Hu tane medvine j rahish - 1 books and stories free download online pdf in Gujarati

હું તને મેળવીને જ રહીશ. - 1

મેં મારા મોબાઇલ નો ડેટા ઓન કરીને પહેલા whatsapp ચેક કર્યું ત્યાર બાદ મારા ફેસબુક પર સર્ચ કરતા જોયું તો મારી સામે થોડીવારમા ઓનલાઇન નવરી બજાર દેખાઈ.
ઘણા ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને પડેલી હતી અને એમાથી તો હું ઘણા ને ઓળખતો પણ નહોતો.
મે મારી મોબાઇલની નોટિફિકેશન બહાર જોયું તો રાતના બાર વાગ્યા હતા..
લેપટોપના કીબોર્ડ પર ચેટિંગ માટે આંગળીઓ ફરી રહી હતી. અને તે ચેટમાં એટલો મશગુલ હતો કે આજુ-બાજુ શું થઈ રહ્યું છે તેની પણ તેણે સમજ પડી રહી નહોતી.
જો સોમ્ય દરવાજે ટકોરા પડ્યા સાંભળ... એક અવાજ તેને કહી રહ્યો હતો પણ સૌમ્ય તો ફેસબુક પર ચેટીગ માં વ્યસ્ત હતો તેને તો કશું સંભળાતું નહોતું આંગળીઓની રફ્તાર કીબોર્ડ પર દોડી રહી હતી અને તે પણ અલગ અલગ છોકરીઓ જોડે અલગ-અલગ એકાઉન્ટ પર ચેટિંગ કરવામાં તેનું દિમાગ એટલુ બધુ ફાસ્ટ ચાલતું હતું કે એક સાથે ચાર પાંચ છોકરીઓ જોડે એક સાથે ચેટ કરવાની મહારથ હાંસલ કરી લીધી હતી..
તે એક મોટી કંપનીમાં કામ કરતો હતો અને તે કંપની તરફથી મળેલા આલીશાન બંગલામાં એકલો જ રહેતો હતો... તેને દરરોજ નવી નવી છોકરીઓ જોડે ફ્રેન્ડશીપ કરવી રિક્વેસ્ટ મોકલવી... ચેટિંગ કરવું... તેની આદત બની ગઈ હતી.‌ એટલામાં જ એક છોકરી ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી.. તે જોઈને સોમ્ય ને તો ખૂબ જ નવાઈ લાગી..
કેમકે પહેલીવાર એવું બન્યું હતું કે સામેથી છોકરી ની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હોય... તેને તો જોઈતું હતું ને મળી ગયું.. પછી તો પૂછવું જ શું... છોકરી નું નામ વિન્સી લખેલું હતું અને ડીપી જોઈને લાગતું હતું કે તેની ઉંમર છવ્વીસ આસપાસ હોવી જોઈએ.
તે ખુબ જ સુંદર દેખાતી હતી... બેગ્રાઉન્ડ ચેક કરતા સૌમ્યને કઈ વધારે ખ્યાલ આવ્યો નહીં પણ શું ફરક પડે છે... તેને તો ફલટ કરવાથી જ મતલબ હતો..
એક અવાજ કહી રહ્યો હતો દરવાજો ખોલ બહાર તને કોઈ બોલાવે છે પણ સૌમ્ય ને તો સાંભળવું જ ક્યાં હતું..

થોડી જ વારમાં વોટ્સએપ પર મેસેજ આવ્યો સાહેબ તમારું ટિફિન લઈને આવ્યો હતો પણ દરવાજે ટકોરા પાડી ને થાકી ગયો એટલે અહીં જ દરવાજા આગળ ટીફિન મુકી ને જવુ છું. જમી લેજો.. whatsapp પર મેસેજ જોઈને સોમ્ય ટિફિન લેવા બહાર ગયો તો બહાર કશું દેખાયું નહીં..
પછી વિચાર્યું મેગીથી કામ ચલાવી લેવુ પડશે ખબર નહીં કોણ લઇ ગયું.. સોમ્ય અંદર આવી ને ફરી લેપટોપ પર ગોઠવાઈ ગયો... નવી આવેલી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી તેમાં એક વિન્સી નામની છોકરી ની રિકવેસટ એક્સેપ્ટ કરી પણ તેણે નવાઈ લાગી રહી હતી કેમકે ઓળખાણ વગર ની કોઈ પણ છોકરી આવી રીતના રિકવેસટ મોકલતી નથી હોતી તેથી તેને તેના વિશે જાણવાની તાલાવેલી વધી ગઈ.

.સૌમ્યની તો મેન્ટાલીટી જ હતી એસ કરો મસ્ત રહો તેને તો બસ મોકો જોઈ તો હતો ..
ડીપી તો ખુબ સરસ છે અને તેમાય તમારી આંખો, તમારા હોઠ આવી ખુબસુરતી મે કયાય જોઈ નથી..
સામેથી જવાબ આવ્યો તું કહે તો હમણાં જ તારી જોડે આવી જવું.. રુબરુ મા જોઈ લે કેવી દેખાવ છું.
સૌમ્ય બોલ્યો.." નથી તો મે મોબાઈલ નંબર આપ્યો નથી તો ઘરનું એડ્રેસ આપ્યું તો તુ મારા ઘરે કેવી રીતે આવી શકે..
જો હું તારી પાછળ ઊભી છું..
સોમ્ય બોલો" શું મજાક છે.હા... હા ..આવી જા"
આવું શક્ય છે?
" જો પાછળ આવી જ ગઈ."
જોવા ખાતર સોમ્ય એ પાછળ વળીને જોયું તે છોકરી ફેસબુક પર ડીપીમાં હતી એવી જ સૌમ્ય ની પાછળ આવીને ઊભી હતી.
સૌમ્ય તો જોઈને જ ગભરાઈ ગયો.
બસ ગભરાહટ ની રાહ જોઈ રહેલી વિન્સી એ સૌમ્યના દિલ દિમાગ પર કબજો કરી લીધો.
બસ વિન્સી તો એ જ રાહમાં હતી કે સોમ્ય ડરે અને તેના શરીરમાં તે પ્રવેશ કરી શકે.
વિન્સી ને સોમ્ય ના બોડી માં દસ દિવસ નો સમય થઈ ગયો છે. ખબર નહીં કેટલા દિવસ જીવતા રહેવા માટે સોમ્ય નું બોડી મળે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED