મને લાગે છે રાતના બાર વાગ્યા છે એટલે આપણે ઊંઘી જવું જોઈએ.. પછી વાત કરીશું ગુડ બાય.
મોબાઇલ બાજુ પર મૂકીને મયંક વિચારતા વિચારતા ઊંઘી ગયો અચાનક દરવાજો ખટખટાવ્યા નો અવાજ સંભળાયો.
મંયક: અત્યારે કોણ આવ્યું હશે તેને ઉઠીને દરવાજો ખોલ્યો બહાર કોઈ દેખાયુ નહીં તેથી તેને ફરી બેડ પર આવી ને લંબાવી દીધું.
ફરી whatsapp પર મેસેજ નો અવાજ આવ્યો તેને જોયું તો તે છોકરી નો મેસેજ આવી રહ્યો હતો..
"મયંક મને ઊંઘ નથી આવતી એટલે વિચાર્યું તારી જોડે વાત કરી લઉં ...હવે આપને ફ્રેન્ડ બની ગયા છીએ તો... એકબીજાના જાણી પણ લઈએ..
તેને કહ્યું હું તને મળવા માગું છું.. મયંકે કહ્યું અત્યારે તો ખુબ મોડું થઈ ગયું છે...કાલે મળીએ..
" કેમ? તને રાત્રે મળતા ડર લાગે છે.
મયંકે જવાબ આપ્યો મને શેનો ડર તારે ડરવું જોઈએ.
હું ક્યારેય ડરતી નથી..
અહીં તો ચડસાચડસી થઈ ગઈ ને એ જ વિન્સી ને જોઈતું હતું તે બોલી લાગી શરત કોને કોને ડરાવે છે.
મંયક વોટ્સએપમાં વિન્સી જોડે ચેટ કરવાનું ચાલુ જ હતું ત્યાં જ દરવાજે ટકોરા પડયા ... પણ મંયક ને તો તે તરફ ધ્યાન જ નહોતું.. ત્યાં ફરી દરવાજે ટકોરા પડ્યા..
મયંક ને જોડે આજે બહુ અજુગતું બની રહ્યું હતું.. મોબાઇલ મા અવાજ સાંભળવાનો ભ્રમ થતો હતો ને હવે દરવાજા ના ટકોરે સંભળાવવા ..હવે કોઈ ના ચાલવાનો પણ અવાજ આવી રહ્યો હતો... કુતરુ કે બિલાડી હશે તેથી ઘરની આજુબાજુ સડવડાટ થતો હોય એવું લાગ્યું..
એટલામાં જ દરવાજા પર હાથથી ઠોકવા નો અવાજ આવ્યો મંયકે દરવાજો ખોલ્યો..
તેને જોઈને મંયક તો અવાચક થઈ ગયો... આ તો જે વોટ્સએપ મા હતી તે છોકરી પણ મેં તો તેને એડ્રેસ આપ્યું નથી...એને મારું ઘર મળ્યું કેવી રીતે..
વિન્સી તો મંયક ને જોઈ હસતી, મુસ્કુરાતી બોલી.. "જો હું વોટ્સએપ પર આવી શકું છું તો ,તારું ઘર પણ શોધી શકું છું.. કેમ મને જોઇને ડર લાગી ગયો ?
જો મે કહ્યું હતું ને કે તું ડરી જઈશ હું નહીં.
મયંક :હું ડરતો નથી મને આશ્ચર્ય થયું કે તે મારા ઘર નુ એડ્રેસ કેવી રીતે મેળવ્યું..
તેને જોયું તો રાત્રીના 12:30 થયા હતા ..
વિન્સી બોલી 'એક કામ કર મારા માટે પાણી તો લઈ આવ પહેલી વાર અહીં આવી છું ને પાણી નો ભાવ પણ નથી પૂછતો.'
મયંકને આજના દિવસનું કંઈ જ સમજ નહોતી પડતી ઉપરથી આ વિન્સી નું રહસ્ય તેની તરફ ખેચી રહ્યું હતું.
મંયક પાણી લઈને આવ્યો પણ આ વિન્સી તો ગાયબ હતી તે આખા ઘરમાં ફરી વળ્યો વિન્સી ખબર નહિ ક્યાં ગઈ હશે.
તું અહી ટેરસ પર..
' હું તો તારુ ઘર કેવું છે તે જોતી હતી.. આ જો તો રાત્રી નો નજારો કેટલો ખૂબસૂરત દેખાય છે.'
મયંક ની નજર આ વિન્સી પર થી હટતી જ નહોતી..
ત્યાં જ whatsapp પર મેસેજ આવયો એ પણ વિન્સી ના એકાઉન્ટ પરથી તે જોઈને મંયક તો ખૂબ જ ડરી ગયો..
આ તો મારી સામે છે આ whatsapp પર મેસેજ કરે છે કોણ?
અને આ વિન્સી ના હાથમાં તો મોબાઈલ પણ નથી. એટલામા જ આ શું? મેસેજના સ્વરૂપ અવાજના રુપમાં બદલાય ને વોઈસ મા સંભળાય રહ્યો હતો.. અને હું બ હુ અવાજ પણ વિન્સી નો જ લાગતો હતો ..
વિન્સી અને આ મોબાઈલ વચ્ચે સંતાકૂકડી રમાઈ રહી હતી..
મયંકે વિન્સીને પૂછ્યું કે તું અહીં છે તો આ તારા એકાઉન્ટ પરથી મેસેજ મારા મોબાઈલમાં કેવી રીતે આવી શકે?
અને એ પણ વોઇસ માં!!
વિન્સી બોલી 'હું એક આત્મા છું.. હું વગર મોબાઇલે ફોન પર વાત કરી શકું છું.'
"શું મજાક છે,કેવી ફિલ્મી વાતો કરે છે એવું હોતું હશે?"
'હું મજાક નથી કરતી હું સાચું બોલું છું.. જો તારા મોબાઇલમાં હું જે બોલી એ જ ટાઈપ થયું હશે.'
મયંકે જોયું તો વિન્સી ની વાત સાચી હતી ડરના કારણે મયંકે તેનો મોબાઇલ ટેરેસ પરથી નીચે ફેંકી દીધો..
બસ વિન્સી તેના ડરવાની જ રાહ જોતી હતી તે તેનું કામ કરી ચૂકી હતી..
continue