અરુણ તું આજે અહીં જ રોકાઈ જા.'
'તને પણ ડર લાગવા લાગ્યો ને હવે તું પણ માનતો થઈ ગયો કે ભૂત પ્રેત જેવી વસ્તુ પણ હોય છે.'
'હું કઈ ભૂત-પ્રેતથી ડરતો નથી પણ તું એના વિષે સારી એવી જાણકારી ધરાવે છે એટલે મેં તને કહ્યું.
મેં તો આજ સુધી બધું ફિલ્મોમાં જ જોયું હતું હવે વિશ્વાસ થવા લાગ્યો છે કે અસલ જીંદગીમાં પણ આવું થઈ શકે છે.'
'સારું તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે પછી જોઈએ કાલે વીન્સી આપણા સુધી કેવી રીતે પહોંચે છે.'
'હા એવું જ કરવું પડશે સારું ચલ ઊંઘી જઈએ જે થવું હોય એ થાય...ડરવાની કોઈ જરૂર નથી.. વિન્સી તો મને પ્રેમ કરે છે એટલે આપણને કશું નહીં કરે.'
આયુષ અને અરુણ બારી દરવાજા બધુ બંધ કરીને ઊંઘી ગયા હતા પણ આયુષ ને રાતના બે વાગ્યાની આજુબાજુ કોઈ રડતું હોય એવો અવાજ સંભળાવા લાગ્યો.
આયુષ ઊઠીને ચારે બાજુ જોયું તો કોઈ જ દેખાતું નહોતું રડવાનો અવાજ દૂર દૂરથી રસ્તા પરથી આવી રહ્યો હોય એવું લાગતું હતું.
આયુષ બેડ પરથી ઊભો થયો અને અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોતો હતો તને એવું લાગ્યું કે જરૂર કોઈ ને મદદની જરૂર હોવી જોઈએ... મારે તેની મદદ કરવા માટે જવું જોઈએ...એમ વિચારીને તેને દરવાજો ખોલીને દરવાજાની બહાર દૂર સુધી નજર નાખી પણ કોઈ જ દેખાયુ નહીં. એટલા મા કોઈ ચહલપહલ કરી રહ્યું હોય એવું લાગ્યું.. ઝાંઝર અને ચૂડીઓ નો ખનકવાનો અવાજ થયો..
આયુષ રસ્તા પર આજુબાજુ જોતા જોતા થોડો આગળ જ ગયો હતો ત્યાં જ બાંકડા ઉપર એક લાલ કલર ની સાડી પહેરેલી ખુબસુરત છોકરી બેઠેલી દેખાઈ.
આયુષ ધીરે-ધીરે તેના તરફ આગળ વધવા લાગ્યો હતો.તે વિચારતો હતો કે રાતના બે વાગ્યા છે અને આટલા મોડા સુધી આ છોકરી અહીં કેમ બેઠી હશે.. જરૂર કંઈક પ્રોબ્લેમ હશે માટે જ તે રડે છે.
નજીક જઈને જોયું તો લગ્નના જોડામાં સજ્જ થઈને બેઠેલી દુલ્હન જેવી લાગતી હતી.
આયુષ: તું અહીં બહાર એકલી એકલી બેસીને કેમ રળે છે એ પણ આ લગ્નના જોડામાં તૈયાર થયેલી છું શું તુ લગ્નમંડપમાંથી ભાગી આવી છું.?
'આયુષ તુ તે મને ઓળખી નહીં.'
'ના'
'હું વિન્સી છું.'
'તને મળવા આવતી હતી તારી જોડે મારે લગ્ન કરવાના છે એટલે હું લગ્નના જોડામાં તૈયાર થઈને જ આવી હતી પણ તારો ફોન સ્વીચ ઓફ આવતા તારો કોન્ટેક હું ના કરી શકી.'
'પણ તું તો કાલે આવવાની હતી.'
'હા પણ હું વહેલા આવી ગઈ છું પણ જો સામેથી તું મને મળવા આવી ગયો.. મારે તને શોધવો પણ ના પડયો.
સવાર સુધી મારે અહીં બેસી રહેવું પડશે એટલે હું તને યાદ કરીને રડતી હતી.
આયુષ તો સ્તબ્ધ થઈને તેને જોઈ જ રહ્યો હતો.. તેની મીઠી મીઠી વાતો અને અવાજથી થી તેના તરફ મદહોશ થઇ ને આકર્ષણ અનુભવી રહ્યો હોય એવું લાગતું હતું..
આ ચાંદની હલકી રોશનીમાં સજેલી વિન્સી એટલી ખૂબસૂરત લાગતી હતી કે આયુષ તેના તરફ ખેંચાઇ રહ્યો હતો ...આવી ખૂબસૂરતી તો તેને ક્યાંય જોઈ નહોતી..
વિન્સી બોલી રહી હતી હું તને ખૂબ જ પ્રેમ કરું છું.
હું તારી જોડે રહેવા માંગુ છું...હું તને ખૂબ જ ખુશ રાખીશ.
આયુષ તો તેની વાતોમાં એટલો મશગૂલ થઈ ગયો હતો કે તે બધું જ ભૂલીને તેના લયમય અવાજ ની દીશામાં હા મા હા મિલાવી રહ્યો હતો.
આયુષ બોલ્યો જો મારુ ઘર તો સામે જ દેખાય છે તે સાંભળીને વિન્સી તો ઘર તરફ ચાલવા લાગી અને આયુષ તેની પાછળ પાછળ દોરવાઇને જવા લાગ્યો..
વિન્સી ની ઝાંઝર અને હાથમાં પહેરેલી ચુડીયોના ખનખનાટમા આયુષ તો એવો ખોવાઈ ગયો કે તેનું દિલો દિમાગ કામ કરતું બંધ થઈ ગયું..ખબર નહીં તેનામાં એવો તો શુ જાદુ હતો..તે કોઈ ને પણ તેના તરફ ખેંચવામાં સફળ થતી હતી..
વિન્સી નો એવો તો નશો છવાયો કે આયુષે, તેની જોડે લગ્ન કરી લીધા... વિન્સી દરેક પ્રકારના કામમાં બેનમૂન અતિ હોશિયાર હતી તેનું તો કહેવું જ શું દરરોજ દરેક વસ્તુમા દરેક કામમાં તે પરફેક્ટ.
બધું જ કામ બેખુબી થી તે કરી જાણતી હતી તેને મને કોઈપણ બાબતે કહેવાનો મોકો આપ્યો નહીં કે હું તેની જોડે લગ્ન કરીને પછતાવુ..
મને તો મારીજિંદગી ખૂબ જ સુંદર લાગતી હતી પછી ભલે ને વિન્સી એક ચુડેલ હતી પણ મને ક્યારેય એવું લાગ્યું નહીં કે તે એક ભૂત છે... અને હું તેની જોડે રહું છું ...
પણ હંમેશા એક વાત ખટકતી હતી તેને તો બસ નોનવેજ ભાવતું હતું.
ઘણી વખત મેં ઘરની આજુબાજુ કુતરા, બિલાડા ના હાડપિંજર જોયા હતા ..
મને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે માસ ખાવાનું ગમતું હતું.. ઘણી વખત તેને માંસ ન મળે તો અશક્ત રહેતી હોય એવું પણ લાગતું હતું.
ઘણી વખત કોઈક જગ્યાએ કોઈ નું મોત થયું હોય એવા સમાચાર મળતા રહેતા હતા મને પણ ઘણી વખત એવું થતું હતું કે આ કામ વિન્સી નુ તો નહીં હોય ને..
એટલે જ એક રાત્રે મેં જાગીને વોચ કરવાનું વિચાર્યું જેથી વિન્સી દરરોજ રાત્રે ક્યાં જાય છે તેની ખબર પડે.
એક દિવસ ખાલી ખાલી ઊંઘવાનો ઢોંગ કરતો પડી રહ્યો ત્યાર બાદ રાતના એક વાગતા હશે વિન્સી ને તેના અસલી સ્વરૂપ માં આવતા જોઈને હું તો ખૂબ જ ડરી ગયો તે તો ખતરનાક ડરામણી દેખાતી હતી મોટી... મોટી આંખો,લાંબા લાંબા હાથના પંજાના નખ... કોઈને પણ મારી નાખવા માટે સક્ષમ હતા.