WILD FLOWER - 18 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-18

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-18
સુરેખાએ કવિતા ગાઇએ સ્તુતિએ ટેપ કરી પોતે ટાઇપ કરીને અભિને મોકલી અને સુરેખાએ ગાયેલી કવિતા સત્વનને મોકલી દીધા. બંન્ને બેડ પર આડા પડ્યાં ત્યાં સ્તુતિનાં ફોનમાં રીંગ આવી અભીની... અભીએ કહ્યું "વાહ શું સુંદર કવિતા મોકલી પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આવું બધુ તારું કામ નથી તને ના આવડે તને મને ટોકતા અને મારી સાથે ઝઘડતાંજ આવડે આ કોઇ બીજાની રચના છે એટલે કે સુરેખાએ લખી લાગે છે.
સ્તુતિ કહે "સાવ વાંદરોજ છે મને ખબરજ હતી તને ખબરજ પડી જશે મેં નથી લખી. પણ સુરખી એ લખી મને ગમી.. શબ્દો એનાં છે પણ લાગણી મેં પરોવી છે પ્રેમ મારો છે સુરેખાએ સુરેખને તો ગાઇને મોકલી છે.
ત્યાં સુરેખાનાં ફોનમાં રીંગ આવી એણે તરતજ ઉપાડ્યો ત્યાં સામેથી એનાં પાપા વાત કરતાં હતાં. સુરેખાનાં ચહેરા પરથી રોમાન્સ જતો રહ્યો એ ગંભીર થઇ ગઇ બોલી "હાં પાપા બોલો આટલો લેટ ફોન ? બધું બરાબર છે ને.
સુરેખાનાં પાપાએ કહ્યું "દીકરા આમતો બરાબર છે પણ તારી મંમીની તબીયત ઠીક નથી કાલે તું કોલેજ પતાવીને ઘરે આવી જજે તને યાદ કરે છે. સુરેખાનો ચહેરો ચિંતાથી ઢીલો થયો "કેમ પાપા શું થયું મંમીને ? હું કાલેજ સવારે આવી જઇશ કોલેજ નહીં જઊં... એતો સ્તુતિ પાસેથી જાણી લઇશ હું સવારેજ આવી જઇશ. મને મંમીની ચિંતા થાય છે.
સુરેખાનાં પાપાએ કહ્યું ના દીકરા પેનીક થવાની જરૂર નથી પણ કાલે આવી જજે. તારુ ભણવાનુ બગડે નહીં એ પહેલાં જોવાનું બપોર પછી આવજે મેં રજા લીધી છે કાલની હું તારી મંમી પાસેજ છું અને રૂપા પણ ઘરે છે એટલે ચિંતા ના કર. કંઇ નહીં તને જણાવવુ જરૂરી હતું એટલે કહ્યું છે શાંતિથી સુઇ જજે ગુડનાઇટ કહીને ફોન મૂક્યો.
સુરેખાંનો આખો મૂડજ ખરાબ થઇ ગયો એની આંખમાં આંસુ આવી ગયાં. સ્તુતિને ખબર પડી ગઇ કે કંઇક ગરબડ છે. એણે પૂઝ્યું શું થયું સુરેખા ?
સુરેખાએ રડતી આંખે જણાવ્યું "મંમીની તબીયત બગડી છે કાલે સવારે હું ઘરે જઇશ. મારી જીંદગીમાં એક સુખ આવે ત્યાં પાછલે બારણે દુઃખ આવે છે મને મંમીની ખૂબ ચિંતા થાય છે ત્યાં એનાં ફોનમાં ફરીથી રીંગ આવી એણે જોયું સુરેખનો ફોન છે. એણે ફોન ના ઉપાડ્યો.
સ્તુતિ કહે "એનો ફોન તો ઉપાડ.. એને પણ કહીદે કે મંમીની તબીયત સારી નથી એ તારી કવિતા.. સુરેખા કહે મને હવે કવિતાનો કે કોઇ વાત કરવાનો મૂડ નથી એનાં ફોનમાં રીંગ વાગતી રહી.
સ્તુતિનાં ઘણાં સમજાયાં પછી એણે ફોન ઊંચક્યો સુરેખે કહ્યું "વાહ ડાર્લીંગ કેવી સુંદર રોમેન્ટીક કવિતા ગાઇને મોકલી મારું દીલ તો ગાર્ડન ગાર્ડન થઇ ગયું આઇ લવ યુ કહીને કીસ કરી. સ્તુતિની આંખમાંથી આંસુ આવી ગયાં એણે કહ્યું "સોરી સુરેખ... મારો એવો કોઇ મૂડ નથી અત્યારે...
સુરેખે આશ્ચર્યથી કહ્યું "અરે હમણાં કવિતા મોકલી અને હવે મૂડ નથી ? શું થયું. સુરેખાએ રડતાં રડતાં પાપાનાં ફોનની મંમીની તબીયત બગડી એ સમાચાર આપ્યાં અને કહ્યું સોરી.. મારી સાથે કાયમ આવુંજ થાય છે સવારે ઘરે જવાની.
સુરેખ ગંભીર થઇ ગયો એણે કહ્યું "ઓહ.. સોરી મને શું ખબર ? પણ સવારે હું તારી હોસ્ટેલ આવું છું હું તને લઇ જઇશ તારાં ઘરે હું તારી સાથે રહીશ ચિંતા ના કર.
સુરેખાએ ગભરાઇને કહ્યું "ના - ના તું ના આવીશ હું બસમાં જતી રહીશ પ્લીઝ મારાં પાપા જાણશે તો.. પ્લીઝ.
સુરેખે કહ્યું "ચિતા ના કર હું બધુજ સંભાળી લઇશ તને એકલી નહીં જવા દઊં હું આવીશ સાથે. ડરવાની જરૂર નથી તારું ભણવાનું પણ નહીં બગડવા દઊં તું ના-ના ના કર પ્લીઝ મને થોડો તો કામ આવવા દે... પ્રેમ કરુ છું તને માત્ર ટાઇમ પાસ નથી કરતો હું સવારે આવું છું રાહ જોજો એમ કહીને ફોન મૂકી દીધો.
સુરેખા રડતી હતી પણ દીલમાં કંઇક સારું લાગી રહેલું હૂંફ અનુભવીતી હતી સ્તુતિ વાત સ્થિતિ સમજી ગઇ એણે કહ્યું "શું થયું સુરેખ આવે છે ને સવારે ? સુરેખાએ ડોકું હલાવી હા પાડી. સ્તુતિએ કહ્યું "સાથે આવવા દે અને સુરેખ ખૂબ સમજુ છે મારાં અભી જેવો... અને સુરેખાને આવાં મૂડમાં પણ હસુ આવી ગયું. સ્તુતિ કહે કેમ હસે છે ? સાચુ કહું છું બંન્ને મિત્રો સારાં દીલનાં છે કેર લે એવાં છે તું સુરેખને મચક નહોતી આપતી એટલે બાકી અભી અઠવાડીયાંમાં ત્રણવાર મને મળવાં આવે છે એમ એ તો રોજ આવત. સુરેખા સ્તુતિની સામે જોઇ રહી..
સવારે વહેલો આઠ વાગે સુરેખ હોસ્ટેલ આવી ગયો અને કબીરનાં રૂમનો દરવાજો નોક કર્યો. કબીરતો એને જોઇ આશ્ચર્ય પામ્યો. એતો હજી ઉઠીને બગાસા ખાતો હતો અને સુરેખને પૂછ્યું" અલ્યા સવાર સવારમાં ? હજી તો હું.... મારુ બધુ પરવારવાનું બાકી છે અત્યારે ક્યાંથી ?
સુરેખે કહ્યું"કહુ છું પછી ટૂંકમાં બધી વાત સમજાવી. કબીર કહે "તારી તો નીકલ પડી.. વાહ હવે સાસરે પણ જવાનો ? સાસુ સસરાની સેવામાં ? બહુ ઝડપથી આગળ વધી ગયો તું ? સુરેખ કહે એય ચાંપલી બહુ ના બોલ એમ કહી સુરેખાને ફોન કરી જણાવ્યું કે કબીરનાં રૂમ પર હું આવી ગયો છું.
સુરેખાએ કહ્યું "આટલો વ્હેલો ? 10 વાગે આવ્યો હોત તો ચાલત. કઈ નહીં હું તૈયાર થઇને આવુ છું તું નીચે આવજે 10 મીનીટ પછી અને એમ કહીને ફોન મૂક્યો.
સુરેખે થોડાં ગપ્પા મારીને નીચે પહોચી રાહ જોવા લાગ્યો ત્યાં સામેથી સુરેખા આવતી દેખાઇ અને એની આંખો નીચી ઉઠી એણે ચહેરો ગંભીર રાખ્યો.
સુરેખાએ કહ્યું "આટલો વહેલો આવી ગયો ? સુરેખે જવાબ આપતાં કહ્યું "તારી મંમીની તબીયત સારી નથી એ જાણ્યુ એટલે તારું વિચાર્યુ કે તું ચિંતામાં હોઇશ એટલે વહેલો આવી ગયો. તારાં ઘરે વહેલાંજ પહોચી જઇએ કંઇ જરૂર હોય તો કામમાં આવું અને બીજુ કે ખાસ ચિંતા જનક તબીયત ના હોય તો પછી કોલેજ જઇશું.
સુરેખા એ કહ્યું "હાં બરાબર વિચાર્યુ ચાલ નીકળીએ એમ કહીને સુરેખ બાઇક પર બેઠો એ એની પાછળ બેસી ગઇ. સુરેખે કહ્યું "હાથે કરીને બાઇક લીધી જલ્દી પહોચી જવાય. બરાબર મને પકડીને બેસજે.
સુરેખાએ કહ્યું "બધુ જાણુ છું હું મોટો ઝડપી પહોચી જવાય વાળો એમ કહીને સુરેખને પકડીને બેસી ગઇ બાઇક પર.
પછી એણે પોતાનાં રૂમની બારી તરફ જોયુ સ્તુતિને બાય કીધુ સ્તુતિ હસી રહી હતી. બાઇક સ્ટાર્ટ થઇ ગઇ.
સુરેખે થોડે આગળ જઇને કહ્યું "બરાબર બેસજે પકડીને પડી ના જવાય. ક્મફર્ટ છે ને ? સુરેખાએ કહ્યું બધુ બરાબર છે તું ચલાવ સામે જોઇને. અને એને સ્મિત આવી ગયું.
સુરેખ અને સુરેખા બંન્ને આનંદમાં હતાં. સુરેખાને મંમીની બિમારીની ચિંતા હતી પણ કંઇક સુખ પણ લાગી રહેલું લગભગ-20-25 મીનીટની રાઇડ પછી સુરેખાનાં ઘર સામે બાઇક ઉભી રહી સુરેખા ઝડપથી ઉતરીને સીધી ઘરમાં દોડી. સુરેખ એની પાછળ ધીમે ધીમે ગયો.
સુરેખા દોડીને મંમીના રૂમમાં પહોચી ત્યાં પાપા બેઠેલાં હતાં અને રૂપા રસોડામાં હતી. ત્યાં રૂપાની નજરે સુરેખ પર પડી એણે કહ્યું આવો ને દીદી અંદરનાં રૂમમાં મંમી પાસે ગઇ અને સુરેખ થોડાં સંકોચ સાથે ઘરમાં આવીને મંમીનાં રૂમ તરફ ગયો.
સુરેખાનાં પાપા ઉભા થઇ ગયાં પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યાં. સુરેખાની મોમની આંખો બંધ હતી કદાચ સૂઇ રહેલા સુરેખા બાજુમાં બેઠી એણે એનાં પાપાને કહ્યું "પાપા આ સુરેખ અમારી સાથે કોલેજમાં છે અને મારી કોલેજ ના બગડે એટલે મને સવારમાં અહી લઇ આવ્યો છે એનાં પાપા કલેકટર.... સુરેખાનાં પાપાનાં હાવભાવ બદલાવ ઓહો તું બંકીમચંદ્ર અધર્વ્યુનો દીકરો ? હાં મને ખ્યાલ છે એમનો પણ હવે....
ત્યાં સુરેખે કહ્યું "પાપા હવે સુરત છે... અમે સ્કુલમાં પણ સાથે હતાં. સ્તુતિનાં પાપાએ કહ્યું ઠીક છે બેસ ભાઇ અને સુરેખે પૂછ્યું. સર, આંટીને શું થયું છે ? કેવી છે તબીયત હવે ?
સુરેખાનાં પાપા ઉઠીને સુરેખને બહાર લઇ ગયાં ગંભીર ચહેરે કહ્યું" બહુ સારુ નથી એને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે અને ડોક્ટર.....
વધુ આવતા અંકે - પ્રકરણ-19


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED