WILD FLOWER - 19 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-19

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-19
સુરેખાનાં પાપા મનસુખભાઇ સુરેખને બહાર લઇ જઇને કહે "બહુ સારુ નથી કેન્સરને છેલ્લો સ્ટેજનું કેન્સર ડિટેકટ થયુ છે અને ડોક્ટરે આશા છોડી છે. કહે છે ગમે ત્યારે ગમે તે થઇ શકે. ઘણાં સમયથી બિમાર હતી. પણ છેલ્લા દિવસોમાં... પછી એકદમ ઢીલા થઇ ગયાં ગળે ડૂમો ભરાયો બોલ્યાં છેક છેલ્લે સુધી કંઇ ખબરજ ના પડી કાલે બધાં ટેસ્ટ કરાવવા કીધાં. સુરેખાને એનું બગડે એમ કરીને બોલાવી નહીં પણ આજે રીપોર્ટ આવ્યાં પછી મારી ધીરજ ના રહી રખે એની મંમીને કંઇ થઇ જાય તો ?
સુરેખ જાણી ઢીલો થયો એને વિચાર આવ્યો સુંરેખા જાણશે તો એનું શું થશે ? એમ પણ એ ખૂભ ઢીલી, લાગણીશીલ અને ચિંતા કરે એવી છે. એણે એનાં પાપાને આશ્વાસન આપતાં કહ્યું સર તમે ચિંતા ના કરો ઇશ્વર સહુ સારું કરશે.
થોડીવાર પછી સુરેખે કહ્યું કોઇ મોટાં ડોક્ટરને બતાવવું હોય તો હું બધી વ્યવસ્થા કરી શકીશ તમે કોઇજ ચિંતા ના કરશો મારાં પાપાનાં ઘણાં ફેન્ડ છે હું ફોન કરું એમને ?
મનસુખભાઇએ કહ્યું "ભાઇ મારી પત્નિ માટે હું કંઇ પણ કરી જઊં એમ છું પણ આ અમારાં ડોક્ટર સલાહ આપી મને કે બીજા પ્રયત્ન કરશો તો કદાચ થોડાં દિવસ વધુ ખેંચી શકે પણ પણ. એમનું શરીર ફેંદાઇ જશે અનેક રેઝ અને દવાઓ એમનો ચહેરો કદરુપો થઇ જાય એવું છે. એ સારવાર દરમ્યાન એમને ઘણી યાતનાઓ સહેવી પડશે એનાં કરતાં ઇશ્વરે જેટલાં શ્વાસ લખ્યા છે એ પૂરા થવા દો. મેં મારી કંપનીમાં મારી ગ્રેજ્યુએટી બધુ ઉપાડી લેવા એપ્લીકેશન પણ કરી દીધી છે મને વિમાની સહાય મળે એમ છે. એક એક પૈસો એની પાછળ વાપરી ઉભી થાય તો વિચારું એમ નથી પણ એનાંથી એનું હું આયુષ્ય નહીં વધારી શકું માત્ર પીડા વધારી દઇશ એટલે એ ડોક્ટરની સલાહ માનવાનું નક્કી કર્યું.
ત્યાં સુરેખા બહાર આવી અને પૂછ્યું પાપા તમે લોકો ક્યારનાં શું વાતો કરો છો ? મંમીને શું થયુ છે ? તમે મને પહેલાં કેમ જણાવ્યું નહીં ? મંમી ઉઘી રહી છે ઉઠતી નથી બોલતી નથી.
પાપાએ કહ્યું "એને એટલી દવાઓ આપી છે કે એ ઘેનમાં રહે છે. પીડાનાશક દવાઓ એં દાટ વાળ્યો છે હવે એને દવાઓ નથી આપવાની દીકરા હિંમત રાખજે હવે એ આંખ ખોલે બોલે વાતો કરે એનીજ રાહ જોઊં છું તારાં મિત્રને હું એજ કહી રહ્યો હતો.
સુરેખા કહે પણ મંમીને થયું છે શું ? એ માંદી હતી પણ આવુ નહોતું થયુ ડોક્ટર શું કહે છે ? રીપોર્ટ કરાવ્યા છે ?
પાપાએ કહ્યું "દીકરા બધુજ કરાવ્યું હવે સારું થાય એની રાહ જોવાની તમારાં નસીબ દીપતાં હશે તો... એમ કહી એમનાંથી ડૂસકું નંખાઇ ગયું. સુરેખા પણ રડી પડી અને બોલી" પાપા મંમીને આટલુ બધુ થઇ ગયું મને ખબર પણ ના આપી ?
સુરેખે રૂપાને પાણી લાવવા કહ્યું રૂપા બે ગ્લાસમાં પાણી લાવી બંન્નેને આપ્યું સુરેખે કહ્યું "પાપાએ બધુંજ કર્યુ છે હવે સારુ થઇ જશે ચિંતા ના કર અને ત્યાંજ રૂપા એ કહ્યું "મંમીએ આંખો ખોલી અને બોલી મંમી મંમી દીદી આવી છે....
સુરેખા માં પાસે દોડી ગઇ એનાં માથે હાથ ફેરવીને બોલી મંમી કેમ છે તને ? એની આંખમાં આંસુ ઘસી આવ્યાં. એની મંમીએ આંખ ખોલી હતી અને આંખથી જ બોલી રહી હતી એમની આંખમાં પણ આંસુ હતાં. બોલવા પ્રયત્ન કરી રહેલાં પણ વાચા ખૂલતી નહોતી.
વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. સુરેખની આંખો ભીંજાઇ ગઇ હતી એ પણ બાજુમાં ઉભો રહી ગયો. એમની આંખો સુરેખને પ્રશ્નાર્થ નજરે જોઇ રહી એટલે મનસુખભાઇએ કહ્યું સુરેખાનો મિત્ર છે એ સુરેખાને લઇને આવ્યો છે અને સુનયનાબહેની આંખો સુરેખના તરફ સ્થિર થઇ કંઇક કહેવુ હતું પણ બોલી શકતાં નહોતાં.
એમનાં શરીરમાં એટલી બધી અશક્તિ હતી કે હોઠ ફફડવા પણ જાણે તાકાત જોઇતી હતી. ત્યાંજ એમને ઉધરસ આવી એમની આંખો ઊંચે ચઢી ગઇ... ખાંસ્તાં ખાંસ્તા મોઢામાંથી લોહીનો કોગળો થઇ ગયો એક સાથે મોટી ઉલટી આવી અને ચઢેલી આંખો નીચે ઉતરી અને માથું ઓશીકા પરથી નીચે સરકી ગયું...
અચાનક બની ગયુ અને માંનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. બે મીનીટ કોઇને કંઇ ખબરજ ના પડી કે આ શું થઇ ગયું ? સુરેખા જોરથી બૂમ પાડી ઉઠી માં... માં તને શું થાય છે ? પણ જવાબ આપવા માં જીવતી નહોતી. મનસુખભાઇને ખ્યાલ આવી ગયો એ સુનયના બેનની નજીક આવી ગયાં અને સુનયના સુનયના... આમ એકલા મૂકી ક્યાં ગઇ ? તારી બંન્ને લાડકીઓનાં કામ બાકી છે તું આમ ના જઇ શકે અને તેઓ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યાં રૂપા અને સુરેખા બંન્ને જણાં માંની બાજુમાં બેસી રડી રહેલાં.
સુરેખને સમજણજ ના પડી કે આમાં શું કરવું ? એણે સુરેખાને કહ્યું "સુરેખા જે થવાનુ હતું થઇ ગયું. પાપાને તારાં આજ ભય હતો પણ સમય પહેલાંજ જાણે બધુ થઇ ગયું આવા કરુણ પ્રસંગનો મને સાક્ષી બનાવી દીધો.
સુરેખાએ ચહેરો ઊંચો કર્યો. રુદન બંધ કરી સ્વસ્થ થઇ એણે રૂપાને કહ્યું રૂપા ઉઠ રડવાનો સમય નથી હવે બધી ખબર પડી ગઇ.... ઇશ્વરને આપણાં જીવન સાથે રમવાનુંજ ગમ્યુ છે કાયમ કંઇ નહીં... એણે કહ્યું પાપા તમે લોકો બહાર જાવ મંમીની ઉપર ખૂબ લોહી છે બધુ સાફ કરી એને કપડાં બદલાવવા છે મારે....
મનસુખભાઇને થોડું આશ્ચર્ય થયું પછી કહ્યું બેટા અમે બહાર જઇએ છીએ હું બધાને સમાચાર આપુ છું તું મંમીને તારી સ્નાન કરાવીનેજ કપડા બદલાવજે.. જે છોડે જાય છે એને ઘરમાં પણ રાખી શકાતાં નથી હું સાંજ પહેલાંજ એનાં અગ્નિસંસ્કાર કરવા માંગુ છું. બ્રાહ્મણનું ઘર છે એટલે વિધી વિધાન થશે. હું બધાને સમાચાર આપુ છું હમણાં 11 વાગ્યાં 4 વાગે સ્મશાન લઇ જવી છે.
રૂપા બધુ જોઇ રહી હતી એને સમજ નહોતી પડી રહી કે અચાનકજ આ બધું શું થઇ રહ્યુ છે એ દીદી કહે એમ કરવા લાગી. મનસુખભાઇ બહાર જઇને અડોશી પડોશીને સમાચાર આપી ફોનથી નજીકનાં સગાવ્હાલાને ફોનથી જાણ કરવા માંડ્યા.
સુરેખે એની મંમીને ફોન કરીને સમાચાર આપી દીધાં. કે એની મિત્ર સુરેખાની મંમી અવસાન પામ્યા છે એટલે ઘરે આવતાં લેટ થશે.
સુરેખે પહેલોજ ફોન કબીર અને અભીને કર્યો કે સુરેખાનાં મંમી નથી રહ્યાં. બીજા મિત્રોને એ લોકોએ જાણ કરી છે અને અનૂકૂળ સમયે બધાંજ અહીં હાજર થઇ જાય.
મનસુખ દવેએ સ્વસ્થતા કેળવીને સુરેખને કહ્યું ભાઇ તું ખરા સમયે મદદમાં આવ્યો છે ખૂબ ખૂબ આભાર ત્યાંજ આડોશી પાડોશી અને સોસાયટી વાળાં આવી ગયાં.
સુરેખાનાં પાપાએ સુરેખને કહ્યું હું તને પૈસા આપુ છું આ પડોશીનાં દીકરા સાથે જઇને સાંજ સામાન ફૂલો વગેરે લઇ આવો. સુરેખે કહ્યું "અંકલ પૈસા છે મારી પાસે તમે પછી આપજો તમે બધાં આવી રહ્યાં છે એમાં ધ્યાન આપો.
સુરેખ હજી નીકળવા જાય છે ત્યાં કબીર-અભી સ્તુતિ સ્વાતી બધાં આવી ગયાં હતાં. સુરેખે અભીને કહ્યું તું અને સ્વાતી અહીં રહો સુરેખા પાસે હું અને કબીર બધો સામાન લઇને આવીએ છીએ.. સ્વાતી સુરેખા પાસે ગઇ.
*************
નક્કી કરેલાં સમય પ્રમાણે સમશાનયાત્રા નીકળી બધાંજ મિત્રો હાજર હતાં. માત્ર મસ્કી નહોતો. તમસ, મનીન્દર આવી ગયાં હતાં. વેદીકા પણ આવી ગઇ હતી બધાંનાં ચહેરાં શોકમાં ગરકાવ હતાં. સમશાન બધાંજ ગયાં હતાં. સ્વાતી, સુરેખા, રૂપા વેદીકા અને સુરેખ સાથે બધાંજ મિત્રો.
સુરેખા અને રૂપાએ રડતી આંખે અગ્નિદાહ આપ્યો માત્ર દોઢ-બે કલાકમાં દેહ બળીને રાખ થઇ ગયેલો બધાં નત મસ્તક ઘરે આવ્યાં.
મનસુખભાઇએ કહ્યું સવારમાં પ્રહરનાં માત્ર ત્રણ કલાકમાં એક જીંદગી નામશેષ થઇ ગઇ આંખોમાં આંસુ આવ્યા રૂપા અને સુરેખાને વળગીને ખૂબ રડ્યાં બધાએ એ લોકોને રડવા દીધા. થોડાં સ્વસ્થ થયાં પચી મનસુખભાઇએ સુરેખાને કહ્યું "હવે તારી મંમી રહી નથી પણ એનાં જોયેલાં સ્વપ્ન તમારે પુરા કરવાનાં છે હિંમત નથી હારવાની બાકીનું હું જોઇ લઇશ.
સુરેખે સુરેખાની સામે જોયું સુરેખાની આંખો રડી રડીને લાલ થઇ સૂજી ગયેલી એની આંખોએ સુરેખને કંઇક કહ્યું સુરેખ સમજી ગયો અને આગળ......
વધુ આવતા અંકે - પ્રકરણ-20

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED