WILD FLOWER - 22 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-22

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-22
શર્મા સરે નાટકની સ્ક્રીપટ બધાને આપીને કહ્યું હું ઓડીશન લઊં પહેલા પુરી તૈયારી કરીને આવજો. બધી ચર્ચા પછી સુરેખ સુરેખાને મળ્યો. પહેલાં ઘરની બધી વાત કરી પૃચ્છા કરીને કહ્યું મંમી વિના બધું સૂનૂ સૂનૂ લગતું હશે સમજુ છું રસોઇ વગેરે.
સુરેખાએ કહ્યું આમ પણ મંમી ઘણાં સમયથી બિમાર હતી.. પથારીવશ હતી એટલે રસોઇ માટે બહેનજ આવતાં હતાં એજ આવે છે. બસ મંમીનો ખાલી બેડ હવે ખાવા થાય છે એમ કહેતાં કહેતાં આંખો ભીંજાઇ.
સુરેખે કહ્યું ઓકે ઓકે આપણે બીજી વાત કરીએ સુરેખા મારે એક ખાસ વાત કરાવની છે તને તું પોઝીટીવલી લેજે પછી તું કહીશ એમ કરીશું.
સુરેખાએ કહ્યું કેમ એવી શી વાત છે એમ પહેલેથીજ કીધાં પહેલાં પાળ બાંધે છે ? સુરેખે કહ્યું "તારો સ્વભાવ હું પુરો જાણું છું એટલે તારું છટકે તો મારું તો આવીજ બને.
સુરેખા કહે... ચલ હવે એવું કંઇ નથી કહે મને જે છે એ પહેલાં હતું બધું હવે હું પણ તને ઓળખી ગઇ છું તું બધું મારાં માટે જ વિચારે.... તું મારો છે.. બસ મારો કહે હવે....
સુરેખે કહ્યું "સુરી... મારાં પાપા એક ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે અને એ ટ્રસ્ટ ભણતાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને ભણવા માટે સ્કોલરશીપ આપે છે. બુક્સ તથા બીજા ખર્ચે આવે છે એમાં શરત એટલી કે તમારું ભણવાનું પુરુ થાય અને તમે પગ ઉપર ઉભા રહો અને તમારી જ્યારે ત્યારે શક્તિ ડોનેટ કરવાની થાય ત્યારે તમારે પણ કોઇ રકમ સંસ્થાને બીજા છોકરાઓને ભણવા ડોનેટ કરવાની મને વિચાર આવ્યો રૂપા માટે અરજી કરી દઇએ ? શું કહે છે ?
સુરેખા થોડીવાર વિચારમાં પડી ગઇ પછી સુરેખની સામે જોયાં કર્યું ? અને બોલી "કંઇ નહીં હું પાપાને વાત કરું આમાં કંઇ ખોટું નથી આમ મદદ છે પણ તમારી સ્થિતિ આવે પાછા આપવાનાં છે... પણ સુરુ પાપાને ખૂબ રાહત થઇ જશે.
સુરેખ કહે રૂપા માટે કરીએ તારાં માટે મેં કંઇ બીજું વિચાર્યુ છે તારો ખર્ચ હું ઉઠાવીશ બધોજ અને... એ આગળ બોલે પહેલાં સુરેખા બગડી અને બોલી....
એય મીસ્ટર આપણાં લગ્ન નથી થયાં અને તું ક્યાં કમાય છે કે મારો ખર્ચ ઉઠાવીશ ? નો નો આ મને બીલકુલ નહીં પોષાય આતો મારાં આત્મ સમ્માન પર ઘા છે અને કોઇ જાણે તો કહેશે આતો ખરી છે લગ્ન પહેલાંજ માથે પડી અને પૈસા માટે જ મેં તને પ્રેમ કર્યો છે. એકવાત સ્પષ્ટ કરી દઊં આ ટ્રસ્ટની વાત હજી કદાચ વિચારું પણ તું ખર્ચે ઉઠાવીશ એ નહીં થાય નહીંતર....
સુરેખે કહ્યું ઓકે ઓકે બાબા આમ છેલ્લે પાટલે ના બેસ. તું કહીશ એમજ થશે તારું, આમ સન્માન ક્યારેય નહી ઓછું થવા દઊં બસ ? તું મને કેમ સમજે નહીં ? પણ કંઇ નહીં હું પાપા સાથે વાત કરી લે પછી હું ટ્રસ્ટમાં એપ્લાય કરી દઊ પછી હું કહુ એ બધાં પેપર્સ મને આપજે.
સુરેખાએ કહ્યું હું વિચારુ પછી પાપાને કહું બાય ધ વે થેંક્સ સુરુ તેં આટલું વિચાર્યું પાપાને ઘણી રાહત થશે.
સુરેખે કહ્યું ચિબાવલી એમાં થેંક્સ શું ? તું મારી નથી ? તારું જોવાની મારી ફરજ છે આતો તું.. કંઇ નહીં પૂછીને કહેજે.
સુરેખાએ કહ્યું "એકબીજી વાત આપણી યુનીવર્સીટીનું જે ફંકશન અને સેલીબ્રેશન ઇવેન્ટ છે એમાં હું નાટકમાં ભાગ નહીં લઊં હું મેન્ટલી હજી પ્રીપેર નથી મોમનાં ગયાં પછી હું પણ હું ગીત રજૂ કરીશ કારણ કે એ મારી ફાવટ અને પસંદ છે. પણ તું નાટકમાં ભાગ જરૂર લેજે મારે જોવું છે તારી એક્ટીંગ કેવી છે.... તું એક્ટીંગ કરી જાણે છે કે કેમ ? એમ કહીને હસવા લાગી.....
સુરેખે કહ્યું "ઓહ ઓકે હું સ્ક્રીપટ આજે વાંચીને સ્ટડી કરી થોડી તૈયારી કરીશ ખરી ઓડીશન આપીશ રીહર્સલ તું કરાવજે પણ કહ્યું પાત્ર લેવુ નક્કી નથી હું સ્ક્રીપટમાં મારું ગમતું પણ લઇ એની એવી પ્રેક્ટીસ કરીને ઓડીશન આપીશ કે મે નક્કી કરેલું પાત્ર મને જ મળી જાય.
સુરેખા એની સામે જોઇ રહી પછી બોલી ઓકે બોલ ક્યારે રહીર્સલ રાખે છે હું પહેલાં એ તો જોઇ લઊં. સુરેખે કહ્યું બે દિવસ પછી મારા ઘરે બીજાઓને પણ બોલાવી લઇશ. તું તો હોઇશજ ત્યારે એક સાથે ઘણું બધું પતાવી દઇશું એમ કહીને સુરેખાને ભૂખી નજરે જોઇ રહ્યો.
સુરેખાએ કહ્યું ચલ હવે વાંદરા તને બીજુ ક્યાં સુજે છે. ચલ મને ઘરે ડ્રોપ કરી દે આમ પણ છેલ્લા 10 દિવસ જ છું ઘરે પછી હોસ્ટેલ પાછી જતી રહીશ. ઘરમાં ત્યાં સુધીમાં બધુ ગોઠવાઇ જશે... થોડું થાળે પડશે. અને સુરેખ અને બાઇક પર બેસાડીને ઘરે મૂકવા જઇ રહ્યો.
***********
સુરેખ અને સુરેખાને ઘરે જતા બધાં જોઇ રહેલાં બંન્ને જણાં બધાને મળી થોડાં દૂર જઇ વાતો કરી રહેલાં કોઇએ એમને ડીસ્ટર્બ ના કર્યા પણ ખબર નહીં એક જણને ઊંડે સુધી ઇર્ષ્યાની જલન થઇ ગઇ એણે ફોન કાઢીને નંબર ડાયલ કર્યો. હાં વંદુ શું કરે છે ? કોલેજથી નીકળી તારી પાસે જ આવું છું.... હાં હાં સ્ટ્રીટ મળી છે તારી પણ લીધી છે અને મને જોરદાર પીશાચી આઇડીયા આવ્યો છે તને મળુ પછી રૂબરૂ વાત કરું.... પ્લાન સફળ થયો તો આપણો રીવેન્જ પૂરો અને મનને શાંતિ... એમ કહીને ફોન કાપ્યો અને મસ્કી વંદનાને મળવા એનાં ઘર તરફ નીકળી ગયો.
***********
બે ત્રણ દિવસ ક્યાં વીતી ગયાં ખબર જ ના પડી સુરેખાએ પાપા સાથે ચર્ચા કરી લીધી પાપાએ રાહતનો દમ ખેચતા કહ્યુ આ સારી વાત સુરેખે કરી આમ મદદની મદદ અને તમે પછી પાછા આપી શકો સ્વમાન પણ ઘવાય નહીં સુરેખ ઘણું ધ્યાન રાખે છે સારો છોકરો છે... ડાઉન ટુ અર્થ છે સુરેખાએ કહ્યુ. "ઓકે પાપા તો હું એને વાત કરી દઇશ કે અમારી બંન્ને બહેનો માટે એપ્લાય કરી દે.
અને પાપા આજે એનાં બંગલે બધાં ફ્રેન્ડસ ભેગા થવાનાં છે. કોલેજ ઇવેન્ટનાં રીહર્સલ માટે હું ગીત રજૂ કરવાની છું અને એ લોકો ડ્રામામાં પરફોર્મ કરવાનાં છે.
પાપાએ કહ્યું હું ઘણાં સમયથી તારાં ગીતો સાંભળ્યા કરું છું હવે ખબર પડી તું ઇવેન્ટ માટે પ્રેક્ટીસ કરે છે તું ગાય છે ત્યારે તારી મંમીની યાદ તાજી થાય છે એ પણ કોકીલ કંઠી હતી ખૂબ સરસ ગાતી હતી તારો અવાજ તો તારી માં થી બધુ મીઠો છે. અને હાં તું નિશ્ચિંત થઇને જા એ છોકરો ઘણો ભરોસાપાત્ર છે પણ સમયસર પાછી આવી જજે.
સુરેખાએ કહ્યું થેંક્યુ પાપા હું નીકળુ છું અને પાપા હું એનાં ઘરે આજે મેં જે દાબેલી બનાવી છે લેતી જઊં છું એને પણ મારી જેમ ખૂબ ભાવે છે આમેય સોનલબહેને સરસ બનાવી છે પાપાએ કહ્યુ ચોક્કસ પણ એટલી છે ? તારાં મિત્રો ભેગાં થવાનાં છે ને ?
પાપા બધા માટે શક્ય નથી પણ હું કરી લઇશ મેનેજ ચિંતા ના કરો અને એણે દાબીલો ડબો પર્સમાં મૂક્યો અને સુરેખનાં ત્યાં જવા નીકળી ગઇ.
સુરેખને ત્યાં પહોચી અને એણે જોયુ કે ઘરમાં સુરેખ એકલો જ છે. એણે કહ્યુ કેમ આંટી કયાં ગયાં ? તું એકલો છે ? અને હજી બીજા લોકો નથી આવ્યાં ?
સુરેખે કહ્યું આવી એવી કેટલાં પ્રશ્નો કરે છે ? અરે મોમ બાજુવાળા આન્ટી સાથે બજાર ગયાં છે બધુ શોંપીંગ કરીને આવશે અને બીજા બધાં હજી ક્યાંથી આવે ? મેં તારો સમય પછી બે કલાકે એ લોકોને સમય આપ્યો છે થોડી લુચ્ચાઇ કરી છે એટલે મોમને બજાર જવા દીધાં અને બીજા ફ્રેન્ડ્સ પછીથી આવશે એમ કહીને, લુચ્ચુ હસ્યો.
સુરેખાએ કહ્યું "તું બહુ લુચ્ચો છે એકદમ જ કેમ આવું કર્યુ ? જો તારાં માટે દાબેલી લાવી છું મસ્ત બની છે. અને મેં પાપા સાથે વાત કરી લીધી છે પાપાએ મારી અને રૂપા બંન્ને માટે અરજી કરવા કીધું છે. તું કહીશ એ પેપર્સ તને આપી દઇશ તું કન્ફર્મ કરાવી આપજે. પાપાને ઘણી રાહત થઇ જશે.
સુરેખે કહ્યું "ઓકે હવે બધું થઇ જશે તું નિશ્ચિંત થઇ જા હું કરી દઇશ. ખેરા દાબેલી હમણાં બાજુમાં મૂક અને તું મારો બાહોમાં આવી જા હું તને દાબીને તારી દાબેલી બનાવી દઊ. એમ કહીને સુરેખાને એની બાહોમાં ભરી દીધી.
સુરેખા કહે લુચ્ચા પહેલાં ડોર બંધ કર પ્લીઝ પછી હું જ આવી જઇશ દાબેલી થવા અને સુરેખે ડોર બંધ કરી સુરેખાને......
વધુ આવતા અંકે - પ્રકરણ-23

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED