હું તને મેળવીને જ રહીશ - 12 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તને મેળવીને જ રહીશ - 12


આયુષ: પણ તુ આ છોકરીના બોડીમાં છે તો તેનો પણ પરિવાર હશે..તેઓ તેની ચિંતા કરતા હશે તેમનું શું?
વિન્સી: તે અનાથ છે..તે પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહી હતી તેથી મેં તેને બચાવી છે.
અરુણ: ખૂબ સારું કહેવાય...પણ આ ઠંડી ખૂબ વધી ગઈ છે અમારે તો સુપ પીવાની ઈચ્છા છે.. તને સુપ બનાવતા આવડતો હોય તો બનાવી લાવ..
વિન્સી:હા જરૂર હવે હું બધું સંભાળી લઈશ તમે બંને જણાં બેસો હું બનાવી લઈને આવું છું.
આયુષ અને અરુણ બંને ડરેલા સોફા પર બેસી રહ્યા છે.. શું કરવું કઈ જ સમજમાં નહોતું આવતું.. ડિસેમ્બરનો મહિનો હતો છતાં માથા પર પસીનાની બુદો ઉપસી આવી હતી.. ડર નામનો ડર ક્યારે ખતમ થઈ શકશે તે તો આપણી સાથે જ જશે.. ડર પણ શું ચીજ છે આજે બંનેને સમજાઈ ગયું હતું.
અરુણ તો મનમાં હનુમાન ચાલીસા બોલવા લાગ્યો
હતો.
આયુષ:અરુણ તારે ડરવાની જરૂર નથી તે મને પ્રેમ કરે છે મારી જોડે રહેવા માગે છે કઈ પ્રોબ્લેમ કરશે તો મને આવશે. તું ડર્યા વગર શાંતિથી મારી જોડે બેસ...ત્યાં સુધી કોઈ પણ રસ્તો નીકળી જશે.. બસ આ વીન્સી ને ખબર ના પડવી જોઈએ કે આપણે તેનાથી ડરીએ છીએ.

.એટલામાં જ વિન્સી સુપ લઈને આવી..
બંને જણને સુપ ભાવતો નહોતો તોપણ ડરના માર્યા ચુપચાપ સુપ પી રહ્યા હતા..
દરવાજે ટકોરા પડ્યા તે સાંભળીને આયુષ દરવાજો ખોલવા જતો હતો .. ત્યાં જ વિન્સી એ કહ્યું હું દરવાજો ખોલું છું તમે બંને જણ સૂપ પીવો.
દરવાજો ખોલતા ક્રિષ્ના આવી પહોંચી હતી તે જોઇને વિન્સીને ગમ્યું નહીં..

આયુષ અને અરુણ વિન્સીને જોઈને ખુશ થઈ ગયા.. અરુણ બોલ્યો ક્રિષ્ના પણ અમારી ખાસ ફ્રેન્ડ છે તું એને પણ સુપ નહીં પીવડાવે..
વિન્સી સુપ લેવા રસોડામાં ગઈ..
ક્રિષ્ના બધું જ સમજી ચૂકી હતી કે વિન્સી આવી પહોંચી છે.

તે બોલી ફટાફટ હું તને રક્ષાકવચ બાંધી દઈ દઉં છું અને કાલે ઓફિસ જવાના બહાને તમે બંને જણા ગામડે જવા નીકળી જજો હું અહીંથી મારા રૂમ પર જવું છું.. હું તમને ડાયરેક્ટ કાલે જ મળીશ..
જ્યાં સુધી વિન્સી કોઈ બીજાના બોડીમાં હશે ત્યાં સુધી તે તમારા સુધી નહીં પહોંચી શકે તેને પહોંચવા માટે બોડી માંથી બહાર આવવું પડશે.. પણ તમે સ્વામીજીને મળવાના છો તે ખબર પડવી જોઈએ નહીં.. જો તેને ખબર પડશે તો તે કંઈપણ કરી શકે છે.
વિન્સી સુપ લઈને આવી પહોંચતા ક્રિષ્ના ચૂપ થઈ ગઈ અને ચૂપચાપ સૂપ પીને પોતાના રૂમ પર જવા નીકળી ગઈ.

વિન્સી: અરુણ સામે જોઈ ને બોલી તમે બંને કાયમ જોડે જ રહો છો.
આયુષ: હા હું અને અરુણ રૂમ-પાર્ટનર છીએ સાથે જ ઓફિસે જવાનું અને જોડે જ રહેવાનું હોય છે.

વિન્સી હવે તો આપના લગ્ન થઈ જશે ખરું ને તો અરુણ ને અલગ ઘર લેવું પડશે.
અરુણ: હા હા હું તો હમણાં જ જતો રહેવા માગું છું. પણ આ આયુષ જ મને રોકી રાખે છે.
આયુષ: આપણા લગ્ન થઈ જવા દે પછી અરુણ તેની વ્યવસ્થા કરી લેશે.
વિન્સી: હું તો મજાક કરું છું આપણે ત્રણે જોડે જ રહીશું મને તો કઈ જ વાંધો નથી... હું જાણું છું કે અરુણ તારો ખાસ ફ્રેન્ડ છે.
આયુષ :સારું વિન્સી તુ આ રૂમમાં ઊંઘી જા.. લગ્ન ની વ્યવસ્થા માટે મમ્મી પપ્પા ને જાણ કરવી પડશે.. હું અને અરુણ બાજુના રૂમમાં ઊંઘી જઈએ છીએ..
આયુષ અને અરુણે માંડ માંડ રાત કાઢી તેઓ સવાર પડવાની રાહ જોતા જાગી રહ્યા હતા..આ ભુતની જોડે એક જ ઘરમાં રહેવું કેવી રીતે..

ક્રમશ..