પછી તેનો કાળા જાદુ પાછળ ખૂબ જ મોટું રહસ્ય બહાર આવ્યું એ તને મારી નાખવા માંગતી હતી..
અરુણ: ઓફિસમાંથી રજા લઈ લે અને ક્રિષ્ના ના ગામડે આપણે આજે જતા રહીએ... ક્રિશ્નાએ સ્વામી જોડે બધી જ વાત કરી લીધી હશે.. વિન્સીને અહીં પહોંચતા પહેલા આપણે અહીંથી નીકળી જઈશું અને બધો જ ઉપાય મળી જશે.. હવે તું આરામ થી ઊંઘી જા.

સવાર પડતા આયુષ અને અરુણ ઓફીસે જવા નીકળી ગયા. ...
ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED