Hu tane medvine j rahish - 6 books and stories free download online pdf in Gujarati

હું તને મેળવીને જ રહીશ. - 6


ક્રિષ્ના ને પણ આયુષ ની વાત યોગ્ય લાગી અને તેને કહ્યું સારું સવારમાં મળીએ એમ કહીને કોલ મુક્યો.. પણ તેને તેની આજુબાજુ કોઈ ચાલી રહ્યું હોય તેઓ ભાસ થતો હતો.
મોબાઈલ માં મેસેન્જરમાં ફરી મેસેજ લખાયો જો હું તારા સોફા પર આવીને બેઠો છું.
ક્રિષ્ના એ ટાઈપ કર્યું મજાક રહેવા દે હવે હું ઊંઘવા જવું છું.
હું મજાક નથી કરતો લાઈટ આવે એટલે તને આપોઆપ દેખાઈ જશે.
આવું સાંભળીને ક્રિષ્ના તો ખૂબ જ ડરી ગઈ અને પગ નો દુખાવો ભુલીને તેને તો ભાગવાનું શરૂ કરી દીધું.
એટલામાં જ લાઈટ આવી અને સોફા પર એક ખૂબસૂરત છોકરી બેઠેલી જોઈ.
ક્રિષ્ના ને તો કશું જ સમજાય રહ્યું ન હતું તે ખૂબ જ ડરેલી હતી..તે બોલી રહી હતી મારો પીછો ના કરો... મને છોડી દો... છોડી દો... પણ આ વિન્સી ક્યાં છોડવાની હતી..
સવાર પડતા આયુષ અને તેનો ફ્રેન્ડ અરુણ ક્રિશ્નાના ઘરે આવી પહોંચ્યા.
આયુષ: રાત્રે તો ક્રિષ્ના ખુબજ ડરી ગઈ હતી અને આ જુઓ દરવાજો પણ ખુલ્લો રાખીને ખબર નહીં ક્યાં ગઈ છે.
ઉપર જઈને જોયું તો ક્રિષ્ના હજુ પણ ઊંઘી રહી હતી.
અરુણ: ક્રિષ્ના ડરતી હોય એવું તો મને નથી લાગતું દરવાજો પણ ખુલ્લો છે અને જુઓ કેટલી આરામથી ઊંઘી રહી છે.. તે આયુષ મારી ખોટી ખોટી સવારમાં ઊંઘ બગાડી.
ક્રિષ્ના તને અમે તારા ઘરે છોડી દઈએ...જ્યાં સુધી તારું ફેક્ચર ઠીક ન થઈ જાય ત્યાં સુધી તું ત્યાં આરામ કરજે..
મને તો કશું જ નથી થયું જોવો.
સોરી મેં તને રાત્રે કોલ કર્યો હવે હું ઓકે છુ.
આયુષ: મને તો લાગે છે તારા પગ ની જોડે જોડે મગજ પણ ચસકી ગયું છે..અમારી સામે ડોક્ટરે તારી ટ્રીટમેન્ટ કરી છે અને તું કહે છે...બધુ ઓકે છે.
અરુણ: મને તો લાગે છે તેની પર આત્માનો સાયો છે.
આયુષ : ઓય તારી વાતો બંધ કર તારા વિચાર તો હંમેશા ભૂત ,પ્રેત પર જ અટકી રહે છે આ જમાનામાં આ બધું કોણ માને છે..
ચલ ક્રિષ્ના તૈયાર થઈ જા અમે તને તારા ઘરે મૂકી જઈએ અને હાલમાં તારી રૂમ-પાર્ટનર પણ નથી તો તારી સંભાળ કોણ રાખશે.. અને જો આ તારો આખો રૂમ વેરવિખેર છે.
ક્રિષ્ના: સારું હું તૈયાર થયી જવુ.
આયુષ અને અરુણ ક્રિષ્ના ને તેના મમ્મી પપ્પાના ઘરે મૂકવા નીકળ્યા.
અરુણ: આયુષ આ રસ્તો તો જો કેટલો ધુમ્મસ થી છવાયેલો લાગે છે.. ભગવા વાળા અને ભાગી રહેલા એકબીજાને જોઈ ના શકે એવું વાતાવરણ છે.
આયુષ: મને તો લાગે છે આપણે કોઈ ખોટા રસ્તે તો નથી ચઢી ગયા ને આ ધુમસ ના કારણે બરાબર રસ્તો દેખાયો ના હોય... ક્રિષ્ના કેમ કંઈ બોલતી નથી.
ક્રિષ્ના: ના આપણે બરાબર જઈ રહ્યા છીએ.
આયુષ: આ ક્રિષ્ના નું બિહેવિયર બદલાયેલું લાગે છે ખબર નહીં આટલી બધી બોલકણી છોકરી ચુપ કેવી રીતે રહી શકે.
એટલામાં તો ગાડી અચાનક જ બંધ પડી ગઈ..
આયુષ :અરુણ જરા જોતો બહાર નીકળીને આ ગાડીને શું થયું..
અરુણ:અરે બહાર તો કેટલી ઠંડી લાગે છે.. ધુમ્મસ એટલું બધું છવાયું છે કે રસ્તા પર કશું જ દેખાતું નથી.. જો આજુબાજુ જંગલ હોય એવું લાગે છે.
આયુષ: વાતાવરણ નું વર્ણન કરવાનું રહેવા દે ગાડી ને જો શું થયું છે. અરે બોલતો કેમ નથી? તું મજાક કરવાનું રહેવા દેજે જે હોય એ સાચુ સાચું જણાવ અરુણ.. મારે જ જોવા આવું પડશે એવું લાગે છે..
આયુષ ગાડીની બહાર નીકળીને જોવે છે તો અરુણ ક્યાંય દેખાતો નથી.. ગાડી ને ચેક કરતા ખબર પડી કે બધું ઓકે છે.. પણ આ અરુણ ખબર નહીં ક્યાં ગયો..
ક્રિષ્ના તું ગાડીમાં જ બેસ હું આ અરુણ ને જોઈને આવું.. લે અરુણ તો આવી પણ ગયો તું ક્યાં ચાલી ગયો હતો.
અરુણ :મારુ પર્સનલ કામ હતું એ મારે તમને થોડી જણાવવાનું હોય..ગાડીમાં બધું ઓકે હતું એટલે હું જોઈને તરત નીકળી ગયો.. સારું ચલ ગાડીમાં બેસી જઈએ પણ આ દરવાજો કેમ ખુલતો નથી.
એટલામાં જ ક્રિષ્ના નો ખિલખિલા તો હસી નો અવાજ સંભળાયો આ ક્રિષ્ના પાગલ થઈ ગઈ છે કે શું કેમ હશે છે?
આયુષ :હું તો તેને જોઈને સંમોહિત થઈ ગયો તેનામાં એવો તે કયો જાદુ હતો એ જ સમજાતું નહોતું તે મારા દિલ-દિમાગ પર કાબૂ કરી રહી હતી..આની પહેલા તો ક્યારે આવો અનુભવ થયો નથી જાણે એવું લાગે છે કે હું બેહોશી મા હોવ.
અરુણ:મને તો લાગે છે જરૂર કઈ ગડબડ છે... અચાનક ગાડી નું બંધ પડી જવું આ દરવાજો પણ નથી ખૂલતો અને ફરી જો અચાનક ખુલ્લી પણ ગયો..
ક્રિષ્ના: મને તો લાગે છે તમે બંને પાગલ થઈ ગયા છો ચલો જલ્દી.
ક્રિષ્ના ની અંદર રહેલ વિન્સી એ અરુણ અને આયુષને ડરાવવાની કોશિશ કરી રહી હતી પણ ખબર નહીં કેમ તેને શું થયું હતું.. આજે તેના બધા જ નુસખા પાછા પડી રહ્યા હતા..
આમને આમ ક્રિષ્ના નું ઘર આવી ગયું..
આયુષ ક્રિષ્ના ને પકડીને તેના ઘરમાં લઈ ગયો.
કેરિંગ સ્વભાવથી વિન્સી આયુષ તરફ ખેંચાઈ રહી હતી.. ના જાને તેનામાં એવું શું હતું કે તેને પહેલીવાર એવું લાગ્યું કે મારે તેને ડરાવો નથી..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED