Hu tane medvine j rahish - 7 books and stories free download online pdf in Gujarati

હું તને મેળવીને જ રહીશ - 7

આયુષ :કિષ્ણા સંભાળીને ઉત્તર જો તારી મમ્મી તો તારી હેલ્પ માટી આવી પણ ગયા..
અરુણ :ક્રિષ્ના નું ઘર તો કેટલું સુંદર અને આલીશાન છે.
ક્રિષ્ના ની મમ્મી: હા હા છોકરાઓ ચલો બધા અંદર આરામથી બેસો અને પછી ઘર જોવો. બધા થાકી ગયા હશો ફ્રેશ થઈ જાવ અને આ ક્રિષ્ના ને સારું થયું અહીં મૂકી ગયા તે મારું કહ્યું તો માને જ ક્યાં છે.
ક્રિષ્ના: તું ચિંતા ના કર મમ્મી હું ઠીક છું જુઓ આ મારો પગ હું ચાલી પણ શકું છું.. પણ હા આયુષ બીપી જબરદસ્તી આરામ કરાવવા અહીં લઈ આવ્યો છે.

"તું તો સામેથી અહીં આવવા માટે તૈયાર હોય છે અને આજે જબરદસ્તી આવું પડ્યું એવું કેમ બોલે છે કઈ સમજ ના પડી.."
આયુષ: એ જ કહું છું આન્ટી મને તો લાગે છે તેમના દિમાગ પર અસર થઈ છે.
અરુણ: મને તો એવું નથી લાગતું મને તો આની ઉપર ભૂત નો સાયો હશે એવું લાગે છે.
આયુષ: અરુણ તે પાછું ચાલુ કરી દીધું મને તો લાગે છે... તારી જ ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે.. તારુ દિમાગ ઠેકાણે નથી...તું કાયમ અંધશ્રદ્ધા માં વિશ્વાસ કરે છે.. તેમાંથી બહાર નીકળ...આ જમાનામાં ભૂત, પ્રેત પર કોણ વિશ્વાસ કરે છે.
ક્રિષ્ના ની મમ્મી: આયુષ...અરુણ સાચું બોલી રહ્યો છે તું ભલે વિશ્વાસ નથી કરતો પણ હું અરુણ ની સાથે છું.
આયુષ: શું આંટી તમે પણ આ અરુણ ની વાતો માં આવી જાવ છો... તે તો પહેલેથી આ બાબતે મજાક-મસ્તી કરતો રહેતો હોય છે.
ક્રિષ્ના મમ્મી: હા ભલે તો પણ આપણે કાલે સવારમાં મંદિરે જઈશું,મને ક્રિષ્ના નું વર્તન થોડું અલગ લાગે છે.
ક્રિષ્ના: ના મમ્મી એવું કશું નથી આપણે કોઈએ મંદિરે જવાની જરૂર નથી... હું ઓકે જ છું મને કશું જ થયું નથી..
અરુણ: આપણે તો જઈશું આંટી ભલે ક્રિષ્ના, અને આયુષ ના આવે.
આયુષ: ચિંતા ના કરો, આપણે બધા જઇશું.
હું ભગવાન માનું છું, અંધશ્રદ્ધામાં નથી માનતો..
અને જઈ આવીએ મંદિરે આ અરુણ અને આંટીના મનનું સમાધાન પણ થઈ જાય.. શું કહેવું ક્રિષ્ના?
ક્રિષ્ના: હા જરૂર.. તું કહે છે તું જઈશું.
બોલતા તો બોલી જવાયું પણ હવે પહેલીવાર વિન્સી ને ડર લાગી રહ્યો હતો.. કાસ મનુષ્યની જેમ મારું સપનું પૂરું કરી શકત સપનું જોવું એ પણ એક હુનર છે અને તેના માટે ઊંઘવુ પડે... મારું પણ એક સપનું હોય અને કી સપના જોવા માટે મારી પાસે પણ એક બોડી હોય... મોત માટે બધા જ એક સરખા છે.. ભટકતી આત્મા ને પણ ભટકવું તો ના જ ગમે... શરીર વગર જીવવું નરકથી પણ ખરાબ છે... મારે પણ કાયમ માટે એક શરીર જોઈએ..
પણ એ જિંદગી..
હું કોઈની મહેરબાની મોહતાજ નથી.
હું પણ મારું સપનું પૂરું કરીને જ રહીશ.
આ આયુષને મેળવીને જ રહીશ.. ભલે સવાર પડતા મારે ક્રિશ્નાને છોડવી પડે..હવે મારે નવી શોધ આદરવી પડશે.
****
જે મનુષ્ય પર આત્મા નો સાયો હોય છે... તે આપની જેમ જ આપની જોડે રહે છે અને તેવી જ જિંદગી જીવે છે.. એટલે આપણને ખ્યાલ નથી આવતો પણ કર્તા કર્મ, સંબંધ, પ્રેમ કશું જ શાશ્વત નથી.. આત્માને અધુરી ઈચ્છાઓ પૂરી થઇ જતાં તેને મુક્તિ મળી જતી હોય છે.. બસ જ્યાં સુધી તેની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી તે આ પ્રેત યોની માં ભટક્યા કરે છે અને મનુષ્યને તેના લીધે હેરાન થવું પડે છે.
અને મારું કામ છે મનુષ્યને તેમાંથી છોડાવો.
ક્રિષ્ના ની મમ્મી: હા સ્વામીજી એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ.. આ ક્રિષ્ના નું વર્તન અમને અજુગતું લાગે છે.
સ્વામીજી: ક્રિષ્ના પર ભૂત નો સાયો તો હતો પણ હમણાં તેને છોડીને જતી રહી છે..મારા ખ્યાલથી જરૂર કઈ કારણ હોવું જોઈએ નહીં તો આવી રીતના છોડીને ના જાય..
ક્રિષ્ના ની મમ્મી: તો હવે અમે શું કરીએ.
સ્વામીજી: આત્મા જોડે શરરીર નથી હોતું અને માણસ જોડે શરીર હોય છે તેથી તેમને ટાર્ગેટ કરે છે.. હવે આ આત્મા કોનું બોડી ધારણ કરશે એ તો શોધવું જ રહ્યું.
પણ થોડું પણ એવું લાગે તો તમે મારી જોડે આવી જજો આપણે તેનો ઉપાય જરૂર કરીશું ...મારું કામ છે મનુષ્ય ની સેવા કરવી..
આયુષ: સારું તો ચલો બધા ના મન નું સમાધાન મળી ગયું છે.. હવે ક્રિષ્ના પર કોઈ ભૂત-પ્રેતનો ઓછાયો નથી ક્રિષ્ના ને અહીં આરામ કરવા દઈએ.. હું અને અરુણ શહેરમાં જવાનીકળી જઈએ છીએ... ક્રિષ્ના તારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોલ કરીને જણાવી દે જે અમે હાજર થઈ જઈશું.
ક્રિષ્ના : તમે બંને હંમેશા મારી હેલ્પ કરો છો તેની હું ખૂબ જ આભારી છું..
ક્રિષ્ના ની મમ્મી :હા બેટા સંભાળીને જાવ અને ત્યાં પહોંચતા જ અહીં કોલ કરી દેજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED