હું તને મેળવીને જ રહીશ. - 4 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તને મેળવીને જ રહીશ. - 4

જો કોઈ આત્મા આવે છે તો કોઈએ ડરવું નહીં કેમકે જે ડરે છે તેનામાં આત્મા પ્રવેશ કરે છે... બીજી દુનિયા ની આત્મા જયા સુધી તેમની ઇચ્છાઓ ને તૃપ્ત નથી કરી શકતા ત્યાં સુધી અહીં તહી ભટક્યા કરે છે.. આવી બધી વાતો પર ઓફિસ મા ફ્રેન્ડ જોડે ચર્ચા ચાલી હતી જે વિન્સી ના મનમાં ગુમરાઈ એ જતી હતી તે એકલી જ સૂમસામ રસ્તા પર ઘરે જવા નીકળી હતી..

આ ભયાનક તોફાન એક એક કામ ભારી બનાવી રહ્યું હતું. એક કલાકથી આ તોફાન ચાલી રહ્યું હતું અને ઉપર થી ઘનઘોર અંધારાએ આંખો ઇલાકો જકડી લીધો હતો.
આવા સૂમસામ રસ્તા પર વિન્સી એકલી જ ચાલી રહી હતી અચાનક જ વીજળી ચમકી હું તો ડરી રસ્તો ખૂબ જ સુમસામ દૂર દૂર સુધી કોઈ જ દેખાતું નહોતું રાત થઈ ગઈ હતી.. વિન્સી હજુ રસ્તા પર ડરતા ડરતા ચાલી રહી હતી તેને ઘરે પહોંચવામાં મોડું થઇ ચુક્યું હતું... એને મન ને મક્કમ રાખીને પોતાને સ્વસ્થ થવા માટે પ્રયત્ન કરતી હતી.. એટલામાં જ કોઈક વિકરાળ પડછાયો તેની જોડે ચાલતું હોય એવું લાગ્યું.
અચાનક તેને એવું થયું કે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય તેથી તેને પોતાના પગ ની ઝડપ વધારી તો જોડે જોડે તે પડછાયાના પગની આહટ પણ વધવા લાગી હતી..
આ સાંભળીને તો વિન્સી ને ખૂબ જ ડર લાગી રહ્યો હતો.

તે વિચારી રહી હતી કે કોઈપણ રીતે મારે ઘરે જલ્દી પહોંચી જવું છે..પણ હવે ખુબ મોડું થઈ ચૂક્યું હોવાથી કોઈ વિહ્કલ મળી શકે એવું નહોતું લાગતું.
અચાનક તેની સામે કોઈ વિકરાળ પડછાયો આવીને તેનો રસ્તો રોકી લીધો.
વિન્સી ના તો શ્વાસ જ રોકાઈ ગયો તેને સામે ધ્યાન થી જોયું તો... સોહન હતો
તું ડરી ગઈને મને ખબર જ હતી કે તું ડરપોક છોકરી છે ...મને ખબર નહોતી કે તું આટલી બધી ડરતી હોઈશ.
હા.. હા... હા.. કરીને સોહન હસવા લાગ્યો..

સોહન : તને એકલા જતા જોઈને મેં વિચાર્યુ કે લાવ આજે તો આ વિન્સીને ડરાવુ.. તું ઓફિસમાં કહેતી હતી ને કે મને તો ડર નથી લાગતો ...જો મે તને ડરાવી દીધી ને..
અરે! વિન્સી તુ કેમ કઈ બોલતી નથી.. હું તારો ફ્રેન્ડ છું. ડરે છે કેમ હું તો મજાક કરું છું.

પણ આ શું... તેને તો ડરના માર્યા એટેક જ આવી ચૂક્યો હતો ... જોત જોતામાં તેના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.. અફસોસ... હવે સોહન તો ડરી જ ગયો મારાથી આ શું થઈ ગયું... મે તો તેને ખાલી ડરાવવા માટે મજાક કરી હતી પણ મેં આવું નહોતું વિચાર્યું કે આવું પણ પરિણામ આવી શકે છે...
વિન્સી ના મોત થી સોહન સદીમાં પહોંચી ગયો.. બબડવા લાગ્યો તું મને માફ કરી દેજે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ ... માફી માગતાં માંગતા તે રસ્તા વરચે જઈ પહોંચ્યો... એટલામાં જ સામે એક કાર સામે આવી જતા એકસીડન્ટ માં તેનું પણ મોત થઈ ગયું..

આ ધરતી પર કોઈપણ જીવ પાંગરે છે કે તરત જ પોતાના અસ્તિત્વને ટકાવવા ની જગ માં જોડાઈ જાય છે.

વિન્સી ને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો કે તેનું મોત કેવી રીતે થયું હતું..
હવે મયંક ની બોડી માં રહેવાની આવરદા પૂરી થઈ ચૂકી હતી અને જીવિત રહેવા માટે નવી બોડી ની શોધ માં વિન્સી નીકળી ચૂકી હતી.

જો કોઈ આત્મા આવે છે તો કોઈએ ડરવું નહીં કેમકે જે ડરે છે તેનામાં આત્મા પ્રવેશ કરે છે... બીજી દુનિયા ની આત્મા જયા સુધી તેમની ઇચ્છાઓ ને તૃપ્ત નથી કરી શકતા ત્યાં સુધી અહીં તહી ભટક્યા કરે છે.. આવી બધી વાતો પર ઓફિસ મા ફ્રેન્ડ જોડે ચર્ચા ચાલી હતી જે વિન્સી ના મનમાં ગુમરાઈ એ જતી હતી તે એકલી જ સૂમસામ રસ્તા પર ઘરે જવા નીકળી હતી..