વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-20 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-20

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-20
સુરેખ-સુરેખાનાં ઘરે એને લઇને ગયો પછી અચાનક માં નાં થયેલાં મૃત્યુ પછી બધી વિધી પતાવીને સુરેખ સુરેખા પાસે હતો અને સુરેખાનાં પિતા મનસુખભાઇએ એમની બંન્ને દીકરીઓને કહ્યું કે તમારી મંમી રહી નથી પણ એણે જોયેલાં સ્વપ્ન તમારે પુરા કરવાના છે. અને રડતી આંખોએ બંન્ને દીકરીઓ પાપાની વાત સાંભળી રહેલી.
સુરેખાએ સુરેખની સામે જોઇને આંખોથી કંઇક વાત કરી સુરેખ સમજી ગયો અને એ આગળ આવીને મનસુખભાઇને કહ્યું અંકલ તમારી વાત સાચી છે હવે આ બંન્ને એમની દીકરીઓની જવાબદારી વધી ગઇ છે પણ એક ખાસ મિત્ર તરીકે મને કહેવાનું મન થાય છે કે હું પણ તમારાં સાથમાં53 છું અને કાયમ સાથ આપીશ તમારી બધીજ પરિસ્થિતિમાં ખડે પગે ઉભો રહીશ હું વચન આપુ છું. એમ કહીને એણે એમની રજા લીધી અને ઘરે જવાં નીકળી ગયો.
***********
સવારનાં 10 વાગ્યાનાં સુમારે અભિ, સુરેખ, કબીર બધાં એમનાં કાયમનાં પાનનાં ગલ્લે આવીને બેઠાં હતાં. સુરેખાનાં મંમીનાં અવસાન થયે લગભગ 15 દિવસ થવા આવેલાં. શરૂઆતમાં થોડી ચર્ચા કરીને બધાએ બીજી વાતો પર ધ્યાન આપ્યું.
સુરેખ સુરેખાનાં ઘરે લગભગ રોજ જતો હવે બધી વિધી પણ આટોપાઇ ગઇ હતી સુરેખા કોલેજ અપડાઉન કરતી અને વહેલી ઘરે જતી રહેતી. ક્યારેક સુરેખ સાથે આવતો ક્યારેક એ બસમાં જતી આવતી હતી.
અત્યારે ભેગાં થયેલાં મિત્રો સુરેખાની મંમીનાં અચાનક અવસાનની વાત કરીને બેઠાં હતાં અને ત્યાં મસ્કી BMW સાથે આવ્યો એ બધાંને જોઇને બોલ્યો "કેમ મંડળી આટલી ગંભીર બેઠી છે ? એમ કહેતો ગલ્લેથી સીગરેટ લઇ સળગાવીને ફૂંકતો આવીને બેઠો.
અભીએ મસ્કીને જોઇને કહ્યું "અલ્યા મસ્કી તું સુરેખાની મધરનાં ઓફ થયા પછી આજે દેખાયો તને ફોન કરીને મેં જણાવેલું છતાં ડોકાયો નહીં ? થોડી કર્ટસી તો હોય કે નહીં ? અભીએ મસ્કીને ઠપકો આપતાં કહ્યું "બધાંજ આવેલા-બીજા પછી આવીને મળી ગયાં તું અને વંદના બીલકુલ મોં બતાવવા પણ ફરક્યા નહી ? તમારાં લગ્ન થઇ ગયાં ? દાઢમાં પૂછ્યું.
મસ્કી બધી વાત સાંભળી મતલબ સમજી ગયો. એણે ચહેરો ગંભીર કરીને કહ્યું "સોરી યાર તેં મને સમાચાર આપેલાં પણ હું અટવાયેલો હતો એટલે નથી આવી શક્યો. હું દમણથી ગઇકાલે રાત્રેજ આવ્યો અને વંદના પછી મને મળી નથી એની મને ખબર નથી એ અર્ધસત્ય બોલ્યો.
મસ્કીએ કહ્યું " સાચું કહું હું જે સમાચાર આપવા જઇ રહ્યો છું એ અત્યારે કહેવાય કે નહીં એ મને નથી ખબર પણ હું નથી આવી શક્યો એટલે મારે કારણ જણાવવું પડશે.
મસ્કીએ સુરેખ તરફ નજર કરીને કહ્યું "સોરી સુરેખ મને ખબર છે તને પણ ખરાબ લાગ્યું હશે પરંતુ હું અને પાપા છેલ્લા 12-15 દિવસથી દમણનાં ધક્કામાં હતો હું તો ત્યાંજ રહી ગયેલો પાપાએ દમણમાં હોટલ ખરીદી લીધી છે એની દોડધામમાં હતો બધુજ ગઇકાલે પતી ગયું અને હું દમણથી પાછો આવ્યો.
હવે પાછો જવાનો છું ત્યાં મેનેજમેન્ટ અમારું ગોઠવવાનું એટલે ઘણી ધાઇ છે યાર. મારો એક પગ અહીં અને બીજો ત્યાં રહેવાનો. પાપા તો કહે આ કોલેજ છોડી ત્યાંજ એડમીશન લઇ લે હું આવતો જતો રહીશ.
પાપા માટે નવી લાઇન છે અને ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું છે. કદાચ દીદી અને જીજાજીને પણ ઇન્ડીયા પાછા બોલાવવા વિચારે છે. કન્ટ્રક્શનમાં ખૂબ હરિફાઇ છે એટલે સ્કીમો તો ચાલુજ છે. પણ નવી લાઇનમાં આગળ વધવુ છે અત્યારે ફોર સ્ટાર તો છે જ પણ પાપાને કંઇક વિશેષ કરવુ છે જોઇએ આગળ જતાં...
બધાં આર્શ્યથી મસ્કીને સાંભળી રહેલાં અને મનમાં વિચારી રહેલાં કે આને તો બધુ ગોઠવાઇ ગયું પછી સુરેખે કહ્યું "ઇટસ ઓકે મસ્કી એન્ડ કોન્ગ્રેચ્યુલેશન બધાએ મસ્કીને અભિનંદન આપ્યાં.
મસ્કીએ કહ્યું "મારાં સ્વભાવ પ્રમાણે હું ગ્રાન્ડ પાર્ટી આપવા માંગતો હતો પરંતુ સુરેખાની મધરનાં ન્યૂઝ સાંભળ્યા પછી કંઇ બોલ્યો નહીં કે અત્યારે શોભશે નહીં.
બધાએ એની વાતને માન્ય રાખી અભીએ કહ્યું ચાલો એક નવી જગ્યા ઉભી થઇ ક્યારેક જવા માટે મજા આવશે. કબીર બોલ્યો યાર દમણની વાતજ કંઇક ઓર છે. ગોવા પછી દમણ જોરદાર જગ્યા છે બીચ અને હોટલો અને આસપાસ ફરવા જવા માટે અનેક સ્પોટ વહ શૈહાદ્રીની ગીરીમાળા જોવાથી મજા આવે એવું છે ક્યારેક પ્રોગ્રામ બનાવીશું મસ્કી યાર તું નસીબવાળો છે તને બધુ ટોપ જ મળે છે અભિનંદન.
મસ્કીએ કહ્યું "થેંક્સ ચાલો ચા તો પીએ એમ કહીને મસ્કીએ બધાં માટે ચા મંગાવી અને ચા પીધા પછી સીગરેટ સળગાવી બધાએ સીગરેટની ના પાડી એટલે મસ્કીએ કહ્યું અરે સાલાઓ પેલી સીગરેટ નથી આ ભૈયાજી પાસેથી લીધી લો પીઓ... પણ એકવાત કહુ "દોસ્તો સાથે જે મજા છે એવી ક્યાંય નથી.
અભીએ કહ્યું "તારી વાત સાચી છે તારાં અવગુણ તું બાદ કરે તો તારાં જેવો દોસ્ત પણ નહીં એમ કહી હસવા લાગ્યો અને એ બોલવા પર બધાજ હસી પડ્યાં.
મસ્કીએ કહ્યું "કેમ અભલા ? હું એટલો ગયો ગુજરો છું સાલાઓ દોસ્તીમાં જાન આપી દઊં એવો છું હાં થોડા બીજા શોખ અને બિન્દાસી છે પણ દોસ્તી નીભાવું એવો છું આપણે બધાં સ્કૂલથી સાથે છીએ આવી ટોળી પણ બીજી નહીં હોય. કબીરે કહ્યું "સો ટકા સાચી વાત આપણાં જેવી બીજી ટોળી પણ નહીં જ હોય.
વાતાવરણ હળવું થઇ ગયું બધાએ ગલ્લેથી સીગરેટ લઇને ફૂકવાની ચાલુ કરી. ત્યાંજ અભીનાં ફોન પર સ્વાતીનો ફોન આવ્યો. અભીએ કહ્યું " હાં બોલ સ્વાતી... અમે બધાં અહીં ગલ્લે બેઠાં છીએ... હાં હાં હું વાત કરુ છું ઓકે બાય કહીને ફોન મૂક્યો.
સુરેખે અભી તરફ પ્રશ્નાર્થ નજરે જોયું. અભીએ કહ્યું "સ્વાતીએ મને યાદ દેવરાવુ આપણી MS યુનીવર્સીટીનો પ્રોગ્રામ છે ગીત-સંગીત-નાટક એનાં માટે કોણ શેમાં ભાગ લેવાનું છે ? એ નક્કી કરવા અને સાંસ્કૃતિ કાર્યક્રમનાં લીડર શર્મા સરે કહ્યું છે કે તમારા ગ્રુપવાળા મિત્રો મને મળવા આવે મારે કામ છે.
આ સાંભળી બધાં એકબીજા સામે જોવાં લાગ્યાં. સુરેખ કહ્યું "કાલેજ મળીએ જાણીએ તો ખરાં શું કામ છે ?
**********
બીજા દિવસે યુનીવર્સીટી બીલ્ડીગમાં શર્માસરની ઓફીસમાં બધાં સાથે પહોંચી ગયાં એમાં સ્વાતી, અભી, સુરેખ-સુરેખા મસ્કી, કબીર, વેદીકા બધાંજ હાજર હતાં. વંદનાને કહ્યું હતું પણ એ આવી નહોતી ત્યાં પાછળથી તમસ પણ હાજર થઇ ગયો.
શર્મા સરે કહ્યું "તમરાં ગ્રુપમાં બધાં ટેલેન્ટેડ છોકરાઓ છે મારી પાસે એક ખૂબજ રોમેન્ટીક નાટકની સ્ક્રીપ્ટ છે એમાં મારે મીનીમમ 6-7 પાત્રોની જરૂર છે મેં સ્ક્રીપ્ટની ઝેરોક્ષ કરાવી છે તમે લોકો અભ્યાસ કરી લો અને બે દિવસ પછી હું ઓડીશન લઇશ તમે તમારી રીતે પાત્ર પસંદ કરો અને એ પ્રમાણે ઓડીશન આપો પછી હું એને ફાઇનલ કરીશ એમ કહીને એમણે સ્ક્રીપ્ટથી ઝેરોક્ષ બધાંને આપી.
સુરેખ-સુરેખા-અભી -સ્વાતી બધાં એકબીજાની સામે જોવા લાગ્યાં બધાનાં મનમાં કૂતૂહુલ હતું અને બધાંજ ભાગ લેવાં તૈયાર હતાં. બધાએ સ્ક્રીપ્ટ લીધી અને કહ્યું સર બે દિવસ પછી અમે તમે સમય આપો ત્યારે હાજર થઇ જઇશું.
શર્મા સરે કહ્યું આજે બુધવાર થયો શુક્રવારે સવારે 10.00 વાગે શાર્પ અહીં આવી જજો. પાત્ર વરણી- ઓડીશન બધુજ હું ફાઇનલ કરીશ પછી આગળનું શીડ્યુલ નક્કી કરીશું અને પ્રેક્ટીસ કારણ કે આપણી પાસે માત્ર 20 દિવસનો સમય છે. એમાં ગીત ગાવા માટે જેની તૈયારી હોય એ પણ આમાં નામ નોંધાવી શકે છે એટલે મને શુક્રવારે ફાઇનલ જણાવજો કારણ કે પછી બીજી બેચનાં છોકરાઓનાં પણ ઓડીશન લઇશ મેં એ લોકોને પણ સ્ક્રીપ્ટ આપી છે જે મને બેસ્ટ લાગશે એને સીલેક્ટ કરીશ.
મસ્કીએ બીજી એક વધારાની સ્ક્રીપ્ટની ઝેરોક્ષ લીધી અને બધાં ત્યાંથી પાછા ફરવા નીકળ્યાં.
અભીએ કહ્યું સ્વાતી પાત્રો-સ્ક્રીપ્ટ વિષય બધુ જોઇ લઇએ મને ખૂબ મન છે. સ્વાતી કહે આપણે ચાર તો આમાં ભાગ લઇશુંજ એમ કહી સુરેખ અને સુરેખા સામે જોયું એ લોકોએ સંમતિમાં ડોકા ઘુણાવ્યાં.
મસ્કી દૂર જઇને મનમાં પ્લાન ઘડવાં માંડ્યો અને મોબાઇલ ચાલુ કરી ફોન કર્યો અને બોલ્યો સાંભળી લે......
વધુ આવતા અંકે - પ્રકરણ-21