હું તને મેળવીને જ રહીશ. - 5 Shanti Khant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તને મેળવીને જ રહીશ. - 5



હવે મયંક ની બોડી માં રહેવાની આવરદા પૂરી થઈ ચૂકી હતી અને જીવિત રહેવા માટે નવી બોડી ની શોધ માં વિન્સી નીકળી ચૂકી હતી.
બસ ફરી એ જ આઈડિયા facebook, whatsapp દ્વારા ચેટ કરીને જે પણ મુરઘો ફસાય તેને ડરાવવો અને ડરાવીને તેના શરીર પર કબજો જમાવવો.. થોડા ટાઈમ સુધી તેના બોડી નો ઉપયોગ કરવો અને ત્યારબાદ તેને મોત ને ઘાટ ઉતારવો વીન્સીનો સિલસિલો બની ગયો હતો..

'Hi.. હું વિન્સી, તમે મારા ફ્રેન્ડ બનશો.'
સામેથી મેસેજ આવ્યો.
'શું આપણે પહેલા મળી ચૂક્યા છીએ? શું તમે મને ઓળખો છો?'
'નહીં પણ હવે આપણે એકબીજાને જાણીએ છીએ.'
'તું છોકરો છે કે છોકરી.'
'હું તો છોકરો છું.' વિન્સી થી બોલાઈ જવાયું.. ખાસા સમય સુધી છોકરાઓના બોડીમા રહેવાથી છોકરાઓની ભાષામાં બોલવાની આદત પડી ગઈ હતી..
'મારું નામ ક્રિષ્ના છે..અને તમારું.'
"વિનય"
'વિન્સી નામ રાખીને કેમ છોકરી બનીને ચેટ કરો છો?'
'છોકરી સમજીને બધા રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એટલે.'
'શું કરો છો તમે?'
'હું બાલ્કનીમાં ઊભો રહીને રાત્રિનું ખૂબસૂરત નજારો જોવું છું.'
'હું facebook વાપરતી નથી પણ મારું એક્સિડન્ટ થઇ ગયું હતું...પગમાં ફેક્ચર હોવાથી કંટાળો આવતો હતો એટલે facebook ઓન કર્યું અને પહેલી જ રિક્વેસ્ટ તમારી આવી.'
'કંટાળો આવતો હોય તો વાંધો નહીં હું કંપની આપવા તમારે ત્યાં આવી જવું.'
'હું તો તમને ઓળખતી પણ નથી તમારો એક પીક સેન્ડ કરો.'
'ગર્લ ફર્સ્ટ તમે પહેલા તમારો પીક સેન્ડ કરો.'
'ઓકે, આ મારો પીક હું એટલી ખૂબસૂરત નથી હવે તમારો વારો પીક સેન્ડ કરવાનો.'
'મારું પણ એવું જ છે.'
'પણ તમે તો મારો જ પિક મને સેન્ડ કર્યો છે,
તમે કેમ છુપાવવા માંગો છો.'
'હું છુપાવા નથી માંગતો હું તો તારી જોડે જ છું.'
'અરે આ શું મજાક છે આવું કેમ બોલે છે?'
"હું સાચું જ બોલું છું ,જો હું તારા ગેટ આગળ ઉભો છું.'
'મને પગમાં ફેક્ચર છે હું ચાલી શકું તેમ નથી પ્લીઝ મજાક રહેવા દે અને તારો પીક મોકલ. હું તને જોવા માગું છું તું કેવો દેખાય છે... ગર્લ્સ છે કે... બોયસ છે.'
'મને રૂબરૂ માં જોવો હોય તો હું હમણાં જ હાજર થઈ જવું પીક ને શું જોવાની જરૂર છે.'
'મારી મમ્મી ઘરે છે એટલે અત્યારે ન અવાય.'
'મને ખબર છે તું ઘરે એકલી જ છે બસ હું આવી જ રહ્યો છું તું ફોન સ્વીચ ઓફ ના કરતી.'
'તું શું બક્વાસ કરે છે.. તું પાગલ છે..'
એમ કહીને ક્રિષ્ના એ તો ફોન સ્વિચ ઓફ કરીને બાજુમાં મૂકી દીધો.
સ્વીચ ઓફ કરેલો ફોન એની જાતે ચાલુ થઈ ગયો અને ફરી મેસેજ આવ્યો.
મેં તને કહ્યું હતું કે ફોન સ્વીચ ઓફ ના કરીશ તો પણ તે કરી દીધો.
ક્રિષ્ના તો આવો મેસેજ વાંચીને ખૂબ જ ડરી ગઈ અને પગમાં ફેક્ચર થયું હોવા છતાં તે ઉભી થઇ ને દરવાજા બહાર જોયું તો કશું જ દેખાતું નહોતું.
ફરી મેસેજ આવ્યો..


હવે દરવાજો ખોલીને અંદર આવુ છું હવે સીડીઓ ચડી રહ્યો છું.
એટલામાં તો આખા ઘરની લાઈટ ઓફ થઈ ગઈ.
લાઈટ ઓફ થયેલી જોઈને ક્રિષ્ના ને ખૂબ જ ડર લાગવા લાગ્યો તેને તેના ફ્રેન્ડ આયુષ ને ફોન કરીને કહ્યું કે એક છોકરો ફેસબુક પર મેસેજ કરીને મને હેરાન કરી રહ્યો છે મને ડર લાગે છે તું અત્યારે જ મારા ઘરે આવ.

ક્રિષ્ના ની વાત સાંભળીને આયુષ્ય કહ્યું ..'અત્યારે આવવું યોગ્ય નથી... હું અને અરુણ સવારમાં આવીએ છીએ અત્યારે તું ઊંઘી જા... ઘરને બરાબર લોક કરી દે... ડરવાની જરૂર નથી..
ક્રિષ્ના ને પણ આયુષ ની વાત યોગ્ય લાગી અને તેને કહ્યું સારું સવારમાં મળીએ એમ કહીને કોલ મુક્યો.. પણ તેને તેની આજુબાજુ કોઈ ચાલી રહ્યું હોય તેઓ આભાસ થતો હતો.